Tuesday, May 7, 2019

પન્નાલાલ નાનાલાલ પટેલ ---- Pannalal Nakhalal Patel

જ્ઞાન સારથિ, [06.04.17 15:14]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏📚🙏📚🙏📚🙏📚

પન્નાલાલ નાનાલાલ પટેલ

🙏📚🙏📚🙏📚🙏📚
 (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)

📚 ગજરાતી સાહિત્યકાર . તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી (૧૯૪૦) અને વાત્રકને કાંઠે (૧૯૫૨), અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને ભાંગ્યાના ભેરુ (૧૯૫૭), અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે.
🕍 ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
💐 અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.💐




🚩🏆તમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમના સર્જનનું નાટકો અને ચલચિત્રોમાં પણ રુપાંતર થયું છે

🎖🎯૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ

•  1950  – રણજિતરામ સુવર્ણચંદ્રક
•  1985  – જ્ઞાનપીઠ એવોર્ડ

📘📙મખ્ય રચનાઓ📗📘

📚•  નવલકથા  –  વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ

📚•  નવલિકા – સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ

📙•  નાટક – જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ

📘•  ચિંતન – પૂર્ણયોગનું આચમન
📘•  આત્મકથા – અલપઝલપ
📓•  બાળ સાહિત્ય – દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
📚•  પ્રકીર્ણ – અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

📚પન્નાલાલ પટેલનું સાહિત્ય ક્ષેત્રે મોટું યોગદાન છે  . તેમણે લખેલી નવલકથાઓ , નવલિકાઓ , નાટક , બાળવાર્તા અને વાર્તા સંગ્રહ ખુબજ લોકપ્રિય અને યાદગાર છે . પન્નાલાલ પટેલે માના ખોળેથી ખેતર સુધી અને ખેતરથી જ્ઞાનપીઠ એવોર્ડ સુધી બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો છે અને તેનો નીચોડ તેમની કસાયેલી કલમના જાદુમાં વાચકોને માણવા મળે છે . તેમનો જન્મ માંડલી ગામમાં ગરીબ ઘરમાં થયો હતો . પન્નાલાલના પિતાનું પણ નાનપણમાં જ મુર્ત્યું થયું   હતું . પન્નાલાલે તેમની જિંદગીમાં ઘણી સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ કર્યો છે , જેમ કે બાળકનું મૃત્યુ , જીવલેણ બીમારી . પન્નાલાલે જીવનમાં ખેતીથી માંડીને ઘણા બધા નાના મોટા કામ કરીને જીવન ગુજાર્યું હતું .

📚🚩 પન્નાલાલ પટેલની કંકુ પણ યાદગાર નવલકથા છે . મિત્રો પણ આ નવલકથા લખતા પહેલા પન્નાલાલે કંકુ વાર્તા પ્રસ્થાન નામના સામાયિકમાં છપાય તે માટે તંત્રી સ્વ શ્રી રામનારાયણ પાઠકને મોકલી પણ તંત્રીશ્રીએ વિષય પ્રત્યેની નિર્બળતા એવી ટિપ્પણી કરી વાર્તા પરત કરી . પછી આ વાર્તા નવસૌરાષ્ટ્ર સામયિકમાં            શ્રી કકલભાઈએ દિવાળી અંકમાં છપાઈ ત્યારે એ સમયના પાંચ રૂપિયાનો પુરસ્કાર પ્રથમવાર કંકુએ પન્નાલાલને અપાવ્યો . કંકુ જનસત્તામાં નવલકથા રૂપે છપાતી . કંકુ પરથી કાંતિભાઈ રાઠોડે ફિલ્મ બનાવી . 👏👏👏ગજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ કંકુ લાવી . 👏👏👏જ તંત્રીશ્રી એ કંકુને નકારી તેમણે જ પછીથી પ્રસ્થાનમાં બીજી ઘણી વાર્તા છાપી અને સુખ દુઃખના સાથી નામના પુસ્તકમાં પ્રસ્તાવના પણ લખી છે .

✏️📝આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી.

📚📖 ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા 📕‘મળેલા જીવ’📕 (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે

📚👌‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.

અલબત્ત, સામાજિક વાસ્તવિક્તા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં રહે છે. એમનું લક્ષ્ય છે-માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો કરવા તરફ લક્ષ ન હોવા છતાં પાત્રના વિચાર અને લાગણીના આંતરદ્વન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે એના કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏



No comments:

Post a Comment