Tuesday, July 30, 2019

માધવસિંહ સોલંકી --- Madhavsinh Solanki

⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
🐾🐾માધવસિંહ સોલંકી🎋🎋
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જન્મ દિવસ 30 જુલાઈ

🎯માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને
👁‍🗨ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે.
👁‍🗨 તેઓએ ચાર વખત
ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. 
♦️🔰તેઓ ⭕️"ખામ થિયરી"⭕️ માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

🔰ગુજરાતના ૭માં મુખ્યમંત્રી🔰
પદભારનો સમયગાળો
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭
પૂર્વગામી રાષ્ટ્રપતિ શાસન
અનુગામી બાબુભાઈ જશભાઈ પટેલ


🔰પદભારનો સમયગાળો🔰
૭ જૂન, ૧૯૮૦ – ૬ જુલાઇ, ૧૯૮૫
પૂર્વગામી રાષ્ટ્રપતિ શાસન
અનુગામી અમરસિંહ ચૌધરી

🔰પદભારનો સમયગાળો🔰
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦
પૂર્વગામી અમરસિંહ ચૌધરી
અનુગામી ચીમનભાઈ પટેલ

💠👁‍🗨માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને 6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ લગી સૌથી વધુ ૧૪૯ બેઠકો મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ ૧૯૮૫માં ઘરભેગા કર્યા ત્યારે એમના અનુગામી તરીકે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી આવ્યા પછીના મુખ્ય પ્રધાન નક્કી કોઈ દલિત જ હશે એવી ચર્ચા ચાલેલી. જોકે ફરી રાષ્ટ્રીય રાજકારણમાંથી પરત આવી થોડા દિવસના સુલતાન તરીકે માધવસિંહે સરકારની ધુરા સંભાળી અને કોંગ્રેસની નૈયાને એવી ડૂબાડી કે જૂના કોંગ્રેસી ચીમનભાઈ પટેલ અને જૂના જનસંઘી કેશુભાઈ પટેલની મિશ્ર સરકાર રચાઈ. 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
મેયરપદ માટે ખાસ મિત્રો પણ કેવા દુશ્મન બની જાય છે એ દાખલો ૧૯૮૪માં જોવા મળ્યો હતો . મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને દલિત નેતા નરસિંહ મકવાણા એક સમયે ખાસ મિત્રો હતા . બંને સાથે રાજકારણમાં આવ્યા હતા . તેમની દોસ્તી વખણાતી હતી . પરંતુ રફીયુદ્દીન શેખના નિધન પછી ઇન્ચાર્જ મેયર બનેલા જેઠાભાઈ પરમારની મેયર તરીકે વરણી કરવાના મુદ્દે માધવસિંહ સોલંકી અને નરસિંહ મકવાણા સામસામે આવી ગયા હતા . મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી જેઠાભાઈ પરમારને મેયર બનાવવા માંગતા હતા . જ્યારે નરસિંહ મકવાણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સી . હીરાચંદને મેયર બનાવવાના મતના હતા .

અલબત્ત, વિજય તો મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો જ થયો હતો . આ સમયે દલિત નેતા નરસિંહ મકવાણાએ એવી દલીલ કરી હતી કે જેઠાભાઈ પરમારની સાથે એક પણ કોર્પોરેટર નથી . શહેરમાં ૧૯૭૦થી ૧૯૯૨ સુધી દલિત નેતા નરસિંહ મકવાણા અને મનુભાઈ પરમારનું વર્ચસ્વ હતું . ૮૦ ટકા કોર્પોરેટરો અને ધારાસભ્યો આ બંને જૂથના હતા અને તેઓ નક્કી કરે તેને જ ટિકિટ મળતી હતી . મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને સ્વ . રફીયુદ્દીન શેખ વખતે પોતાના ઉમેદવારને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નહીં બનાવી શકવાનો અફસોસ હજુ પણ હતો . આ વખતે તેમણે પૂરી તૈયારી કરી હતી . દલિત નેતા મકવાણાને સ્પષ્ટ કહી દેવાયું કે , ભલે જેઠાભાઈ પરમાર સાથે એક પણ કોર્પોરેટર ના હોય તેમ છતાં મેયર તેઓ જ બનશે .

અંતે ૨૭- ૪- ૧૯૮૪ના રોજ મ્યુનિસિપલ બોર્ડમાં જેઠાભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા . આમ , મેયરની ચૂંટણી માટે અમદાવાદમાં એ સમયે સતત ૧૫ દિવસ રાજકારણ ગરમ રહ્યું હતું . એ સમયે એવું કહેવાતું હતું કે કદાચ અમદાવાદમાં કોંગ્રેસના બે ભાગલા પડી જશે . જોકે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ભારે કુનેહ વાપરી મામલો થાળે પાડ્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઈતિહાસમાં જેઠાભાઈ પરમાર દલિત સમાજમાંથી આવેલા પ્રથમ મેયર બન્યા હતા .

મેયર તરીકે બિરાજેલા જેઠાભાઈ પરમારે શાસનકાળ દરમિયાન એક ઐતિહાસિક નિર્ણય કર્યો હતો . જેનો અમલ આજ દિન સુધી ચાલુ છે . તેમણે આખા શહેરમાં જ્યાં ઝૂંપડાં હતાં તેનો સર્વે કરાવ્યો હતો અને સર્વે બાદ એવો ઠરાવ પસાર કરાવ્યો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા વગર એક પણ ઝૂંપડું હટાવી શકાય નહીં. ઉપરાંત, તેમણે ઝૂંપડપટ્ટીમાં પાણી - ગટર તથા સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય પણ કર્યો હતો . એટલું જ નહીં , તેમણે ચાલીઓમાં જ્યાં જ્યાં સ્ટ્રીટ લાઈટ ન હતી ત્યાં માત્ર ~ ૧૦માં સ્ટ્રીટ લાઈટના થાંભલા નાંખવાનો નિર્ણય પણ કર્યો હતો .

👉શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હતો અને તેવા સમયે શરૂ થયેલા અનામત આંદોલને અમદાવાદ શહેરને કોમી તોફાનોમાં સપડાવી દીધું હતું . જેના કારણે અમદાવાદ ૧૫ વર્ષ પાછું ઠેલાઈ ગયું 

હતું . ફેબ્રુઆરી ૧૯૮૫ના રોજથી અનામત આંદોલનનું સ્વરૂપ કોમી તોફાનોમાં ફેરવાઈ ગયું હતું . આ તોફાનમાં ૨૭૫ લોકોના મોત નિપજ્યા હતાં અને હજારો લોકોને ઈજા થઈ હતી . આ તોફાને શહેરને બરબાદ કરી નાંખ્યું હતું . લોકોની માલ મિલકતને ભારે નુકસાન પહોંચ્યું હતું . આ તોફાને ગુજરાતના રાજકારણને નવી દિશા આપી . કોમી તોફાનો ફેબ્રુઆરીથી જુલાઈ ૧૯૮૫ સુધી સતત છ મહિના ચાલ્યાં હતાં . જેમાં ~ ૨૨૦૦ કરોડનું નુકસાન થયું હતું .

👉👇આ તોફાને ઐતિહાસિક ૧૪૯ બેઠકો સાથે સત્તા હાંસલ કરનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ભોગ લીધો હતો . આ છ મહિનામાં કોઈ સરકાર કે તંત્ર કામ કરી શક્યું ન હતું અને પરિણામે અમદાવાદ જ્યાં હતું તેના કરતાં પણ ઘણું પાછું ધકેલાઈ ગયું હતું . કોટ વિસ્તારમાં તોફાનો પછી પણ છ માસ સુધી સન્નાટો રહ્યો હતો . માર્ગો સૂમસામ હતા , બહારગામના લોકો અમદાવાદમાં ખરીદી કરવા આવતા ડરતા હતા . આ સ્થિતિમાં શહેરની ઘણી માર્કેટ નદીની પેલે પાર જવાની શરૂઆત થઇ ગઇ હતી . મેયર જેઠાભાઇ પરમારે શહેરમાં કોમી સૌહાર્દ જળવાઇ રહે તેવા ઘણા પ્રયત્નો કર્યા હતા .

👉સાથો સાથ શહેરના શ્રેષ્ઠીઓ પણ આ કામમાં લાગી ગયા હતા . આ તોફાનોનું વ્યાપારિક ગણિત જોઇએ તો તેનાથી કોઇને ફાયદો થયો ન હતો , પરંતુ આ કિસ્સામાં ગુજરાતમાં ભાજપને રાજકીય રીતે જબરદસ્ત ફાયદો થયો હતો અને આખા દેશમાં પહેલીવાર મહાનગરમાં ભાજપે ૧૯૮૭ની સામાન્ય ચૂંટણીમાં સત્તા હાંસલ કરી હતી . અનામત આંદોલનને કોમી તોફાનમાં કોણે પરિવર્તન કર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે . દવે પંચના અહેવાલમાં પણ આ આંદોલન તોફાનોમાં કેવી રીતે રૂપાંતરિત થયાં તેનો ભેદ સ્પષ્ટપણે ઉકેલ્યો નથી. ખેર , આ તોફાનો બાદ અમદાવાદના બે ભાગ પડી ગયા હતા અને પશ્ચિમ અમદાવાદનો જન્મ થયો હતો !
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️⭕️⭕️⭕️⭕️
માધવસિંહ સોલંકી
♦️♦️♦️♦️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨👉ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતાડનાર કોંગ્રેસના માધવસિંહ સોલંકીને માત્ર ૧૧૮ દિવસના શાસન બાદ રાજીનામુ આપીને પોતાના શિષ્ય અમરસિંહ ચૌધરીને સત્તા સોંપવી પડી હતી .
👁‍🗨♦️ માધવસિંહ જેવા સૌથી પાવરફૂલ મુખ્યમંત્રીને સત્તા છોડવાની નોબત શા માટે આવી ?
કારણ સ્પષ્ટ હતું . ♻️🎯🎯🙏♻️👉માધવસિંહ ગુજરાતના રાજકારણમાં KHAM (ખામ ) યાને ક્ષત્રિય , હરિજન , આદિવાસી અને મુસ્લિમ મતબેંકને સંગઠિત કરનારા પ્રથમ રાજકારણી હતા . 

👁‍🗨♦️🎯♻️માધવસિંહે ગુજરાતના દલિતો અને વંચિતોને અનામત પ્રથાનો લાભ આપ્યો હતો . માધવસિંહે અનામત કેટેગરીના સરકારી કર્મચારીઓ માટે રોસ્ટર પ્રથાથી માંડીને ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી . માધવસિંહના રાજમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ચરમસીમાએ પહોંચ્યા હતા . 

🙏🎯👉માધવસિંહના રાજમાં ભ્રષ્ટાચાર ન્યૂનત્તમ હતો . છતાં માધવસિંહના ૧૧૮ દિવસના શાસનમાં સૌથી મોટુ અનામત વિરોધી આંદોલન થયું , કોમી રમખાણો થયાં . . . સરકારમાં સતત અસ્થિરતા રહી . . . કારણ ? માધવસિંહે ' ખામ ' થિયરીને પોષપા પોતાની મનસ્વી વ્યૂહરચના અપનાવી એ જમાનાના ધૂરંધર ગણાતાં કોંગ્રેસી નેતાઓ પ્રબોધ રાવળ , સનત મહેતા, મનોહરસિંહ જાડેજા , મહંત વિજયદાસજી, હરિસિંહ મહિડા , હરિહર ખંભોળજા , કોકીલાબેન વ્યાસ, મગનભાઈ સોલંકી વગેરેને ટિકિટ ન આપી રાજકીય હાંસિયામાં ધકેલી દીધા . 

👉આ અસંતુષ્ટોએ કોંગ્રેસની મતબેંકમાં આગ ચાંપી . અનામત આંદોલનો અને રમખાણો કરાવ્યા અને સરવાળે માધવસિંહને સત્તા છોડી દિલ્હી જવું પડ્યું. અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ ત્યારબાદ સોલંકી જૂથે ટાંટિયા ખેંચ શરૂ કરી. સરવાળે ચૌધરી સરકારમાં કોંગ્રેસનું વધુ ધનોત - પનોત નીકળ્યું. 
🎯👉👉નવી વિધાનસભાની ચૂંટણીને આડે માંડ ત્રણ મહિના હતા ત્યારે પુન: માધવસિંહને કોંગ્રેસે સત્તા સોંપી . કારણ કે, હાઈકમાન્ડને પ્રતિતી થઈ ગઈ હતી કે, ચૌધરીના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી નહીં જીતી શકે . માધવસિંહે પુન: ખામવાળી નીતિ અપનાવી અને પટેલો સહિતના સવર્ણો કોંગ્રેસથી વિમુખ થયા . ' કાબે અર્જુન લૂંટિયો , વહી ધનુષ વહી બાણ' ની માફક મોસ્ટ પાવરફૂલ માધવસિંહનેતૃત્વમાં લડાયેલી એ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી ઓછી માત્ર ૩૩ બેઠકો પ્રાપ્ત થઈ . આ રાજકીય હૂંસાતૂંસીનું પરિણામ એટલું ખરાબ આવ્યું કે, આજે ૨૬ વર્ષના વ્હાણાં બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસ પોતાની તાકાત પર સરકાર રચી શકતી નથી .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment