🌡🌡💊વર્લ્ડ હાયપરટેન્શન ડે💉💉💊
લોહીના ઊંચા દબાણથી થતા રોગોની સામે લોકો સમયસર જાગૃત થાય અને સ્વાસ્થ્ય સારી રીતે સાચવી શકે તેવા ખયાલ સાથે વર્ષ ૨૦૦૬થી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવે છે.
💉💉દર ૧૦ વ્યક્તિ પૈકી બે વ્યક્તિ બ્લડપ્રેશરની બીમારીથી પીડાઈ છે અને આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ૩૦ ટકાને જ ખબર હોય છે કે તેઓ બ્લડપ્રેશરની બીમારીથી પીડાય છે. એટલે જ હાયપરટેન્શનને 🌡‘સાયલન્ટ કીલર’🌡 કહે છે.
💊💊બ્લડપ્રેશરના રોગથી આપણે બધા પરિચિત છીએ અને પ્રેશર વધે છે કે ઘટે છે એવું આપણે અવારનવાર અનેક લોકોના મોંએ સાંભળીએ છીએ.ઇશ્વરે માણસને અદ્ભુત શરીરની ભેટ આપી છે અને તે જો આપણે બરાબર જાળવી શકીએ તો આયુષ્યને ઓછામાં ઓછામાં સો વર્ષ સુધી લંબાવી શકાય.શરીરની અંદર કે બહાર થતા ફેરફારોને અનુરૂપ આપણી અંદર પરિવર્તન થતું રહે છે અને આપણા શરીરની સામાન્ય સ્થિતિ જળવાઇ રહે છે.
🌡🌡આપણું હૃદય એ ચોક્કસ પ્રકારના સ્નાયુઓનો બનેલો વિશિષ્ટ પંપ છે.જિંદગીભર નિયમિત રીતે એક મિનિટમાં ૬૦થી ૯૦ વાર ધબકે છે અને દરેક વખતે લગભગ ૭૦ સીસી જેટલું શુદ્ધ લોહી શરીરમાં ફેરવે છે.આ લોહીનું પરિભ્રમણ ફકત એક જ દિશામાં થાય છે અને તેનાથી શરીરના દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓકિસજન અને ખોરાક મળી રહે છે.
💉🌡બ્લડપ્રેશર કોને કહેવાય?❓❓❓
લોહી ફેરવવા માટે હૃદય એક પંપની ગરજ સારે છે અને તે માટે એક ચોક્કસ દબાણથી લોહી ફેંકે છે. આ દબાણનો સામનો લોહી લઈ જતી નળીઓ કરે છે. તેને તબીબી ભાષામાં બાહ્ય અવરોધ કહેવામાં આવે છે.લોહીની નળીમાં થીને વહેલું લોહી રક્તવાહિનીની દિવાલ ઉપર જ આડં દબાણ કરે છે તેને લોહીનું બ્લડ પ્રેશર કહેવામાં આવે છે.
❓❓સિસ્ટોલિક (ઉપરનું) અને ડાયસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર-❓❓❔
હૃદયના સંકોચનથી લોહી જુદા જુદા ભાગમાં પહોંચે છે. તેના સંકોચાવાથી લોહીની નળીની દીવાલ પર જે આડું દબાણ આવે છે તેને સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર કહે છે. હૃદયના સંકોચન પછીના ગાળામાં હૃદય જયારે આરામ કરતું હોય ત્યારે રકતનલિકાઓમાં વહેતું લોહી તેની દીવાલ પર આડું દબાણ કરે તેને ડાયસ્ટોલિક (નીચેનું) દબાણ કહેવાય છે. આ દબાણ દરેક વખતે એકસરખું રહેતું નથી પણ તેમાં અનેક કારણસર વધઘટ થાય છે અને તેથી તે એક ચોક્કસ માપમાં દર્શાવી શકાતું નથી પણ તેની એક રેન્જ કે સરેરાશ માપ દર્શાવવામાં આવે છે.
⭕️⭕️બ્લડપ્રેશરની રેન્જ-❗️❗️
લોહીના દબાણની ઉપરની રેન્જ ૧૦૦થી ૧૩૦ એમએમ આ"ફ એચજી અને નીચેની રેન્જ ૬૦થી ૯૦ એમએમ આ"ફ એચજી છે. આ મર્યાદાની ઉપર કે નીચે લોહીના દબાણમાં ફેરફાર થાય તો તેને હાઇ (ઊચું) અને લો (નીચું) બ્લડપ્રેશર કહેવાય. માણસની ઉમર વધે તેમ સામાન્ય રીતે લોહીનું દબાણ વધે છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ૧૨૦/૮૦ની આસપાસ લોહીનું દબાણ રહે તો એ નોર્મલ ગણાય છે.
❗️❗️લોહીના દબાણના વધારાની શરીર પર અસર-❕❕
લોહીના દબાણના વધારાથી શરીરમાંની રકતવાહિનીઓને નુકસાન પહોંચે છે અને તેને લઇને હાટર્ એટેક, બ્રેઇન સ્ટ્રોક, લકવા, કિડની ફેલ્યોરની સમસ્યા સર્જાઇ શકે છે. આંખની ઇજા અને પગની નળીઓને પણ નુકસાન થાય છે. આમ, બ્લડપ્રેશરની એક તકલીફને કારણે શરીરનું સ્વાસ્થ્ય ગમે ત્યારે કથળી શકે છે. માટે લોહીનું દબાણ જાળવી રાખીને તંદુરસ્તીની કાળજી રાખી શકાય છે.
🚫🚫બિલ્લી પગે શરીરમાં ઘર કરી જતી તકલીફઃ-🐯🐯
મોટા ભાગના કિસ્સામાં દર્દીને હાઇ બ્લડપ્રેશરની કોઇ ખાસ ફરિયાદ હોતી નથી પણ અચાનક કોઇ કારણસર ચેક કરાવતા બ્લડપ્રેશરની તકલીફ અંગે જાણ થતી હોય છે. તેથી આ રોગને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે. એટલા માટે દરેક ઉમરલાયક વ્યકિતએ નિયમિતપણે બ્લડપ્રેશર મપાવતા રહેવું જોઇએ. બાળકોમાં પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા જોવા મળે છે. કોઇ એમ માનતું હોય કે મારું બ્લડપ્રેશર બરાબર જ હોય તો તેની એ માન્યતા ભૂલભરેલી છે. ચાલીસ વર્ષની વય વટાવ્યાં પછી ચોક્કસપણે સમયાંતરે બ્લડપ્રેશર મપાવવું જોઇએ.
❓❔કેમ આ સમસ્યા સર્જાય છે?⁉️
હાઇ બ્લડપ્રેશર કેમ થાય છે એનું કારણ એટલું રહસ્યમય છે કે બ્લડપ્રેશરના ૯૫ ટકા કિસ્સામાં ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ કેટલાંક જવાબદાર પરિબળો રહેલાં છે. જો તેને કાબૂમાં રાખી શકાય તો ભવિષ્યમાં બ્લડપ્રેશરને વધતું અટકાવી શકાય છે. તેની આડઅસરોથી દૂર રહી શકાય છે.
☄✨અન્ય કારણભૂત કારણો-🚪
પાંચ ટકા કેસમાં જે કારણોથી લોહીનું દબાણ વધે છે તેમાં કિડનીની બીમારી, પિરયુટરી કે એડ્રિરનલ ગ્રંથિના હોર્મોન્સનું વધુ પ્રમાણ, હૃદયરોગ, ધમની (આટર્રી)ના રોગ, દવાઓનું અતિશય સેવન, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ, ચીઝ અને અમુક પ્રકારની પેઇન કિલર દવાઓનો વધુ પડતો ઉપયોગનો સમાવેશ થાય છે. ડાયાબિટીસ, કોલેસ્ટેરોલની સમસ્યા હોય તો તેને યોગ્ય સારવાર દ્વારા કાબૂમાં રાખવી જરૂરી છે નહીંતર તેના કારણે પણ લોહીનું દબાણ વધે છે.
🔬🔬લો બ્લડપ્રેશર:-⚗⚗
ઘણા લોકોમાં લોહીનું દબાણ નીચું જોવા મળે છે. આનાથી કોઇ ખાસ તકલીફ થતી ન હોય તો આ સ્થિતિ ગંભીર નથી ગણાતી. હાઇ બ્લડપ્રેશરથી શરીરને જેટલું નુકસાન થાય છે એટલું લો બ્લડપ્રેશરથી થતું નથી. લો બ્લડપ્રેશરની સમસ્યાથી ગ્રસ્ત વ્યકિત સામાન્ય રીતે સ્વસ્થ, લાંબું અને સારું જીવન જીવી શકે છે.
જો બ્લડપ્રેશર વધે અને યોગ્ય કાળજી લઇને તેને કાબૂમાં ન રાખીએ તો ડોક્ટર અને દવા બંનેની જરૂરિયાત વધે છે. દવાથી બ્લડપ્રેશરને જરૂર કાબૂમાં રાખી શકાય છે. બ્લડપ્રેશરના દર્દી પોતે કેટલું ઘ્યાન રાખે છે તેના ઉપર પણ આધાર રહેલો છે.
🌡🌡🌡બ્લડપ્રેશર કઇ રીતે મપાય?
❗️❗️❗️❗️
લોહીનું દબાણ માપવાના મુખ્યત્વે ત્રણ સાધનો ઉપલબ્ધ છે.
પારાવાળું મશીન
ઘડિયાળ કે ડાયલ ટાઇપનું મશીન
ઇલેકટ્રોનિક- ડિજિટલ સાધન
પારાવાળું મશીન બ્લડપ્રેશર માપવા માટે વધારે સચોટ ગણાય છે. કોઇ પણ સાધન વડે બ્લડપ્રેશર પર નજર રાખવી આવશ્યક છે. લોહીના દબાણનું માપ એમએમ આ"ફ મકર્યુરીમાં નોંધાય છે. બ્લડપ્રેશરને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.
સામાન્ય કે નોર્મલ બ્લડપ્રેશર
ઊચું અથવા હાઇ બ્લડપ્રેશર
ઊચું અથવા હાઇ બ્લડપ્રેશર
🔆🔱🔆કેટલાક નિયમોને અમલમાં મૂકીએ તંદુરસ્ત જીવનન જીવીએઃ-⚠️⚠️
-આહારનું નિયમન
-દરરોજ ત્રીસ મિનિટ નિયમિત અને ઝડપથી ચાલવું, આમ કરવાથી વજન વધતું નથી અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
-જરૂરી આરામ કરવો.
-લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન
-નિયમિત યોગાભ્યાસ કરવાથી શારીરિક-માનસિક સ્વાસ્થ વધે છે.
-સંયુક્ત કુટુંબની પ્રથા પણ આ રોગથી બચવાનું ઉપયોગી સૂત્ર છે.
💢💢💢આ છે જવાબદાર પરિબળો⭕️⭕️⭕️⭕️
👨👩👧👦👨👩👦👦-વારસાગત: અમુક જાતિ અમુક પરિવારોમાં બ્લડપ્રેશરની સમસ્યા વધારે જોવા મળે છે.
🙎♂-વધતી વય : ઉમર વધવાની સાથે રકતવાહિનીમાં ચરબી જમા થવાથી તે સાંકડી બને છે અને લોહીના પ્રવાહને અવરોધે છે. તેથી બાા અવરોધ વધતા લોહીનું દબાણ વધે છે. માણસની વયમાં તો સતત વૃદ્ધિ થવાની જ છે પણ તેની સાથે કસરત અને સંયમિત અને સાદા આહારથી રકતનલિકાની સ્થિતિ સ્થાપકતા જળવાઇ રહે છે અને બ્લડપ્રેશર વધતું અટકે છે.
💆♂💆-માનસિક તાણ : વ્યકિતની વધારે પડતી મહત્ત્વાકાં ાા, વ્યર્થ દોડધામ, રઘવાટ અને બળતરા વગેરેથી માનસિક તાણ અનુભવાય છે અને તેથી લોહીનું દબાણ વધે છે.
🍞🧀🍕-ફાસ્ટ ફૂડ: આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડનો ઉપયોગ લોકો વધારે કરવા લાગ્યા છે. ફાસ્ટ ફૂડમાં વધારે પડતી સંતૃપ્ત ચરબી હોય છે. તે નુકસાનકારક સાબિત થાય છે.
🚶🚶♀-સ્થૂળતા: સ્થૂળતાને લીધે હૃદયને ઝડપથી થાક લાગે છે.
🍺🍻-દારૂનું અતિ સેવન : વધારે પડતા દારૂનું સેવન કરવાથી હૃદયને નુકસાન પહોંચે છે અને ચોક્કસ પ્રકારના સ્રાવથી લોહીનું દબાણ પણ વધે છે.
☕️🍵-આહારમાં મીઠાનું સેવન : દૈનિક આહારમાં મીઠાનો અતિશય ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર વધે છે.
🍃અમુક પ્રકારના હોર્મોન્સને લીધે પણ લોહીનું દબાણ વધે છે. અહીં જણાવેલાં કારણો એકબીજાનાં પૂરક બને તો વ્યકિત હાઇ બ્લડપ્રેશરનો ભોગ બને છે.
🐾According to the World health Organization (WHO), hypertension, also known as high or raised blood pressure (BP), is a condition in which the blood vessels have persistently raised pressure, putting them under increased stress. BP is created by the force of blood pushing against the walls of blood vessels (arteries) as it is pumped by the heart. The higher the pressure, the harder the heart has to pump.
Over a billion people all over the world suffer from hypertension and it is predicted to increase by 60% to 1.56 billion in 2025. It kills 8 million people every year worldwide and is a leading risk factor for cardiovascular diseases, diabetes, foetal and maternal death in pregnancy, dementia and renal failure.
🎋Two-thirds of those with hypertension live in economically developing countries, including India. It is directly responsible for 57% of all stroke deaths and 24% of all coronary heart disease deaths in India. Sedentary lifestyles, growing urbanisation, tobacco use and fast food culture are some primary causes for high blood pressure. It is called the silent killer as it presents very little symptoms.
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🔆🔱❕❗️વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.
🍹– લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.
🍍– ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.
🍶– ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.
💊💊💊હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.
એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે
💊હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌡🌡હાઈ બ્લડ પ્રેશર એટલે શું ? …🛡🛡🌡💉🌡💉💊
આધુનિક સભ્યતાના કેટલાક વ્યાપક રોગોમાં લોહીના ઊંચા દબાણની ગણતરી કરી શકાય. માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સભ્ય, બુદ્ધિજીવી અને શહેરી લોકોમાં આ લોહીના ઊંચા દબાણનું પ્રમાણ આજે જેટલા પ્રમાણમાં જોવા મળે છે, એટલું પહેલાં ક્યારેય નહોતું. ‘લોહીનું ઊંચું દબાણ’ એટલે શું? તો તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે, રક્ત પરિભ્રમણની ક્રિયામાં રક્તવાહિનીઓની દીવાલ-પડ પર અંદરથી લોહીનું જે દબાણ પડે તેને ‘લોહીનું દબાણ-બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે. લોહીનું આ દબાણ રક્તવાહિનીઓની દીવાલ પર સામાન્ય અવસ્થામાં હોવું જોઈએ તે કરતાં વધે ત્યારે તેને ‘લોહીનું ઊંચું દબાણ-હાઈ બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે.
🗣👀👀આ વિકૃતિ ઉત્પન્ન થવામાં શારીરિક અને માનસિક એમ બંને કારણોને જવાબદાર ગણાવાય છે. વાત-પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ મિથ્યા આહાર, વિહાર અને શારીરિક શ્રમનો ત્યાગ કરીને સતત માનસિક વિચારોમાં જ જકડાયેલી રહે છે, ત્યારે આ વ્યાધિનો ધીમે ધીમે પ્રારંભ થાય છે. વાયુ, પિત્ત અને મનના આવેગો પ્રકુપિત થવાથી રક્તવાહિની અને નાડીસંસ્થાનો પ્રભાવિત થાય છે અને આ બંને સ્થાનોમાં વાયુ અને પિત્ત પ્રકોપજન્ય લક્ષણો ઉત્પન્ન થાય છે. આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ચા, તમાકુ, મદ્ય-દારૂ, ભારે આહાર, તીખું, તળેલું, ખાટું, ખારું, અથાણાં, પાપડ, ઉગ્ર મસાલા, રુક્ષ અન્નપાન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કામ, ક્રોધ, ભય, ચિંતા, ઉદ્વેગ, વિષાદ, ઈર્ષા વગેરે માનસિક કારણો પણ આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ખૂબ જ સહાયક બને છે. ભારતીય ઋતુ પ્રમાણેના આહાર-વિહારની પ્રથા હવે લગભગ લુપ્ત થઈ ચૂકી છે. આજકાલ રાજસિક અને તામસિક પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. આવી પરિસ્થિતિને લીધે તથા માનસિક સુખ-શાંતિના અભાવમાં લોહીના ઊંચા દબાણના દર્દીનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે.
👤👥– હાઇ બ્લડપ્રેશરનો અર્થ એવો છે કે તમારી લોહીની નળીઓ ઓવર વર્ક કરી રહી છે. જો તેના ઉપર કન્ટ્રોલ રાખવામાં નહીં આવે તો હાર્ટ ફેઇલ થઇ શકે છે.
👤👥👥👤માથું ભારે થઈ જવું, ઓફિસમાં કામ વધાવાને કારણે થાક લાગવો અને ચક્કર આવવા આવી નાની સમસ્યાઓને અવગણવાની ભુલ ક્યારેય ન કરવી કારણ કે આવી સમસ્યાઓ કેટલીકવાર બ્લડપ્રેશરનું કારણ બની જીવલેણ સાબિત થાય છે. એકવાર બ્લડપ્રેશરની તપાસ કરાયા બાદ સવાર અને સાંજ નિયમિત દવા લેવી, ઉપરાંત ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું અને બહારના જંકફૂડ પર કાપ મૂકવો જેવા સૂચન ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે છે. જેનો શરૂઆતમાં કડકપણે પાલન કરીને ત્રણથી ચાર મહિના બ્લડપ્રેશર એકદમ કાબૂમાં આવી જાય છે પરંતુ બ્લડપ્રેશર કાબૂમાં આવતા ધીરે ધીરે દવામાં અનિયમિતતા અને ખાવાપીવામાં પણ બેદરકારીના પરિણામે ધીરે-ધીરે સ્થિતિ ફરી બગડે છે અને તે બ્રેઇન સ્ટ્રોકનું કારણ પણ બને છે.
હાઇ બ્લડપ્રેશર હવે સર્વ સામાન્ય બીમારી બની ગઇ છે. વૃદ્ધાવસ્થામાં સતાવતું બ્લડપ્રેશર હવે ત્રીસથી પાત્રીસ વર્ષે થતું જોવા મળે છે. જો એને સામાન્ય બીમારી માની તેની સામે આંખ આડા કાન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ પણ તેમાંથી બાકાત રહી નથી. આવા સમયે પૂરતી તકેદારી લેવામાં આવે તો માતા અને આવનારાબાળક બંનેને નુકસાન થઇ શકે છે. જો તમારી આ બીમારીથી બચીને રહેવું હોય તો આજે જાણી અહીં બતાવેલી શ્રેષ્ઠ ટિપ્સ વિશે.
💪🙏જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ એવું નથી.બ્લડપ્રેશરના અમુક કેસમાં તો દુર્ઘટના ઘટી જાય પછી ખબર પડે છે કે તો હાઇ બ્લડપ્રેશરને કારણે ઘટી. હાઇ બ્લડપ્રેશરને ડોક્ટરી ભાષામાં 🖐‘સાઇલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે. પહેલા તો બ્લડપ્રેશર શું છે? સમજીએ. હૃદયની નળીઓમાં લોહીના દબાણથી જે રક્તચાંપ(પ્રેશર) બને છે તેને બ્લડપ્રેશર કહેવામાં આવે છે.
💪🙏💪દુનિયાભરમાં
બ્લડપ્રેશર માટે સિસ્ટોલિક એટલે ઉપરનું 140 અને ડાયસ્ટોલિક એટલે નીચેનું 9૦ની મર્યાદા નક્કી કરાયું છે, જ્યારે આઇડિયલ બ્લડપ્રેશરનું માપ 120/80 હોવું જોઇએ. જો પ્રેશર 120/80 કરતાં ઘટી જાય તો બ્લડપ્રેશર લો થઇ ગયું કહેવાય. જ્યારે
પ્રેશરનું પ્રમાણ 140/90 કરતાં વધી જાય તેને હાઇ બ્લડપ્રેશર કહેવામાં આવે છે.
દિવસમાં એકાદ વખત બીપીનું પ્રમાણ વધારે આવ્યું હોય અને બાકી દિવસમાં ત્રણ વખત માપવાથી જો પ્રેશર પ્રમાણસર આવે તો દવા શરૂ કરવાની જરૂર નથી. પણ દરેક વખત પ્રેશર હાઇ આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને તે જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ.
👐👐એમડી ફિઝિશિયનનું માનવું છે કે, જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ હકીકતમાં એવું નથી. ઘણાને કામના વધુ પડતા ભારણને લીધે પ્રેશર વધી જતું હોય છે તો અમુક લોકોને ઉંમર વધવાને લીધે પ્રેશરમાં વધારો થતો હોય છે. ઘણી વખત અન્ય કોઇ બીમારીના ભાગરૂપે પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા સર્જાય છે. સામાન્ય રીતે બ્લડપ્રેશરના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક એસેન્સિઅલ બ્લડપ્રેશર અને બીજું સેકન્ડરી બ્લડપ્રેશર. શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી કે અન્ય કારણ વગર જો બ્લડપ્રેશર હાઇ રહેતું હોય તો તેને એસેન્સિઅલ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારનું બ્લડપ્રેશર લોહીની નળીઓ જાડી થવાથી અથવા સ્થિતિસ્થાપક્તા ગુમાવવાથી થતું હોય છે. જ્યારે કિડનીની બીમારી, બ્રેઇન ટયુમર, હૃદયની બીમારી જેવાં કારણોથી બ્લડપ્રેશર હાઇ રહે તો તેને સેકન્ડરી બ્લડપ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બ્લડપ્રેશર એસેન્સિઅલ છે કે સેકન્ડરી તેની પાછળનું ચોક્કસ કારણ ડોક્ટર દ્વારા શોધવામાં આવે છે. પછી જે બીમારી થઇ હોય તેની સારવાર કરવામાં આવે તો વધી ગયેલા પ્રેશરને કન્ટ્રોલમાં લાવી શકાય છે. સાઇલન્ટ કિલર તરીકે ગણાતા બ્લડપ્રેશરને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. જો સમયસર તેની દવા લેવામાં આવે અને થોડી તકેદારી રાખવામાં આવે તો તેના થકી આવતી અન્ય બીમારીઓથી બચી શકાય છે.
🚫🚫🚫જોવા મળતાં લક્ષણો :⭕️⭕️
માથું ભારે લાગવું
ચક્કર આવવાં
બેચેની લાગવી
પગમાં સોજો આવવો
છાતીમાં ભાર લાગવો
કાનમાં તમરાં બોલવાં
ઘબકારામાં વધઘટ થવી
🚫❌થવાનાં કારણો:❌🚫
આહારમાં મીઠાનું વધુ પડતું સેવન
વારસાગત
બેઠાડુ જીવન
મેદસ્વિતા
જંકફૂડનું વધુ પડતું સેવન
માનસિક તાણ
ધૂમ્રપાન
તમાકુ અને દારૂનું સેવન
♨️♨️કાબૂમાં રાખવા આટલું કરો:
નિયમિત દવા લેવી
નિયમિત કસરત કરવી
આહારમાં મીઠું ઓછું લેવું
તેલ, ઘી, બટર જેવા પદાર્થોનું પ્રમાણ ઘટાડવું
ફરસાણ, પાપડ, આથાણાંને ટાળવાં
વજન કન્ટ્રોલમાં રાખવું
ધ્યાન અને પ્રાણાયામ કરવા
ખોરાકની ટેવોમાં પરિવર્તન લાવવું
ધૂમ્રપાન ન કરવું
નિયમિત પ્રેશર ચેક કરાવવું
🍶🍶🍶🍶ઓસડિયાં :
લોહીના દબાણ પર રાખો કાબૂ લોહીનું દબાણ નીચું રહેતું હોય તો બેથી પાંચ ગ્રામ ગંઠોડાનાં મૂળનું સેવન કરવાથી અને લીંબુનું મીઠું નાખેલું શરબત પીવાથી ફાયદો થશે.
લસણની કળીઓને ચાર પાંચ દિવસ સુધી તડકે સૂકવીને કાચની બરણીમાં ભરી ઉપર મધ નાખીને મૂકી રાખવી. પંદર દિવસ પછી લસણની એક-બે કળી, એક ચમચી મધ સાથે ચાવવી અને તેના ઉપર ફ્રીજ સિવાયનું એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી લાહીનું દબાણ સામાન્ય રહે છે.
એક ગ્રામ સર્પગંધા નામની બુટ્ટીને બે ગ્રામ બાલછડ નામની બુટ્ટીમાં મિશ્રણ કરી દર્દીને આપવી. ચંદ્રકલા રસની બે-બે ગોળી સવાર સાંજ દર્દીને આપવી. બે ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે આપવું. જો વાયુપ્રધાન પ્રકૃતિ હોય તો સવારે તલનું 20 મિ.લિ. તેલ ગરમ પાણી સાથે આપવું. એનાથી ઉચ્ચ લોહીના દબાણમાં લાભ થાય છે.
રતવેલિયાનો પાંચ ગ્રામ રસ દિવસમાં એકવાર પીવાથી હાઇ બી.પી. નિયંત્રણમાં રાખી શકાય છે.
⚜🔱🔱દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં 100માંથી 7 વ્યક્તિના મૃત્યુ પાછળનું કારણ હાઇ બ્લડપ્રેશર હોય છે.
હાઇ બી.પી.માં રાહત આપે યોગ :
પ્રેશર એટલે લોહીનું દબાણ, દબાણ વધારે પણ હોઇ શકે અને ઓછું પણ હોઇ શકે.
વધારે હોય તો હાઇ બ્લડપ્રેશર કહેવાય અને ઓછું હોય તો લો બ્લડપ્રેશર કહેવાય. પ્રેશર વધારે હોય કે ઓછું બંનેમાં વ્યક્તિને શારીરિક અને માનિસક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે હાઇ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરમાં કઇ કઇ સમસ્યાઓ પેદા થઇ શકે એની જાણકારી મોટાભાગની વ્યક્તિ ઇન્ટરનેટ કે ન્યૂઝપેપર દ્વારા મેળવી લેતી હોય છે. પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં યોગ અને પ્રાણાયામ કેટલા મદદરૂપ થઇ શકે અંગે આજે આપણે જાણીએ.
⛎♐️અત્યારે મોટાભાગના યુવાનોને જીવનમાં ઘણું બધું કરવું છે અને પણ ઝડપથી મેળવી લેવું છે. તેથી તેઓ જેટલું કામ કરે છે એની સરખામણીમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખતા નથી. વધારે પડતું કામ, વધારે પડતી અપેક્ષાઓ અને આહારમાં નિષ્કાળજી પ્રકારની સ્થિતિ વ્યક્તિને રોગ તરફ ધકેલે છે. જો નાની ઉંમરમાં બ્લડપ્રેશર થયું હોય તો માત્ર દવાઓ ગળીને ઈલાજ ન કરો. પરંતુ તેની સાથે યોગનો પણ સહારો લેવો અત્યંત જરૂરી છે. દવાની સાથે યોગ અને પ્રાણાયામ કરવાથી ઓછા સમયમાં વધુ ફરક પડે છે અને ધીરે ધીરે બ્લડપ્રેશરને કારણે થતી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, ચક્કર આવવાં, ઊંઘમાં ડિસ્ટબન્સ, ક્યાંય ગમે નહીં વગેરે જેવી તકલીફો બિલકુલ દૂર થઈ જાય છે. એટલું નહીં બ્લડપ્રેશર હમેશાં કન્ટ્રોલમાં રહે છે.
યોગ થેરપિસ્ટ હેતલ દેસાઇ કહે છે કે,
બ્લડપ્રેશરને નોર્મલ બનાવવા ઉપરાંત અન્ય બીમારીમાં પણ યોગ અને પ્રાણાયામ અસરકારક છે. યોગની સાથે અમે આયંગર ટેક્નિક કરાવીએ છીએ. ઉપરાંત દોરડા પર શીર્ષાસન પણ કરાવીએ છીએ. જમીન પર કે દીવાલના ટેકે શીર્ષાસન થાય પરંતુ ખાસ પ્રકારે બનાવવામાં આવેલા દોરડા પર 9 વર્ષથી લઇને 90 વર્ષ સુધીના લોકો આરામથી શીર્ષાસન કરી શકે છે.
હાઇ બ્લેડપ્રેશર થવા પાછળ ફૂડ અને લાઇફ સ્ટાઇલ પણ એટલાં અગત્યનાં છે. જેમને હાઇ બી.પી રહેતું હોય તેમણે સવારનો નાસ્તો ન કરવો જોઇએ. જો લંચ ન લેવાનું હોય તો તે સવારનો નાસ્તો કરી શકે છે. જે લોકો ભૂખ્યા ન રહી શકતા હોય તે દિવસ દરમિયાન થોડું થોડું ખાઇ શકે છે. જે પણ આહાર કે નાસ્તો લેવામાં આવે તે હેલ્થી હોવો જોઇએ. ભૂખ લાગે ત્યારે ગમે તે વસ્તુ પેટમાં પધરાવી દેવાથી અથવા તો વધુ પડતું ખાવાને લીધે થતો અપચો પણ હાઇ બી.પીનું કારણ બનતું હોય છે. તેથી અપચો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે વિવિધ આસનો કરતા હોવ તો આસનોમાં સુપ્ત બદ્ધકોણાસન 5 મિનિટથી લઇને 10 મિનિટ સુધી કરવું જોઇએ.
મન અને શરીરને રિલેક્સ કરે એવી સીડી હવે બજારમાં મળે છે. તે સાંભળતાં સાંભળતાં સૂવું જોઇએ અથવા તો સૂતા પહેલાં સાંભળવી જોઇએ. આ પ્રકારની સીડી મનને એકદમ રિલેક્સ કરે છે. તમને સંગીતનો શોખ હોય તો મનગમતું સંગીત કે ગીતો સાંભળશો તો પણ હતાશા દૂર થઇ જશે.
♐️♐️હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ મન પરનો ભાર અને સ્ટ્રેસ છે. જીવનની સમસ્યાઓ અને તેના પ્રકારોમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. એ તો એમ રહે છે. આવી પરિસ્થિતિમાં રિલેક્સ રહેવા માટે યોગ અને પ્રાણાયમ ઉત્તમ ઉપાય છે.
🛐એમાંય આયંગર યોગ પદ્ધતિ વધુ અસરકારક છે. તેનાથી મન પોઝિટિવ થાય છે અને જીવન જીવવાના અભિગમમાં પરિવર્તન આવે છે. ઉપરાંત મન ખુશ રહે છે અને સૌથી મોટી વાત તો છે કે બીમારીને આવતી અટકાવી શકાય છે. તો હવે વહેલી તકે યોગ અને પ્રાણાયામ શરૂ કરી બ્લડપ્રેશરમાંથી મુક્તિ મેળવો.
♑️♒️♒️સંશોધન :
બ્લડપ્રેશર ઘટાડે પાલક :
પાલકમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. એના લીધે શરીરનો ઝડપી વિકાસ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. ઉપરાંત પાલક આપણા શરીરમાં જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે. જેના કારણે બ્લડપ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે તેમાં રહેલું નાઈટ્રેટ નસોમાં જામી ગયેલા કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. તેથી જે વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ વખત પાલક ખાય છે તેને બ્લડપ્રેશરની સમસ્યા થતી નથી.
બી.પી.ને કન્ટ્રોલમાં રાખે બીટ :
લંડનની એક યુનિવર્સિટીએ થોડો સમય પહેલાં શાકભાજીના વિવિધ જ્યૂસ પર અભ્યાસ કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજીનો જ્યૂસ હેલ્થને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એમાંય બીટનો રસ તો હાઇ બ્લડપ્રેશરમાં ઉત્તમ છે. નિયમિતપણે 100 ગ્રામ બીટનો રસ પીવામાં આવે તો ધીરે ધીરે હાઇ બ્લડપ્રેશર સામાન્ય બની જાય છે. બીટમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું છે. તત્ત્વ પાચનતંત્રમાં પહોંચી નાઇટ્રિક ઓક્સાઇડ બની જઇ લોહીના પ્રવાહને ઘટાડે છે. લોહીનો પ્રવાહ ઘટવાથી હાઇ બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે. જેમને લો બ્લડપ્રેશર રહેતું હોય તેમણે નિયમિત રીતે બીટનો રસ પીવો જોઇએ. અઠવાડિયે એકાદ વખત બીટનો જ્યૂસ પીવે તો ખાસ કંઇ વાંધો આવતો નથી.
♐️♒️♒️આયુર્વેદિક ઈલાજ: બ્લડપ્રેશર ક્યારેય નહીં થાય …
૧] જે લોકો ઘણા લાંબા સમયથી ભોજનમાં દહીંનું સેવન કરતાં હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટે છે તેવું એક અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે.દરરોજ દહીં ખાવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરનું પ્રમાણ નીચું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે, જો કે સંશોધકોએ એવી સલાહ આપી છે કે દહીં ખાવાની સાથોસાથ જો ઓછી કેલરી ધરાવતો આહાર ખાવામાં આવે તો આ ઉપાય વધારે અસરકારક પુરવાર થાય છે.
કેલેરી વધે તેવો આહાર નહીં લેવા સલાહ …
દહીમાંથી જો દરરોજ ૨ ટકા કેલેરી મેળવવામાં આવે તો પણ હાઈ બ્લડપ્રેશરને તે નિયંત્રણમાં રાખે છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૩૧ ટકા ઘટે છે. અમેરિકાનાં હાઈ બ્લડપ્રેશર એસોસિયેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે સિસ્ટોલિક બ્લડપ્રેશર એ વ્યક્તિ માટે વધુ જોખમી બની શકે છે, જે શરીરમાં ફરતાં લોહીનાં ઊંચાં પ્રમાણને દર્શાવે છે. હ્ય્દયના ધબકારા વખતે લોહી કેટલા જોરથી રક્તવાહિનીઓ સાથે અથડાય છે તેનું માપ તે દર્શાવે છે.
♐️૨] સપ્તાહમાં એકવાર જોગિંગ કરવી. જોગિંગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય બળવાન થાય છે. કોપનહેગનમાં કરાયેલી એક હાર્ટ કાર્ડીવેસ્કુલર સ્ટડી મુજબ 20000 લોકો પર કરાયેલા એક સંશોધન મુજબ સાબિત થયું છે કે સાપ્તાહિક જોગિંગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. શરીરમાં ઓક્સીજનનું સ્તર વધે છે. સાથે જ આ રીતની ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
૩] સ્મોકિંગ બંદ કરી દેવું. જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાવ છો અને તમે સ્મોકિંગ કરો છો તો આ તમારા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. સિગરેટમાં નિકોટિન હોય છે. જેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે અને બ્લડપ્રેશર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે.
૪] મેથીદાણાનુ ચૂર્ણ રોજ સવારે ખાલી પેટે લેવાથી હાઈ-બ્લડપ્રેશરથી બચી શકાય છે. ભોજન કર્યા બાદ લસણની બે કાચી કળી લઈને દ્રાક્ષની સાથે ચાવીને ખાઈ જવી. આટલું કરાવથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય ડુંગળીનો રસ અને મધ સરખા પ્રમાણમાં મિક્ષ કરીને લગભગ 10 ગ્રામની માત્રામાં લેવાથી પણ ફાયદો થાય છે.
૫] તાજેતરના એક ચિકિત્સા અનુસંધાનમાં બતાવવામાં આવ્યું છે કે લાલ ટામેટાંનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર અને લોહીમાં રહેલાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેથી હાઈ બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ સલાડ તરીકે ટામેટું ખાવું જોઈએ. ટામેટામાં વિટામિન સી, ફેટ અને ભરપૂર માત્રામાં આયરન હોય છે.
૬] ખસખસનું સેવન કરવાથી પણ બ્લડપ્રેશર હમેશા કંટ્રોલમાં રહે છે અને તે આ રોગીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. તરબૂચના બીયાનું ગર અને ખસખસ બન્ને સપ્રમાણ લઈને પીસી લેવું. તેને રોજ સવાર-સાંજ ખાલી પેટ એક ચમચી લેવું. આ ઉપાય એક મહિનો સુધી નિયમિત કરવું. બ્લડપ્રેશરની ગોળીઓ ક્યારેય નહીં ખાવી પડે.
૭] દરરોજ 21 તુલસીના પાન અથવા તુલસીનો રસ એક અથવા બે ચમચી પાણીમાં મિક્ષ કરીને ખાલી પેટે પીવું અને એક કલાક સુધી કંઈ ખાવું નહીં. ઠંડા પાણીની જગ્યાએ નવશેકા પાણીથી સ્નાન કરવું. સાથે જ વધુ માત્રામાં ખાંડનો પયોગ પણ કરવો નહીં.
૮] કેળુ ખાવું બ્લડપ્રેશરના રોગીઓ માટે ફાયદાકારક છે. વધુ માત્રામાં પોટ્શિયમવાળા ફળોનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્રિટિશ મેડિકલ જર્નલના એક નવા સંશોધન મુજબ પોટેશિયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. જે બ્લડપ્રેશરના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક છે.
૯] રાતે કિશમિશના 32 દાણા પલાળી સવારે એક-એક કિશમિશ ચાવીને ખાવી, વધુ ફાયદા માટે દરેક કિશમિશ 32 વાર ચાવીને ખાવી. આ પ્રયોગને નિયમિત 32 દિવસ કરવાથી બ્લડપ્રેશર જડથી દૂર થઈ જશે. વધુ માત્રામાં એલ્કોહોલનું સેવન પણ બ્લડપ્રેશર માટે ઘાતક સાબિત થાય છે. જોકે મેડિકલ સાઈંસમાં થોડી માત્રામાં બ્લડપ્રેશરનું સેવન બ્લડપ્રેશર કંટ્રોલ કરનારું સાબિત થયું છે.
૧૦] બ્લડપ્રેશરના રોગીઓ માટે બીટ વરદાન સમાન છે. જેથી બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ એક ગ્લાસ બીટનું રસ પીવું જોઈએ.
રીડિંગ યુનિવર્સિટિના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે શાકભાજીઓના જ્યૂસ પીવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે. વૈત્રાનિકોનું માનવું છે કે શાકભાજીઓનું 100 ગ્રામ જ્યૂસ લગભગ 4 કલાક બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
૧૧] મીઠાનો ઉપયોગ કોઈપણ હોય હમેશાં સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. આપણે માત્ર મીઠું નાખીએ ભોજનમાં એટલું જ મીઠું આપણે આરોગીએ છીએ એવું નથી પરંતુ કેટલાક શાક અને વસ્તુઓમાં કુદરતી રીતે મીઠું હોય છે. જેથી બ્લડપ્રેશર અને હાઈબ્લડપ્રેશરના રોગીઓએ હમેશાં સંતુલિત માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ.

🌡💉🌡💉💊
ઝડપી ગતિથી ભાગતી આ વ્યસ્ત અને તણાવ ભરેલ લાઈફસ્ટાઈલમાં આપણે આપણા આરોગ્યનુ ધ્યાન નથી રાખી શકતા. ગમે ત્યારે ખાવા-પીવાની, સૂવા-બેસવાની આદતોને કારણે આપણુ શરીર બીમારીઓની ચપેટમાં સહેલાઈથી આવી જાય છે. હાઈ-લો બ્લડ પ્રેશર, શુગર અને હાર્ટ સાથે જોડાયેલ બીમારીઓ લોકોમાં સામાન્ય સાંભળવા મળી રહી છે.
❣❣હાઈ બ્લડ પ્રેશરની પરેશાનીનો સામનો કરતા લોકો દરેક સ્થળે જોવા મળે છે. જેને ડોક્ટર હાઈપરટેંશન પણ કહે છે. આજકાલ તો ઓછી વયમાં જ લોકોને આ બીમારી થવા માંડે છે. જ્યારે ધમનીઓમાં લોહીનુ દબાણ વધી જાય છે તો દબાણની આ વૃદ્ધિને કારણે દિલની ધમનિયો પર પણ દબાણ વધે છે અને લોહીની ગતિ ઝડપી થઈ જાય છે. આ સ્થિતિમાં રોગીને રક્તનુ દબાણ 140/80થી વધુ થઈ જાય છે. જેનાથી માથુ ચકરાવુ, આંખો આગળ અંધારુ, ગભરામણ જેવી પરેશાનીઓ અનુભવાય છે.
🎋🎋🎋આને કંટ્રોલ કરવા માટે લોકો મોટાભાગની દવાઓની મદદ લે છે. પણ આ સાથે જ એ પણ જાણવુ ખૂબ જરૂરી છે કે આ સ્થિતિમાં શુ કરવુ જોઈએ અને શુ નહી ? એવા ઘણા બધા કુદરતી ઉપાય પણ છે જેની મદદથી હાઈ બ્લડ પ્રેશર પર કાબૂ કરી શકાય છે.
🌸🌼હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાના 9 કુદરતી ઉપાયો
🕹🕹નેશનલ અને ઈન્ટરનેશલ ગાઈડલાઈન્સ મુજબ બ્લડ પ્રેશરનો નંબર ૧૩૦ / ૯૦ થયા પછી પણ સેફ માનવામાં આવ્યું છે. વૃદ્ધોને વધુ રાહત આપવામાં આવી છે. હવે તેને સારવારની જરૂરત બીપીનો નંબર ૧૫૦ / ૯૦થી ઉપર ગયા પછી જ જરૂર પડશે . દિલ્હીના ડોક્ટર પણ હવે આ માપદંડના આધારે જ ઈલાજ કરી રહ્યા છે.
🍚🍚1. મીઠાનું સેવન ઓછુ કરો - આવી સ્થિતિમાં મીઠાનુ સેવન વધુ ન કરો. કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધવાનો ભય રહે છે. મીઠામાં સોડિયમની માત્રા ખૂબ વધુ હોય છે. જે આપણા શરીર માટે સારી નથી હોતી તેથી આને ના ને બરાબર જ લો.
🍐🍎🍊2. પોટેશિયમવાળો આહાર - પોતાના ખોરાકમાં પોટેશિયમ યુક્ત ફળ અને શાકભાજીઓનો સમાવેશ કરો. રોજ 2થી 4 હજાર મિલીગ્રામ પોટેશિયમનુ સેવન કરવાથી તમે હાઈબ્લડ પ્રેશરને દૂર રાખી શકો છો. બટાકા, શક્કરિયા, ટામેટા, સંતરાનો રસ, કેળા, રાજમા, નાશપતિ, કિશમિશ, સૂકા મેવા અને તરબૂચ વગેરેમાં પોટેશિયમ ખૂબ માત્રામાં હોય છે.
🍫🍫3. ડાર્ક ચોકલેટ - ડાર્ક ચોકલેટમાં ફ્લેનોલ્ડક ભરપૂર માત્રામાં હોય છે. જે રક્ત વાહિનીઓને વધુ લચકદાર બનાવવામાં મદદ કરે છે. શોધમાં આ વાત કહેવામાં આવી છે કે ડાર્ક ચોકલેટનુ સેવન કરનારા 18 ટકા લોકોમાં બ્લડપ્રેશરની કમી આવી છે.
🍵☕️4. ચા - કદાચ આ નુસખો તમે પહેલા ક્યારેય નહી સાંભળ્યો હોય. ગુલેરની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે. સતત 2 મહિના આ ચાનું સેવન કરવાથી બ્લડપ્રેશરને 7 પોઈંટ સુધી ઘટાડી શકાય છે.
🍺🍾5. દારૂ અને સ્મોકિંગ છોડો - આલ્કોહોલ અને ધૂમ્રપાનને કારણે શરીરમાં નોર્મલ રીતે લોહીનુ સંચાર થતુ નથી. જેનાથી બ્લડ પ્રેશર વધે છે. ધૂમ્રપાન અને દારૂ શરીરના અનેક અંગો પર ખરાબ પ્રભાવ નાખે છે. તેનાથી ધમનિયો કઠોર બની જાય છે. જે રક્તવાહિનીઓને ઘાયલ કરે છે.
🚶🏃♀🏃6. પાવર વૉક - પાવર વૉક મતલબ ઝડપી ગતિથી ચાલવુ. તેનાથી તમારુ શરીર તો ફિટ રહેશે જ પણ તેનાથી બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં પણ મદદ મળે છે. એક્સરસાઈઝ કરવાથી દિલ મજબૂત થાય છે. જેનાથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અઠવાડિયામાં 4થી 5 દિવસ કાર્ડિયો પર 30 મિનિટ રનિંગ કરવાથી ખૂબ ફાયદો થાય છે.
👃7. ઉંડા શ્વાસ લો - સ્ટ્રેસ કેવો પણ હોય માનસિક કે શારીરિક. પ્રાણાયામ અને યોગ જેવી શ્વાસ પ્રક્રિયાઓ તેને ઓછો કરવામાં મદદ કરે છે. સવાર સાંજ 5થી 10 મિનિટ સુધી યોગ કરવુ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી રહેશે. ઉંડા ઉંડા શ્વાસ લો. તેનાથી પેટ સંપૂર્ણ રીતે ફૂલી જશે અને શ્વાસ છોડતા જ તમારી બધી ચિંતા પણ બહાર નીકળી જશે.
🙂🙂8. આરામ - કામ કરવા સિવાય છુટકો નથી પણ શરીરને આરામ આપવાથી નજરઅંદાજ ન કરો. તણાવ ભરેલ કામથી મુક્તિ મેળવવા માટે થોડો સમય કાઢીને જીમ જરૂર જાવ. વ્યાયામ કરો. રસોઈ બનાવો કે પછી ફરવા જાવ. તેનાથી તમે ફ્રૈશ અને રિલેક્સ અનુભવશો. સાથે જ પુર્ણ ઉંઘ લો. સ્ટ્રૈસ મુક્ત થવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે.
🎧🎤9. સંગીત - સંગીત સાંભળવાથી આત્માને શાંતિ અને શકૂન મળે જ છે સાથે જ લોહીનુ દબાણ પણ ઓછુ કરવામાં ખૂબ મદદ મળે છે. જો તમે રોજ હળવુ સંગીત સાંભળશો તો તમારુ હાઈ બ્લડ પ્રેશર અને થાક બંનેમાંથી મુક્તિ મળશે.

🌡🌡લો બ્લડપ્રેશર તેમજ હાઈ બ્લડ પ્રેસર એટલે શું ? … (આરોગ્ય અને ઔષધ)🔬🔬💊💊💉💉💉💉
🌡🌡લો બ્લડપ્રેશર એટલે શું ? …
લો બ્લડપ્રેશરના લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું શું નહીં ? …
🌡આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે …
💉જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે,
જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.
🙋♂🙋પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
💈જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક સરળ ઉપાય છે.
♥☢લો બીપીના દરદીએ ક્યારેય ભૂખ્યા ન રહેવું…
ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.
શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે.
☢લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.
❓❔❔❔લો બ્લડપ્રેશર એટલે શું ?⁉️⁉️⁉️⁉️
સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય.
🔱⚜અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો.
⚜🔱સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.
❓ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે.
જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.
સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે.
ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.
થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.
🚫🚫૧. ડિહાઇડ્રેશન
ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.
🚫🚫૨. એનિમિયા
શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.
🚫🚫૩. હૃદયના રોગો
હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.
🚫🚫૪. અન્ય કારણો
ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.
🌡🌡લો બ્લડપ્રેશર એટલે શું ? …
લો બ્લડપ્રેશરના લક્ષણ, કારણો, ઉપચાર અને શું કરવું શું નહીં ? …
🌡આપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે …
💉જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે,
જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.
🙋♂🙋પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
💈જયારે લો બ્લડપ્રેશર થાય ત્યારે ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. લીંબુના શરબતમાં ખાંડ અને મીઠું નાખીને પી જવું એ તાત્કાલિક સરળ ઉપાય છે.
♥☢લો બીપીના દરદીએ ક્યારેય ભૂખ્યા ન રહેવું…
ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.
શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે.
☢લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.
❓❔❔❔લો બ્લડપ્રેશર એટલે શું ?⁉️⁉️⁉️⁉️
સામાન્ય રીતે આપણા હાથમાં રહેલી ધમનીમાંનું દબાણ અથવા પ્રેશર એટલે બ્લડપ્રેશર. આ દબાણ લોહીને વહેવામાં મદદ કરે છે. હૃદયના સંકોચન સાથે ધમનીમાં જે દબાણ ઉત્પન્ન થાય એને ઉપરનો આંક રહે છે, જેને મેડિકલ ભાષામાં સિસ્ટોલિક બીપી કહેવાય છે. હૃદયના વિસ્તરણ સાથે ધમનીમાં પ્રેશર ઓછું થાય એ નીચેનો આંક એટલે મેડિકલ ભાષામાં ડાયાસ્ટોલિક બીપી કહેવાય.
🔱⚜અત્યારની વ્યાખ્યા મુજબ તંદુરસ્ત વ્યક્તિનું હાઈ બીપી ૧૨૦ અને લો બીપી ૮૦ હોવું જોઈએ. જો બીપી ૧૪૦/૯૦નો આંક વટાવી જાય તો એ હાઈ બ્લડપ્રેશરનું નિદાન થાય, પણ લો બીપી માટે આવો કોઈ આંક નક્કી કરવામાં નથી આવ્યો.
⚜🔱સામાન્ય રીતે હાઈ બીપી ૯૦થી નીચે જાય અથવા તો લો બીપી ૬૦થી નીચું જાય તો એ લો બીપીનાં લક્ષણો કહી શકાય.
❓ચક્કર આવે, માથું ફરે, બેભાન થઈ જવાય, શરીરમાં નબળાઈ વર્તાય, થાક લાગે, શ્વાસ ઝડપી બને, એકાગ્રતા ઘટે, નજર ધૂંધળી બને, શરીર ઠંડું પડતું લાગે, ચામડીનો રંગ ફિક્કો પડી જાય, ઊબકા આવે, ડિપ્રેસ થઈ જવાય, નાડી તેજ થઈ જાય, ખૂબ તરસ લાગે.
જો લાંબો સમય બીપી નીચું જ રહે તો સમય જતાંની સાથે લક્ષણો ગંભીર થતાં જાય. બીપી ખૂબ જ નીચું જતું રહે તો છાતીમાં દુખાવો થાય અને ક્યારેક હાર્ટઅટેક પણ આવી શકે. જો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો જાન જોખમમાં મુકાય.
સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે.
ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો. ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.
થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.
🚫🚫૧. ડિહાઇડ્રેશન
ભૂખ્યા રહેવાને કારણે અથવા તો ઝાડાઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી અને ક્ષારોનું પ્રમાણ ઓછું થતાં બીપી લો થઈ જાય.
🚫🚫૨. એનિમિયા
શરીરમાં લોહીનું પ્રમાણ અથવા લોહીમાં રહેલા હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્યારે બીપી લો થઈ જાય છે.
🚫🚫૩. હૃદયના રોગો
હાર્ટઅટેક, હાર્ટફેલ્યર, હૃદયના વાલ્વની બીમારીને લીધે હૃદય ધીમું પડવાને કારણે પણ બલ્ડ પ્રેશર ઓછું થઈ જાય.
🚫🚫૪. અન્ય કારણો
ઈજા, એક્સિડન્ટ, જઠરમાં પડેલાં ચાંદાંમાંથી રક્તસ્ત્રાવ અને યકૃતના રોગોમાં પણ બીપી લો થઈ જાય છે. થાઇરોડ, એડ્રીનલ ગ્રંથિ કે ડાયાબિટીસમાં લો બ્લડશુગરને કારણે પણ બીપી લો થઈ શકે છે. વધુ પડતી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી અચાનક જ બીપી લો થઈ જાય છે. ખોરાકની, વસ્તુઓની કે દવાની એલર્જીને કારણે આમ થઈ શકે.
🔆🔱❕❗️વારંવાર બીપી લો થવાની તકલીફ રહેતી હોય તેમણે આલ્કોહોલ ક્યારેય ન પીવો. ત્રણ કલાકથી વધુ ભૂખ્યા ન રહેવું. સાથે હંમેશાં મીઠું અને ખાંડની પડીકી રાખવી, જેથી થોડુંક પણ બીપી લો જેવું લાગે એટલે તરત જ લઈ શકાય. જો વારંવાર બીપી લો થતું હોય તો બ્લડટેસ્ટ, કિડનીટેસ્ટ, છાતીનો એક્સરે, પેશાબની તપાસ, થાઇરોડ ગ્રંથિના ક્ષારો કે હૃદયની તપાસ માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસટેસ્ટ કરાવી લેવી જોઇએ.
🍹– લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.
🍍– ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.
🍶– ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.
💊💊💊હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.
એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે
💊હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌡🌡હાઈ બ્લડ પ્રેશર એટલે શું ? …🛡🛡🌡💉🌡💉💊
આધુનિક સભ્યતાના કેટલાક વ્યાપક રોગોમાં લોહીના ઊંચા દબાણની ગણતરી કરી શકાય. માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સભ્ય, બુદ્ધિજીવી અને શહેરી લોકોમાં આ લોહીના ઊંચા દબાણનું પ્રમાણ આજે જેટલા પ્રમાણમાં જોવા મળે છે, એટલું પહેલાં ક્યારેય નહોતું. ‘લોહીનું ઊંચું દબાણ’ એટલે શું? તો તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે, રક્ત પરિભ્રમણની ક્રિયામાં રક્તવાહિનીઓની દીવાલ-પડ પર અંદરથી લોહીનું જે દબાણ પડે તેને ‘લોહીનું દબાણ-બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે. લોહીનું આ દબાણ રક્તવાહિનીઓની દીવાલ પર સામાન્ય અવસ્થામાં હોવું જોઈએ તે કરતાં વધે ત્યારે તેને ‘લોહીનું ઊંચું દબાણ-હાઈ બ્લડપ્રેશર’ કહેવામાં આવે છે.
🗣👀👀આ વિકૃતિ ઉત્પન્ન થવામાં શારીરિક અને માનસિક એમ બંને કારણોને જવાબદાર ગણાવાય છે. વાત-પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ મિથ્યા આહાર, વિહાર અને શારીરિક શ્રમનો ત્યાગ કરીને સતત માનસિક વિચારોમાં જ જકડાયેલી રહે છે, ત્યારે આ વ્યાધિનો ધીમે ધીમે પ્રારંભ થાય છે. વાયુ, પિત્ત અને મનના આવેગો પ્રકુપિત થવાથી રક્તવાહિની અને નાડીસંસ્થાનો પ્રભાવિત થાય છે અને આ બંને સ્થાનોમાં વાયુ અને પિત્ત પ્રકોપજન્ય લક્ષણો ઉત્પન્ન થાય છે. આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ચા, તમાકુ, મદ્ય-દારૂ, ભારે આહાર, તીખું, તળેલું, ખાટું, ખારું, અથાણાં, પાપડ, ઉગ્ર મસાલા, રુક્ષ અન્નપાન પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કામ, ક્રોધ, ભય, ચિંતા, ઉદ્વેગ, વિષાદ, ઈર્ષા વગેરે માનસિક કારણો પણ આ વિકૃતિ ઉત્પન્ન થવામાં ખૂબ જ સહાયક બને છે. ભારતીય ઋતુ પ્રમાણેના આહાર-વિહારની પ્રથા હવે લગભગ લુપ્ત થઈ ચૂકી છે. આજકાલ રાજસિક અને તામસિક પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. આવી પરિસ્થિતિને લીધે તથા માનસિક સુખ-શાંતિના અભાવમાં લોહીના ઊંચા દબાણના દર્દીનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે.
👤👥– હાઇ બ્લડપ્રેશરનો અર્થ એવો છે કે તમારી લોહીની નળીઓ ઓવર વર્ક કરી રહી છે. જો તેના ઉપર કન્ટ્રોલ રાખવામાં નહીં આવે તો હાર્ટ ફેઇલ થઇ શકે છે.
👤👥👥👤માથું ભારે થઈ જવું, ઓફિસમાં કામ વધાવાને કારણે થાક લાગવો અને ચક્કર આવવા આવી નાની સમસ્યાઓને અવગણવાની ભુલ ક્યારેય ન કરવી કારણ કે આવી સમસ્યાઓ કેટલીકવાર બ્લડપ્રેશરનું કારણ બની જીવલેણ સાબિત થાય છે. એકવાર બ્લડપ્રેશરની તપાસ કરાયા બાદ સવાર અને સાંજ નિયમિત દવા લેવી, ઉપરાંત ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું અને બહારના જંકફૂડ પર કાપ મૂકવો જેવા સૂચન ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે છે. જેનો શરૂઆતમાં કડકપણે પાલન કરીને ત્રણથી ચાર મહિના બ્લડપ્રેશર એકદમ કાબૂમાં આવી જાય છે પરંતુ બ્લડપ્રેશર કાબૂમાં આવતા ધીરે ધીરે દવામાં અનિયમિતતા અને ખાવાપીવામાં પણ બેદરકારીના પરિણામે ધીરે-ધીરે સ્થિતિ ફરી બગડે છે અને તે બ્રેઇન સ્ટ્રોકનું કારણ પણ બને છે.
હાઇ બ્લડપ્રેશર હવે સર્વ સામાન્ય બીમારી બની ગઇ છે. વૃદ્ધાવસ્થામાં સતાવતું બ્લડપ્રેશર હવે ત્રીસથી પાત્રીસ વર્ષે થતું જોવા મળે છે. જો એને સામાન્ય બીમારી માની તેની સામે આંખ આડા કાન કરવામાં આવે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગર્ભવતી મહિલાઓ પણ તેમાંથી બાકાત રહી નથી. આવા સમયે પૂરતી તકેદારી લેવામાં આવે તો માતા અને આવનારાબાળક બંનેને નુકસાન થઇ શકે છે. જો તમારી આ બીમારીથી બચીને રહેવું હોય તો આજે જાણી અહીં બતાવેલી શ્રેષ્ઠ ટિપ્સ વિશે.
💪🙏જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ એવું નથી.બ્લડપ્રેશરના અમુક કેસમાં તો દુર્ઘટના ઘટી જાય પછી ખબર પડે છે કે તો હાઇ બ્લડપ્રેશરને કારણે ઘટી. હાઇ બ્લડપ્રેશરને ડોક્ટરી ભાષામાં 🖐‘સાઇલન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે. પહેલા તો બ્લડપ્રેશર શું છે? સમજીએ. હૃદયની નળીઓમાં લોહીના દબાણથી જે રક્તચાંપ(પ્રેશર) બને છે તેને બ્લડપ્રેશર કહેવામાં આવે છે.
💪🙏💪દુનિયાભરમાં
બ્લડપ્રેશર માટે સિસ્ટોલિક એટલે ઉપરનું 140 અને ડાયસ્ટોલિક એટલે નીચેનું 9૦ની મર્યાદા નક્કી કરાયું છે, જ્યારે આઇડિયલ બ્લડપ્રેશરનું માપ 120/80 હોવું જોઇએ. જો પ્રેશર 120/80 કરતાં ઘટી જાય તો બ્લડપ્રેશર લો થઇ ગયું કહેવાય. જ્યારે
પ્રેશરનું પ્રમાણ 140/90 કરતાં વધી જાય તેને હાઇ બ્લડપ્રેશર કહેવામાં આવે છે.
દિવસમાં એકાદ વખત બીપીનું પ્રમાણ વધારે આવ્યું હોય અને બાકી દિવસમાં ત્રણ વખત માપવાથી જો પ્રેશર પ્રમાણસર આવે તો દવા શરૂ કરવાની જરૂર નથી. પણ દરેક વખત પ્રેશર હાઇ આવે તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને તે જે સૂચના આપે તેનું પાલન કરવું જોઇએ.
👐👐એમડી ફિઝિશિયનનું માનવું છે કે, જો બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં ન આવે તો પેરાલિસિસ, આંખને લગતી તકલીફો, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે છે. લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે જો એક વખત હાઇ બ્લડપ્રેશરની દવા લેવાની શરૂ થઇ જાય તો તેને આજીવન લેવી પડે છે. પણ હકીકતમાં એવું નથી. ઘણાને કામના વધુ પડતા ભારણને લીધે પ્રેશર વધી જતું હોય છે તો અમુક લોકોને ઉંમર વધવાને લીધે પ્રેશરમાં વધારો થતો હોય છે. ઘણી વખત અન્ય કોઇ બીમારીના ભાગરૂપે પણ બ્લડપ્રેશર વધવાની સમસ્યા સર્જાય છે. સામાન્ય રીતે બ્લડપ્રેશરના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક એસેન્સિઅલ બ્લડપ્રેશર અને બીજું સેકન્ડરી બ્લડપ્રેશર. શરીરમાં કોઇપણ પ્રકારની બીમારી કે અન્ય કારણ વગર જો બ્લડપ્રેશર હાઇ રહેતું હોય તો તેને એસેન્સિઅલ બ્લડપ્રેશર કહેવામાં આવે છે. મોટાભાગે આ પ્રકારનું બ્લડપ્રેશર લોહીની નળીઓ જાડી થવાથી અથવા સ્થિતિસ્થાપક્તા ગુમાવવાથી થતું હોય છે. જ્યારે કિડનીની બીમારી, બ્રેઇન ટયુમર, હૃદયની બીમારી જેવાં કારણોથી બ્લડપ્રેશર હાઇ રહે તો તેને સેકન્ડરી બ્લડપ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બ્લડપ્રેશર એસેન્સિઅલ છે કે સેકન્ડરી તેની પાછળનું ચોક્કસ કારણ ડોક્ટર દ્વારા શોધવામાં આવે છે. પછી જે બીમારી થઇ હોય તેની સારવાર કરવામાં આવે તો વધી ગયેલા પ્રેશરને કન્ટ્રોલમાં લાવી શકાય છે. સાઇલન્ટ કિલર તરીકે ગણાતા બ્લડપ્રેશરને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. જો સમયસર તેની દવા લેવામાં આવે અને થોડી તકેદારી રાખવામાં આવે તો તેના થકી આવતી અન્ય બીમારીઓથી બચી શકાય છે.
🚫🚫🚫જોવા મળતાં લક્ષણો :⭕️⭕️
માથું ભારે લાગવું
ચક્કર આવવાં
બેચેની લાગવી
પગમાં સોજો આવવો
છાતીમાં ભાર લાગવો
કાનમાં તમરાં બોલવાં
ઘબકારામાં વધઘટ થવી
🚫❌થવાનાં કારણો:❌🚫
આહારમાં મીઠાનું વધુ પડતું સેવન
વારસાગત
બેઠાડુ જીવન
મેદસ્વિતા
જંકફૂડનું વધુ પડતું સેવન
માનસિક તાણ
ધૂમ્રપાન
તમાકુ અને દારૂનું સેવન
♨️♨️કાબૂમાં રાખવા આટલું કરો:
નિયમિત દવા લેવી
નિયમિત કસરત કરવી
આહારમાં મીઠું ઓછું લેવું
તેલ, ઘી, બટર જેવા પદાર્થોનું પ્રમાણ ઘટાડવું
ફરસાણ, પાપડ, આથાણાંને ટાળવાં
વજન કન્ટ્રોલમાં રાખવું
ધ્યાન અને પ્રાણાયામ કરવા
ખોરાકની ટેવોમાં પરિવર્તન લાવવું
ધૂમ્રપાન ન કરવું
નિયમિત પ્રેશર ચેક કરાવવું
🍶🍶🍶🍶ઓસડિયાં :
લોહીના દબાણ પર રાખો કાબૂ લોહીનું દબાણ નીચું રહેતું હોય તો બેથી પાંચ ગ્રામ ગંઠોડાનાં મૂળનું સેવન કરવાથી અને લીંબુનું મીઠું નાખેલું શરબત પીવાથી ફાયદો થશે.
લસણની કળીઓને ચાર પાંચ દિવસ સુધી તડકે સૂકવીને કાચની બરણીમાં ભરી ઉપર મધ નાખીને મૂકી રાખવી. પંદર દિવસ પછી લસણની એક-બે કળી, એક ચમચી મધ સાથે ચાવવી અને તેના ઉપર ફ્રીજ સિવાયનું એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી લાહીનું દબાણ સામાન્ય રહે છે.
એક ગ્રામ સર્પગંધા નામની બુટ્ટીને બે ગ્રામ બાલછડ નામની બુટ્ટીમાં મિશ્રણ કરી દર્દીને આપવી. ચંદ્રકલા રસની બે-બે ગોળી સવાર સાંજ દર્દીને આપવી. બે ચમચી ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે આપવું. જો વાયુપ્રધાન પ્રકૃતિ હોય તો સવારે તલનું 20 મિ.લિ. તેલ ગરમ પાણી સાથે આપવું. એનાથી ઉચ્ચ લોહીના દબાણમાં લાભ થાય છે.
રતવેલિયાનો પાંચ ગ્રામ રસ દિવસમાં એકવાર પીવાથી હાઇ બી.પી. નિયંત્રણમાં રાખી શકાય છે.
⚜🔱🔱દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં 100માંથી 7 વ્યક્તિના મૃત્યુ પાછળનું કારણ હાઇ બ્લડપ્રેશર હોય છે.
હાઇ બી.પી.માં રાહત આપે યોગ :
પ્રેશર એટલે લોહીનું દબાણ, દબાણ વધારે પણ હોઇ શકે અને ઓછું પણ હોઇ શકે.
વધારે હોય તો હાઇ બ્લડપ્રેશર કહેવાય અને ઓછું હોય તો લો બ્લડપ્રેશર કહેવાય. પ્રેશર વધારે હોય કે ઓછું બંનેમાં વ્યક્તિને શારીરિક અને માનિસક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે હાઇ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશરમાં કઇ કઇ સમસ્યાઓ પેદા થઇ શકે એની જાણકારી મોટાભાગની વ્યક્તિ ઇન્ટરનેટ કે ન્યૂઝપેપર દ્વારા મેળવી લેતી હોય છે. પણ હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં યોગ અને પ્રાણાયામ કેટલા મદદરૂપ થઇ શકે અંગે આજે આપણે જાણીએ.
⛎♐️અત્યારે મોટાભાગના યુવાનોને જીવનમાં ઘણું બધું કરવું છે અને પણ ઝડપથી મેળવી લેવું છે. તેથી તેઓ જેટલું કામ કરે છે એની સરખામણીમાં પોતાના હેલ્થનું ધ્યાન રાખતા નથી. વધારે પડતું કામ, વધારે પડતી અપેક્ષાઓ અને આહારમાં નિષ્કાળજી પ્રકારની સ્થિતિ વ્યક્તિને રોગ તરફ ધકેલે છે. જો નાની ઉંમરમાં બ્લડપ્રેશર થયું હોય તો માત્ર દવાઓ ગળીને ઈલાજ ન કરો. પરંતુ તેની સાથે યોગનો પણ સહારો લેવો અત્યંત જરૂરી છે. દવાની સાથે યોગ અને પ્રાણાયામ કરવાથી ઓછા સમયમાં વધુ ફરક પડે છે અને ધીરે ધીરે બ્લડપ્રેશરને કારણે થતી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, ચક્કર આવવાં, ઊંઘમાં ડિસ્ટબન્સ, ક્યાંય ગમે નહીં વગેરે જેવી તકલીફો બિલકુલ દૂર થઈ જાય છે. એટલું નહીં બ્લડપ્રેશર હમેશાં કન્ટ્રોલમાં રહે છે.
યોગ થેરપિસ્ટ હેતલ દેસાઇ કહે છે કે,
બ્લડપ્રેશરને નોર્મલ બનાવવા ઉપરાંત અન્ય બીમારીમાં પણ યોગ અને પ્રાણાયામ અસરકારક છે. યોગની સાથે અમે આયંગર ટેક્નિક કરાવીએ છીએ. ઉપરાંત દોરડા પર શીર્ષાસન પણ કરાવીએ છીએ. જમીન પર કે દીવાલના ટેકે શીર્ષાસન થાય પરંતુ ખાસ પ્રકારે બનાવવામાં આવેલા દોરડા પર 9 વર્ષથી લઇને 90 વર્ષ સુધીના લોકો આરામથી શીર્ષાસન કરી શકે છે.
હાઇ બ્લેડપ્રેશર થવા પાછળ ફૂડ અને લાઇફ સ્ટાઇલ પણ એટલાં અગત્યનાં છે. જેમને હાઇ બી.પી રહેતું હોય તેમણે સવારનો નાસ્તો ન કરવો જોઇએ. જો લંચ ન લેવાનું હોય તો તે સવારનો નાસ્તો કરી શકે છે. જે લોકો ભૂખ્યા ન રહી શકતા હોય તે દિવસ દરમિયાન થોડું થોડું ખાઇ શકે છે. જે પણ આહાર કે નાસ્તો લેવામાં આવે તે હેલ્થી હોવો જોઇએ. ભૂખ લાગે ત્યારે ગમે તે વસ્તુ પેટમાં પધરાવી દેવાથી અથવા તો વધુ પડતું ખાવાને લીધે થતો અપચો પણ હાઇ બી.પીનું કારણ બનતું હોય છે. તેથી અપચો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમે વિવિધ આસનો કરતા હોવ તો આસનોમાં સુપ્ત બદ્ધકોણાસન 5 મિનિટથી લઇને 10 મિનિટ સુધી કરવું જોઇએ.
મન અને શરીરને રિલેક્સ કરે એવી સીડી હવે બજારમાં મળે છે. તે સાંભળતાં સાંભળતાં સૂવું જોઇએ અથવા તો સૂતા પહેલાં સાંભળવી જોઇએ. આ પ્રકારની સીડી મનને એકદમ રિલેક્સ કરે છે. તમને સંગીતનો શોખ હોય તો મનગમતું સંગીત કે ગીતો સાંભળશો તો પણ હતાશા દૂર થઇ જશે.
♐️♐️હાઇ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ મન પરનો ભાર અને સ્ટ્રેસ છે. જીવનની સમસ્યાઓ અને તેના પ્રકારોમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. એ તો એમ રહે છે. આવી પરિસ્થિતિમાં રિલેક્સ રહેવા માટે યોગ અને પ્રાણાયમ ઉત્તમ ઉપાય છે.
🛐એમાંય આયંગર યોગ પદ્ધતિ વધુ અસરકારક છે. તેનાથી મન પોઝિટિવ થાય છે અને જીવન જીવવાના અભિગમમાં પરિવર્તન આવે છે. ઉપરાંત મન ખુશ રહે છે અને સૌથી મોટી વાત તો છે કે બીમારીને આવતી અટકાવી શકાય છે. તો હવે વહેલી તકે યોગ અને પ્રાણાયામ શરૂ કરી બ્લડપ્રેશરમાંથી મુક્તિ મેળવો.
♑️♒️♒️સંશોધન :
બ્લડપ્રેશર ઘટાડે પાલક :
પાલકમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. એના લીધે શરીરનો ઝડપી વિકાસ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ ભરપૂર હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. ઉપરાંત પાલક આપણા શરીરમાં જરૂરી તત્ત્વો પૂરાં પાડે છે. જેના કારણે બ્લડપ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે તેમાં રહેલું નાઈટ્રેટ નસોમાં જામી ગયેલા કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. તેથી જે વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ વખત પાલક ખાય છે તેને બ્લડપ્રેશરની સમસ્યા થતી નથી.
બી.પી.ને કન્ટ્રોલમાં રાખે બીટ :
લંડનની એક યુનિવર્સિટીએ થોડો સમય પહેલાં શાકભાજીના વિવિધ જ્યૂસ પર અભ્યાસ કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું કે શાકભાજીનો જ્યૂસ હેલ્થને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એમાંય બીટનો રસ તો હાઇ બ્લડપ્રેશરમાં ઉત્તમ છે. નિયમિતપણે 100 ગ્રામ બીટનો રસ પીવામાં આવે તો ધીરે ધીરે હાઇ બ્લડપ્રેશર સામાન્ય બની જાય છે. બીટમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું છે. તત્ત્વ પાચનતંત્રમાં પહોંચી નાઇટ્રિક ઓક્સાઇડ બની જઇ લોહીના પ્રવાહને ઘટાડે છે. લોહીનો પ્રવાહ ઘટવાથી હાઇ બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે. જેમને લો બ્લડપ્રેશર રહેતું હોય તેમણે નિયમિત રીતે બીટનો રસ પીવો જોઇએ. અઠવાડિયે એકાદ વખત બીટનો જ્યૂસ પીવે તો ખાસ કંઇ વાંધો આવતો નથી.
♐️♒️♒️આયુર્વેદિક ઈલાજ: બ્લડપ્રેશર ક્યારેય નહીં થાય …
૧] જે લોકો ઘણા લાંબા સમયથી ભોજનમાં દહીંનું સેવન કરતાં હોય તેમને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટે છે તેવું એક અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે.દરરોજ દહીં ખાવાથી સિસ્ટોલિક બ્લડપ્રેશરનું પ્રમાણ નીચું રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે, જો કે સંશોધકોએ એવી સલાહ આપી છે કે દહીં ખાવાની સાથોસાથ જો ઓછી કેલરી ધરાવતો આહાર ખાવામાં આવે તો આ ઉપાય વધારે અસરકારક પુરવાર થાય છે.
કેલેરી વધે તેવો આહાર નહીં લેવા સલાહ …
દહીમાંથી જો દરરોજ ૨ ટકા કેલેરી મેળવવામાં આવે તો પણ હાઈ બ્લડપ્રેશરને તે નિયંત્રણમાં રાખે છે. આવા દર્દીઓમાં હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ ૩૧ ટકા ઘટે છે. અમેરિકાનાં હાઈ બ્લડપ્રેશર એસોસિયેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે સિસ્ટોલિક બ્લડપ્રેશર એ વ્યક્તિ માટે વધુ જોખમી બની શકે છે, જે શરીરમાં ફરતાં લોહીનાં ઊંચાં પ્રમાણને દર્શાવે છે. હ્ય્દયના ધબકારા વખતે લોહી કેટલા જોરથી રક્તવાહિનીઓ સાથે અથડાય છે તેનું માપ તે દર્શાવે છે.
♐️૨] સપ્તાહમાં એકવાર જોગિંગ કરવી. જોગિંગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય બળવાન થાય છે. કોપનહેગનમાં કરાયેલી એક હાર્ટ કાર્ડીવેસ્કુલર સ્ટડી મુજબ 20000 લોકો પર કરાયેલા એક સંશોધન મુજબ સાબિત થયું છે કે સાપ્તાહિક જોગિંગ કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. શરીરમાં ઓક્સીજનનું સ્તર વધે છે. સાથે જ આ રીતની ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
૩] સ્મોકિંગ બંદ કરી દેવું. જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાવ છો અને તમે સ્મોકિંગ કરો છો તો આ તમારા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. સિગરેટમાં નિકોટિન હોય છે. જેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે અને બ્લડપ્રેશર આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે.
૪] મેથીદાણાનુ ચૂર્ણ રોજ સવારે ખાલી પેટે લેવાથી હાઈ-બ્લડપ્રેશરથી બચી શકાય છે. ભોજન કર્યા બાદ લસણની બે કાચી કળી લઈને દ્રાક્ષની સાથે ચાવીને ખાઈ જવી. આટલું કરાવથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય ડુંગળીનો રસ અને મધ સરખા પ્રમાણમાં મિક્ષ કરીને લગભગ 10 ગ્રામની માત્રામાં લેવાથી પણ ફાયદો થાય છે.
૫] તાજેતરના એક ચિકિત્સા અનુસંધાનમાં બતાવવામાં આવ્યું છે કે લાલ ટામેટાંનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશર અને લોહીમાં રહેલાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેથી હાઈ બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ સલાડ તરીકે ટામેટું ખાવું જોઈએ. ટામેટામાં વિટામિન સી, ફેટ અને ભરપૂર માત્રામાં આયરન હોય છે.
૬] ખસખસનું સેવન કરવાથી પણ બ્લડપ્રેશર હમેશા કંટ્રોલમાં રહે છે અને તે આ રોગીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે. તરબૂચના બીયાનું ગર અને ખસખસ બન્ને સપ્રમાણ લઈને પીસી લેવું. તેને રોજ સવાર-સાંજ ખાલી પેટ એક ચમચી લેવું. આ ઉપાય એક મહિનો સુધી નિયમિત કરવું. બ્લડપ્રેશરની ગોળીઓ ક્યારેય નહીં ખાવી પડે.
૭] દરરોજ 21 તુલસીના પાન અથવા તુલસીનો રસ એક અથવા બે ચમચી પાણીમાં મિક્ષ કરીને ખાલી પેટે પીવું અને એક કલાક સુધી કંઈ ખાવું નહીં. ઠંડા પાણીની જગ્યાએ નવશેકા પાણીથી સ્નાન કરવું. સાથે જ વધુ માત્રામાં ખાંડનો પયોગ પણ કરવો નહીં.
૮] કેળુ ખાવું બ્લડપ્રેશરના રોગીઓ માટે ફાયદાકારક છે. વધુ માત્રામાં પોટ્શિયમવાળા ફળોનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્રિટિશ મેડિકલ જર્નલના એક નવા સંશોધન મુજબ પોટેશિયમ એક મહત્વપૂર્ણ તત્વ છે. જે બ્લડપ્રેશરના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક છે.
૯] રાતે કિશમિશના 32 દાણા પલાળી સવારે એક-એક કિશમિશ ચાવીને ખાવી, વધુ ફાયદા માટે દરેક કિશમિશ 32 વાર ચાવીને ખાવી. આ પ્રયોગને નિયમિત 32 દિવસ કરવાથી બ્લડપ્રેશર જડથી દૂર થઈ જશે. વધુ માત્રામાં એલ્કોહોલનું સેવન પણ બ્લડપ્રેશર માટે ઘાતક સાબિત થાય છે. જોકે મેડિકલ સાઈંસમાં થોડી માત્રામાં બ્લડપ્રેશરનું સેવન બ્લડપ્રેશર કંટ્રોલ કરનારું સાબિત થયું છે.
૧૦] બ્લડપ્રેશરના રોગીઓ માટે બીટ વરદાન સમાન છે. જેથી બ્લડપ્રેશરના રોગીઓએ દરરોજ એક ગ્લાસ બીટનું રસ પીવું જોઈએ.
રીડિંગ યુનિવર્સિટિના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે શાકભાજીઓના જ્યૂસ પીવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે. વૈત્રાનિકોનું માનવું છે કે શાકભાજીઓનું 100 ગ્રામ જ્યૂસ લગભગ 4 કલાક બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
૧૧] મીઠાનો ઉપયોગ કોઈપણ હોય હમેશાં સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ. આપણે માત્ર મીઠું નાખીએ ભોજનમાં એટલું જ મીઠું આપણે આરોગીએ છીએ એવું નથી પરંતુ કેટલાક શાક અને વસ્તુઓમાં કુદરતી રીતે મીઠું હોય છે. જેથી બ્લડપ્રેશર અને હાઈબ્લડપ્રેશરના રોગીઓએ હમેશાં સંતુલિત માત્રામાં મીઠાનું સેવન કરવું જોઈએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
No comments:
Post a Comment