Tuesday, May 14, 2019

માર્ક ઝકરબર્ગ ---- Mark Zuckerberg

♦️💢♦️💢♦️💢♦️💢
માર્ક ઝકરબર્ગ
💢♦️💢♦️💢♦️💢♦️

📲માર્ક ઇલિયટ ઝકરબર્ગ (જન્મ ૧૪ મે, ૧૯૮૪) 

👉Facebook . His net worth is estimated to be US$58.6 billion as of March 2017, ranking him the fifth richest person in the world.

📲 એક અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક (Facebook )ના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઝકરબર્ગે
હાર્વર્ડમાં અભ્યાસ કરતા સહવિદ્યાર્થીઓ
ડસ્ટીન મોસ્કોવિટ્ઝ , એડ્યુરાડો સેવરિન , અને

📱📲ક્રિસ હ્યુજીસ સાથે મળી ફેસબુક ની સ્થાપના કરી. 
📱📲તેઓ ૨૦૧૫માં ૪૫ અબજ ૪૦ કરોડ (૪૫.૪ બિલિયન) ડોલરની વ્યક્તિગત સંપત્તિ 

📲📱ઝકરબર્ગે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ તેના હાર્વર્ડ ડોર્મ રૂમમાંથી ફેસબુકની રજૂઆત કરી હતી. 
📱📲ફેસબુકનો વિચાર તેમના ફિલીપ્સ એક્ઝેટર એકેડેમી ખાતેના દિવસોમાંથી આવ્યો છે, જેમાં મોટા ભાગની કોલેજો અને સ્કૂલોની જેમ બધા જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓની તસવીરો સાથેની એક વાર્ષિક ડિરેક્ટરી બહાર પાડવાની જૂની અને લાંબી પરંપરા હતી, જે "ફેસબુક " તરીકે જાણીતી હતી.
📲 એક વાર કોલેજમાં, ઝકરબર્ગની ફેસબુક નો ફક્ત હાર્વર્ડ પૂરતો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો જ્યાં સુધી તેમણે ફેસબુક ને અન્ય શાળાઓ સુધી વિસ્તારવાનો નિર્ણય ન લીધો નહોતો અને આ માટે તેમણે રૂમના સાથી ડસ્ટીન મોસ્કોવિટ્ઝની મદદ લીધી. પ્રથમ તેમણે તેનો વિસ્તાર સ્ટેનફોર્ડ ,
ડાર્ટમાઉથ, કોલમ્બિયા , કોર્નેલ અને યેલ સુધી અને ત્યાર બાદ હાર્વર્ડ સાથે સામાજિક સંબંધો બાદ અન્ય સ્કૂલો સુધી પણ વિસ્તાર્યો.

📲કેલિફોર્નિયા તરફ પ્રયાણ

ઝકરબર્ગ મોસ્કોવિટ્ઝ અને કેટલાક અન્ય મિત્રો સાથે પાલો અલ્ટો , કેલિફોર્નિયા ખાતે રહેલા ગયા. તેમણે એક નાનું ઘર ભાડાપટ્ટે લીધું, જે તેમની પ્રથમ ઓફિસ હતી. સમરના સમયગાળામાં, તેઓ
પિટર થિએલને મળ્યા, જેમણે કંપનીમાં રોકાણ કર્યું. 2004ના ઉનાળા દરમિયાન તેમને પ્રથમ ઓફિસ મળી. ઝકરબર્ગના મતે, તેમનો સમૂહ પાનખરમાં હાર્વર્ડ પરત જવાનું આયોજન કરતું હતું, પરંતુ અંતે તેમણે કેલિફોર્નિયામાં જ રહેવાનો નિર્ણય કર્યો. આજ સુધી તેઓ એક વિદ્યાર્થી તરીકે કોલેજમાં પાછા ફર્યા નથી.

📲ફેસબુક પ્લેટફોર્મ

24 મે, 2007ના રોજ, ઝકરબર્ગે ફેસબુક પ્લેટફોર્મની જાહેરાત કરી, જે ફેસબુક માં સોશિયલ એપ્લીકેશન્સની રચના માટેના પ્રોગ્રામીંગ માટે વિકસીત પ્લેટફોર્મ છે. ડેવલોપર સમુદાયમાં આ જાહેરાતે મોટા પાયે જાણકારી માટે રસ ઉભો થયો. થોડા સપ્તાહમાં જ, ઘણી એપ્લીકેશન્સ બનાવવામાં આવી અને કેટલાકના હજારો વપરાશકર્તાઓ છે. આજે, સમગ્ર વિશ્વમાં ફેસબુક પ્લેટફોર્મ માટે એપ્લીકેશન્સ બનાવતા 8,00,000થી વધારે ડેવલોપરો છે. 23 જૂલાઇ, 2008ના રોજ, ઝકરબર્ગે વપરાશકર્તાઓ માટે ફેસબુક પ્લેટફોર્મના સંસ્કરણ, ફેસબુક કનેક્ટની જાહેરાત કરી.

💻ફેસબુક બિકન

6 નવેમ્બર, 2007ના રોજ, ઝકરબર્ગે લોસ એન્જલસમાં એક કાર્યક્રમ દરમિયાન નવી સોશિયલ એડવર્ટાઇઝીંગ સિસ્ટમની જાહેરાત કરી. બીકન નામના નવા કાર્યક્રમના ભાગરૂપે, લોકો અન્ય સાઇટ્સ પરની બ્રાઉઝિંગ પ્રવૃત્તિઓને આધારે તેમના ફેસબુક ના મિત્રો સાથે માહિતી આપ-લે કરી શક્યા. ઉદાહરણ તરીકે, ઇબેનો વેચાણકર્તા, ફેસબુક ન્યૂઝ દ્વારા તે શુ વેચાણ કરવા માગે છે તે આપોઆપ વસ્તુઓની યાદી બનાવીને જણાવી શકે છે. ખાનગી જૂથો અને વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી આ કાર્યક્રમ અંગે ખાનગીપણાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. ઝકરબર્ગ અને ફેસબુક આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા, અને 5 ડિસેમ્બર, 2007ના રોજ ઝકરબર્ગે અંતે બીકન સાથે ઉભા થયેલા મુદ્દાઓ માટે પોતાની જવાબદારી લેતા ફેસબુક પર બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું અને સેવા અંગે વધુ સરળ રસ્તાઓની ઓફર કરી.

📲કનેક્ટયુ વિવાદ

હાર્વર્ડના વિદ્યાર્થીઓ કેમરૂન વિન્ક્લવોસ,
ટાઇલર વિન્ક્લવોસ અને દિવ્યા નરેન્દ્રે ઝુકનબર્ગ પર એવો આરોપ મુક્યો કે તેણે તેમને એવી માન્યતા અપાવી હતી કે તે HarvardConnection.com (ત્યાર બાદ કનેક્ટયુ તરીકે જાણીતી) નામના સોશિયલ નેટવર્કને બનાવવામાં મદદ કરશે. તેમણે 2004માં કેસ દાખલ કર્યો હતો પરંતુ 28 માર્ચ 2007ના રોજ પૂર્વગ્રહ વિના મુકદ્દમો કાઢી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ બોસ્ટનની
યુ.એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેને ફરી દાખલ કરવામાં આવ્યો હતો, અને પ્રાથમિક સુનાવણી 25 જૂલાઇ, 2007ના રોજ થવાની હતી. 
સુનાવણીમાં ન્યાયધીશે કનેક્ટયુ ભાગને જણાવ્યું હતું કે તેમની ફરિયાદ પૂરતી માહિતી ધરાવતી નથી અને તેમને સુધારેલી ફરિયાદ ફરી દાખલ કરવા માટે ક્ષમતા પૂરી પાડી હતી. 25 જુન, 2008ના રોજ, કેસની પતાવટ થઇ હતી અને ફેસબુક સમાધાન તરીકે 65 મિલિયન ડોલર ચૂકવવા માટે તૈયાર થઇ.

કેસના ભાગરૂપે, નવેમ્બર 2007માં, કોર્ટનો ગુપ્ત દસ્તાવેજ હાર્વર્ડ એલ્યુમ્ની મેગેઝિન 02138 વેબસાઇટ પર પ્રકાશિત થયો હતો. તેમાં ઝકરબર્ગ સોશિયલ સિક્યોરિટી નંબર, તેના માતાપિતાના ઘરના સરનામા અને તેની સ્રીમિત્રના સરનામાનો સમાવેશ થાય છે. ફેસબુકે દસ્તાવેજો પાછા ખેંચવા માટે કેસ કર્યો, પરંતુ ન્યાયમૂર્તિએ 02138 ની તરફેણમાં ચૂકાદોઆપ્યો હતો.

🙏માર્ક ઝકરબર્ગ અને ફેસબુકના આજુબાજુના લોકોને લઇ ધી સોશિયલ નેટવર્ક નામની ફિલ્મ બનાવવામાં આવી છે. તે 2010માં રજૂ થઈ જઇ છે, અને તેમાં જેસી ઇઝનબર્ગ અને જસ્ટીન ટિમ્બરલેક જેવા સિતારાઓ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment