Thursday, September 19, 2019

ભીખુદાન ગઢવી -- Bhikhudan Ghadhi

Yuvirajsinh Jadeja:
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
પજ્ઞશ્રી ભીખુદાન ગઢવીને સંત તુલસીદાસ એવોર્ડથી કરાયા સન્માનિત✅✅✅
💠💠💠💠💠💠♻️💠♻️♻️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📌📌તુલસી એવોર્ડમાં વંદનાપાત્ર સુતરની માળા, શાલ, અને રૂ.૧.રપ લાખનો પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે 

♦️♦️♦️પદ્મશ્રાી ભીખુદાન ગઢવીને ✅રાજસ્થાન ✅સરકારે આપ્યો તુલસીદાસ એવોર્ડ સૌપ્રથમ ગુજરાતી કલાકારને મળ્યું આ સન્માન

👉👉જૂનાગઢ નિવાસી પજ્ઞશ્રી ભીખુદાન ગઢવીને હાલમાં ભોપાલમાં એક સમારોહમાં સંત તુલસીદાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

👉👉છેલ્લા પચાસ વર્ષથી લોકસાહિત્ય અને સામાજિક કાર્યકર રહેલા ભીખુદાન ગઢવી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં જન્મ્યા હતા. ત્યારબાદ તેઓ જૂનાગઢ શહેરામાં પોતાનું નિવાસ સ્થાન બનાવી લીધું છે.

👉👉કાઠિયાવાડના સાહિત્યને દુનિયાભરમાં રહેનારા ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

♻️♻️ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. 
💠💠તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. 
💠💠આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે

✅જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮
ખીજદડ

🏆ખિતાબ=== સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર (૨૦૧૬)

✅✅ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના
કુતિયાણાના ખીજદડ ગામે ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ તેઓ જૂનાગઢ ખાતે રહે છે. 

✅✅.તુલસીદાસના જન્મની સંવત 1664 ભગવદગોમંડળમાં લખી છે.તેમાં એક દંતકથા છે સંત તુલસીદાસજીના સ્ત્રી મોહની વાત છે.એક લટકતા સાપને દોરડું માનીને સાપ પકડીને પ્રિય સ્ત્રીને મળવા જાય છે.ત્યારે સ્ત્રી તેને ઠપકા સાથે શખામણ આપે છે:હે!તુલસી,તને જે રીતે મારો મોહ અને જીજ્ઞાસા છે તેવી રામને માટે રાખ.હરિને નામે મોહ રાખ.દુહો આવો છે:‘જૈસી રતિ મૂજ દેહમે,તૈસી હરીમેં હોય/ચલે જાય વૈકુંઠમે બાહ ગહેના કોય’

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment