Monday, June 3, 2019

ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ---- Khan Abdul Gaffar Khan

🗺🗺🗺🗺🗺🗺
ખાન અબ્દુલ ગફ્ફાર ખાન'સરહદના ગાંધી' = ઉર્ફે. બાચા ખાન 
🚦🚥🚦🚥🚦🚥🚦🚥🚦
(પુરો લેખ વાંચવા ને સમજવા જેવો)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🗣નહેરુને કહ્યું હતું કે,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા’

🗣બાચા ખાને 1939માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કારણ કે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને(બીજા)વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો.

👀બાદમાં બાચા ખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.તેઓ ભાગલાના વિરોધી હતા.મુસ્લિમો માટેના અલગ દેશ પાકિસ્તાન માટે તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સાથે ન હતા,પરંતુ કોંગ્રેસે જ્યારે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે તેઓ ખૂબ વ્યથિત હતા.તેમણે તે સમયે જવાહરલાલ નહેરુને કહ્યું હતું,👉‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’

👥👤વર્ષ 2012માં યુનિવર્સિટીની રચના કરવામાં આવી ને સરહદના ગાંધીના નામે તેનું નામ કરણ બાચા ખાન યુનિવર્સિટી રાખવામાં આવ્યું.આ યુનિવર્સિટીની ગણના પાકિસ્તાનની ટોચની યુનિવર્સિટીઓમાં થાય છે.અહીં 3000થી વધુ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે.
🙌🙌🙌🙏👇👇👇👇🙌🙌🙏
👤👥ભારત રત્નથી સમ્માન
વર્ષ 1987માં બાચા ખાનને ભારતના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી નવાજવમાં આવ્યા હતા.જાન્યુઆરી 20,1988ના રોજ 98 વર્ષનું સંઘર્ષમય જીવન જીવીને તેમણે દુનિયામાંથી વિદાય લીધી હતી.

👥👤👥‘બાદશાહ ખાન’ના નામથી પ્રખ્યાત સરહદના ગાંધી-ખાન અબ્દુલગફાર ખાનનો જન્મ પેશાવરનજીક ઉત્માનજયી નામના ગામમાં સન ૦૩ જૂન1890માં થયો હતો. 

👉તેઓ કર્તવ્ય પરાયણ ધર્મિષ્ઠ અને ગરીબોને મદદ કરનાર હતાં. 
👉એમનું પ્રારંભિક શિક્ષણ પેશાવરમાં અને મસ્જિદમાં થયું હતું. પછીથી એડવર્ડ મિશન સ્કૂલમાં દસમી પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અલીગઢ મુસ્લિમ વિશ્ર્વવિદ્યાલયમાંથી પાસ કરી.
👉1912માં એમના નિકાહ થયા અને 1913 અને 1914માં પુત્ર રત્નોને જન્મ આપીને એમની પત્નીનો 1915માં દેહાંત થયો. 
👉અબ્દુલ ગફાર ખાન બંને પુત્રોને માતાને સોંપીને તન-મન અને ધનથી દેશ સેવામાં લાગી ગયા.
👉તેઓ શિક્ષણ પ્રચારના પ્રબળ સમર્થક હતાં. બાળકોના શિક્ષણને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે તેમણે 👉1910માં પોતાનાગામમાં એક શાળાની સ્થાપના કરી તતા 
👉1921માં આ જ ગામમાં આઝાદ હાઈસ્કૂલ તથા ઈસ્લામ ઉલ-અફઘાનિયા વિદ્યાલયની સ્થાપના કરી હતી. 
👌👉1928માં પશ્તો ભાષામાં ‘પખ્તુન’ નામનું અખબાર બહાર પાડ્યું હતું. આ અખબાર સરહદના વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. પરંતુ અંગ્રેજોએ આ અખબાર પર પ્રતિબંધ મૂકીને બંધ કરી દીધું હતું.

👏👉ખાન અબ્દુલ ગફાર ખાને 1929માં ‘ખુદાઈ ખિદમત ગાર’ નામની રાજનીતિક સમાજ સેવા સંસ્થાની સ્થાપના કરી હતી.જેમાં વેશભૂષા અને ધ્વજનો રંગ લાલ હતો.એટલે લોકો એને લાલ કૂર્તી સેના પણ કહેતા હતાં. આ સંસ્થાના લોકો ઢોલ અનેમશક પર ધૂન વગાડીને કૂચ માર્ગ કરતાં હતાં.

🙌👏👉6 એપ્રિલ 1919ના રોજ રોલેટ એકટ જેવા કાળાકાયદાનો વિરોધ કરવા માટે ઉત્તમાન જઈ ખાતે એક સભાનું આયોજન કર્યું જેમાં એક લાખ લોકોએ ભાગ લીધો હતો. અંગ્રેજો આ જોઈને ડરી ગયા અને તેમણે ખાન સાહેબની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. 👉આ એમની પ્રથમવારાની જેલ યાત્રા હતી. ત્યારબાદ 
👌🙌✌️1921માં ત્રણ વર્ષ અને 1930માં પુન: બંદી બનાવવામાં આવ્યા. ગોળમેની બેઠકમાં અસફળતા મળતા ખાનને પુન: પકડીને 6 વર્ષ સુધી જેલમાં પૂરવામાં આવેલા.
👉 1942માં ‘ભારત છોડો’ આંદોલન સમયે પેાલીસ દ્વારા લાઠીમાર થતાં તમને હાડકામાં ફ્રેકચર થયું હતું.
👉15મી ઓગસ્ટ-1947ના રોજ ભારત સ્વતંત્ર થતાં એક દિવસ પહેલા 14 ઓગસ્ટ-1947ના રોજ પાકિસ્તાન રાષ્ટ્રનું નિર્માણ થયું જેના તેઓ સખ્ત વિરોધી હતાં. 
👉જેના કારણે મુસ્લિમ લીગ અને એના નેતાઓ ખાન સાહેબથી નારાજ થઈ ગયા હતાં. અંતે ખાન સાહેબે એક નવી પાર્ટીનું ગઠન કર્યું. જેનું નામ હતું ‘પિપલ્સ પાર્ટી’ જેના તેઓ અધ્યક્ષ બન્યા હતાં.

👉15 જૂન 1948ના રોજ મુસ્લિમ લીગ સરકારે ખાન સાહેબની ધરપકડ કરી લીધી. 👁👀સ્વતંત્ર પાકિસ્તાનમાં એમની આ સૌ પ્રથમ ધરપકડ હતી. 👀👁 અબ્દુલ ગફાર ખાન મૃત્યુ સુધી પાકિસ્તાનમાં 15 વર્ષો સુધી જેલમાં રહ્યાં હતાં. જેલમાં એમના પર થતી યાતનાઓ અને અત્યાચારથી એમનું શરીર નબળું પડી ગયું હતું. 

👉🙏1964 સુધી પાકિસ્તાન સરકાર અમેને કોઈ ન કોઈ કારણસર જેલમાં પુરી રાખતી હતી.
👉1 ઓકટોબર 1969ના રોજ ખાન અબ્દુલ ગફાર ખાન ભારત આવ્યા ત્યારે એમને જોવા માટે લોકોની ભીડ જામી હતી. ભારત સરકારે ખાન સાહેબનો ઈલાજ કરવા માટે ત્રણ વારભારત આમંત્રિત કર્યા હતાં.

🙏👉👌15મી ઓગસ્ટ 1987ના રોજ સરહદના આ ગાંધીને દેશને સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’ આપીને તેમનું સન્માન કરવામાં આવેલું ત્યારબાદ તેઓ પાકિસ્તાન પાછા ફરીને પોતાના શહેર પેશાવર ખાતે ગયા હતાં. 
👈🙏🙏20 જાન્યુઆરી 1988ના રોજ પેશાવરમાં એમને હાર્ટએટેક આવતા એમનું મૃત્યુ થયું હતું. 
🙏🇮🇳ભારત સરકારે એમના પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. 🇮🇳1980માં ખાન સાહેબને ‘જવાહરલાલ નહેરૂ આંતરરાષ્ટ્રીય સદ્ભાવના પુરસ્કાર’ આપીને વિભુષિત કરવામાં આવ્યા હતાં.

🀄️✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪💪💪💪💪💪💪💪💪💪
ખાન અબ્દુલ ગફ્ફારખાન
💪💪💪💪💪💪💪💪💪💪
👏👏👏👏👏👏👏👏👏👏
પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું.

👉આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત નીકળે ત્યારે કોંગ્રેસવિરોધી તરીકે મહંમદઅલી ઝીણાને કે કોંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબ્દુલ ગફ્ફારખાનને યાદ કરાતા નથી. 🙏‘અહંિસક પઠાણ’🙏 જેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહેબને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ 👉‘સરહદના ગાંધી’ તરીકે, જે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપેકંિગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય.

👉અખંડ ભારતના સરહદ પ્રાંત- નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. 👉‘સંિહ ઘાસ ખાય તો પઠાણ અહંિસક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારો-અનુયાયીઓ કરતાં એ રીતે જુદા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલાંથી પોતાની રીતે સાદગી અને અહંિસાનો માર્ગ અપનાવ્યો હતો. 👌તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનું હતું. 

👌એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઇ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીઘું.
👏‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’👏 તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુદા પડે.
ગાંધીજીના કોઇ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુલમ સહન કરવો પડ્યો ન હતો. 
👉૨૧ વર્ષની વયે જાહેર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહેલી ધરપકડ ‘રોલેટ એક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઇ, 👉ત્યારે તેમની ઊંચાઇ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઇઓએ સૌથી મોટી બેડીને થોડું જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહેવા લાગ્યું. એટલે જેલરે કહ્યું, ‘આ પહેલી વખતની જેલ છે ને! ધીમે ધીમે ટેવ પડી જશે.’
ત્રણ વર્ષની જેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જેટલું ઘટી ગયું હતું. છતાં અહંિસા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જેવા લાગતા આ માણસની અહંિસા તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓની જેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઉગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે 👌👌‘ખુદાઇ ખિદમતગાર’- ખુદાના સેવકો-નું સંગઠન રચ્યું.👌👌 ખિદમતગારો માટે શરૂઆતમાં સફેદ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલ્દી મેલો થઇ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચંિતા કર્યા વિના પોશાકને ગેરુ રંગે રંગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ♦️‘લાલ ખમીસવાળા’♦️ તરીકે પણ ઓળખાયા.

♦️અંગ્રેજ શાસકોએ પહેલાં ખિદમતગારોના લાલ રંગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂનું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને 🀄️અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઇ કે થોડા સમયમાં સરહદપ્રાંતની જેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા.
બાદશાહખાનની અહંિસાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રંગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી- શરીર પરથી ગેરુ રંગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહંિસક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજું કંઇ ન સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રંગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હંિસાની મદદ વિના શસ્ત્રધારીઓને કઇ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદી-બિનકોંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું.
♠️♦️♠️♦️♠️♦️♠️♦️♠️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏👍

📌ગાંધીજીને સાબરમતી જેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહેરવાની જરૂર ન જોઇ, પણ હંિદુ-મુસ્લિમ એકતા અને અહંિસા જેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના- ઘણી વાર તો એકમાત્ર- સાથી બની રહ્યા. 
👉મનુબહેન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંઘ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હું આવી છું. પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઇ હોય તો તે ખાનસાહેબ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કંિમત હતી.’🇮🇳🇮🇳 સાબરમતી જેલમાં ભગવદ્ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો.

👉ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી રાજીનામું આપી દીઘું. 👉કારણ કે કોંગ્રેસની વર્કંિગ કમિટીએ અંગ્રેજો કોંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે 👉‘કોંગ્રેસે જે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઇ ખિદમતગારોનો માર્ગ નથી...અમારે દુનિયામાં કોઇની સાથે લડાઇ નથી. 👑ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઇની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’👑
‘ગાંધીજીની કોંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરંતુ એક બાદશાહખાન પર્વતની જેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા..ધૈર્ય એ બાદશાહખાનની પોલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઇચારો અને ધૈર્યમાં છે.’
બાદશાહખાન કોંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી.આઝાદી વખતે તેમને પઠાણો માટે ✏️‘પખ્તૂનિસ્તાન’ 👇જોઇતું હતું.

👉ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સંિધ, બલુચિસ્તાન અને બંગાળ જેમ અનુક્રમે પંજાબી, સંિધી, બલુચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઇએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જે કંઇ માગણી છે તે નામ અંગેની છે.’ પરંતુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી.
👉સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઇએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે, પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્ગાર કાઢતાં કહ્યું હતું,‘તમે અમને વરુઓના ભરોસે થોડી દીધા.’😔😔😔
👉પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફેરવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુલમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે.
📌📌 ખુદાઇ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જેલમાં પુરવામાં આવ્યા. જેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી.
✏️👉 ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દિ વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરંજિત હતું. એ જોઇને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. 😒
📌ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. 
📌તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇંદિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઇને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન 👉🐾‘નિશાન-એ-પાકિસ્તાન’🐾👉 આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો.
😡😡😡
👉જાન્યુઆરી ૨૦,૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય હંિમતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરંતુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઇ ગઇ છે.
🙏🙏🙏🙏🙏🙏🤐🤐🤐🤐
✍✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment