Sunday, June 23, 2019

23 જૂન 1980 ના રોજ વિમાન દુર્ઘટના માં સંજય ગાંધીનું થયું હતું મોત --- Sanjay Gandhi died in a plane crash on June 23, 1980...

👁‍🗨💠💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
23 જૂન 1980 ના રોજ વિમાન દુર્ઘટના માં સંજય ગાંધીનું થયું હતું મોત
⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાજીવ ગાંધીના નાના ભાઇ સંજય ગાંધી એક સમયે ઇંદિરા ગાંધીના રાજનૈતિક વારસદાર હતા. ઇંદિરા ગાંધીએ પણ એ વાત ક્યારેય છૂપી રાખી નહોતી કે તેમના રાજનૈતિક વારસદાર તેમના નાના પુત્ર સંજય ગાંધી હતા. સંજય ગાંધીના આકસ્મિક મોત બાદ ઇન્દિરા આંતરિક રીતે તૂટી ગયા હતા.

👁‍🗨23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મોત થઇ ગયું હતું. તેમની પર તે અગાઉ પણ ત્રણવાર હુમલા થયા હોવાનું કહેવાય છે. સંજયને મિકેનિક્સનો ભારે શોખ હતો. પોતાના રૂમમાં જ તેમણે નાની વર્કશોપ ખોલી રાખી હતી. તેમણે પાઇલોટનું લાયસન્સ પણ મેળવ્યું હતું.

👁‍🗨ભારતમાં ઇમરજન્સી જાહેર કરાઇ ત્યારે સંજય ગાંધીની કથિત આપખુદ શાહી તે સમયે ચર્ચાનો વિષય બની હતી. સંજય ગાંધી એક અલગ જ દ્રષ્ટ્રિકોણ ધરાવતા હતા. ઇમરજન્સી વખતે તેમણે ગરીબી હટાવવા માટે ફરજિયાત નસબંધીનું અભિયાન ચલાવ્યું હતું. તેના કારણે મુસ્લિમોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી.

👁‍🗨ટોચના અમલદારો, મંત્રીઓ અને ખાસ કરીને નવી દિલ્હીમાં તઘલક રોડ પરના મુસ્લિમ પરિવારો માટે સંજય ગાંધી મોટી સમસ્યા બની ગયા હતા. તેમના જણાવ્યા મુજબ તે સમયે ભારતનું સંચાલન વડાપ્રધાનની ઓફિસથી નહી પણ વડાપ્રધાનના ઘરેથી થતું હતું. જ્યાં સંજય ગાંધી રહેતા હતા. તેઓ એક આપખુદ શાસક બની ગયા હતા અને લોકોને સૌથી મોટો વાંધો તો એ હતો કે સંજય ગાંધી સરકારમાં કોઇ કાયદેસરનું પદ પણ ધરાવતા નહોતા. કહેવાય છે કે તે સમયે કોઇપણ ફાઇલ સંજય ગાંધીની પરવાનગી વગર પાસ થતી નહોતી.

👁‍🗨સંજય ગાંધી એક જાણીતી હસ્તી હતા તેથી તેમની મોત નિપજાવનાર દુર્ઘટનાને ઘણાં લોકોએ કાવત્રુ ગણાવ્યું હતું. તેમજ તે કાવત્રાને અંજામ આપનાર તરીકે ઇન્દિરા ગાંધીને ગણાવ્યા હતા. જોકે, આ વાતના કોઇ જ પુરાવા મળ્યા નથી.

♻️વિકિલીક્સે સંજય ગાંધીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. વિકિલીક્સનો દાવો છે કે કોંગ્રેસ નેતા સંજય ગાંધીને ત્રણવાર જીવથી મારવાની કોશિશ કરવામાં આવી હતી. એકવાર ફરી તેમના પર ત્યારે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસ પર હતા. આ હુમલા માટે અત્યાધુનિક રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્ય હતો. વિકિલીક્સે આ ખુલાસો અમેરિકી હવાલાથી કર્યો છે. વિકિલીક્સે એવો કોઈ ખુલાસો કર્યો નથી કે હુમલા કોણે કરાવ્યો હતો અને હુમલો કરનારા કોણ હતા.

ઈમરજેંસી દરમિયાન થયો હુમલો
સપ્ટેમ્બર 1976માં અમેરીકન દૂતાવાસને મોકલાયેલી માહિતી પ્રમાણે અજાણ્યા હુમલાખોરે સુનિયોજીત રીતે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પર હુમલા કર્યો હતો. હુમલાની તારીખ પ્રમાણે સંજય ગાંધીની હત્યાની કોશિશ કટોકટી કાળ દરમ્યાન થઈ હતી. 30 એથવા 31 ઓગસ્ટે સંજય ગાંધી પર અજાણ્યા હુમલાખોરે ત્રણ વખત હુમલા કર્યા હતા.

સંજયની હત્યાની ત્રીજી કોશિશ
વિકિલીક્સના મુજબ સંજય ગાંધી આ હુમલામાં બિલકુલ ઘાયલ થયા નહોતા પરંતુ આ માહિતી ભારતીય ગુપ્તચરોએ આપી હતી. ગુપ્ત સૂત્રો મુજબ સંજયની હત્યાનો ત્રીજો પ્રયત્ન હતો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP), જે પહેલા બોરિવલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતો હતો, ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મુંબઈ શહેરનો મોટો આરક્ષિત વિસ્તાર છે.. જે ૧૦૪ ચો.કિમી. (૪૦ ચો.મા.)માં પથરાયેલો છે અને જે ત્રણે બાજુથી મુંબઈથી ઘેરાયેલો છે. તે શહેરી વિસ્તારની અંદર આવેલા સૌથી મોટાંરાષ્ટ્રીય ઉદ્યાન અને વિશ્વનાં સૌથી વધુમુલાકાતીઓ ધરાવતા ઉદ્યાન તરીકે જાણીતોછે. 

♻️સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ૪ થી સદી જેટલો જુનો અને લાંબો ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન ભારતમાં સોપારા અને કલ્યાણ એ બે બંદરો હતા,✅ જે ગ્રીસ અને મેસોપોટેમીયા જેવી પ્રાચીન સંસ્કૃતિઓ જોડે વેપાર કરતા હતા. આ બે બંદર વચ્ચેના ૪૫ કિ.મી જેટલો લાંબા માર્ગમાંથી થોડો માર્ગ આ જંગલ વચ્ચેથી પસાર થતો હતો. 
✅આ ઉદ્યાનના મધ્યમાં આવેલી કાન્હેરી ગુફામાં ઈસ પૂર્વે ૯મી અને ૧લી સદી વચ્ચે મહત્વનું બુદ્ધ અભ્યાસનું કેન્દ્ર અને યાત્રા સ્થળ હતું. આ ગુફાઓ મોટાં બેસાલ્ટ ખડકમાંથી કોતરી કાઢવામાં આવી હતી. 
👉✅આઝાદી પહેલા આ ઉદ્યાનનું નામ "ક્રિષ્નાગિરિ રાષ્ટ્રીય ઉદ્યાન" હતું. તે વખતે ઉદ્યાનનો વિસ્તાર ૨૦.૨૬ ચો.કિ.મી. (૭.૮૨ ચો.મી.) જેટલો જ હતો. ૧૯૬૯ માં વિવિધ આરક્ષિત વન્ય વિસ્તારો આ ઉદ્યાન સાથે જોડી દેવામાં આવ્યા હતા. તે પછી વન્ય વિભાગના સ્વતંત્ર વિભાગે તેનું સંચાલન કર્યુ,જે ♦️"બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન ઉપ વિભાગ"♦️તરીકે ઓળખાયું હતું. ૧૯૭૪ માં તેનું નામ 💠💠"ક્રિષ્નાગીરી રાષ્ટ્રીય ઉદ્યાન "♻️રખાયું, જે પછી બદલાઇ🔰 "બોરિવલી રાષ્ટ્રીય ઉદ્યાન" થયું. ૧૯૮૧માં, ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીની યાદગીરીમાં આ ઉદ્યાનનું નામ 'સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન' પાડવામાં આવ્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment