Tuesday, June 25, 2019

વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન --- Viceroy: Lord Mountbatten

💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
🔘વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન 
💠🎯💠🎯💠🎯💠🎯💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

🎯👉ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. 
⭕️ *ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.*

⭕️👉 *૨૨મી માર્ચ ૧૯૪૭ ના હિન્દુસ્તાનમાં આવીને એ તરત દેશને અંગ્રેજીરાજ માંથી સ્વતંત્ર કરવાની યોજનામાં લાગી ગયા. વાઈસરોય તરીકે સોગંદ લીધા પછી તરત જ એમણે હાજર રહેલાઓને સંબોધીને કહ્યું હતું, 🗣🗣🗣“મારૂં કામ કેટલું મુશ્કેલ છે તે બાબત હું જરા પણ ભ્રમમાં નથી. તે કામ પાર પાડવામાં મારે વધુમાં વધુ સંખ્યામાં ભલી લાગણીઓની જરૂર પડશે.”* 
🔘👁‍🗨👉એ શરૂઆતથી જ પ્રોટોકોલની પરવા કર્યા વગર નેતાઓને મળતા.
💠એકવાર તો એ જવાહરલાલ નહેરૂના ઘરે પહોંચી ગયા અને એમનો હાથ પકડીને ખબરઅંતર પૂછેલા. 
💠એમની ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે એ કંઈ એવું કરતા જાય, જેથી અંગ્રેજો પ્રત્યેની નફરત થોડી ઘટે અને ભવિષ્યમાં બે દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ રહે.

💠👉એમની ઉમ્મર માત્ર ૪૭ વર્ષની હતી. પોતાનાથી વયમાં ઘણાં મોટા અને ઈંગ્લેંડમાં ભણેલા ચાર બાહોસ વકીલો સાથે તેમને વાટાઘાટ કરવાની હતી. 
🇮🇳🎓આ ચાર વકીલ હતા, 🙏મહાત્મા ગાંધી, 🙏જવાહરલાલ નહેરૂ, 🙏વલ્લભભાઈ પટેલ અને મહંમદઅલી ઝીણા. 
👉 *માઉન્ટબેટન હિન્દુસ્તાનના વાઈસરોય નિમાયા ત્યારે હિન્દુસ્તાનમાં રાજકીય નકશો કેવો હતો એ પણ સમજી લેવાની જરૂર છે.* 
🔘 *આસરે ૬૦ % જમીન ઉપર અંગ્રેજોનો સંપૂર્ણ કબ્જો હતો, તો ૪૦ % જમીન ઉપર 👑રાજા-રજવાડાઓનો👑કબ્જો હતો. અંગ્રેજોના સંપૂર્ણ નિયંત્રણવાળો પ્રદેશ બ્રિટીશ ઈન્ડિયા તરીકે ઓળખાતો, અને રજવાડા સહિતનો સમગ્ર પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.*

🎯👉 *આ રાજા-રજવાડાઓએ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોનું વાલીપણું સ્વીકારેલું. 💠 *મુખ્યત્વે પરદેશ સાથેના સંબંધો, સંચારના સાધનો, સંદેશ વ્યહવારના સાધનો વગેરે ઉપર અંગ્રેજોનું કડક નિયંત્રણ હતું, પણ બાકીની* ♻️🎯 *આંતરિક બાબતો જેવી કે ન્યાય વ્યવસ્થા, પોલીસ ખાતું, કરવેરા, વગેરે બાબતોમાં રાજાઓને ઘણી છૂટછાટ હતી.*
👑👉 આવા નાના મોટા રાજ્યોની સંખ્યા ૫૬૩ હતી. એટલે અંગ્રેજોએ દેશના ટુકડા પાડ્યા એમ કહેવું સાચું નથી, કારણ કે અંગ્રેજોના પ્રદેશ સહિત દેશના ૫૬૪ ટુકડા તો પહેલેથી જ હતા. માત્ર પાકિસ્તાન નામનો એક ટુકડો વધીને ૫૬૫ ટુકડા થયા.

💠🇲🇷 *હવે પાકિસ્તાન શા માટે થયું એની વાત કરીએ*. 👉માઉન્ટબેટન અને કોંગ્રેસના નેતાઓ હિન્દુ-મુસલમાનના ધર્મના આધારે અલગ અલગ રાજ્યો થાય એની વિરૂધ્ધ હતા. 
🎯👉 *ગાંધીજીએ તો એટલી હદે કહ્યું હતું કે દેશનું વિભાજન મારા મૃતદેહ ઉપર થશે. પણ મહમદઅલી ઝીણા જીદ પકડીને બેઠા હતા કે મુસલમાનોને અલગ સત્તા જોઈએ.* 🗣 *ગાંધીજીએ તો એટલી હદે કહ્યું કે બધી સત્તા ઝીણાને આપી દો, પણ કોંગ્રેસ આના માટે તૈયાર ન હતી.* 
🔰માઉન્ટબેટનને દેશમાંથી અંગ્રેજોનું શાશન જલ્દીમાં જલ્દી હટાવી લેવું હતું. કોંગ્રેસને પણ લાગ્યું કે આ તક જતી રહેશે તો સવતંત્રતાનું સપનું વર્ષો સુધી આગળ ધકેલાઈ જશે, એટલે કોંગ્રેસે એનો સ્વીકાર કર્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠🎯 *૩જી જુન ૧૯૪૭ ના સાંજે સાત વાગે, માઉન્ટબેટન, નહેરૂ અને ઝીણાએ ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરથી આની જાહેરાત કરી*. 🗣🙏તરત એમને *ગાંધીજીનો સંદેશો મળ્યો કે હું કોંગ્રેસથી અલગ થાઉં છું, અને આવતી કાલે પ્રાર્થના સભામાં આનો વિરોધ કરીશ.*
🔘💠*૪થી જુને માઉન્ટબેટને ગાંધીજીને ચર્ચા કરવા બોલાવ્યા. સાંજે છ વાગે ગાંધીજી આવ્યા. માઉન્ટબેટને એમને સમજાવ્યા કે તમે જ ઇચ્છો છો કે અંગ્રેજો અહીંથી જલ્દીમાં જલ્દી ચાલ્યા જાય, અને આમ કરવાનો આ એક માત્ર રસ્તો છે. એજ દિવસે સાંજે સાત વાગે પ્રાર્થના સભાં*⭕️🙏ગાંધીજીએ કહ્યું,🗣🗣 *“આપણે ભાગલા બાબત વાઈસરોયને દોષ ન દઈ શકીએ. જે બન્યું છે એ બાબત દરેકે પોતાના અંતરને જ પુછવાનું છે.”* *બીજે દિવસે માઉન્ટબેટને સ્વતંત્રતા માટે ૧૫ મી ઓગસ્ટની તારીખ જાહેર કરી.*

💠♻️👉માઉન્ટબેટને ૧૫મી ઓગસ્ટ એટલા માટે નક્કી કરી કે બીજા વિશ્વયુધ્ધમાં જાપાને મિત્રદેશો પાસે પોતાની હારનો સ્વીકાર ૧૫ મી ઓગસ્ટે કરેલો. આ યુધ્ધમાં માઉન્ટબેટને મોટી જવાબદારી સંભાળેલી.

👉એ સમયના આપણા બધા નેતાઓનું દિલમાઉન્ટબેટને જીતી લીધેલું, અને એટલે જ એમને 🇮🇳સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા.
🎯👉સરદાર પટેલે એમના નજદિકી લોકોને કહેલું, “રજવાડાંના વિલીનીકરણનો સમગ્ર યશ તમે મને આપતાં રહ્યા છો, પણ એ ઠીક નથી. એ યશ લોર્ડ માઉન્ટબેટનને પણ મળવો જોઈએ. રાજાઓને સલુકાઈથી, સફળતાપૂર્વક વિલીનીકરનના પક્ષમાં લઈ આવવાનું શ્રેય લોર્ડ માઉન્ટબેટનના ખાતે છે. સમજાવટ અને રાજકીય કુનેહની એમનામાં જે શ્રેષ્ઠ નૈસિર્ગિક પ્રતિભા હતી, એ વગર આ સિધ્ધિ શક્ય ન હતી. અત્યાર સુધી અંગ્રેજોની શેહમાં રહેલા રાજાઓની માનસિકતાનો પણ માઉન્ટબેટને ફાયદો લીધો. સમગ્રપણે જોતાં ભારતના નાયકોની પંગતમાં માઉન્ટબેટનનું સ્થાન છે.”

🎯💠સરદારે માઉન્ટબેટનને લખેલા પત્રમાં કહ્યું હતું, *“તમારા વાઈસરોયપદના છ મહિનાનો ઇતિહાસ લખાશે ત્યારે અનેક પ્રકારનાં મુશ્કેલ કાર્યો જે રીતે સિધ્ધ થયાં અને ભારત-બ્રિટન સંબંધોમાં તળિયાથી ઉપર લગી જે પરિવર્તન આવ્યું, તેના યશનો મોટો હિસ્સો ઈતિહાસ તમારા નામે ફાળવશે.”*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment