Sunday, June 23, 2019

ઈલા આરબ મહેતા --- Ela Arab Mehta

👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀
👵👵👵ઇલા આરબ મહેતા🕵‍♀🕵‍♀🕵‍♀
👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠 જાણીતા લેખક ગુણવંતરાય આચાર્યના દિકરી...

♦️જન્મ
23 જુન – 1938 ; મુંબઇ
મૂળ વતન – જામનગર

♦️કુટુંબ
માતા – લીલાવતી: પિતા – ગુણવંતરાય આચાર્ય ; નાની બહેન – વર્ષા અડાલજા ( બન્ને જાણીતા લેખક )
પતિ – ડો. આરબ મહેતા ( લગ્ન – 1964) ; પુત્ર – સલિલ ; પુત્રી – સોનાલી.

📚અભ્યાસ
1958 – મુંબઇ ની રામનારાયણ રૂઇઆ કોલેજમાંથી બી.એ.
1960 – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.

♻️વ્યવસાય
1960-67 – રુઇયા કોલેજમાં અધ્યાપક
1971 થી – મુંબાઇની સેંટ ઝેવીયર્સ કોલેજમાં પ્રાધ્યાપક

📖🗳📖જીવનઝરમર🗃🗂🗃

⭕️બાળપણમાં ‘બકોર પટેલ’ તેમનું પ્રિય પાત્ર , પી.જી વુડહાઉસ પ્રિય લેખક
⭕️કારકિર્દીના પ્રારંભથી કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા
⭕️ત્રણ ભાષા ઉપરાંત મરાઠી જાણે છે
⭕️પ્રથમ મૌલિક કૃતિ – ત્રિકોણની ત્રણ રેખાઓ
⭕️વાંચન, લેખન અને પ્રવાસનો શોખ
નાટક અને ટી.વી સિરિયલોમાં અભિનય કર્યો છે.
⭕️પંદર જેટલા વિદેશ પ્રવાસ
⭕️પિતા પ્રેરણામૂર્તિ

🔱રચનાઓ – 20 પુસ્તકો🔱

🀄️નવલકથા -અને મૃત્યુ, રાધા, થીજેલો આકાર, એક હતા દિવાન બહાદુર, બત્રીસ પૂતળીની વેદના, એક સાંઝ, વારસદાર, પાંચ પગલાં પૃથ્વી પર, વિયેનાવૂડ્ઝ ( આ બધી કૃતિઓને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.), નાગ પરીક્ષા,ત્રિકોણની ત્રણ રેખાઓ, આવતી કાલનો સૂરજ,

♣️વાર્તાસંગ્રહ – એક સિગરેટ એક ધૂપસળી *,
♣️પરિચય પુસ્તિકા – આના કેરેનિના

🔰🔰🔰સન્માન🔰🔰🔰
ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *
ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
નાટ્યપ્રયુક્તિમાં રહેલી નારી મનની અભિવ્યક્તિ-‘બત્રીસ પૂતળીની વેદના’
👁‍🗨👁‍🗨
[‘બત્રીસ પૂતળીની વેદના’(૧૯૮૨) – 
ઇલા આરબ મહેતા, હર્ષ પ્રકાશન, પુનર્મુદ્રણ-૨૦૦૭, પૃ.૪+૧૮૦, મૂ.૮૦.]
👁‍🗨👁‍🗨👁‍🗨👇👇👇👌👌👌👌👌👌
‘બત્રીસ પૂતળીની વેદના’એ આધુનિકયુગના આઠમા દાયકાની નોંધપાત્ર નવલકથા છે. ગુજરાતી સાહિત્યમાં ૧૯૮૨માં પ્રગટ થયેલી આ નવલકથા ઇલા આરબ મહેતાએ નારી સમસ્યાઓને અભિવ્યક્તિ કરતી ઐતિહાસિક કૃતિ છે. તે મધ્યકાળની કૃતિના શીર્ષક હેઠળ રચાયેલી છે. આ કૃતિના નિવેદનમાં સર્જક નોંધે છે: ‘જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોના હોય, સિંહાસનો ફક્ત પુરુષો માટે હોય ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ ફક્ત પુરુષોની ગુણ ગાથા ગાવાનું હોય ત્યાં જો એ પૂતળીઓ પોતાની વેદનાને વાંચા આપે તો…….
સર્જાય છે ‘બત્રીસ પૂતળીની વેદના.’

