Tuesday, June 25, 2019

1983માં ભારત વર્લ્ડકપ જીત્યું -- In 1983 India won the World Cup

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
25 જૂન 1983માં ભારત વર્લ્ડકપ જીત્યું
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1983માં કપિલ દેવની આગેવાનીવાળી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ જેવી તે સમયની દિગ્ગજ ટીમને હરાવીને આ કપ જીત્યો હતો.
♻️1983માં 'ક્રિકેટના મક્કા' ગણાતા લોર્ડ્ઝ પર વેસ્ટઇન્ડિઝની ટીમને પરાજય આપ્યો હતો...

🎯આ પહેલાના બન્ને વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું. 1975 અને 1979નો વર્લ્ડકપ પર કેરેબિયન ટીમે કબ્જો જમાવ્યો હતો. 

🎯આઈસીસીએ જ્યારે વન ડે ક્રિકેટ વર્લ્ડકપ રમાડવાની જાહેરાત કરી ત્યારે પ્રુડેન્સિઅલ કંપનીએ ત્રણ વર્ષનો કરાર કર્યો હતો અને પ્રથમ ત્રણેય વર્લ્ડકપનું સ્પોન્સર બન્યું હતું.

👉હવે પ્રથમ વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું હતું અને તેને ટ્રોફી મળી હતી. પરંતુ ત્યારબાદ નિર્ધારિત સમય પૂરો થયા બાદ તે ટ્રોફી વેસ્ટ ઈન્ડિઝે કંપનીને પરત કરી હતી. 
👉બાદમાં બીજો વર્લ્ડકપ પણ કેરેબિયન ટીમે જીત્યો હતો તે સમયે પણ ટ્રોફી તેમને મળી હતી. બાદમાં તેમણે તે ટ્રોફી ફરીથી કંપનીને પરત કરી હતી. 

🎯બાદમાં કંપનીએ જાહેરાત કરી હતી કે જો વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી વખત પણ વર્લ્ડકપ જીતી જશે તો તે ટ્રોફી હંમેશા માટે વેસ્ટ ઈન્ડિઝની થઈ જશે.
🎯✅હવે તે સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભારત જેવી ટીમ તે સમયની ખૂંખાર વેસ્ટ ઈન્ડિઝની ટીમને પરાજય આપશે.
✅🎯 તે વર્લ્ડકપ ભારતે જીતી લીધો હતો. ભારતીય સુકાની કપિલ દેવની ટીમે તે વર્લ્ડકપ ટ્રોફી ઊંચકી હતી. 
🏆🏆ત્યારબાદ તે ટ્રોફી ભારત આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે ટીમે ટ્રોફી સાથે ફોટા પણ પડાવ્યા હતા.
🏆🏆પરંતુ કંપનીના કરાર મુજબ તે ટ્રોફી ભારતે કંપનીને પરત કરવાની હતી. કેમ કે ત્રીજા વર્લ્ડકપ બાદ કંપનીનો કરાર પૂરો થતો હતો. તેણે પહેલા જ કહ્યું હતું કે જો વેસ્ટ ઈન્ડિઝ જીતશે તો તે ટ્રોફી હંમેશ માટે કેરેબિયન ટીમ પાસે જ રહેશે. 
તેથી ભારતે વર્લ્ડકપ તો જીત્યો પરંતુ તે પ્રુડેન્સિઅલ ટ્રોફી ચૂકી ગયું હતું. હાલમાં પણ બીસીસીઆઈના હેડક્વાર્ટરમાં એ ટ્રોફી જોવા નથી મળતી.

🎋🔶📌આ વિશ્વ કપનુ સ્વરૂપ પહેલા જેવુ જ હતુ. મતલબ આઠ ટીમોએ ભાગ લીધો. 🎾ચાર-ચારના બે ગ્રુપોમાં ટીમો વહેંચવામાંઅ અવી અને બે ટોચની ટીમોએ ફાઈનલમાં સ્થાન મળ્યુ. ફરક માત્ર એ પડ્યો કે હવે ગ્રુપની ટીમોએ પરસ્પર એક એક નહી બે બે મેચ રમવી પડી હતી. વાઈડ અને બાઉંસર બોલ માટે પણ નિયમ કડક થયા અને 30 ગજના દાયરામાં ચાર ખેલાડીઓનુ રહેવુ જરૂરી કરી દેવામાં આવ્યુ.

