Tuesday, June 11, 2019

રામ પ્રસાદ 'બિસ્મિલ' --- Ram Prasad 'Bismil'

⚔⚔રામ પ્રસાદ 'બિસ્મિલ'⚔⚔

♦️♦️‘સરફરોશી કી તમન્ના’ને સૂત્ર બનાવી દેશના ધબકારામાં પરિવર્તિત કરવાવાળા સ્વતંત્રતા સેનાની શહીદ રામ પ્રસાદ બિસ્મિલનો આજે ૧૨૦મો જન્મદિવસ છે. 
૧૧ જુન ૧૮૯૭ના રોજ જન્મેલા બિસ્મિલ ફક્ત ૩૦ વર્ષની ઉમરે હસતા હસતા ફાંસીના ફંદે ચડી ગયા હતા અને દેશ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરવાથી પાછળ નોહતા હટ્યા.

♻️🔰બિસ્મિલને દુનિયા એક ક્રાંતિકારી તરીકે યાદ રાખે છે પરંતુ તમને જણાવી દઈએ કે તેઓ ફક્ત એક શાયર જ નોહતા પણ ઇતિહાસકાર અને અનુવાદક પણ હતા. ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં મુરલીધર અને મુલમતીના ઘરમાં જન્મી બિસ્મિલે અંગ્રેજી સ્કુલમાં શિક્ષણ લીધું હતું. જો કે તેમણે હિન્દી તેમના પિતા અને ઉર્દુ એક મૌલવી પાસે શીખી હતી. બિસ્મિલને તેમના મિત્રો શબ્દોના જાદુગર કહ્યા કરતા હતા. બિસ્મિલ શાયર હતા અને ઉર્દુ તેમજ હિન્દી બન્ને ભાષાઓ પર તેમનું સારું પ્રભુત્વ હતું.

♻️♻️♻️કેવી રીતે રચવામાં આવી ‘સરફરોશી કી તમન્ના’♻️♻️

બિસ્મિલની સૌથી પ્રખ્યાત રચના ‘સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ રચવા પાછળ પણ એક રોચક કહાની છે. દુનિયા જાણે છે કે બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં જીગરી દોસ્ત હતા.

❓❓❓શું હતો કાકોરી કાંડ❔❔❔

બિસ્મિલ અને તેના સાથીઓને જો કોઈ ઘટના માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે તો તે છે કાકોરી કાંડ. બિસ્મિલે પોતાના સાથીઓ સાથે મળીને ૯ ઓગષ્ટ ૧૯૨૫ ના રોજ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. બિસ્મિલની યોજના અનુસાર દળના જ એક પ્રમુખ સભ્ય રાજેન્દ્રનાથ લાહિડીએ ૯ ઓગ્ષ્ઠ ૧૯૨૫ના રોજ લખનૌ જિલ્લાના કાકોરી રેલવે સ્ટેશનથી છુટેલી આઠ ડાઉન સહારનપુર-લખનૌ પેસેન્જર ટ્રેનને ચેન ખેંચી રોકી અને બિસ્મિલના નેતૃત્વમાં અશફાક ઉલ્લા, પંડિત ચંદ્રશેખર આઝાદ અને છ અન્ય સહયોગીઓની મદદથી સમગ્ર ટ્રેન પર હુમલો બોલાવી સરકારી ખજાનો લુંટી લીધો હતો

🙏🙏બાદમાં બિસ્મિલ સહીત 3 ક્રાંતિકારીઓને બ્રિટીશ હકૂમતે ફાંસીની સજા સંભળાવી હતી. ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ગોરખપુર જેલમાં બિસ્મિલને ફાંસી આપવામાં આવી હતી.

🔰✅🔰સ્વતંત્રતા સેનાની રામ પ્રસાદ'બિસ્મિલ'ની અજાણી વાતો✅🔰✅

રામ પ્રસાદ'બિસ્મિલ'ભારતના અગ્રણી સ્વતંત્રતા સેનાની ઉપરાંત ઉચ્ચ દરજ્જાના શાયર, ઈતિહાસકાર અને સાહિત્યકાર હતા. જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતી આપી દીધી. 
♻️ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુરમાં જન્મેલા રામ પ્રસાદજીને 30 વર્ષની ઉમંરે 1984માં ભારત સરકારે ગોરખપુર જેલમાં ફાંસી આપી દીધી હતી.
♻️💠♻️'બિસ્મિલ'તેમનું ઉર્દૂ તખલ્લુસ (ઉપનામ) હતું જેનો અર્થ થાય આત્માથી દુ:ખી. 
♻️🔰11 વર્ષના ક્રાંતિકારી જીવનમાં તેમણે અનેક પુસ્તકો લખ્યા, જેમાના 11 તો તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશીત પણ થયા. અંગ્રેજોએ એ તમામ પુસ્તકો જપ્ત કરી લીધા હતા.
♻️🔰♻️🔰રામ પ્રસાદ'બિસ્મિલ'ના એક ભાઈનું બાળપણમાં જ મોત નિપજ્યું. અનેક માનતાઓ માનીને કેટલાય તાવીજો અને રક્ષા કવચોથી તેમના દાદાજીએ તેમના રક્ષણનો પ્રયાસ કર્યો હતો. કમનસિબે ઘરમાં બાળકોનો રોગ પગ કરી ગયો હતો. જન્મના એક-બે મહિના બાદ રામ પ્રસાદમાં પણ પ્રથમ બાળકો જેવા જ લક્ષણો દેખાવા લાગ્યા. ♻️કોઈએ કહ્યું કે બાળકના માથેથી સફેદ સસલું ઉતારીને છોડી મુકો, જો રોગ હશે તો સસલું તરત મરી જશે. અને બન્યું પણ એવું જ. એક સફેદ સસલું જેવું રામ પ્રસાદના શરીર પર ફેરવીને છોડવામાં આવ્યું તેણે ત્રણ-ચાર આંટા માર્યા અને મરી ગયું.

⭕️⭕️⭕️
એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. 
♠️૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા.
🇮🇳🇮🇳ભારતની આઝાદીમાં જેમણે પોતાનું રક્ત વહાવીને તિરંગામાં કેસરિયો રંગ શોભાવ્યો છે એવા દેશના ક્રાંતિકારીઓ આપણા દેશની શાન છે. ક્રાંતિકારીઓમાં આવું અણમોલ રતન હતા- પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.

🇮🇳🇮🇳માત્ર 30 વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી. 
🎯અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી 👁‍🗨કાંકોરીટ્રેન👁‍🗨 લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે, પણ એ સિવાય તેઓ એક ઉમદા શાયર હતા.
📝તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી. ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું. એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ 
🖍🖊બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચડી જતા.

📌📌📌9 ઓગસ્ટ 1925ના દિવસે થયેલી કાંકોરીલૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે ⚖⚖⚖⚖એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને 19 ડિસેમ્બર, 1927ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલજીને ફાંસી આપી દેવામાં આવી.

💈🛡30 વર્ષની વયે તેમણે એવું જીવન જીવ્યું કે જેના કારણે આજે 89 વર્ષ પછી પણ તેમને આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.

🗣🗣🗣બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર એકસરખી પક્કડ હતી. એ કારણે તેમની રચનાઓમાં પણ એ સુમેળ બરાબર સધાયો હતો. 

🗣🗣🗣તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ...

✅” હિંદુસ્તાન રીપબ્લિકન આર્મી ” ના નામે ક્રાન્તિકારીઓ આઝાદી માટે લડત ચલાવતા હતાં.✅✅

૯-ઓગષ્ટ-૧૯૨૫ સની મિટીંગમાં કાકોરી કાન્ડનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જેમાં આખો પ્લાન પાર પાડવાનું કામ જેમણે લીધું હતું તે ક્રાન્તિકારીઓના નામ- ચંદ્રશેખર આઝાદ ( તિવારી ) આઝાદ નામ તેમણે અંગ્રેજોએ પુચ્છ્યુ ત્યારે કહ્યું હતું નામ મારું આઝાદ. રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, અશ્ફાક ઉલ્લાંખાં, મન્મથનાથ ગુપ્તા, બનવારી લાલ, સચિન્દ્ર બક્ષી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, મુકુન્દી લાલ. આ શહીદોના આત્માઓને આજના ભ્રષ્ટ નેતાઓની જમાત જોઇને કેટલો અફસોસ થતો હશે ?

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
રામ પ્રસાદ 'બિસ્મિલ'ના જન્મ દિવસ હું યુવરાજસિંહ જાડેજા આજે વાત લઇને આવ્યો છું.. અશફાક અને રામ પ્રસાદ બિસ્મિલની જીગરજાન મિત્રતાની..હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


લગભગ ૯૦ વર્ષ પહેલાની એ ઘટના આજે પણ યાદ કરતા કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિનું મસ્તક ફક્ર થી ઊંચું થઇ જાય અને આંખો ઉભરાઇ જાય. ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ફૈઝાબાદની જેલમાં કાકોરી કાંડના ક્રાંતિકારી ૨૭ વર્ષના યુવાન અશફાક ઉલ્લાહ ખાનને ફાંસી આપવામાં આવી.અશફાક અને રામ પ્રસાદ બિસ્મિલ બંને જીગરજાન મિત્રો હતા. બંને હિંદુ મુસ્લિમ એકતાના પ્રતિક હતા. બંને શાયર હતા.
👉 રામ પ્રસાદનું તખલ્લુસ "બિસ્મિલ" હતું. જયારે 
👉અશફાક ""વારીસ" અને " હસરત" ના તખલ્લુસથી શાયરી કરતા હતા. 
👉૧૯૨૨માં ગાંધીજીના અસહકાર આંદોલન માટે જન જાગૃતિ આણવા શાહજહાંપુરમાં એક મીટીંગનું આયોજન રામપ્રસાદ બીસ્મિલ્લે કર્યું હતું. 
👉એ મીટીંગમાં યુવા અશફાક પણ ગયો હતો. ત્યારે બિસ્મિલ અને અશફાકની પ્રથમ મુલાકાત થઇ. અને તે જીન્દગી ભર ટકી રહી.👏👏 અશફાક એક પાબંધ મુસ્લિમ હતો. રામપ્રસાદ ચુસ્ત આર્યસમાજી હતા. છતાં બંનેની મિત્રતામાં ક્યાય ધર્મની દીવાલ ન હતી. 
👉બિસ્મિલ પોતાની કૃતિ અશફાક ને સંભાળવાતો અને અશફાક પોતાની તાજી શાયરી બિસ્મિલને સંભળાવાતો. અને બંને એકબીજાની રચનામાં સુધાર વધાર સૂચવતા.આમ બંને વચ્ચેની દોસ્તી વધુને વધુ ઘાટી બનતી ગઈ. 
👉ગાંધીજીએ અસહકાર આંદોલન મુલતવી રાખ્યું. એ ઘટના બંને ક્રાંતિકારીઓ માટે આધાત જનક હતી. પરિણામે બંને મિત્રો હિંસક ક્રાંતિના માર્ગે વળ્યા. અને ક્રાંતિકારી સંગઠન 👍👍"હિન્દોસ્તાન રીપબ્લીકન એસોસિએશન" 👍👍ના સભ્ય બન્યા. 

💪🇮🇳🇮🇳ભારતના આઝાદીના ઇતિહાસમાં કાકોરી કાંડ તરીકે જાણીતી ઘટનામાં બંનેએ ખભેથી ખભો મિલાવી અંગ્રેજ તિજોરીને લુંટવાનું કાર્ય કર્યું. પરિણામે અશફાક ઉલ્લાહ ખાનને ફાંસીની સજા થઈ.

🎯ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ૨૨ ઓક્ટોબર ૧૯૦૦ના રોજ જન્મેલ અશફાકે ફાંસીની સજાના થોડા કલાકો પૂર્વે પોતાની મનોદશાને એક શાયરની અદાથી વ્યકત કરતા લખ્યું હતું,

🗣🗣"કિયે થે કામ હમને ભી જો કુછ ભી હમ સે બન પાયા

યે બાતે તબ કી હૈ આઝાદ થે, થા શબાબ અપના

મગર અબ તો જો કુછ હૈ ઉમ્મીદે બસ વો તુમ સે હૈ

જાબાં તુમ હો લબે-બામ આ ચુકા હૈ આફતાબ અપના"👏👏👏

👉૧૯ ડિસેમ્બરે ફાંસીના માંચડે ચડતા પહેલા પોલીસે અશફાકના હાથોની સાંકળો ખોલી નાંખી. ફાંસીના માંચડે પહોંચી સૌ પ્રથમ તેણે ફાંસીનું દોરડું ચૂમ્યું. પછી આકાશ તરફ નજર કરી ખુદાને સંબોધતા તેણે કહ્યું,

🗣🗣👌"હે ખુદા,મારા હાથો માનવ હત્યાથી ખરડાયેલા નથી. મારા પર મુકવામાં આવેલ આરોપ તદન ખોટા છે. મેં જે કઈ કર્યું છે તે મારા દેશને આઝાદ કરાવવા કર્યું છે. અલ્લાહ તું મારો ઈન્સાફ કરજે"✅✅

💐💐અને અશફાક દેશની આઝાદી કાજ ફાંસીના માંચડે લટકી ગયો. એ દિવસ ભારતમાતાના એક સપૂતની શહાદતથી ગમગીન બની ગયા. 
🎋🎋હિન્દીના સુપ્રસિદ્ધ કવિ અગ્નિવેશ શુકલએ🌷 "અશફાક કી આખરી રાત"🌷 નામક એક હદય સ્પર્શી કાવ્ય લખ્યું છે. જેમાં ફાંસી પૂર્વેની અંતિમ અંતિમ રાત્રની અશફાકની મનોદશાનું અદભુત ચિત્રણ કરવામાં આવેલ છે. એ કાવ્યની કેટલીક પંક્તિઓ માણવા જેવી છે.

😰😰"जाऊँगा खाली हाथ मगर ये दर्द साथ ही जायेगा,
जाने किस दिन हिन्दोस्तान आज़ाद वतन कहलायेगा?

🇮🇳बिस्मिल हिन्दू हैं कहते हैं "फिर आऊँगा,फिर आऊँगा,
फिर आकर के ऐ भारत माँ तुझको आज़ाद कराऊँगा".

🇮🇳जी करता है मैं भी कह दूँ पर मजहब से बंध जाता हूँ,
मैं मुसलमान हूँ पुनर्जन्म की बात नहीं कर पाता हूँ;

हाँ खुदा अगर मिल गया कहीं अपनी झोली फैला दूँगा,
और जन्नत के बदले उससे यक पुनर्जन्म ही माँगूंगा."


✅✅કવિ અગ્નિવેશના આ કાવ્યમાં એક ક્રાંતિકારીની વ્યથા વ્યક્ત થાય છે. ભારતની આઝાદીનું સ્વપ્ન લઈને મૌતને ભેટવા જઈ રહેલા અશફાક કહે છે,

🎋😖"અત્યંત દુઃખ સાથે હું ખાલી હાથે જાઉં છું. ભારત ક્યારે આઝાદ થશે એ તો મૌતની આ ક્ષણે મને ખબર નથી. મારો મિત્ર બિસ્મિલ કહે છે હું ભારતને આઝાદ કરવા હું પુનઃ જન્મ લઇ પાછો આવીશ. પણ ઇસ્લામ પુનઃ જન્મમાં માનતો નથી. એટલે મૃત્યુ પછી ઉપર મને ખુદા મળશે તો હું ઝોળી ફેલાવીને તેને વિનંતી કરીશ કે હે ખુદા, મને જન્નતના બદલે એક ઔર જન્મ આપ, જેથી હું મારા દેશને આઝાદ કરાવી શકું"

🇮🇳🇮🇳આ જઝબાત એ યુગના ક્રાંતિકારીઓમાં સામાન્ય હતો. દેશ માટે મરવાની તેમની પ્રબળ તમન્ના દેશ માટે ગમેતે ખતરનાક કાર્ય કરવા તેમનેબળ આપતી. એવા મનોબળમાંથી જ કાકોરી કાંડનો જન્મ થયો હતો. કાકોરી કાંડની ઘટના પણ જાણવા જેવી છે.

♻️💠✅"હિન્દોસ્તાન રીપબ્લીકન એસોસિએશન" ના સભ્યો સ્પષ્ટ માનતા હતા કે અસહકાર આંદોલન જેવા અહિંસક આંદોલન દ્વારા આઝાદીને મંઝીલ સુધી પહોચવું અશક્ય છે. પરિણામે હિંસક આંદોલન અનિવાર્ય છે. પણ એ માટે બંદુકો અને બોંબ જોઈએ.💣🔫 ૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ શાહજહાંપુરમાં ક્રાંતિકારીઓની એક મીટીંગ મળી. લાંબી ચર્ચાને અંતે નાણા મેળવવવા સરકારી તિજોરીલુંટવાનું આયોજન કરવામાં આવ્યું .
⚔ ૯ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ સરકારી તિજોરી લઈને જતી 🚂🚂૮ ડાઉન સહરાનપુર-લખનૌ પેસેન્જર ટ્રેન🚂🚂 અટકાવીને તિજોરી લૂંટવાનું નક્કી થયું. 
🇮🇳👉🎯રામ પ્રસાદ બિસ્મિલની નેતાગીરી નીચે અશફાક ઉલ્લાહ ખાન, રાજેન્દ્ર લાહડી, સચિન્દ્ર નાથ બક્ષી, ચંદ્ર શેખર આઝાદ, કેશબ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુન્દ લાલ, મનમંથ નાથ ગુપ્તા અને મુરલી લાલના નામો નક્કી થયા.

📢📢યોજના મુજબ અશફાક ઉલ્લાહ, રાજેન્દ્ર લાહડી અને સચિન્દ્ર નાથ ત્રીજા વર્ગના ડબ્બામાં બેઠા. ચાર ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વ નીચે બીજા વર્ગના ડબ્બામાં બેઠા. કાકોરી રેલ્વે સ્ટેશનેથી નીકળી ટ્રેન જયારે કાકોરી અને આલમનગર વચ્ચેના જંગલમાંથી પસાર થઇ ત્યારે બીજા વર્ગ બેઠેલા રામપ્રસાદે સાંકળ ખેંચી.ગાડી ઉભી રહેતા જ એક ક્રાંતિકારી એ હવામા ગોળીબાર કરી, પેસેન્જરોને ગાડીમાંથી ઉતરવા મનાઈ કરી. તુરત રામપ્રસાદ ગાર્ડ પહોંચી ગયા. અને બંદુકની અણીએ ગાર્ડને ડબ્બામાંથી ઉતારી જમીનમાં ઉંધો સુવડાવી દીધો. આ પછી અશફાક ઉલ્લાહએ તિજોરી પાસે ઉભેલા પોલીસને ડબ્બામાંથી નીચે ઉતારી દીધો. એ પછી તિજોરી તોડી એક ચાદરમાં પોણા પાંચ હજાર રૂપિયા ભર્યા. 📌અશફાકે કાર્ય પૂર્ણ થયાનો સંકેત આપવા પુનઃ હવામાં ગોળીબાર કર્યો. અને બધા ક્રાંતિકારીઓ એક સ્થાન પર એકત્ર થઈ ગયા. પછી આખી ટોળકી એન્જીનડ્રાયવર પાસે પહોંચી અને તેને ગાડી ચાલુ કરવા હુકમ કર્યો. આમ ગાડી પુનઃ ગતિમાં આવી. એ સાથે જ બધા ક્રાંતિકારીઓ રૂપિયા પોણા પાંચ હજારની લૂંટ કરી હવામાં ઓગળી ગયા. ♻️💠♻️💠

🇮🇳🇮🇳👉આ ઐતિહાસિક ઘટનાએ અગ્રેજ શાશનની ઊંઘ હરામ કરી દીધી. સરકારે ખુફિયા પોલીસના 😧શ્રી હાર્ટનને સમગ્ર તપાસ સોંપી. સરકારનો જાપ્તો વધતા તમામ ક્રાંતિકારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. 
👉૧૯૨૫ના મેં માસમાં કાકોરી કાંડના ક્રાંતિકારીઓની ધરપકડનો દોર આરંભાયો. 👉ઇ.સ ૧૯૨૬ના મેની ૨૧મી તારીખે લખનૌ કોર્ટમાં કેસ ચાલ્યો. 
👉ઈ.સ. ૧૯૨૭ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખે સેશન જજે ચુકાદો આપ્યો. 🙌જેમાં રામ પ્રસાદ, અશફ્ક ઉલ્લાહ, રાજેન્દ્ર લહિડીને ફાંસીની સજા આપવામાં આવી.
😿😿 એ મુજબ ૧૯ ડીસેમ્બર ૧૯૨૭ના રોજ ફૈઝાબાદની જેલમાં અશફાક ઉલ્લાહ ખાનને ફાંસીની સજા આપવામાં આવી.

🔰રામ પ્રસાદ બિસ્મિલ પોતે પ્રખર હિન્દુવાદી અને આર્ય સામાજી હતા. તેઓ નીડરતાથી મુસલમાનોની શુદ્ધિ અને ઘર વાપસી કરાવતા. (રામ પ્રસાદ બિસ્મિલની આત્મકથા વાંચો)
🗣તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ...

👿આજે આ ઘટનાને લગભગ ૯૦ વર્ષ થયા. છતાં ક્રાંતિકારીઓની આ શહાદત આજે પણ આપણા રુવડા ઉભા કરી દે છે. એ બાબત જ તેમની શહાદતનું સાચું મુલ્ય વ્યક્ત કરે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👏👏👏👏👏👏👏👏👏👏👏
सरफ़रोशी की तमन्ना (1920)
by राम प्रसाद 'बिस्मिल'
👏👏👏👏👏👏👏👏👏👏👏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में है?
वक्त आने दे बता देंगे तुझे ऐ आस्माँ!हम अभी से क्या बतायें क्या हमारे दिल में है?

एक से करता नहीं क्यों दूसरा कुछ बातचीत,देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है।
रहबरे-राहे-मुहब्बत! रह न जाना राह में, लज्जते-सेहरा-नवर्दी दूरि-ए-मंजिल में है।

अब न अगले वल्वले हैं और न अरमानों की भीड़,एक मिट जाने की हसरत अब दिले-'बिस्मिल' में है ।
ए शहीद-ए-मुल्को-मिल्लत मैं तेरे ऊपर निसार, अब तेरी हिम्मत का चर्चा गैर की महफ़िल में है।

खींच कर लायी है सब को कत्ल होने की उम्मीद, आशिकों का आज जमघट कूच-ए-कातिल में है।
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में है?

है लिये हथियार दुश्मन ताक में बैठा उधर, और हम तैय्यार हैं सीना लिये अपना इधर।
खून से खेलेंगे होली गर वतन मुश्किल में है, सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है।

हाथ जिनमें हो जुनूँ , कटते नही तलवार से, सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से,
और भड़केगा जो शोला-सा हमारे दिल में है , सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है।

हम तो निकले ही थे घर से बाँधकर सर पे कफ़न,जाँ हथेली पर लिये लो बढ चले हैं ये कदम।
जिन्दगी तो अपनी महमाँ मौत की महफ़िल में है, सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है।

यूँ खड़ा मकतल में कातिल कह रहा है बार-बार, "क्या तमन्ना-ए-शहादत भी किसी के दिल में है?"
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में है?

दिल में तूफ़ानों की टोली और नसों में इन्कलाब, होश दुश्मन के उड़ा देंगे हमें रोको न आज।
दूर रह पाये जो हमसे दम कहाँ मंज़िल में है ! सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है ।

जिस्म वो क्या जिस्म है जिसमें न हो खूने-जुनूँ, क्या वो तूफाँ से लड़े जो कश्ती-ए-साहिल में है।
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है । देखना है ज़ोर कितना बाज़ु-ए-कातिल में है ??

-पं० राम प्रसाद 'बिस्मिल'
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✅सरफरोशी की तमन्ना भारतीय क्रान्तिकारी बिस्मिल अज़ीमाबादी द्वारा लिखित एक प्रसिद्ध देशभक्तिपूर्ण गजल है जिसमें उन्होंने आत्मोत्सर्ग की भावना को व्यक्त किया था। ✅ उनकी यह तमन्ना क्रान्तिकारियों का मन्त्र बन गयी थी✅ यह गजल उर्दू छ्न्द बहरे-रमल में लिखी गई है जिसका अर्कान (छन्द-सूत्र) है: 
✅"फाइलातुन, फाइलातुन, फाइलातुन, फाइलुन"। 
✅ हिन्दी में यदि इसे
देवनागरी लिपि में लिखा जाये तो यह परिवर्तित अष्टपदीय गीतिका छन्द के अन्तर्गत आती है इस छन्द का सूत्र है: "राजभा गा, राजभा गा, राजभा गा, राजभा" ।

♻️♻️मैनपुरी षडयन्त्र व काकोरी काण्ड में शामिल होने वाले भारत के एक महान क्रान्तिकारी नेता रामप्रसाद 'बिस्मिल' ने न सिर्फ इसे लिखा बल्कि मुकदमे के दौरान अदालत में अपने साथियों के साथ सामूहिक रूप से गाकर लोकप्रिय भी बनाया 

🇮🇳💠 ।'बिस्मिल' ने इसे भारतीय स्वतन्त्रता संग्राम के नौजवान स्वतन्त्रता सेनानियों के लिये सम्बोधि-गीत के रूप में लिखा था। 'बिस्मिल' की शहादत के बाद इसे स्वतन्त्रता सेनानियों की नौजवान पीढ़ी जैसे शहीद भगत सिंह तथा चन्द्रशेखर आजाद आदि के साथ भी जोड़ा जाता रहा है।
🇮🇳👁‍🗨🇮🇳बंकिमचन्द्र चट्टोपाध्याय द्वारा रचित वन्दे मातरम जैसे सुप्रसिद्ध गीत के बाद बिस्मिल अज़ीमाबादी की यह अमर रचना, जिसे गाते हुए न जाने कितने ही देशभक्त फाँसी के तख्ते पर झूल गये, उसके वास्तविक इतिहास सहित नीचे दी जा रही है।
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment