*🙏હરીન્દ્ર દવેના જન્મ દિવસ પર હરીન્દ્ર દવેએ લખેલી મારી સૌથી પ્રિય કવિતા – માધવ ક્યાંય નથી મધુવનમાં👏*
*ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :*
*માધવ કયાંય નથી મધુવનમાં.*
*કાલિન્દીના જલ પર ઝૂકી*
*પૂછે કદંબડાળી:*
*યાદ તેની બેસી અહીં વેણુ*
*વાતા’તા વનમાળી ?*
*લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :*
*માધવ કયાંય નથી મધુવનમાં…*
*શિર પર ગોરસમટુકી,*
*મારી વાટ ન કેમે ખૂટી,*
*અબ લગ કંકર એક ન લાગ્યો*
*ગયાં ભાગ્ય મુજ ફૂટી;*
*કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :*
*માધવ કયાંય નથી મધુવનમાં.*
*👁🗨🎯હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
☘☘☘☘☘☘☘☘☘☘☘
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
– હરિન્દ્ર દવે
*🙏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*🌦🌦☁️🌧🌧🌧🌨🌨🌩⛈⛈
*વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? માણીએ આ સુંદર રચના.*
⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈⛈
ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.
🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧🌧
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.
🌦🌦🌦🌦🌦🌦🌦🌦🌦
આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.
🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
🌦🌦🌦🌦🌦🌦🌦🌦🌦🌦
તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ
– હરીન્દ્ર દવે
*🙏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🙏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)*
અડકીને ચાલો તોય અળગા, સાજન.. – હરીન્દ્ર દવે
⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
અડકીને ચાલો તોય અળગા, સાજન
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂલ.
મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું.
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?
વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’
– *હરીન્દ્ર દવે*
*🍁🍁🍁બિલિપત્ર🍁🍁🍁*
વનમાં વન નંદનવન સજની,
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની,
રહી રહીને સંભારું.
– હરીન્દ્ર દવે
*પ્રેમરસની, શૃંગારની વાતો વ્યક્ત કરવામાં આપણું સાહિત્ય આજે પણ એટલું જ સમૃદ્ધ અને સદ્ધર છે જેટલું એ સદાકાળ રહ્યું છે. જ્યાં આજના સર્જકો ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રસ્થાપિત બંધનો તોડીને આગળ વધી રહ્યા છે ત્યાં આપણા સદાબહાર કવિઓ-ગઝલકારોએ કરેલ કૃતિઓ હજુ તેમની સિદ્ધહસ્ત સર્જકતાનો પરિચય આપતી અડીખમ ઊભી છે. પ્રસ્તુત કૃતિ એક પ્રેમીકાની તેના પ્રિયતમ વિશેની લાગણીઓને ખૂબ સુંદર રીતે વાચા આપે છે, શ્રી હરીન્દ્ર દવેની સર્જકતાનું આ એક ઓછું જાણીતું પણ અતિશય સબળ ઉદાહરણ છે.*
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099409723*

🍁🍂🍃🍁🍂🍃🍁🍂🍃🍁🍂
*🍰🎂🍰કવિ હરીન્દ્ર દવે🍰🎂🍰*
🍃🍂🍁🍃🍂🍁🍃🍂🍁🍃🍂
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
💟💟તા. ૧૯ સપ્ટેમ્બર એટલે કવિ હરીન્દ્ર દવેનો જન્મદિન.
*હરીન્દ્ર દવેનું નામ માત્ર ગુજરાતી સાહિત્યનાં રસિકોને જ ખબર હોય એવું કદાચ બને, પણ તમને ગુજરાતી ભાષા આવડતી હોય અને તમે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ ગઝલ ન સાંભળી હોય કે વાંચી હોય એવું જવલ્લે જ બને. ગુજરાતી રસિકોના મોબાઇલ રીંગટોન અને કોલર ટ્યુન સહજ બની જતી આ ગઝલ હરિન્દ્રભાઈની રચના છે અને તેમના વ્યક્તિત્વ તેમજ કૃતિઓના સ્વભાવનું પ્રાતિબિંબ છે. કવિતાઓની મૌલિકતામાં હરિન્દ્રભાઈનું સ્થાન ખૂબ આગળ પડતું છે.*

*🏆🏆🏆આજ રોજ હરીન્દ્ર દવે મેમોરીયલ ટ્રસ્ટે સાહિત્યનો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ગુજરાતી કવિ,નિબંધકાર અને વક્તા 💥ભાગ્યેશ જહાંને 💥અને પત્રકારિત્વ ક્ષેત્રે 💥જયંતિ દવેને 💥 એનાયત કરવામાં આવશે.🙏*
*🎯🔰 જાણીતા કવિ અને તંત્રી સ્વ. હરીન્દ્ર દવેની સ્મૃતિમાં છેલ્લાં 12 વર્ષથી ગુજરાતી સાહિત્ય તથા પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત કરાય છે.*
*💠👉🎯આ પારિતોષિકમાં સન્માનપત્ર તથા રૂપિયા 51,000/-ની ધનરાશીનો સમાવેશ થાય છે.*
*મોટા ભાગે પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે આ પારિતોષિક મુંબઈમાં ખાસ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવે છે.*
*💠💠💠હરીન્દ્ર જયંતીલાલ દવે (૧૯-૯-૧૯૩૦, ૨૯-૩-૧૯૯૫): કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, પદ્યકાર, સંપાદક, અનુવાદક.*
*💠👁🗨જન્મ કચ્છના ખંભરા ગામમાં. ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.*
*💠૧૯૬૧માં એમ.એ. ૧૯૫૧થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી.*
*💠૧૯૬૨થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ સામયિકના સંપાદક. 'સમકાલીન' વર્તમાનપત્રમાં તંત્રી.*
*💠🎯૧૯૬૮થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી.*
*🏆🏆૧૯૭૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવૉર્ડ.*
*🏆🏆૧૯૮૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક.*
👁🗨🎯👉તેઓ મુખ્યત્વે ગીતકાર અને ગઝલકાર છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને વાચા આપતી દીર્ઘરચનાઓ પણ રચી છે. એમની નવલકથાઓમાં સ્ત્રીપુરુષ સંબંધોની સમસ્યાઓ આકારિત થઈ છે. ચિંતનાત્મક લેખો – નિબંધો, કવિતા આસ્વાદ, પરિચયાત્મક પુસ્તિકાઓ તેમની પાસેથી મળે છે. વર્ષો સુધી કટારલેખન કર્યું છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099409723🙏*

No comments:
Post a Comment