🎾🏏ગ્રુપ એ માં ઈગ્લેંડ પાકિસ્તાન. ન્યુઝીલેંડ અને શ્રીલંકાની ટીમો હતો તો 
⚾️ગ્રુપ બી માં વેસ્ટઈંડિઝ. ભારત અને ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબવેની ટીમો. ગ્રુપ એ માં ઈગ્લેંડની ટીમે પોતાનો દમ બતાડ્યો. તેણે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોને બે-બે વાર હરાવી. જો કે પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમોએ ત્રણ-ત્રણ મેચ જીતી પણ રન ગતિના આધારે સેમી ફાઈનલમાં પાકિસ્તાનને સ્થાન મળ્યુ.

🇮🇳🇮🇳ગ્રુપ બી માં ભારતે આ વિશ્વ કપની શાનદાર શરૂઆત કરી. તેણે પોતાની પ્રથમ જ મેચમાં વિશ્વ ચેમ્પિયન વેસ્ટઈંડિઝ ટીમને 34 રનથી હરાવ્યુ. ભારતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબવેને પણ માત આપી. 🇮🇳🇮🇳ભરતે છ માંથી ચાર મેચ જીતી અને વેસ્ટ ઈંડિઝ સાથે સેમી ફાઈનલમાં પહોંચવાનુ ગૌરવ મેળવ્યુ. ગ્રુપ મેચોમાં વેસ્ટઈંડિઝના વિંસ્ટન ડેવિસે સારી બોલિંગનું પ્રદર્શન કર્યુ. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં 51 રન આપીને સાત વિકેટ લીધી.

🎯પહેલી સેમીફાઈનલમાં મેજબાન ઈગ્લેંડનો મુકાબલો 🇮🇳ભારત સાથે થયો. કપિલ દેવ. રોજર બિન્ની અને મોહિન્દર અમરનાથની શાનદાર બોલિંગને કારણે ભારતે ઈગ્લેંડને 213 રનો પર જ સમેટી નાખુ. જ્યારે બેટિંગનો વારો આવ્યો તો અમરનાથ. યશપલ શર્મા અને સંદિપ પાટિલે શાનદર બેટિંગ કરી ભારતને 55મી ઓવરમાં જ ચાર વિકેટના નુકશાન પર જીત અપાવી દીધી.

🎯બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાનને વેસ્ટઈડિઝે ખરાબ રીતે હરાવ્યુ. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 60 ઓવરમાં આઠ વિકેટે 184 રન બનાવી શકી. ઓપનિંગ બેટ્સમેન મોહસિન ખાને ગાવસ્કર પછી ધીમી બેટિંગનો એક વધુ નમુનો રજુ કર્યો. તેમણે 176 બોલ પર એક ચોક્કાની મદદથી ફક્ત 70 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટઈંડિઝે બે વિકેટ પર જ લક્ષ્ય મેળવી લીધી. રિચર્ડ્સ 80 અને ગોમ્સ 50 રન બનાવી અણનમ રહ્યા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️🇮🇳🇮🇳🇮🇳🏆🏆ફાઈનલમાં વેસ્ટઈંડિઝનો મુકાબલો ભારત સાથે હતો. એક બાજુ હતી બે વાર ખિતાબ જીતનારી વેસ્ટઈંડિઝની ટીમ તો બીજી બાજુ હતી 🇮🇳પહેલાના વિશ્વ કપ મેચોમાં ખરાબ પ્રદર્શન કરનારી ભારતીય ટીમ. વેસ્ટઈંડિઝે 🇮🇳ભારતને ફક્ત 183 રન પર સમેટી શાનદાર શરૂઆત કરી અને જવાબમાં એક વિકેટ પર 50 રન બનાવી લીધા. વેસ્ટઈંડિઝના સમર્થક જીતનો જશ્ન મનાવવાની તૈયારી કરવા લાગ્યા. પણ ✅👏👏મોહિંદર અમરનાથ અને મદન લાલે શાનદાર બોલિંગ કરી અને મેચનુ પાસુ પલટી નાખ્યુ. 
✅હંસ અને રિચર્ડ્સની મુખ્ય વિકેટ મદન લાલને મળી. 
✅તો બિન્નીની બોલ પર ક્લાઈવ લૉયડનો શ્રેષ્ઠ કેચ લપક્યો કપિલ દેવે પછી દુર્જા (25) અને માર્શલ (18) એ બાજી સંભાળવાની કોશિશ કરી પણ તેઓ પણ આઉટ થઈ ગયા. તેમના આઉટ થતા જ મેચ તેમના હાથમાંથી નીકળી ગઈ. ✅બંનેને મોહિંદર અમરનાથે આઉટ કર્યા. અમરનાથે હોલ્ડિંગને એલબીડબ્લ્યુ આઉટ કરી ભારતને શાનદાર જીત અપાવી. 🎯✅વેસ્ટઈંડિઝની ટીમ 140 રન બનાવીને આઉટ થઈ ગઈ અને ભારતે પહેલીવાર
વિશ્વકપ વિજેતા બની.

👁‍🗨👁‍🗨ભારતીય ક્રિકેટ સંઘ વિશ્વકપ ૧૯૮૩
કપિલ દેવ (સુકાની)
સુનીલ ગાવસકર
ક્રિષ્નામાચારી શ્રીકાંત
દિલિપ વેંગસારકર
સંદિપ પાટિલ
મોહિન્દર અમરનાથ
યશપાલ શર્મા
રોજર બિન્ની
મદનલાલ શર્મા
સૈયદ કિરમાણી (વિકેટકિપર)
કિર્તિ આઝાદ
બલવિન્દર સંધુ
રવિ શાસ્ત્રી
સુનીલ વાલ્સન

🎯📙‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક 📙જામ રણજીતસિંહ📙 ક્રિકેટર પર લખાયું છે.. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
ભારતીય ક્રિકેટ ટીમ પોતાનો સૌપ્રથમ ઓફિશિયલ ટેસ્ટ 25 જૂન 1932માં ઇંગ્લેન્ડ સામે રમી હતી....અને
👑 જામ રણજી 👑
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏✅

👁‍🗨👑ઐતિહાસિક પ્રસંગે સૌપ્રથમ ટેસ્ટ રમનાર ભારતીય તરીકેનું ગૌરવ પ્રાપ્ત મહાન રણજીને યાદ કરવા ઘટે.

👑.ભારતીય ક્રિકેટ ટીમ પોતાનો સૌપ્રથમ ઓફિશિયલ ટેસ્ટ 1932માં ઇંગ્લેન્ડ સામે રમી હતી.
👑👑તેના 36 વર્ષ પૂર્વે જામનગર રાજવી કુમાર શ્રી રણજીતસિંહજી વિભાજી જાડેજાએ 1896માં ઇંગ્લેન્ડની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

👑ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન હતા ક્રિકેટના ભીષ્મ પિતામહ ગણાતા ડબલ્યુ.જી.ગ્રેસ(વિલિયમ્સ ગિલબર્ટ ગ્રેસ).

⚾️ટેસ્ટની બીજી ઇનિંગમાં અણનમ 154 રન ફટકારીને સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય તરીકેની સિધ્ધિ પણ રણજીએ હાંસલ કરી હતી.
⚾️તેઓ ઇંગ્લેન્ડ વતી 15 ટેસ્ટ રમ્યા હતા.જેમાં 44.95ની સરેરાશે કુલ 989 રન નોંધાવ્યા હતા.બે ટેસ્ટ સદી અને 6 ફિફ્ટી સાથે તેમનો સર્વોત્તમ સ્કોર 175 રહ્યો છે.
⚾️તમામ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વતી ઓસ્ટ્રેલિયા સામે રમનારા રણજી પોતાની છેલ્લી ટેસ્ટ 1902માં રમ્યા હતા.રણજીની ક્રિકેટ રમવાની શૈલી પણ નિરાળી હતી.
🏏અનેક અનઓર્થોડોક્સ શોટ્સ તેઓ રમતા જેમાં આધુનિક ક્રિકેટમાં હજી લોકપ્રિય રહેલો 🏏‘લેગ ગ્લાન્સ’🏏 શોટ તેમની દેન છે.
⚾️જામ રણજીનો જન્મ 10મી સપ્ટેમ્બર,1872માં સરોદર ખાતે રાજવી પરિવારમાં થયો હતો.રાજકોટની રાજકુમાર કોલેજમાં શાળાકીય અભ્યાસ કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે હોરો એન્ડ ટ્રિનિટી કોલેજ,કેમ્બ્રિજ ગયા.ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1893 થી 1920ના સમયગાળા દરમિયાન કુલ 307 મેચની 500 ઇનિંગમાં રણજીએ 56.37ની સરેરાશે કુલ રન 24692 નોંધાવ્યા હતા.જેમાં 72 સદી અને 109 ફિફ્ટીનો સમાવેશ થાય છે.
🎾🎾તેમને સૌથી શ્રેષ્ઠ શબ્દાંજલિ ક્રિકેટની ગીતા ગણાતા વિસ્ડને અર્પી છે.📢📢જેમાં કહેવાયું છે કે ‘જો જિનિયસ શબ્દ ક્રિકેટના સંદર્ભે ક્યાય લાગુ પડતો હોય,તો તે ચોક્કસ પણે ભારતીય બેટ્સમેનને લાગુ પડે છે.’👑👑👑

👑1935માં તેમની યાદમાં ‘રણજી ટ્રોફી’નો પ્રારંભ👑

👑રણજીનોમહારાજા જામ સાહેબ ઓફ નવાનગર તરીકે 10 માર્ચ,1907માં થયો હતો.એક પ્રજાવત્સલ રાજવી તરીકેની તેમની ઓળખ હતી.એક સમર્થ રાજવી તરીકેની પ્રજાની સુખાકારીની જવાબદારીએ ક્રિકેટથી તેમને દૂર રાખ્યા.1908થી 1912 દરમિયાન તેઓ થોડું ક્રિકેટ રમ્યા ખરા,પરંતુ માંદગીને કારણે પણ તેઓ પૂરી સિઝન રમી શક્યા નહીં.1915માં યોર્કશાયરમાં એક અકસ્માતમાં રણજીને પોતાની એક આંખ ગુમાવવી પડી હતી.આમ તેમની ફર્સ્ટક્લાસ ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.
ભારત ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં ટોચની ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનો પ્રારંભ જામ રણજીની યાદ અમર રાખવા 1935માં કરાયો હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚾️🏏⚾️🏏⚾️ ટેસ્ટ ક્રિકેટ


પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ટેસ્ટ ક્રિકેટ ( Test cricket)નો દરજ્જો સર્વોચ્ચ છે. આઈસીસીના પુર્ણ કક્ષાના સભ્ય હોય તેવા દેશો એકબીજા સાથે નિશ્ચિત કાર્યક્રમ મુજબ ક્રિકેટ મેચ રમે છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફિક્સ હોય છે.

⚾️ટેસ્ટ ક્રિકેટ મેચોની શરૂઆત 19મી સદીમાં થઈ. ટેસ્ટ મેચનો શરૂઆત ઓસ્ટ્રેલિયા (Australia ) અને
ઈંગ્લેન્ડ (England)વચ્ચે 1876-77માં ઓસ્ટ્રેલિયન સિઝન ( 1876-77 Australian season )માં બે મેચો દ્વારા થઈ.તબક્કાવાર, આઠ ક્રિકેટ મેચએ ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવ્યો. દક્ષિણ આફ્રિકા (South Africa ) (1889), વેસ્ટ ઈન્ડિઝ ( West Indies ) (1928), ન્યુઝીલેન્ડ ( New Zealand) (1929), ભારત (India ) (1932), પાકિસ્તાન ( Pakistan ) (1952),
શ્રીલંકા ( Sri Lanka ) (1982), ઝિમ્બાબ્વે (Zimbabwe ) (1992) અને બાંગ્લાદેશ ( Bangladesh ) (2000).અન્ય ટીમો સાથે સ્પર્ધા ન કરી શકવા બદલ અને ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત નહીં કરી શકવાને કારણે ઝિમ્બાબ્વનો ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો 2006માં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

⚾️વેલ્સના ખેલાડીઓ ઈંગ્લેન્ડ તરફથી રમી શકે છે.વેસ્ટ ઈન્ડિઝ ટીમના ખેલાડીઓ કેરિબિયન, બાર્બાડોઝ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબાગો, અને લીવાર્ડ ટાપુઓ અને વિન્ડવાર્ડ ટાપુઓમાંથી આવે છે.

⚾️બે ટીમો વચ્ચે ટેસ્ટ મેચ મોટા ભાગે એકથી વધુ મેચો રમાય છે જેને ‘શ્રેણી‘ કહેવાય છે. એક મેચ પાંચ દિવસ સુધી ચાલે છે અને શ્રેણીમાં ત્રણથી પાંચ મેચો હોય છે.નિશ્ચિત સમયમાં મેચનો અંત ન આવે તો મેચને ડ્રો ઘોષિત કરવામાં આવે છે.

⚾️1882થી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચોની શ્રેણીને ધ એસિઝ ટ્રોફિ ( The Ashes )કહેવાય છે. અન્ય પણ કેટલીક ટ્રોફિઓ રમાય છે જેમ કે, વિઝડમ (Wisden Trophy ) ટ્રોફિ જે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અને ફ્રાન્ક વોરેલ ટ્રોફિ (Frank Worrell Trophy ) જે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment