🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️
*સ્વિસ લેજન્ડ ફેડરરનો જન્મ તા. ૮ ઓગસ્ટ, ૧૯૮૧માં થયો હતો*
🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*🎾🎾રોજર ફેડરરનો જન્મ 8 ઓગસ્ટ 1981માં સ્વિત્ઝરલેન્ડના બસેલ શહેરમાં થયો હતો. રોજર ફેડરર નાનપણથી જ ટેનિસમાં ખાસ રુચિ રાખતો હતો. ટેનિસ ઉપરાંત રોજર ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ પણ રમતો હતો.*
*🎾⚾️🎾⚾️રોજરે પોતાનો સમય વધુમાં વધુ રમતની દુનિયામાં દેવા માટે 16વર્ષની જ ઉંમરમાં ભણવાનું છોડી દીધું હતું. સાલ 1998માં રોજર ફેડરરે જુનિયર વિમ્બલડન જીતી હતી. સાલ 1999માં પહેલી વાર રોજર ફેડરરનું નામ વિશ્વના ટોપ 100 ટેનિસ પ્લેયરની સૂચિમાં આવ્યું હતું.*
*🎾⚾️🎾86 સિંગલ ટાઇટલ વિજય, 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ખિતાબ અને પોતાની પરફેક્ટ રમતની શૈલીથી રોજર ફેડરર આજ સુધી ટેનિસના મહાનતમ ખેલાડી માનવામાં આવે છે. વિશ્વના લગભગ તમામ ભૂતપૂર્વ અને વર્તમાન ટોપ ટેનિસ ખેલાડી કોચ તેમને આજ સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડી માને છે.*
*🎾🏐🎾🏐1999માં રોજરે પોતાનો પહેલો ટાઇટલ સ્પેનમાં ચેલેન્જર ટુરમાં ડબલ્સ ફાઇનલ જીતીને મેળવ્યો હતો. સાલ 2001માં રોજર ફેડરરને પોતાની પહેલી સિંગલ ટાઇટલ જીત મિલાન ઈંડોર ટુર્નામેન્ટમાં મળી હતી.*
*🎾🏐🎾🏐2001માં વિમ્બલડનના ચોથા રાઉન્ડમાં રોજર ફેડરરે શીર્ષ ખેલાડી પીટ સમ્પ્રાસને હરાવીને સનસની ફેલાવી દીધી હતી. તેના બે વર્ષ પછી 2003માં રોજર ફેડરર વિમ્બલડનના ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતવાવાળો પહેલો સ્વિસ ખેલાડી બન્યો હતો.*
*🎾🏐🎾🏐14 વર્ષ સુધી રોજર સંપૂર્ણ શાકાહારી હતો ત્યારબાદ તેણે પોતાનું ધ્યાન નોન વેજ ફૂડ તરફ કર્યું અને તે નોન વેજ ખાવા લાગ્યો. 2009માં રોજર ફેડરરે પૂર્વ ટેનિસ ખેલાડી મિર્કા વાવ્રિનેક સાથે પ્રભુતાના પગલાં પાડ્યા હતા. આ લગ્ન બાદ તેને બે વખત જુડવા બાળકો થયા હતા. પહેલા માયલા રોજ અને શાર્લેન નામની છોકરીઓ અને ત્યારબાદ લિયો અને લેન્નાર્ટ નામના જુડવા છોકરા થયા હતા.*
*🥇🥇🥇🥇રોજર માટે સાલ 2006નું વર્ષ સૌથી સફળ વર્ષ રહ્યું હતું. આ વર્ષમાં તેણે 12 સિંગલ ટાઇટલ જીત્યા હતા. તેમનું સૌથી ખરાબ વર્ષ 2013નુ રહ્યું હતું કેમકે આ વર્ષમાં રોજરે ફક્ત 1 જ ટાઇટલ જીત્યું હતું.*
*🏵🏵🏵રોજર ફેડરર યુનિસેફ સંસ્થાનો બ્રાન્ડ એમ્બેસડર છે રોજરે પોતાની ફાઉન્ડેશન રોજર ફેડરર નામની એનજીઓ પણ ચલાવે છે જે પ્રાકૃતિક આપત્તિ વખતે ભોજન, દવા તેમજ અન્ય સામગ્રીનો સહુલત પુરી પાડે છે.*
*🏅🏅🏅રોજર ફેડરરનું નામ દુનિયાના સૌથી વધુ આમિર ખેલાડીમાં આવે છે. રોજર ફેડરરની નેટ આવક 320 મિલિયન (2060 કરોડ રૂપિયા ) છે. રોજર ફેડરર ફોર્બ્સની દુનિયાના સૌથી વધુ કમાતા ખેલાડીમાં 4થા ક્રમે છે.*
*🎖🎖🎖રોજર ફેડરરના રોલ મોડલ પૂર્વ ટેનિસ ખેલાડી બોરિસ બેકર અને સ્ટેફન એડબર્ગ છે. ફેડરર અંગ્રેજી ઉપરાંત જર્મન, ફ્રેન્ચ અને સ્વિસ પણ બોલી શકે છે.*
*🏅🏅🏅🏅રોજર ફેડરર એકમાત્ર ખેલાડી છે જે સર્વાધિક 302 અઠવાડિયા સુધી નંબર વનના સ્થાન પર રહ્યો હતો.🎖🏵🎖 રોજર ફેડરર અને રાફેલ નડાલની પ્રતિસ્પર્ધા 2004થી શરુ થઇ હતી. આ પ્રતિસ્પર્ધાથી બન્ને ખેલાડીના ખેલમાં પરિવર્તન આવ્યું છે. તેમના વચ્ચે કુલ 33 મેચોમાં નડાલે 23 મેચ જીત્યા અને રોજરે 10 મેચ. રોજર ફેડરર અને નોવાક જોકોવિચ સાથે 39 મેચ રમ્યો છે.🏅🎖🏅🎖 જમાંથી 20 રોજર અને 19 નોવાકે જીત્યા છે. આજ રીતે એંડી મરે અને રોજર ફેડરરે કુલ 23 મેચ રમ્યા છે. જેમાં રોજર 12 અને એંડી 11 મેચ જીત્યો છે.*
*🏅🏅🎖🎖18 વર્ષના લાંબા કરિયરમાં રોજર ક્યારેય કોઈપણ કારણે મેચ વચ્ચે અધૂરી મૂકીને છોડી નથી એનાથી રોજર ફેડરરની ઈમાનદારી અને રમતની પ્રતિબદ્ધતાનો ખ્યાલ આવે છે. અને તેના જ કારણે તે વિશ્વમાં એક મહાન ખેલાડીના રૂપમાં જોવામાં આવે છે.*
*🎖🎖🎖ATP રેન્કિંગઃ ટોંચ પર નડાલ યથાવત, રોજર ફેડરર બીજા સ્થાને*
*🥈🥈🥈🥈સવિટ્ઝરલેન્ડનો દિગ્ગજ રોજર ફેડરર બીજા સ્થાન પર અને જર્મનીનો એલેક્જેન્ડર જ્વેરેવ ત્રીજા સ્થાન પર છે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gyansarthi
*રોજર ફેડરર (8 ઓગસ્ટ 1981ના રોજનો જન્મ) વ્યવસાયિક સ્વિસ ટેનિસ ખેલાડી છે, જે સળંગ 237 અઠવાડિયા સુધી એટીપી (ATP) માં પ્રથમ ક્રમે રહેવાનો વિક્રમ ધરાવે છે. 9 જાન્યુઆરી 2011ના રોજ એસોસિયેશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપી (ATP))એ તેમને બીજો ક્રમ આપ્યો છે.* ફેડરર મેન્સમાં 16 સિંગલ ગ્રાન્ડ સ્લૅમ બિરુદ જીતવાનો વિક્રમ ધરાવે છે. તેણે કેરિયર ગ્રાન્ડ સ્લૅમ મેળવનારા સાત મહાન ટેનિસ ખેલાડીઓ અને ત્રણ જુદી-જુદી સપાટી (માટી, ઘાસ અને સખત સપાટી) પર બિરુદ જીતનારા ત્રણમાંના એક (આન્દ્રે અગાસી અને રફેલ નાદાલ)માં સ્થાન મેળવ્યું છે. ઘણા રમત વિશ્લેષકો, ટેનિસ વિવેચકો, ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ફેડરરને ટેનિસનો અત્યાર સુધીનો સૌથી મહાનતમ ખેલાડી માને છે.
*ફેડરર 22 કેરિયર ગ્રાન્ડ સ્લૅમમાં રમ્યો છે, તેમા તે સળંગ દસ ફાઇનલમાં રમ્યો છે અને 2005ની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપથી 2010ની ઓસ્ટ્રેલિયન ઓપન સુધીના સાડા ચાર વર્ષમાં તે 19માંથી 18 ફાઇનલમાં પ્રવેશ્યો છે, તેમાં 2008ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં જ તે ફાઇનલમાં પ્રવેશ્યો ન હતો. તે સળંગ 23 ગ્રાન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાનો વિક્રમ ધરાવે છે, 2004ની વિમ્બલ્ડન ચેમ્પિયનશિપથી 2010ની ઓસ્ટ્રેલિયન ઓપન સુધીના સાડા પાંચ વર્ષના સમયગાળામાં તેણે આ સિદ્ધિ નોંધાવી છે.2011ની ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો ત્યારે તેણે સળંગ 27 ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાના જીમી કોન્નર્સના વિક્રમની બરોબરી કરી હતી.*
ફેડરરે વિક્રમજનક ગણાય એવી પાંચ એટીપી (ATP) વર્લ્ડ ટુર ફાઇનલ્સ (ઇવાન લેન્ડલ અને પીટ સેમ્પ્રાસની બરોબરી) જીતી છે અને 17 એટીપી (ATP) માસ્ટર્સ શ્રેણી ટુર્નામેન્ટ્સ જીતી છે. તે આ ઉપરાંત તેના સહયોગી સ્ટિનસ્લાસ વાવરીન્કા સાથે 2008ની સમર ઓલિમ્પિક ગેમ્સમાં ડબલ્સમાં ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક પણ જીત્યો હતો. તે સળંગ 8 વર્ષ (2003-2010) સુધી ટોચના બે ક્રમમાં જ રહ્યો છે.
ફેડરરે ટેનિસમાં મેળવેલી સફળતાના પગલે તેને સળંગ 4 વર્ષ (2005-2008) સુધી લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો.] તેને ઘણી વખત ધ ફેડરર એક્સપ્રેસના ઉપનામથી, અથવા તો તેના સંક્ષિપ્ત ઉપનામ ફેડ એક્સપ્રેસ, મહાન સ્વિસ અથવા મહાન ખેલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
https://t.me/gyansarthi
No comments:
Post a Comment