🙌🙌ઈલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’એ તેના વિષય વસ્તુને કારણે ધ્યાનકર્ષક બને છે. જેમાં સમાજના વાસ્તવને, નારી પાત્રોની વ્યથાને દ્રશ્યગત કરી છે. કૃતિનું કથાવસ્તુ નારીના અસ્તિત્વની ઝંખનાને તાકે છે. સર્જકે તેમાં અનુરાધા નામની સ્ત્રીસર્જકેને નાયિકા તરીકે સર્જી છે. જેને એક પ્રતિષ્ઠિત એવા શાસ્ત્રીજી પાસેથી નાટયસર્જનનું કાર્ય મળે છે. જેમાં કથાની ગતિ સાથે અન્ય સ્ત્રીપાત્રો ઉમેરાય છે. કથાના મધ્યમાં સ્ત્રીનું વાસ્તવિક જગત અને તેની સાથેનો સંઘર્ષ ઉઘડે છે. કથાન્તે કૃતિના અંદર રહેલ નાટયસંવાદોમાં કૃતિના પાત્રો વચ્ચેના આંતર સંવાદોની સેળભેળનો સંઘર્ષ નારી વ્યથાની અભિવ્યક્તિનું માધ્યમ બની રહે છે. કથાનો મુખ્ય પ્રવાહ કથાનાયિકા અનુરાધાથી આરંભાય છે અને તેની સાથે અન્ય નારી પાત્રો એ જ પ્રવાહમાં જોડાતા આવે છે એવા વસ્તુસંકલનમાં સર્જક્તા જોવા મળે છે. કથાનો અંત નાયિકા અનુરાધા પાસે આવીને વર્તુળમય રીતે જોડાય છે. નવલકથામાં નાવીન્યપૂર્ણ વિષયવસ્તુ બાદ તેના પાત્રચિત્રણમાં સર્જક્ની સર્જક્તા રહેલી છે. જે ભાષાના સૌંદર્યને જીવંત બનાવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻👱‍♀👩🏻
ઇલા આરબ મહેતા ગુજરાતી નવલકથાકાર અને વાર્તા લેખક છે.
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👱‍♀તેમનો જન્મ ૧૬ જૂન ૧૯૩૮ના રોજ મુંબઈમાં ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન જામનગર છે. તેમણે શાળાકીય અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઇમાં કર્યો. ૧૯૫૮માં તેમણે ગુજરાતી વિષય સાથે રૂઇઆ કોલેજમાંથી બી. એ. અને ૧૯૬૦માં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી તેઓ રૂઇઆ કોલેજ અને ત્યારબાદ ૧૯૭૦થી ૨૦૦૦માં તેમની નિવૃત્તિ સુધી સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક રહ્યા.

👩🏻તેમના શરૂઆતના દિવસોમાં તેમણે અખંડ આનંદ, નવનીત અને સ્ત્રી સામયિકોમાં લખ્યું હતું. તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેમાં ત્રિકોણની ત્રણ રેખાઓ (૧૯૬૬), થીજેલો આકાર (૧૯૭૦), રાધા (૧૯૭૨), એક હતા દિવાન બહાદુર (૧૯૭૬), બત્રીસ લક્ષો (૧૯૭૬), વારસદાર (૧૯૭૮), આવતી કાલનો સૂરજ (૧૯૭૯), બત્રીસ પુતળીની વેદના (૧૯૮૨) અને મૃત્યુ (૧૯૮૨), દરિયાનો માણસ (૧૯૮૫),
વસંત છલકે (૧૯૮૭), નાગ પરીક્ષા , પાંચ પગલા પૃથ્વી પર (૧૯૯૫),
ધ ન્યૂ લાઇફ (૨૦૦૪), પરપોટાની પાંખ (૧૯૮૮),
ઝીલી મેં કુંપળ હથેળીમા (૨૦૦૭) નો સમાવેશ થાય છે. જાહેરખબરનો માણસ (૧૯૮૫), શબને નામ હોતું નથી (૧૯૮૧) નવલકથાઓ અલગ પ્રકારના વિષયોની છે. તેમની નવલકથા
વાડ (૨૦૧૧) અંગ્રેજીમાં રીટા કોઠારી દ્વારા
ફેન્સ (૨૦૧૫) તરીકે અનુવાદિત થઇ છે. 

તેમની નવલકથા બત્રીસ પુતળીની વેદના મહિલાઓ સામે થતા અન્યાય સામનો સંધર્ષ અને તેમની ઓળખ સ્થાપિત કરવા માટેના પ્રયત્નો વિશેની છે.
આ નવલકથા અનુરાધાની આસપાસ ઘૂમે છે જે મુખ્ય પાત્ર છે અને કુન્દનિકા કાપડીઆની નવલકથા સાત પગલા આકાશમાં (૧૯૮૪) ની જેમ જે પુરુષો સામે આક્રોશ પ્રગટ કરે છે.

એક સિગારેટ એક ધુપસળી (૧૯૮૧), વિએના-વુડ્સ (૧૯૮૯), ભાગ્યરેખા (૧૯૯૫),
બાળવો બાળવી બાળવું (૧૯૯૮),
યોમ કિપુર (૨૦૦૬), ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ (૨૦૦૯) તેમના વાર્તા સંગ્રહો છે.
તેમણે
વર્ષા અડાલજાની વાર્તાઓનું સંપાદન વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૧) માં કર્યું છે.

મૃત્યુ નામ પરપોટા મરે (૧૯૮૪) તેમનું વિવિધ લેખકો દ્વારા મૃત્યુ પરના લેખોનું સાહિત્યિક સંકલન છે.
તેમના લખાણોને નારીવાદી ગણવામાં આવે છે.

🎯તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે

🎯તેમણે ડૉક્ટર આરબ મહેતા સાથે ૧૯૬૪માં લગ્ન કર્યા હતા, જેનાથી તેમને એક પુત્ર સલિલ અને પુત્રી સોનાલી છે. તેઓ મુંબઇમાં રહે છે. તેમના પિતા ગુણવંતરાય આચાર્ય અને તેમની નાની બહેન વર્ષા અડાલજા પણ ગુજરાતી લેખક છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment