Saturday, May 18, 2019

વાસ્કો દ ગામા --- Vasco da Gama

⛴⛴⛴⛴⛴⛴⛴⛴⛴⛴
૧૮ મે ૧૪૯૮ વાસ્કો દ ગામા
ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.
👳👳👳👳👳👳👳👳👳👳👳

(Some controversy in date....

The fleet arrived in Kappadu near Kozhikode (Calicut), in Malabar Coast (present day Kerala state of India), on 20 May 1498. The King of Calicut, the Samudiri (Zamorin), who was at that time staying in his second capital at
Ponnani , returned to Calicut on hearing the news of the foreign fleets's arrival.)

🔆🔆‼️પોર્ટુગાલનો સાહસિક વાસ્કો દ ગામા

🎅ભારત માં સમુદ્રમાર્ગે આવનાર સૌ પ્રથમ
યુરોપિયન પ્રજા પોર્ટુગિઝ હતી.

👳ઇસ 1498 માં પોર્ટુગાલ ના વતની સાગરખેડૂ સાહસિક વાસ્કો દ ગામા એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પગ મૂક્યો.

👑👑વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરિન ને યુરોપ સાથે વ્યાપાર કરવાની વાતોથી પ્રભાવિત કર્યો. હિંદુસ્તાનમાં વ્યાપાર કરવાનો પરવાનો જીતી વાસ્કો દ ગામા પોર્ટુગાલ પરત થયો..

👏ભારતના કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે તેને 👉👉રાજાને ખૂશ કરવા માટે શેરડી અને કિંમતી ભેટસોગાતો ધરી હતી. 

🐾🀄️કહેવાય છે યુરોપ-ભારતનો જળમાર્ગ વાસ્કો-દ-ગામાએ શોધ્યો, પણ તેને રસ્તો બતાવનાર એક ગુજરાતી હતI

🎩🎩ફરી 1524માં વાસ્કો દ ગામાએ હિંદ આવ્યો. આ વખતે વાસ્કો દ ગામાએ
ગોવા ની મુલાકાત લીધી.
ગોવામાં જ વાસ્કો દ ગામાનું મૃત્યુ થયું .🐾

🎋🎋કોન્સ્ટેટિનોપલના પતન (૧૪૫૩) સાથે યુરોપમાં રેનેસાં યુગના મંડાણ થયા હતા પરંતુ ઈતિહાસે યાદ રાખેલી આ ઘટનાને સમાંતર યુરોપમાં એક બીજી ઘટના પણ ઘટી હતી. 

🎋🎋ઉમાયદ ખિલાફત સામે ૭૫૦ વર્ષથી ઝઝૂમતા રહેલા સ્પેન અને પોર્ટુગલે ૧૪૬૯માં ફનૉન્ડો 

📌📌🀄️🀄️યુરોપ અને ભારત વચ્ચેના જળમાર્ગની શોધ ઇ.સ 1497મા વાસ્કો દ ગામા નામના સાહસિક પોર્ટુંગિઝ ખલાસીએ કરી હતી. 

🎋🍃🍂જોકે યુરોપના વાસ્કો દ ગામાને આફ્રિકાથી ભારત સુધીનો રસ્તો 👤કાનજી માલમ 👥નામના એક કચ્છી ગુજરાતીએ દેખાડયો હતો

🕵૮ જુલાઇ ૧૪૯૭ના રોજ પોર્ટુગલથી ભારત તરફ આવવા નિકળેલો વાસ્કો દ ગામાનો ૧૭૦ લોકોનો નૌકાકાફલો પવનની દિશામાં આફ્રિકાના દક્ષિણ ભાગ તરફ ફંટાયો હતો..

🕵🕵વાસ્કો દ ગામા ત્યાંથી કાંઠે કાંઠે પૂર્વ આફ્રિકામાં મોમ્બાસા અને માલિંદી પાસે આવ્યો ત્યાં ગુજરાતી વેપારી 🕵‍♀🕵કાનજી માલમ સાથે મૂલાકાત થઇ
વાસ્કોદ ગામાને એવા વ્યક્તિની શોધ હતી કે જે તેને જળમાર્ગનું સાચું માર્ગદર્શન આપે. 
👷👷બીજી બાજુ માંડવીથી માલિંદી સુધીના બંદરે કાનજી ગળી અને શેરડીનો વેપાર કરતો હોવાથી તે આ રસ્તાનો ભોમિયો હતો. 
આમ યુરોપ અને ભારત વચ્ચેનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ જ શોધ્યો તેમાં એક ગુજરાતીનો પણ ફાળો હતો.

🎓🎩🎩૫ વર્ષ પહેલા કચ્છમાં યોજાયેલી મેરીટાઇમ કોન્ફરન્સમાં પણ ગુજરાત અને તેના દરિયાકાંઠા પરની ચર્ચા વખતે કાનજીનો ઉલ્લેખ હાજર વિદ્વાનો અને ઇતિહાસકારો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મરીન રીસર્ચ સાથે સંકળાયેલા ફ્રાંસ,પોર્ટુગલ,ચીન અને સિંગાપોરના નિષ્ણાતોએ પણ ભાગ લીધેલો.

☄☄એક ઇટાલિયન સંશોધકે પણ લખ્યું છે કે કાનજી માલમ ગુજરાતી હતો. આમ ગુજરાતીઓ સાહસિક અને વેપારખેડૂ પ્રજા હતી તેનો પણ આ વધુ એક પુરાવો છે.વાસ્કો દ ગામાની ડાયરીમાં પણ આ વાતનો ઉલ્લેખ થયો હોવાનું માનવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⛔️⛔️વાસ્કો દ ગામા કોણ હતો ?

🚫🚫વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. 
જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો.
👉ઇસ ૧૪૬૦માં નોબેલ ફેમિલીમાં જન્મેલો વાસ્કો દ ગામા અત્યંત કપરી દરિયાઇ મુસાફરી કરીને ૨૦ મે ૧૪૯૮ના રોજ ભારતના કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે તેને 👉👉રાજાને ખૂશ કરવા માટે શેરડી અને કિંમતી ભેટસોગાતો ધરી હતી. તે થોડાક સમય ભારતમાં રહીને ચોમાસાની સીઝન જામે તે પહેલા પોર્ટુગલ રવાના થયો હતો. રસ્તામાં તોફાન અને વાવાઝોડાના કારણે રાશન પાણી ખૂટી જતા મોઝામ્બિકમાં રોકાઇ ગયો હતો. 

👉ભારતથી નિકળ્યા બાદ તે એક વર્ષે પોર્ટુગલમાં પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર ૫૫ લોકો બચ્યા હતા. તેના આ સાહસ બદલ તે પોર્ટુગલમાં હીરો થઇ ગયો હતો. 

👉👉૧૫૦૨માં તે ફરી ભારતમાં આવ્યો અને કાયમને માટે ભારતમાં જ રોકાઇ ગયો હતો. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના રોજ કોચિન ખાતે કોઇ રહસ્યમયી બિમારી થવાથી મુત્યું પામ્યો હતો.

🔰🔰વાસ્કો દ ગામા અને થોમસ રોનું આગમન🚩🚩🚩કહેવાય છે કે કોન્સ્ટેટિનોપલના પતન(૧૪૫૩)સાથે યુરોપમાં રેનેસાં યુગના મંડાણ થયા હતા પરંતુ ઈતિહાસે યાદ રાખેલી આ ઘટનાને સમાંતર યુરોપમાં એક બીજી ઘટના પણ ઘટી હતી.

👉ઉમાયદ ખિલાફત સામે ૭૫૦ વર્ષથી ઝઝૂમતા રહેલા સ્પેન અને પોર્ટુગલે ૧૪૬૯માં ફનૉન્ડો અને ઇસાબેલાનાં લગ્ન સાથે ઉમાયદ ખિલાફતની ધૂંસરીથી આઝાદી મેળવી હતી.
👉સનલાઇન(સૂર્યવંશી)કેપેશિયનની પ્રશાખા-હાઉસ ઓફ બોર્બોને-પ્રદેશને મુક્ત કરાવ્યો હતો.આઇબેરિયા આઝાદ થતાં લેશમાત્ર વિલંબ વિના ભારત સુધી પહોંચવા ૧૪૮૮માં કેપ ઓફ ગુડ હોપ સુધીની પ્રથમ ખેપને પોર્ટુગલે અંજામ આપ્યા બાદ ૧૪૯૨માં તો કોલંબસે અમેરિકાના બહામા ટાપુ પર ભૂલથી પગ મૂકી દીધો હતો.વળી અમેરિકાની ખોજે સમસ્ત યુરોપના આત્મવિશ્વાસને વધારી દીધો હતો અને છતાં ભારત અભિયાન પડતું નહોતું મુકાયું(કેમ?).

🖐👉👉વાસ્કો દ ગામાએ ૨૦મે ૧૪૯૮ના રોજ કાલિકટ બંદરે પગ મૂક્યો હતો.પોર્ટગીઝ બાસ્કયુ ભાષા અને દ્રવિડ ભાષા વચ્ચે સામ્યતા હોવાની નોંધોના પુરાવા પણ આપણે આગળ પર જોઇશું.

👉આપણે યાદ રાખવું પડશે કે કર્ણાટકમાં વાનરસ જાતિનો વાસ હતો અને આગંતુક વાસ્કો હતો.

👉આપણે યાદ રાખવું પડશે કે પશ્ચિમ યુરોપમાં કેલ્કિક જાતિનો વાસ છે અને વાસ્કો ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો હતો.

👉આપણે યાદ રાખવું પડશે કે યુરોપમાં કોકણી(concani)જાતિ અને કર્ણાટકમાં પણ કોકણી જાતિ વસી રહી છે.

👉આપણે એ પણ યાદ રાખવું પડશે કે હિન્દુકુશ અને તેની આસપાસના પ્રદેશને આપણે ઉદ્યાન(ગુલિસ્તાં-ગેલેશિયા-ગુલ)પ્રદેશ કહેતા હતા અને સૂર્યવંશીઓની રાજધાનીનું નામ હતું-કપિ-સા(કપિસિયાના-કેપેશિયન-કેપેટ).

👉વર્તમાન સંશોધકોએ દરિયાખેડુ ગામા અને કોલંબસના જીવન વિષે હાથ ધરેલો અભ્યાસ તેમને ટેમ્પાલર મિલિટરી ઓર્ડર સુધી દોરી ગયો હતો.

👉👉ભારતીય સંશોધક સંજય સુબ્રમણ્યમે પણ આ વિશેનો અભ્યાસ કરીને પુસ્તક લખ્યું છે ધ કેરિયર એન્ડ લિજેન્ડ ઓફ વાસ્કો દ ગામ.પુસ્તકમાં ઉલ્લેખ મુજબ વાસ્કો અને કોલંબસ બંને એક કે બીજી રીતે સાન્તિયાગો ટેમ્પલાર કલ્ટ સથે સંકળાયેલા હતા.ટેમ્પલાર કલ્ટ એટલે ૧૨મી સદીમાં ઇઝરાયલના સોલોમન ટેમ્પલ ખાતે મુખ્યાલય બનાવીને થયેલા ખાસ સૈન્યની રચના.ગામાએ કાલિકટ પહોંચીને જે રૌદ્રરૂપનાં દર્શન કરાવ્યાં તેની હકીકતો પણ તે ટેમ્પલાર હોવાની ચાડી ખાય છે.

📘પુસ્તકના પેજ-૫૯ ઉપર નીચે મુજબ હકીકત છે.લખ્યું છે કે ગામાના દાદાનું નામ પણ વાસ્કો દ ગામા હતું.પિતાનું નામ ઇસ્તેવાવો દ ગામા હતું.૧૪૭૦માં પિતાએ સાન્તિયાગો ટેમ્પલાર પરંપરાનું સુકાન સંભાયું હતું.તેમનો પુત્ર અથૉત્ આપણા વાસ્કો દ ગામા વિષે લેખક કહે છે કે ટેમ્પલાર કલ્ટની બેઠકોમાં તે ભાગ લેતા હતા.
બેઠકમાં હાજર રહેતા સભ્યોની યાદીના મૂળ દસ્તાવેજ જોઇને લેખકે આ નોંધ લખી છે.

🔗📎📎કોન્સ્ટેટિનોપલના પતન(૧૪૫૩)સાથે હિન્દુસ્તાન સાથેનો જમીની અને દરિયાઇ સંપર્ક તૂટતાં જાણે કે આત્મા સાથેનો સંબંધ કપાયો હતો.૭૫૦ વર્ષના અંતરાલે આઇબીરિયા જે સ્થિતિમાંથી બહાર આવ્યું હતું તે સ્થિતિમાં અયોધ્યા અને હિન્દુસ્તાન શેકાઇ રહ્યા હતા.

📐📐વાસ્કો દ ગામના આગમનના પગલે યુરોપીય સમુદાયમાં ભારત પહોંચવા તીવ્ર સ્પર્ધા પેદા થઇ હતી.કોણ કહે છે કે આર્તનાદ રામ સુધી પહોંચતો નથી.રામાયણની રચના કરનારા તુલસીદાસ ૧૬૨૩માં મૃત્યુ પામ્યા તે પહેલાં તો રોબર્ટ રોના પુત્ર થોમસ રો(ઇસવીસન ૧૬૧૬માં)જહાંગીરના દરબારમાં પહોંચી ગયા હતા.શું આ પણ યોગાનુયોગ છે?ધ એમ્બસી ઓફ સર થોમસ રો ટુ ધ કોર્ટ ઓફ ગ્રેટ મુગલ બાય થોમસ રો પુસ્તક તમને આગળની વિગત કહેશે.(પુસ્તક ઇન્ટરનેટ પર છે.વોલ્યુમ-૨,પેજ-૩૦૮

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment