🔴🔴રડક્રોસ વિશે આટલુ જાણો 👇👇
➡️દવાખાના અને હોસ્પિટલના સિમ્બોલ તરીકે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ રેડક્રોસ નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ છે તે જાણો છો?
➡️વિશ્વમાં કોઈપણ સ્થળે યુધ્ધ ચાલતું હોય ત્યારે ઘાયલ સૈનિકોની સારવાર માટે રેડક્રોસના ડોક્ટરો અને નર્સો યુધ્ધભૂમિ પર પહોંચી જાય છે.
➡️રડક્રોસના સભ્યો કે વાહનો પર કોઈ હુમલો કરી શકતું નથી. તેઓ પણ નિષ્પક્ષ રીતે ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરે છે.
➡️રડક્રોસની સ્થાપના વિશે પણ જાણવા જેવું છે. ઈ.સ. ૧૮૫૯માં ઓસ્ટ્રીયામાં યુધ્ધ ચાલતું હતું.
➡️સવીટ્ઝર્લેન્ડની બેન્કનો માલિક હૈન્ની હૂમાન યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોનું દુઃખ જોઈને દુઃખી થયો. તેણે એક પુસ્તક લખીને આ સૈનિકોની સારવાર કરવા વિનંતી કરી.
➡️તની વિનંતીને ધ્યાનમાં લઈને ૧૬ દેશોએ સાથે મળી રેડક્રોસ નામની સંસ્થા બનાવી. રેડક્રોસના ડોક્ટરો અને સ્ટાફને યુધ્ધના મેદાન ઉપર અને યુધ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ મળી. રેડક્રોસે કેટલાંક નિયમો પણ બનાવ્યા.
➡️ઈ.સ. ૧૮૬૩માં જીનીવામાં તેની સ્થાપના થઈ હતી. રેડક્રોસની સ્થાપના કરનાર હૂનાનને ૧૯૦૧માં નોબેલ ઈનામ એનાયત થયું હતું.
🔳સોર્સ : ગુજરાત સમાચાર
📝MER GHANSHYAM
No comments:
Post a Comment