Thursday, June 13, 2019

કુમાર શ્રી દિલીપસિંહજી --- Kumar Shri Dilip Singh ji

Yuvirajsinh Jadeja:
🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾
⚾️⚾️કુમાર શ્રી દુલીપ સિંહજી👑👑
🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏🎾🏏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎾👉ગુજરાતે ભારતને ઘણા સ્ટાર ક્રિકેટર્સ આપ્યા છે.🔘તેમાં પણ સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ ભારતીય ટીમને અમૂલ્ય યોગદાન પણ આપ્યું છે.👁‍🗨👁‍🗨13 જૂનના દિવસે આવા જ એક સૌરાષ્ટ્રના એક બાપુ ક્રિકેટનો જન્મ દિવસ છે.💠🔰🇮🇳આ બાપુ ક્રિકેટર છે કુમાર શ્રી દુલીપ સિંહજી.💠♻️💠

👉ઈંગ્લેન્ડમાં સ્મિથના નામે જાણીતા

📌પરંતુ આ ગુજરાતી ક્રિકેટરની ખાસ વાત એ છે કે તેઓ ભારત તરફથી નહીં પરંતુ🎾 ઈંગ્લેન્ડ 🎾તરફથી ક્રિકેટ રમ્યા હતા.✅✅જોકે,તેઓ વધારે ટેસ્ટ મેચ નહોતા રમી શક્યા પરંતુ તેમ છતાં તેમની રમત અને તેમની ટેક્નિક પર ક્રિકેટ જગત ફીદા છે.જોકે,ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો હતો.🎾

♦️⭕️🇮🇳કુમાર શ્રી દુલીપસિંહજીનો જન્મ 13 જૂન 1905માં કાઠિયાવાડના સરોદરમાં થયો હતો. 
⭕️🔘દુલીપસિંહજીના કાકા રણજીતસિંહજી પણ ક્રિકેટમાં પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે. આ બન્ને 🇮🇳લિજેન્ડરી ક્રિકેટરના🇮🇳 નામ પરથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ટ્રોફી 🏆રણજી ટ્રોફી🏆 અને 🏆દુલીપ ટ્રોફી🏆 રમાય છે.

✅ રણજીતસિંહજી દુલીપસિંહજીના કોચ અને મેન્ટર હતા અને તેમના આદર્શ પણ હતા.

👉👉રાજ્યના મહારાજા કુમાર દુલીપસિંહજી (1905-1959)નાં નામે આ પ્રથમ કક્ષાની સ્થાનિક લીગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. જે 👉ટેસ્ટ મેચ👈 ફોર્મેટ અનુસાર રમાય છે. દુલીપસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અને બાદમાં ઈંગ્લેન્ડના ગ્લુશ્ટરશાયરની ચેલ્ટનહેમ કોલેજમાં ભણ્યા હતા.

🎾🎾1921માં દુલીપસિંહજી ઈંગ્લેન્ડના ચેલ્ટનહામ આવ્યા હતા અને ત્યાં સ્કૂલમાં જ તેમણે તેમની ક્રિકેટ પ્રતિભાનો પરચો આપી દીધો હતો. 🔘♦️કોલેજના પ્રથમ વર્ષમાં તેમણે 31ની એવરેજથી રન બનાવ્યા હતા અને 39 વિકેટ લીધી હતી. તો બીજા વર્ષમાં તેમણે 26ની સરેરાશ સાથે રન બનાવવા ઉપરાંત પચાસ વિકેટ પણ લીધી હતી. જ્યારે ત્રીજા વર્ષે તેમણે 52ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા.

👉1927
માં યોર્કશાયર વિરૂદ્ધ 101 રન બનાવીને તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટ કેરીયરની શાનદાર શરૂઆત કરી. થોડા જ દિવસો પછી તેમણે તેમની યુનિવર્સિટી ટીમ તરફથી રમતા નોટઆઉટ રહીને 254 રન બનાવ્યા. તેમનો આ સ્કોર વર્ષો સુધી તેમની યુનિવર્સિટીના શ્રેષ્ઠ સ્કોર તરીકે અકબંધ રહ્યો.

👉1929
થી 1931 દરમિયાન ત્રણ વર્ષોમાં તેમણે 55ની સરેરાશે કુલ 7793 રન બનાવ્યા. 1930માં તેમણે નોર્થેમ્પ્ટનશાયર વિરૂદ્ધ રમતા એક જ દિવસની રમતમાં 333 રન બનાવ્યા. જે આજે પણ કાઉન્ટી ક્રિકેટમાં એક રેકોર્ડ છે. તેમણે તે જ સત્રમાં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ પદાર્પણ કરતા ઓસ્ટ્રેલીયા વિરૂદ્ધ 173 રન બનાવ્યા.

🎯દુલીપસિંહજીએ ઈંગ્લેન્ડ તરફથી 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. જેમાં તેમણે 49.95ની સરેરાશ સાથે 15485 રન બનાવ્યા હતા. 👉જેમાં તેમણે 50 સદી ફટકારી હતી. જ્યારે 64 અડધી સદી ફટકારી હતી. 👉તેમનો સર્વોચ્ચ સ્કોર 333 રનનો રહ્યો હતો. ખરાબ તબિયતના કારણે તેમણની ટેસ્ટ કારકિર્દી વધારે લાંબી નહોતી થઈ શકી. 💠તેમણે 12 ટેસ્ટ મેચમાં 58.52ની સરેરાશ સાથે 995 રન બનાવ્યા હતા.👉 જેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે.

📌📌✅✅દુલીપસિંહજી માટે 7 મે 1930નો દિવસ રેકોર્ડબ્રેક દિવસ રહ્યો હતો. આ દિવસે તેમણે✅ હોવ✅ ખાતે એક તોફાની ઈનિંગ્સ રમી હતી. ♦️દુલીપસિંહજીએ સસેક્સ તરફથી રમતા આ દિવસે સાડા પાંચ કલાકમાં જ રનોનો વરસાદ કરતા⭕️ 333 ⭕️રનની ઈનિંગ્સ રમી હતી. 🔘73 વર્ષ સુધી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર તરીકે આ રેકોર્ડ અતૂટ રહ્યો હતો.

🔘💠👉દુલીપસિંહજીએ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ 🔰ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 👮હાઈકમિશ્નર👮 તરીકે સેવાઓ આપી હતી. 
👉બાદ તેઓ ઓલ ઈન્ડિયા કાઉન્સિલના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા.
👁‍🗨ભારત આવ્યા બાદ તેઓ નવાનગર (જામનગર)ના 👑મહારાજ બન્યા હતા અને લોક સેવાના કામ કર્યા હતા. 
💐5 ડિસેમ્બર 1959ના રોજ બોમ્બે (હાલમાં મુંબઈ) ખાતે હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું.💐

👉👉ટેસ્ટ રેકોર્ડ
12
ટેસ્ટ, 19 દાવ, 2 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 173, 995 રન, સરેરાશ 58.52, 3 સદી, 5 અર્ધસદી, 10 કેચ.

👉પ્રથમ શ્રેણી રેકોર્ડ
205
મેચ, 333 દાવ, 23 વખત નોટઆઉટ, શ્રેષ્ઠ સ્કોર 333 રન, કુલ 15485 રન, સરેરાશ 49.95, 50 સદી, 256 કેચ.
1345 રનમાં 28 વિકેટ, સરેરાશ 48.03, શ્રેષ્ઠ બોલીંગ 49 રનમાં 4 વિકેટ.


✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment