Thursday, August 8, 2019

સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ ----- Saurashtra and its adjoining ancient parishes

Raj Rathod, [07.08.19 15:41]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯 સપર્ધાત્મક દ્રષ્ટિકોણ થી હું એટલું જ કહીશ કે  આવનાર જી.પી.એસ.સી પરીક્ષામાં 2 પ્રશ્નો ના જવાબ બેઠા મળશે.👇👇*
https://telegram.me/gyansarthi
🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧
*સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ - ભાગ 1*
📮📭📮📭📮📭📮📭📮📭📮
https://telegram.me/gyansarthi
*⭐️🌟☀️☀️ભારતવર્ષના આંગણે આઝાદીનું સુવર્ણ પ્રભાત ઊગ્યું તે પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એ સમયે ૨૨૨ જેટલા નાના મોટા રાજ્યો, રિયાસતો અને રજવાડાં હતાં. ☀️🌟🌩સરદાર પટેલની રાહબરી નીચે ૧૫ જાન્યુઆરી ૧૯૪૮માં તેના એકીકરણની શરુઆત કરવામાં આવી અને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના સૌરાષ્ટ્રના આ રાજ્યોનું એકમ થયું.🌘🌑 એને ‘બ’ વર્ગના રાજ્યની કક્ષામાં મૂકવામાં આવ્યું. એ વખતે સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, સોરઠ અને ગોહિલવાડ એમ પાંચ જિલ્લાઓ દ્વારા તેનો વહીવટ ચાલતો. ☄️💥👉એ સમયે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્ય બૃહદ્ મુંબઈ રાજ્યમાં ભળી ગયું અને ૧૯૬૦માં આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. દેશી રજવાડાઓના સમયમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિભાગો, પ્રદેશો, પરગણાં કે પંથકોના નામથી જાણીતા હતા. આજે તો એ બધાં જ પરગણા ને પંથકો કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા છે, 😘પણ લોકકંઠે અને ઇતિહાસના પાના પર પલાંઠી મારીને બેઠા છે. અહીં આજે મારે વાત માંડવી છે સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓની. 🎯‘પરગણું’🎯 એ ફારસી શબ્દ છે એનો અર્થ થાય છે 👉જિલ્લા કે રાજ્યનો એક નાનો વિભાગ. એના શ્રીગણેશ માંડીએ સૌરાષ્ટ્રથી.*



*🎯👇સૌરાષ્ટ્ર ઃ👇❇️*

😘😘સૌરાષ્ટ્રનો અર્થ સુ (સારો) + રાષ્ટ્ર (દેશ) સુરાષ્ટ્ર એટલે કે સુંદર દેશ એવો થાય છે. આર્યાવર્તનો આ ઐતિહાસિક પ્રદેશ આનર્ત, સુરાષ્ટ્ર, સ્વરાહા, સુરોસ્થસ, ઓરેતુર, સુરાષ્ટ્રેણ, સુરઠ, સોરઠ કે કાઠિયાવાડના નામે જૂના કાળથી ઓળખાય છે. 📚ભગવદ્ ગોમંડલ અનુસાર યજુર્વેદની મધ્યાંદિની શાખાની સંહિતામાં મહર્ષિ યાજ્ઞાવલ્કયે સૌરાષ્ટ્ર દેશનો નિર્દેશ કર્યો છે. 📝✏️🔍પરાણોમાંથી મળતી માહિતી મુજબ સાતમા મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તે આ રાષ્ટ્રની સ્થાપના કરી તેનું નામ આનર્ત રાખ્યું હોવાનું કહેવાય છે. એનું મુખ્ય નગર કુશાવતી હતું. 📌📝
📌હરિવંશના ઉલ્લેખ અનુસાર આનર્ત રાષ્ટ્ર બે ભાગમાં વહેંચાયેલું હતું. ૧. સૌરાષ્ટ્ર અને ૨. અનૂપ. તેનું મુખ્ય શહેર ગિરિપુર હતું. સૌરાષ્ટ્રનો ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે તેના પરથી આપણે અનુમાન કરી શકીએ કે 🗃આનર્ત રાષ્ટ્રના મુખ્ય શહેર ગિરિનગર જેવું કોઈ શહેર હાલના જૂનાગઢની નજીકમાં હોવું જોઈએ.

 *🔍✏️🔍સરાષ્ટ્ર અથવા સૌરાષ્ટ્રના ઉલ્લેખો ઘણાં જૂના લખાણોમાં મળે છે. 📌📌મહાભારત અને પાણિનીના ગણપાઠમાં સુરાષ્ટ્ર નામ છે. એ જ નામ વિ.સં. ૨૦૬ના રુદ્રદામા તેમજ વિ.સં. ૪૯૨ના સ્કંદગુપ્તના શિલાલેખોમાં તથા વલ્લભીના તામ્રપત્રોમાં મળે છે. 📌📝સૌરાષ્ટ્ર પ્રદેશનો પરદેશીઓમાં પહેલો ઉલ્લેખ સં. ૬થી ૭૬માં સ્ટ્રેબોએ ‘સુરોસ્થસ’ નામથી અને સં. ૧૨૬માં પ્લીનીએ ‘આરેતુરા’ નામથી કર્યો છે. 🔖🔖ઇજીપ્તના પ્રાચીન ભૂગોળશાસ્ત્રી ટાલેમી અને ગ્રીક લેખક પેરિપ્લસ (સં. ૨૯૬) આ પ્રદેશને ‘સુરાષ્ટ્રેણ’ તરીકે ઓળખાવે છે. ગિરનાર પાસેના એક સુપ્રસિદ્ધ ખડક ઉપર અશોકના શિલાલેખ સાથે મહાક્ષત્રપો રુદ્રદામાના સમયનો એક લેખ છે. તેમાં રુદ્રદામાએ પોતે મેળવેલા દેશોના નામમાં ‘આનર્ત’ અને ‘સુરાષ્ટ્ર’ બંને નામો મળે છે. 📌🔖📌તથી ઇસુના પ્રારંભકાળમાં કાઠિયાવાડના ભૌગોલિક સીમાડામાં કેટલોક ફેરફાર થયો હશે એમ માનવું પડે છે.*

*📦🏷આર્ય સંસ્કૃતિનો સમય જે ઇ.સ. પૂર્વે ૩૬૦૦નો ઠર્યો છે તે વખતે સિંધુ મુખ એટલે સૌરાષ્ટ્રની આજુબાજુ અનાર્યો વસતા અને સૌરાષ્ટ્રમાં આસુરી સંસ્કૃતિ ફેલાયેલી હતી એવું એક મંતવ્ય છે. ઋગ્વેદના પહેલા મંડળના ૧૩૩મા સુક્તમાં ‘સ્વરાટ’ શબ્દ મળે છે. 🏮ત સૌરાષ્ટ્ર હોવો જોઈએ. એ કાળે દૈત્ય, નાગ, દાનવ, દસ્યૂ એવા અસૂરોના પેટા પ્રકારો હતા તે સર્વે સૌરાષ્ટ્રમાં આવી જાય છે. બીજું પણ એવું એક વિધાન છે કે બે હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ નહીં પણ ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આખો સૌરાષ્ટ્ર દેશ એક કાળે બેટ હતો તેનો જે ભાગ અત્યારે ગુજરાત પ્રાંતની ખંડસ્થ ભૂમિ સાથે સંકળાયેલો છે ત્યાં પણ દરિયો હતો, જે ખંભાતના અખાતને કચ્છના અખાત સાથે સંયુક્ત કરતો અને સિંધુ નદીનું મુખ ખંભાતના અખાતને મળતું હતું. વઢવાણ અને ભાવનગર વચ્ચેની સડકનું ખોદકામ ચાલતું હતું ત્યારે ત્યાંથી વહાણનો કૂવા-થંભ નીકળી આવ્યો હતો. તે એ પ્રદેશમાં પૂર્વે સમુદ્ર હોવાનું સૂચવે છે. 🏮કચ્છનું રણ પૂર્વે સમુદ્ર તળિયાની રેતી હતી એવું અનુમાન છે. એ સમુદ્ર નદીઓની રેતી અને કાદવ વગેરેથી ભરાઈને કાળાન્તરે જમીન ઉપસી

Raj Rathod, [07.08.19 15:41]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
આવી. શ્રી કૃષ્ણનું રાજ્ય દ્વારિકા બેટમાં હતું એ ખરું. માત્ર દ્વારિકા નગરીનો ભાગ જ નહીં પણ તે સ્થળે આખો સૌરાષ્ટ્ર બેટ હશે એમ માની શકાય.*

🔦💡🔦સૌરાષ્ટ્ર સરકારે એ સમયે મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને સોશ્યોલોજીના તજ્જ્ઞાો પાસે કરાવેલી સૌરાષ્ટ્રની સર્વદેશી વૈજ્ઞાનિક સમીક્ષામાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર એક દ્વિપકલ્પ છે. તેનો દરિયાકાંઠો ૭૫૦ માઇલ જેટલો લાંબો છે. 💎તનું ક્ષેત્રફળ લગભગ ૨૩,૫૦૦ ચોરસમાઇલ છે. અહીંનો મોટો પર્વત ગિરનાર છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ પણ ગિરનાર પર્વતની આજુબાજુ બહુ જ ગુંથાયેલો છે. 🏔🏔દવારકાને બાદ કરતાં સૌરાષ્ટ્રમાં ગિરનાર સૌથી વધુ ઐતિહાસિક છે. 🌊🌊🌊અહીંથી વહેતી ભાદર, શેત્રુંજી, સુખભાદર, ઓઝાત, ભોગાવો, કાળુભાર અને મચ્છુ આ સાત નદીઓ સિવાય બીજી બધી નદીઓના માર્ગ ૫૦ માઇલથી પણ ઓછા છે. 🗻🏔🗻ગિરનાર ઉપરાંત શત્રુંજય, બરડો અને ચોટીલા એ સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ ઉપરાંત અન્ય નાના મોટા શહેરો અને બેડી, નવલખી, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા તથા ભાવનગર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બંદરો છે. સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગઢડા, પાલિતાણા આ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો છે.

*🎢🎢🎢સૌરાષ્ટ્ર દેવભૂમિ ગણાય છે તેના ઉદાહરણો આપતાં ‘સ્વાધ્યાયવલ્લી’માં યથાર્થ કહ્યું છે કે અલૌકિક ગીતાજ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ યોગેશ્વરનું નિવાસસ્થાન આ ઐતિહાસિક સૌરાષ્ટ્ર છે. આ ભૂમિમાં કૃષ્ણ ભગવાન ઉપરાંત આદિનાથ, નેમીનાથ આદિ ચોવીસ તીર્થંકરો, સહજાનંદ સ્વામી અને સુદામા, નરસિંહ, મીરાં જેવા પ્રભુપ્રિય ભક્તરાજોને સદાને માટે પરમ શાંતિ પ્રાપ્ત થઈ છે. 🎡🎡🎡ભગવદ્ગોમંડલ નોંધે છે કે આ દેવભૂમિમાં પુરાણકથાના અવશેષો હજુ જેવા ને તેવા નજરે પડે છે. 👍💥👉પરયાગ-ગુપ્ત, પ્રાચીક્ષેત્ર, ભાસ્કર ક્ષેત્ર, તાલદૈત્યની રાજધાની તાલધ્વજપરા કે તળાજા, વિષ્ણુપ્રયાગ કે ઉના પાસેના સપ્તકુંડ દેહોત્સર્ગ,🎯👉 પાતાળના વાસુકીની રાજધાની તરણેશ્વર કે હાલનું થાનગઢ, હેડંબાસુરનું પાટણવાવ, પ્રેહપાટણ. 🎯👉મરુતુંગાચાર્ય પ્રશંસિત ઢંકાપુરી કે હાલનું ઢાંક, બલિનું પાટનગર કે હાલનું બિલખા, 💥વામનપુરી કે વામનસ્થળી કે હાલનું વંથળી, મધુમાવતી કે મહુવા, રુક્મિણીના પિતા ભિષ્મકની કુંડિતપુર કે કનકાવતી. જાલંધર અને તુલસીના વિવાહથી પ્રસિદ્ધ થયેલું સપ્તોદક તીર્થ કે તુલસીશ્યામ. 💥👉સકંદપુરાણનું સિંહપુર કે વર્તમાન શિહોર જેવા અનેક પુરાણ તીર્થો અહીંની ભૂમિમાં ધર્મધજા લહેરાવી રહ્યા છે.*

*🎯💥👉💠સિંહપુર અર્થાત્ સિહોરની પ્રાચીન જાહોજલાલીનું વર્ણન ‘શ્રી સ્થાનક પ્રકાશ’ ગ્રંથના ૩૩મા અધ્યાયમાં આ રીતે આપ્યું છે. ભરતખંડમાં સૌરાષ્ટ્ર દેશ છે. ત્યાં ઇન્દ્રપુરી સરખું સિંહનગર છે.🎯💥👉 સર્વસમૃદ્ધિયુક્ત એ નગરમાં નિલકંઠ મહાદેવજીનું બાણ છે. અઠ્ઠાસી હજાર ઋષિઓ નીલકંઠ મહાદેવની પાસે બેસીને ધ્યાન કરે છે. ત્યાંનો બ્રહ્મકુંડ બ્રહ્મદેવે નિર્માણ કર્યો છે. સિંહપુરમાં ગૌતમેશ્વરની ગુફા ઘણી જૂની છે. મહાદેવજી કૈલાસ પર્વતની ઠંડીથી થાકીને ગરમી લેવા માટે આ જગ્યાએ વસ્યા એમ માનવામાં આવે છે. એમને ગૌતમ ઋષિએ સ્થાપ્યા માટે ગૌતમેશ્વર કહેવાયા.*

*🎯💥👉💠સૌરાષ્ટ્ર સૈકાઓ જૂની પોતાની ખાસ શૈક્ષણિક પ્રણાલિકાઓ ધરાવે છે. સ્કંદ પુરાણ અનુસાર મહાત્મા ગૌતમ ઋષિ અહીં હજારો શિષ્યોને ભણાવતા હતા. 👤👤હયુએનત્સંગ વર્ણવે છે કે સાતમા સૈકાની આજુબાજુમાં વલ્લભીમાં છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. વલ્લભીપુર વર્ષો સુધી નાલંદાથી બીજા દરજ્જે ખ્યાતિકીર્તિ ભોગવતું હતું. શ્રી જી. ડી. આપ્ટેના પ્રાચીન વિદ્યાપીઠોના અદ્યતન અભ્યાસ પરથી જણાય છે કે વલ્લભી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરીને બહાર આવતા વિદ્યાર્થીઓને કેટલાક રાજવીઓ પોતાના રાજ્યમાં વહીવટ ચલાવવા માટે નોકરીએ રાખતા હતા.*

*🎯💥👇👇કાઠિયાવાડ પ્રદેશ ઃ🎯👇👇👇👇*

🎯🙏કાઠિયાવાડ એટલે કાંઠ (સમુદ્ર કિનારો) + વાડ (દ્વાર). હિંદના પશ્ચિમ કિનારા પર આવેલ આ પ્રાંત કાઠિયાવાડના નામે પાછળથી ઓળખાયો તે કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે. 👇કાઠી લોકોના વસવાટને લઈને આ પ્રાંતનું નામ પડયું છે. શ્રી રામકુભાઈ ખાચર કહે છે કે કાઠીઓ જે પ્રદેશ જીતીને પોતાના તાબા નીચે લાવ્યા તે કાઠિયાવાડ કહેવાયો.🎯👉 ચીનના મુસાફર હ્યુએનત્સંગ વલ્લભી રાજ્યને અને સુરાષ્ટ્રને જુદા રાજ્યો તરીકે વર્ણવે છે. તેમાં કેટલાક ભાગને જૂના વખતમાં સુરાષ્ટ્રને જુદા રાજ્યો તરીકે વર્ણવે છે. તેમાં કેટલા ભાગને જૂના વખતમાં સુરાષ્ટ્ર કહેતા હશે તે કહેવું મુશ્કેલ છે. આખો દ્વિપકલ્પ કાઠિયાવાડ કહેવાતો ત્યારે માત્ર દ્વિપકલ્પનો દક્ષિણ ભાગ સોરઠના જૂના નામે ઓળખાય છે.*

*🎯👉ભગવદ્ગોમંડલ અનુસાર કાઠિયાવાડ નામ તો મરાઠાઓએ પાડયું છે. તે પહેલાં મુસલમાનોએ તો આખા દ્વિપને સોરઠ કહેતા. પ્રાચીન સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડના નામે ઓળખાય છે તે પાછળથી સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ એમ ચાર વિભાગમાં વહેંચાયું છે એમ આલા ખાચર સા.નું. જીવનચરિત્ર લખનાર જેઠમલજી મહારાજ નોંધે છે. 🎯👉સોરઠનું પાટન

Raj Rathod, [07.08.19 15:41]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ગર જૂનાગઢ, હાલારનું પાટનગર નવા નગર (જામનગર), ગોહિલવાડનું પાટનગર, ભાવનગર અને ઝાલાવાડનું પાટનગર ધ્રાંગધ્રા એ ચાર પૈકી જૂનાગઢનો પ્રદેશ આજે પણ સોરઠ તરીકે ઓળખાય છે. 💥👉જ પ્રદેશમાં કાઠી લોકો વસ્યા હતા તે પ્રદેશ કાઠિયાવાડના નામે ઓળખાતો. તેનું ક્ષેત્રફળ ૪૦૦૦ ચો.માઇલ ગણાતું. નૈઋત્ય ભાગમાં વાળા કાઠીનું જેતપુર સંસ્થાન અને બાકીના ભાગમાં ખારોપાટ, કુંડલા અને દેસાઈઓના વસાવડ પરગણા હતા. 🎯🙏🎯સને ૧૮૮૨માં દુકાળ પડયો ત્યારે જૂનાગઢના નવાબે તથા કાઠી- ગરાસિયાઓએ આ મુલક ગાયકવાડને આપતાં પ્રાચીન કાઠિયાવાડ સોરઠ સાથે ભેળવી દેવાયું હતું. આ કાઠિયાવાડની કામિની, મોજડી, પાઘડી અને મહેમાનગતિ આખા મલકમાં ખૂબ વખણાતી. આ રહ્યા એના સાક્ષી પુરતા દુહા ઃ👇👇👇👇*

*😘પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ;*
*😇વાંકી બાંધે પાઘડી, ભલો ઈ કાઠિયાવાડ.*

ભાદર કાંઠાની ભેંસ ભલી, વેણુ વખાણુ ગાય;
કાઠિયાવાડની કામની, બરડા ચંગો જુવાન.


*👇👇❇️સોરઠ વિભાગ ઃ🎯👇👇*

સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકી કાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. આ નામો મુસ્લિમ તવારિખો અને અંગ્રેજી ઇતિહાસમાંથી મળી આવે છે.🎯👉 શરી એમ. આર. મખવાન નોંધે છે કે ‘ગોહિલવાડ’ નામ ૧૪મી સદીમાં અને ‘હાલાર’ નામ સોળમી સદીમાં જાણીતા થયા.

🎯👉સૌરાષ્ટ્રના એક વિભાગ તરીકે સોરઠ પ્રદેશ ઓળખાતો હોવાનું અનુમાન ઇતિહાસકારો કરે છે. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં કવિ નર્મદાશંકરે નોંધ્યું છે કે ‘સોરઠ દક્ષિણમાં છે એનું ક્ષેત્રફળ ૫૨૨૦ ચો.માઇલ હતું- તેમાં જૂનાગઢનું મુસલમાની રાજ્ય, બાંટવાનું સંસ્થાન, ગાયકવાડી કોડીનાર પ્રાંત, ફિરંગીનો દીવ ટાપુ જેવા ભૂતપૂર્વ રાજ્યોનો સમાવેશ થતો હતો. 🎯👉આ ઉપરાંત ભાદર નદી ઉપર આવેલો ભાદર કાંઠો, 🎯દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક એની દક્ષિણે આવેલી નોળી નદીના કાંઠા પરનો નોળી કાંઠો, કિનારા પર ચોરવાડ જાફરાબાદની વચ્ચેનો નાઘેર (🎯👉લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગિરાનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ.🎯🙏 સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો એ અંગે ઇતિહાસવિદ્ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, ‘અનુમૈત્રકકાળમાં’ સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વિપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી.👇👇

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય;
જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.


 સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર
ના નાહ્યો દામો- રેવતી, અફળ ગિયો અવતાર

*🎯👇👇હાલાર પંથક ઃ👇👇*

*🙏💥👇હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખા મંડળની પૂર્વે કચ્છના અખાતના કાંઠે કાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો દેશ હાલાર કહેવાય છે. પોતાના વડવા કચ્છના જામ હાલાજી (ઇ.સ. ૧૦૫૭)નું નામ કાયમ રાખવા જામનગર (નવા નગર) વસાવનાર જામ રાવલે (ઇ.સ. ૧૫૧૯- ૬૨) આ પ્રદેશનું નામ ‘હાલાવાડ’ પાડયું, જે પાછળથી હાલારના નામે જાણીતું બન્યું એમ ‘યદુવંશ પ્રકાશ’ ગ્રંથના કર્તા શ્રી માવદાનજી રત્નું નોંધે છે.🎯🎯 જામનગર, ખંભાળિયા, જોડિયા ને રાજકોટ, ગોંડળ વગેરે હાલાર પરગણામાં ગણાતા. મોરબી, ગોંડલ, ધ્રોળ, વીરપુર, માળિયા, કોટડા વગેરેનો સમાવેશ પણ આ પરગણામાં થતો. લોકસાહિત્યમાં હાલાર પંથકના દુહા મળે છે ઃ👇👇👇👇👇👇*

નદી ખળુકે નીર વહે, મોર કરે મલાર;
જ્યાં સાતેય રસ નીપજે, ભોંય ધરા હાલાર.

જડિયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર;
ત્રુઠયો રાવળ જામને, હાંકી દીધો હાલાર.

આ પંથકમાં આવીને દુભાયેલા કોઈ મારવાડી કવિએ દુહા દ્વારા મહેણાનો પણ ઘા કર્યો છે.

જૂની જા’રરો ઢેબરો, માથે કળથી રો વઘાર;
ઊભો ઊભો ધાર દ્યે, હુડે દેશ હાલાર.

*🎯👇👇🎯ગોહિલવાડ પંથક ઃ🎯👇🎯👇🎯👇*


⚔️⚔️⚔️કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતોની વસતી છે. 🧿🧿સજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડયાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે. 🧿🧿ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, વળા, જસદણ, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ અનુસાર જુદી જુદી જાતનો લોકસમૂહ ભાવનગર જિલ્લામાં જ્યાં જ્યાં વસીને ઠરીઠામ થયો તે મુલક- જગ્યાના નામ પણ જે તે જાતિના નામ પરથી પડયા છે. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા ? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી પાલિતાણાની આસપાસનો ડુંગરિયાળ વિસ્તાર ‘શેત્રુંજો’, શિહોરથી પાલિતાણા ચોક, હાથસણી અને ધાંધળીની આસપાસનો ‘ઊંટ સરવૈયા વાડ’, વલ્લભીપુરની સામેનો મુલક ‘ભાલ પ્રદેશ’, ભાવનગર, સોનેરાઈ ખાડી સામેનો પંથક ‘ભાલ સામેનો કાંઠો’, કુંડલાના વળાંક આસપાસના પરગણાને ‘ખુમાણ પંથક’. 🧿⚔️⚔️ભાવનગર જિલ્લાને ગોહિલવાડ કે લોકબ

Raj Rathod, [07.08.19 15:41]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ોલીમાં ‘ઘોલ્યાવાડ’કે ‘વાલાકગીઓ’ પણ કહે છે. આજે તો આ જૂના પંથકના નામો ય વિસરાવા માંડયા છે. સૌરાષ્ટ્રના વધુ પંથકોની વાત બીજા ભાગમાં જાણશું.

🙏🙏બીજા પંથકો વિશે માહિતી આવતીકાલે બીજા લેખમાં🙏🙏
🙏🙏લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ🙏🙏🙏
*🙏🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏🙏*
https://telegram.me/gyansarthi

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🎯👇સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ – ભાગ 2🎯👇
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯 સપર્ધાત્મક દ્રષ્ટિકોણ થી હું એટલું જ કહીશ કે  આવનાર જી.પી.એસ.સી પરીક્ષામાં 2 પ્રશ્નો ના જવાબ બેઠા મળશે.👇👇*
https://telegram.me/gyansarthi
🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧
*સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ - ભાગ 2*
📮📭📮📭📮📭📮📭📮📭📮
*🙏🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏🙏*
https://telegram.me/gyansarthi
સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર, સોરઠ, હાલાર અને ગોહિલવાડ પંથકની વાત કરી. આજે વધુ પંથકોનો પરિચય મારે વાચકમિત્રોને કરાવવો છે.

*🎯👇ઝાલાવાડ પરગણું ઃ👇❇️*

🙏🙏🙏ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. 💥👉જનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, સાયલા, ચુડા, મૂખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ ૪૩૯૨ ચો.માઈલ દર્શાવ્યું છે. એનાં ઘણાંખરાં સંસ્થાઓના રાજવી ઝાલા રાજપૂતો હતા. તેથી તેનું નામ ઝાલાવાડ પડયું છે. ઝાલાવાડ રણના કાંઠે બજાણા સુધી ફેલાયેલું હતું.🎯 એના પૂર્વ ભાગની કંઠાખ્ય પટ્ટી ‘જતવાડ’ના નામે જાણીતી હતી.🎯💥 ઝાલાવાડના માનવીઓની વાણી અને પાણીની કહેવતો આજેય લોકકંઠે રમે છે અને લોકસમાજના માનવીની ઉઘાડી ઓળખ આપે છે. જેમ કે,👇👇👇👇👇👇👇

કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.

લોટમાં કાંકરી ને ભાંભળાં પાણી
આખાબોલા માનવી, ઈ ઝાલાવાડી જાણો.

*🎯👇👇💥ઓખામંડળ પરગણું ઃ💥👇👇👇👇*

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. 🐾એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ પણ કહે છે. આ પ્રદેશ જૂનાકાળે ગાયકવાડના તાબામાં હતો.

🐾🐾સૌરાષ્ટ્રની પશ્ચિમે આવેલ ઓખામંડળ અગાઉ બેટ હતું. દ્વારકા ઓખામંડળમાં આવ્યું છે. આ નામ ક્યારે પડયું તે જાણી શકાતું નથી. પુરાણોના પાનાં ફેરવતાંય આ નામ ક્યાંય જડતું નથી. ઓખામંડળ અંગેની અનેક ઉક્તિઓ આજે ય સાંભળવા મળે છે.👇👇👇

આંક અરિઠા આંબલી, ઓખા મેળો એહ,
એક ન હોત શ્રીનાથજી, તો દીઠા જેવો દેહ

ઊંટકડો ને આંબલી, ઓખો મેળો એહ,
હડકો નળે દ્વારકાનાથ, નયે જડયો દેહ.

🎯ખડકાળ અને પથરાળ કાયાવાળો, લાલપીળી પામરી ઓઢેલ, કટારા, બાવળિયાં, અરણી, કરમદો, આંબલી અને ઊંટકડોના પુષ્પ અલંકારની માળા ગળે ધારણ કરી કંઈ કંઈ કાળથી પુરાણો અનેક તવારિયોને જન્મ દેતો ઓખો મનખાવતારમાં એકાદવાર જોવા જેવો તો ખરો જ.

*✋✋✋પાંચાળ પંથક ઃ✋✋✋*

ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. 🌞🌞🌞સકંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. 🌞અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે.

🌝🌞🌝આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. 🌜‘થાનમહાત્મ્ય’🌛ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશના નામે જાણીતો છે. થાન પાસે આવેલા તરણેતરમાં તરણેતરિયો મેળો આજે ય ભરાય છે.

⚡️✨✨અમૃત પંડયા નોંધે છે કે પાંચાલ નામ સૌરાષ્ટ્રમાં શી રીતે આવ્યું તે સમજાતું નથી. પાંચાલી પાંડવોના વખતમાં થઈ ગયાં. રામચંદ્રજી એના પહેલાં ઘણા વરસે થયા. કેટલાક માને છે પંચાળ નામ પાંચાલ દેશ પરથી આવ્યું છે. 🌟✨મળ પાંચાલ ઉત્તર ભારતમાં હાલ બરેલી અલિગઢ છે ત્યાં હતું. દ્રોપદીનો પિતા તેનો રાજા હતો. કિંવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવેલા.🏹🏹🎣🎣 અર્જુને અહીં મત્સ્યવેધ કરેલો. દ્રો

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
પદી અર્થાત્ પાંચાલીના નામ પરથી પંચાળ પ્રદેશ કહેવાયો હોવાનું અનુમાન છે. આ કંકુવરણી (રતુંબડી) ધરતીના પટાધર પુરુષો નમણી નારીઓ, નવરંગ તોરિંગ (અશ્વો). કિલ્લોલતા સારસ અને મૃગલા વખણાય છે. એ દુહા કહે છેઃ👇👇👇👇👇👇

આછા પાણી વીરડે, ધરતી લાંપડીઆળ
સરતીર્યાં સારસ લવે, પડ જુઓ પાંચાળ

ગૂઢે વસ્તર ગોરિયાં, પગ પીંડીનો તાલ,
પનઘટ ઉપર પરહરે પડ જુઓ પાંચાળ


કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.

*🌊🌊🌊મચ્છુકાંઠો ઃ🌊🌊🌊*

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો. મચ્છુકાંઠાના માનવીની ઓળખ આપતો દુહો ઃ👇👇👇👇

મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.

🌄🌠🌄માંડવધાર (ડુંગર)ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીના દેહ વજ્જર જેવા પણ હૈયાં મીણ જેવાં મુલાયમ હોય છે. અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવા દૂધની શેડયું વછૂટે છે. 🎏મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર (શૂરવીર) પાકે છે. એવો એના પાણીનો ગુણ છે. માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ એ પંથકનાં પાણી, પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી જ ઘડાય છે.

*🎋🎋ઘડપંથક ઃ🎋🎋🎋*

જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. ❄️🌊માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. છેલ નદી આગળ જતાં ખમીદાણા, સુજ, ખીરસરા પાસે કાંપ ઠાલવે છે તેથી ત્યાંની ધરતી મબલખ પાક પકવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે.🌊🌊 ઘડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉખેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવા બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. ❄️❄️તયાંનું બારું જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાય થાય પછી વણ (કપાસ) પગુંધળી, જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે ઃ👇👇👇👇

નાખો એટલું નીપજે, ને કરીએ એટલી ખેડ,
નહીં નીંદવું નહીં ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ.

⛈🌨🌧❄️🌦🌦ચોમાસાની મોસમમાં ખેડૂતો ઢીંચણસમો ગારો ખુંદીને ખેતરે ભલે જવું પડે પણ રસાળ ધરતીમાંથી અઢળક ઉપજ આવે એટલે એનું વળતર મળી જાય છે ઃ

છેલ (નદી) ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડય,
વણ (કપાસ) ચણા ને ગુંધળી ઘર ભરી દયે ઘેડ.

☄️⚡️✨✨⚡️ઘડ પંથકમાં ૧૦૭ જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાવે છે. આમ છતાં ઉનાળામાં ગરમ પવન વાય ને ધૂળની ડમરીઓ ઉડે. પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી બાઈઓને રખડવું પડે છે એટલે તો એના માટે ઉક્તિ કહેવાય છે ઃ👇👇

બરડો, બારાડી ને ઘેડ
ઈ ત્રણેય ને મોસમનો નહીં મેળ.

*🌴🌿☘️લીલી નાઘેર ઃ☘️🌲☘️*

🐚🐚🌳☘️હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર નાઘેર તરીકે ઓળખાય છે.⚔️⚔️ નાઘેર અસલ નાઘેર રજપૂતોના તાબામાં હતું. તેના ઉપરથી પ્રદેશ નાઘેર તરીકે ઓળખાયો હશે એમ કેપ્ટન મેકમર્કો નોંધે છે. સૌરાષ્ટ્રનો આ સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાંની ઘણી ચીજો વખણાય છેઃ⚔️

વાજા ઠાકોર, અંબવન, નારપદ્મણિ ઘેર,
રેંટ ખટુકે વાડિયે ભોંય લીલી નાઘેર.

⚔️⚔️🧿🧬અર્થાત્ ઃ જ્યાં વાજા રાજપૂત અને ઠાકોરોની વસ્તી છે, જેના હર્યાભર્યાં આંબાવાડિયા કેરીઓથી લચી પડે છે. ઘેર ઘેર પદ્મણિ નારીઓ છે. 🧿🧬🧬વાડિયુંમાં રેંટ ખટુકે છે એવી લીલીછમ નાઘેરની ધરતી કાઠિયાવાડનું કાશ્મીર ગણાય છે.🧿🧿🧿🔮🔮

*🧿🧬🧬બારાડી પંથક🧬🧬🧿*

હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે.🧿 એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો.⚔️ તયારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ👇👇

વસતી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ,
ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો બેટ.

શિયાળે ભલો માળવો, ઉનાળે ગુજરાત,
ચોમાસે સોરઠ ભલો, બરડો બારે માસ.

*👇💠બાબરિયાવાડ પંથક ઃ👇👉👇*

બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવ

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. ⚔️🧿⚔️🧿બાબરિયા રાજપૂતો ઉપરથી આ પરગણાનું નામ પડયાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ ’માં નોંધાયું છે. તેમાં ઘણાં નાના સંસ્થાનો તથા જંજિરાના હબસી રાજવીનું જાફરાબાદ પણ છે. બાબરિયાવાડ હાલમાં સોરઠમાં ભળી ગયેલું છે.

*⚙️⚙️ઉદસરવૈયા ઃ🛡🛡🛡*

ગોહિલવાડને અડીને ઉંદસરવૈયા પરગણું આવેલું છે. આ સૌથી નાનો પ્રાંત છે. તેનું ક્ષેત્રફળ ૧૬૦ ચો.માઈલ ગણાય છે. એની પૂર્વ અને દક્ષિણ સીમાએ ખંભાતનો અખાત અને શેત્રુંજી નદી છે. ઉંદસરવૈયા પાછળથી ગોહિલવાડમાં ભળી ગયું હોવાનું નોંધાયું છે.

*🏺🏺⚱️ભાદરકાંઠો અને નોળીકાંઠો ઃ🏺🏺*

ભાદર એ સૌરાષ્ટ્રની અતી પ્રાચીન અને સૌથી મોટી નદી છે. ભાદર અને ભાદરમાં ભળી જતી નાનીમોટી નદીઓ ઘેડ પ્રદેશના ધોવાણનો કાંપ સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ઘેડના છીછરા સમુદ્રને આ નદીઓએ કાંપ વડે પૂરી દીધો છે.🛎 ભાદર નદી ઉપરનો પ્રદેશ ભાદરકાંઠાના નામે ઓળખાય છે. દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલા ઘેડની બરોબર દક્ષિણે નોળીકાંઠા ઉપરનો વિસ્તાર ‘નોળીકાંઠા’ તરીકે જાણીતો છે.

*🛎🖼🛎ભાલબારું ઃ🛎🖼🛎*

ભાલપ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને ભુપૃષ્ટ રચના અંગે ભગવદ્ગોમંડલની નોંધ બોલે છે કે ૨ હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ નહીં પણ ટાપુ હતો.🖼🛎 કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. સિંધુ મુખ સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ હતો. કાળક્રમે સિંધુ નદીએ વહેણ બદલ્યું. ખંભાતનો અખાત પાછો હટી ગયો અને અગ્નિકોણ તરફનું રણ ‘ભાલ પરગણું’ બની રહ્યું. 🛎ભાલ નપાણિયો મુલક ગણાય છે. પણ એમાં અઢળક ચાસિયા ઘઉં પાકે છે. વર્ષો પહેલાં એન વિગ્મોર નામની અમેરિકન બાઈ કેન્સરના ઉપચાર અર્થે મુંબઈ આવી. 🛎🛍એણે ભાલના દાઉદખાની ચાસિયા ઘઉંના જવારાના રસથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. એણે જગત આખાની ઘઉંની ૧૫ જાતોમાં ભાલિયા ઘઉંને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા. દુહામાં એના ગુણગાન ગવાયા ઃ👇👇👇👇👇

નહીં છાશ છમકો ને છાંયડો, એવા કેતાક અવગુણ કહું?
પણ ભૂંડામાં ભલું એટલું, ભાલ નીપજે ઘઉં.

*👇❇️👇નળકાંઠો ઃ👇💠❇️*

ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. નળના કાંઠે પઢારોની વસ્તી વિશેષ જોવા મળે છે. તેઓ અહીંની મૂળ પ્રજા છે. એમના મંજિરારાસમાં સાગર સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

🍄🌿🍀🌿અહીં આવેલું નળસરોવર ૫૦ ચો.માઈલમાં પથરાયેલું છે. ચોમાસામાં તેમાં ચાર પાંચ ફૂટ પાણી ભરાય છે. તેમાં ખરુ નામનું ઘાસ ઊગે છે. એમાં બીડ નામનું કાળું કંદ અને થેક થાય છે. શિયાળો આવતા છેક રશિયા અને સાઈબિરિયાથી અસંખ્ય યાયાવર પક્ષીઓ કુંજ-સારસ અહીં પોતાનાં બચ્ચાં ઉછેરવા આવે છે. 🕊🐾🦢🦜આજે તો નળસરોવર પ્રવાસનધામ તરીકે વિકાસ પામ્યું છે. ગુજરાત રાજયની રચના થયા પછી ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાઓમાં આ બધા પંથકો અને પરગણાં સમાઈને લુપ્ત થઈ ગયાં છે.🐉 ‘સાપ ગયા ને લીસોટા રહ્યા’ એના જેવું છે ભાઈ.

🙏🙏લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ🙏🙏🙏
*🙏🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏🙏*
https://telegram.me/gyansarthi

No comments:

Post a Comment