⭐️🌟⭐️🌟⭐️🌟⭐️🌟⭐️
🌟ચીમનભાઈ પટેલ💫💫
⭐️✨⭐️✨⭐️✨⭐️✨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.
🗣મતક્ષેત્ર ==સંખેડા
♦️♦️ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી☢
☢☢પદભારનો સમયગાળો☢☢
૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪
❕પૂર્વગામી ઘનશ્યામભાઈ ઓઝા
❕અનુગામી રાષ્ટ્રપતિ શાસન
☢☢પદભારનો સમયગાળો☢☢
૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪
❕પૂર્વગામી માધવસિંહ સોલંકી
❕અનુગામી છબીલદાસ મહેતા
🚫🚫રાજકીય કારકિર્દી🚫🚫
👉૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી
ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને
🚩હિતેન્દ્ર દેસાઇના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ
ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા.
👉 ૧૭ જુલાઇ, ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.
👉તેઓએ ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ સુધી આ પદભાર સંભાળ્યો.
😠😠૧૯૭૪માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ તેઓએ
બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળના
જનતા મોર્ચાની સરકારની રચનામાં સહયોગ આપ્યો.
✏️👉તેઓ ફરીથી ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ,
જનતા દળ -ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા.
✏️૨૫ ઓક્ટોબર, ૧૯૯૦માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૪ ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમના અવસાન, ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪, સુધી જોડાયેલા રહ્યા.
👉🐾તેઓ સ્વપ્નદૃષ્ટા નેતા અને
💥આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ રખાયા.
☄ તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં 💥‘ સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’💥ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.🙏
♦️💢♦️આ ઉપરાંત તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય.
🙏🔻🚩 પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા 🀄️🀄️🐄🐄જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો. ✨✨✨🌟🌟આ કાયદાકીય પ્રતિબંધ તા: ૩ ઓક્ટોબર, ૧૯૯૩થી અમલમાં આવ્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉રોટી-રમખાણે પહેલો ભોગ લીધો ગુજરાતના સૌપ્રથમ પાટીદાર મુખ્યમંત્રીનું શ્રેય ચીમનભાઈ પટેલને ફાળે જાય છે. વ્યવસાયે અર્થશાસ્ત્રના પ્રાધ્યપક અને રાજકીય સ્ટ્રેેટેજીમાં કુનેહ ધરાવતા ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં ઇન્દિરા ગાંધીના ખાસ અને તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા અને માત્ર સાડા ચાર મહિનામાં જ રોટી-રમખાણોને કારણે ચીમનભાઈએ પદ છોડવું પડેલું. વિદ્યાર્થીઓનાં ફૂડ બીલ વધારાના વિરોધમાં ૧૯૭૪માં રાજ્યમાં નવ-નિર્માણનું આંદોલન છેડાયેલું, જે રોટી-રમખાણથી જાણીતું બન્યું હતું. ઘનશ્યામ ઓઝા સામે કરેલા બળવાનું ઇન્દિરા ગાંધીએ આમ સાટું વાળી લીધું. ચીમનભાઈ દ્વારા ઘનશ્યાન ઓઝા સામે કરાયેલો બળવો પંચવટીના બળવા તરીકે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ખ્યાત છે.
🐾 યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢♦️💢♦️💢♦️💢♦️💢♦️
આજે ચિમનભાઈ પટેલ નો જન્મ દિવસ છે ત્યારે આપણે જાણીએ એના આંદોલન વિશે....નવનિર્માણ આંદોલન
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
૧૯૭૪ દરમિયાન ગુજરાતનું સામાજીક-રાજકીય આંદોલન
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉તારીખ 20 ડિસેમ્બર 1973 - 16 માર્ચ 1974
👉કારણ;= જાહેરજીવનમાં મોંઘવારી અને ભષ્ટ્રાચાર
👉ધ્યેયો== મુખ્યમંત્રીનું રાજીનામું અને વિધાનસભાની વિખેરી નાખવી
👉લાક્ષણિકતાઓ== વિરોધ કૂચ, શેરી વિરોધ, રમખાણ, ભૂખ હડતાલ, હડતાલ
પરિણામ વિધાનસભાને વિખેરી નખાઇ અને નવી ચૂંટણીઓ
👏👏નવ નિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.
🙌👉જુલાઇ ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમની સામે ભષ્ટ્રાચારના આરોપો હતા. ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.
👏👏પ્રારંભિક વિદ્યાર્થી વિરોધ🙌🙌
👉૨૦ ડિસેમ્બર ૧૯૭૩ ના દિવસે અમદાવાદની
લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાનો વધારો થવાથી હડતાલ પર ઉતરી આવ્યા.
આ પ્રકારની હડતાલ ૩ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ થઇ જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા. શૈક્ષણિક સંસ્થાનોમાં ૭ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્તની હડતાલ શરૂ થઇ. તેમનીમાંગણી ભોજન અને શિક્ષણ સંબંધી હતી.
અમદાવાદમાં મધ્યમ વર્ગ અને કેટલાક શ્રમિકો પણ આ વિરોધમાં જોડાયા અને તેમણે કેટલીક રેશનની દુકાનો પર હુમલોકર્યો.
વિદ્યાર્થીઓ, વકીલો અને અધ્યાપકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને આંદોલનને માર્ગદર્શન આપવા માટે એક સમિતિની રચના કરી, જે પાછળથી નવ નિર્માણ યુવક સમિતિ તરીકે ઓળખાઇ.
આંદોલનકારીઓએ ચીમનભાઇ પટેલના રાજીનામાની માંગણી કરી. ૧૦ જાન્યુઆરી એ અમદાવાદ અને વડોદરામાં હડતાલ બે દિવસ માટે હિંસક બની.
૨૫ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ આયોજીત રાજ્યવ્યાપી હડતાલમાં ૩૩ શહેરોમાં પોલીસ અને લોકો વચ્ચે અથડામણોની ઘટનાઓ બની.
સરકારે ૪૪ શહેરોમાં સંચારબંધી લાગુ કરી અને તેનાથી આંદોલન સમગ્ર ગુજરાતમાં વ્યાપ્યું.
૨૮ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ અમદાવાદમાં લશ્કરને બોલાવવામાં આવ્યું.
👏👏👏👏👏👏👏
🎯🎯આંદોલનના દબાણને કારણે ઈન્દિરા ગાંધીએ ચીમનભાઇ પટેલને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે ૯ ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું.
🎯 રાજ્યપાલે વિધાનસભા સ્થગિત કરી નાખી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. વિરોધ પક્ષે વિધાનસભાને વિખેરી નાખવાની માગણી કરી.
કોંગ્રેસ વિધાનસભામાં ૧૪૦ સભ્યો ધરાવતી હતી. કોંગ્રેસ (ઓ)ના ૧૫ સભ્યોએ ૧૬ ફેબ્રુઆરીના રોજ રાજીનામાં આપ્યા જેણે કારણે આંદોલને વેગ પકડ્યો. જન સંઘના ૩ ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા. માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૬૭ માંથી ૯૫ રાજીનામાંઓ મેળવ્યા. કોંગ્રેસ (ઓ)ના પ્રમુખ, મોરારજી દેસાઇ, ૧૨ માર્ચથી અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા. ૧૬ માર્ચના રોજ વિધાનસભાને વિખેરી નાખવામાં આવી અને આંદોલનનો અંત આવ્યો.
🎭આ આંદોલનમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા, ૧૦૦૦ થી ૩૦૦૦ લોકો ઇજાગ્રસ્ત થયા અને ૮૦૦૦ લોકોથી ધરપકડ કરવામાં આવી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯પરિણામો🎯🎯🎯🎯
નવ નિર્માણ યુવક સમિતિએ નવી ચૂંટણીઓ કરવાની માગણી કરી અને વિરોધપક્ષે તેનું સમર્થ કર્યું હતું. મોરારજી દેસાઇ આ માંગણીના ટેકામાં ૬ એપ્રિલ ૧૯૭૫ના રોજ અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ પર ઉતરી ગયા.
🕴 છેવટે ઇન્દિરા ગાંધીએ ચૂંટણીની જાહેરાત કરી જે ૧૦ જૂનના રોજ યોજવામાં આવી અને પરિણામો ૧૨ જૂન ૧૯૭૫ના રોજ જાહેર થયા.
🕴ઇન્દિરા ગાંધીની ચૂંટણીમાં ગોલમાલનો ચુકાદો પણ તે જ દિવસે આવ્યો જે પછીથી દેશમાં કટોકટીમાં પરિણમ્યો.
🕴આ દરમિયાન ચીમનભાઇ પટેલે પોતાના પક્ષ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી અને અલગથી ચૂંટણી લડ્યા. કોંગ્રેસે ચૂંટણીમાં હાર મેળવી અને માત્ર ૭૫ બેઠકો જીતી. કોંગ્રેસ (ઓ), જન સંઘ, PSP અને લોક દળનું સંગઠન જે જનતા મોર્ચા તરીકે જાણીતું હતું, તેમણે ૮૮ બેઠકો મેળવી અને
બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.
આ સરકાર ૯ મહિના ચાલી અને પછી માર્ચ ૧૯૭૬માં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું.
ડિસેમ્બર ૧૯૭૬માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા.
🏵🏵🏵🏵પછીની ઘટનાઓ
જયપ્રકાશ નારાયણે ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ ચીમનભાઇ પટેલના રાજીનામા પછી ગુજરાતની મુલાકાત લીધી, જોકે તેઓ આંદોલન સાથે સંકળાયેલા નહોતા.🎭🎭 બિહારમાં તે વખતે બિહાર આંદોલન શરૂ થઇ ગયું હતું. નવનિમાર્ણ આંદોલને તેમને સંપૂર્ણ ક્રાંતિનો ખ્યાલ આપ્યો જે કટોકટીમાં પરિણમ્યો.
🎭🎭 ત્યારબાદ જનતા મોર્ચો એ જનતા પક્ષમાં પરિવર્તિત થયો અને ૧૯૭૭માં ભારતની સામાન્ય ચૂંટણી પછી સૌ પ્રથમ બિન-કોંગ્રેસ સરકારની રચના થઇ અને મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા.
🎯🎯🎯🎯કોંગ્રેસે રાજકારણમાં મજબૂત બનવા માટે નવા જાતિ આધારિત ચૂંટણી વ્યૂહની રચના કરી જે 🎲🎲KHAM (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) તરીકે જાણીતી બની. આનાથી ઉચ્ચ વર્ગે પોતાની રાજકીય પકડ અને મહત્વ પર ભય અનુભવ્યો અને તેમણે ૧૯૮૧માં લાગુ પડાયેલા આરક્ષણો સામે જલદ પ્રક્રિયાઓ આપી.
🎲🎳આ પ્રક્રિયાઓ ૧૯૮૫માં મંડલ-વિરોધી રમખાણોમાં પરિણમી, જે પછીથી મુસ્લિમ વિરોધી બન્યા. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનો ઉદય આ સમયગાળા દરમિયાન થયો.
🎲ચીમનભાઇ પટેલ ભાજપના ટેકાથી ૧૯૯૦માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા.
🎬🎬આ આંદોલને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ અને તેના વિદ્યાર્થી પાંખ એબીવીપીના નેતાઓને રાજકારણમાં સ્થાપિત કરવામાં મદદ કરી. નરેન્દ્ર મોદી , જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન બન્યા તેઓ તેમાનાં એક હતા.
🖲🖲🖲🖲મહત્વ
નવ નિર્માણ આંદોલને મધ્યમ વર્ગના લોકો અને વિદ્યાર્થીઓનો નાણાંકીય કટોકટી અને સરકારના ભષ્ટ્રાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંદોલને સરકારને રાજીનામું આપવાની ફરજ પાડીને લોકશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

No comments:
Post a Comment