Thursday, October 10, 2019

10 Oct

🔶👏🔶👏🔶👏🔶👏🔶👏🔶
*ઈતિહાસમાં ૧૦ ઓક્ટોબરનો દિવસ*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*૧૦ ઓક્ટોબર-માનસિક સ્વાસ્થ્ય દિન*

*💨🌪શ્રીલંકામાં ભારતનું બ્લંડર🌪💨*

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના આદેશથી શ્રીલંકામાં તમિળ વ્યાઘ્રોનો ખાત્મો બોલાવવા ગયેલી શાંતિ સેનાએ વર્ષ 1987ની 11 ઓક્ટોબરે હુમલો બોલાવ્યો હતો. ભારતીય મૂળના તમિળો સામે ભારતે જ આદરેલો હુમલો ભારતનું ઐતિહાસિક બ્લંડર ગણવામાં આવે છે.

*🎍સ્પેસ શટલની 100મી ફ્લાઇટ🎍*

અંતરિક્ષમાં જવા માટે અમેરિકાએ તૈયાર કરેલા સ્પેસ શટલે વર્ષ 2000ની 11 ઓક્ટોબરે 100મી ઐતિહાસિક ઉડાન ભરી હતી. નાસાના સ્પેસ શટલ ડિસ્કવરીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી જવા
માટેભરેલી આ ઉડાન 12 દિવસ અને 21 કલાકે ધરતી પર પરત ફરી હતી.

🏃‍♀🙋🏃‍♀ગોલ્ડન ગર્લ ક્રિશ્ના🏃‍♀🙋🏃‍♀

*દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં 2010ની 11 ઓક્ટોબરે ડિસ્કસ થ્રોઅર ક્રિશ્ના પુનિયાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો હતો. કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનારી તે પહેલી ભારતીય મહિલા બની હતી. મિલ્ખા સિંહ બાદ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનારી પણ તે પહેલી ખેલાડી બની હતી.*

*🎙📽🎙ગુરુદત્ત🎙📽🎙*

દંતકથા સમાન ફિલ્મ મેકર, એક્ટર અને ડિરેક્ટર ગુરુદત્તે ૧૯૬૪માં આજના દિવસે માત્ર ૩૯ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. ટાઇમ મેગેઝીને ઓલટાઇમ ૧૦૦ બેસ્ટ મૂવીઝમાં ગુરુદત્તની 'પ્યાસા' અને 'કાગઝ કે ફૂલ'નો સમાવેશ કર્યો હતો.

*🎤🎬🎧જગજિત સિંહ🎤🎬🎧*

ગઝલને સામાન્ય માણસ માટે સુગમની તરેહમાં લાવનારા મખમલી અવાજના માલિક જગજિત સિંહે ૨૦૧૧માં ૭૦ વર્ષની વયે આજના દિવસે આ ફાની દુનિયા છોડી હતી. ૨૦૦૩માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયા હતા.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment