Thursday, September 19, 2019

19 Sep

👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
*ઈતિહાસમાં 19 સપ્ટેમ્બરનો દિવસ*
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*🎯૧૯૬૫ - ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું નિધન*

*🎯૧૯૬૮ - ન્યૂયોર્ક ખાતે ચેસ્ટર કાર્લસન નામના અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારકનું અવસાન. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.(જ. ૧૯૦૬)*

*🗣✅આઇસમેનનું મમી મળ્યું🗣✅*

વર્ષ 1991ની 19 સપ્ટેમ્બરે જર્મન પ્રવાસીઓને આલ્પ્સની પર્વતમાળામાં સાડા દસ હજાર ફૂટની ઊંચાઈએથી થીજી ગયેલા માણસનું શરીર મળ્યું હતું. આ શરીર ઇસ્વીસન પૂર્વે 3300 વર્ષના માણસનું હોવાનું ખૂલ્યું હતું.
🗣વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ઓસ્ટ્રિયા-ઇટાલીની બોર્ડર પર આલ્પ્સની પર્વતમાળામાંથી બે જર્મન પર્વતારોહકને પાંચ હજાર વર્ષ પહેલા અસ્તિત્ત્વ ધરાવતા હિમયુગના માનવીનું કંકાલ મળ્યુ હતું, જેને ઓટ્સી ધ આઇસમેન નામ અપાયુ છે.

*😊😊😊સ્માઇલીની શોધ🙃🙃🙃*

અમેરિકાની કાર્નેગી મેલન યુનિ.ના કમ્પ્યુટર વિજ્ઞાની સ્કોટ ફલમેને 1982ની 19 સપ્ટેમ્બરે પહેલીવાર સ્માઇલી વિશે સત્તાવાર નોંધ મૂકી હતી. જોક્સ રજૂ કરવા :-) અને :-( પ્રકારની સાઇન ઇમોશન્સ આજે લોકપ્રિય બન્યાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏909940723*
🌾🌾🌾🌿🌿🌿🌿🌿🌿
*🍂🍃🍂હરીન્દ્ર દવે🍂🍃🍂*
🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
ગુજરાતી ઊર્મિશીલ કવિ, સિદ્ધહસ્ત નવલકથાકાર હરીન્દ્ર દવેનો જન્મ તા. ૧૯/૯/૧૯૩૦ના રોજ કચ્છ ના ખંભારામાં થયો હતો. પિતાનું નામ જયંતીભાઈ હતું. તેમણે શરૂઆતનું શિક્ષણ ભાવનગરમાં લીધું. ઈ.સ. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ઈ.સ. ૧૯૬૧માં ગુજરાતી અને અંગ્રેજી વિષય સાથે એમ.એ. પાસ થયા. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નાટક, નિબંધ , પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન છે. ‘ જન્મભૂમિ’ તેમ જ ‘ પ્રવાસી’ દૈનિક પેપરમાં તેઓ સંનિષ્ઠ તંત્રી તરીકે સેવા આપી. પ્રેમ અને મૃત્યુ એમના સર્જનના ખાસ વિષયો છે. ‘ મૌન’, ‘આસવ’, ‘અર્પણ’, ‘હયાતી’ , ‘ સમય ‘ અને ‘ સૂર્યોદય’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. . *‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં/ માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાનલીલું જોયું ને તમે યાદ આવ્યાં….’* જેવાં ગીતો ખૂબ જ લોકપ્રિય કાવ્યો છે. *એમની પહેલીનવલકથા ‘અગનપંખી’ છે.તેમની અન્ય નવલકથાઓમાં ‘ ‘પળનાં પ્રતિબિંબ’, ‘ માધવ ક્યાંય નથી’, ‘ મુખવટો’, ‘ વસીયત’ અને ‘અનાગત’ છે.* એમની નવલકથાઓમાં વર્તમાન યુગના સ્ત્રીપુરૂષોની સંવેદનજન્ય સમસ્યાઓનું આલેખન જોવા મળે છે. હરીન્દ્ર દવે સાહિત્યપ્રકારોમાં સવિશેષ કવિતા અને નાટક પ્રત્યે સવિશેષ આકર્ષાયા છે.

*તેમના ‘હયાતી’ કાવ્યસંગ્રહને દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયેલ છે. ઈ.સ. ૧૯૮૨માં રણજીતરામ સુવર્ણચંદ્રક , ઈ.સ. ૧૯૯૦માં મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, ઈ.સ. ૧૯૯૧માં ક.મા.મુનશી એવોર્ડ, આ ઉપરાંત બી.ડી.ગોયન્કા એવોર્ડ , ઈ.સ. ૧૯૯૨માં મધ્યપ્રદેશનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘ કબીર’ એવોર્ડ પણ એનાયત થયેલ છે.*

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏

No comments:

Post a Comment