Thursday, October 10, 2019

વિશ્વ પોસ્‍ટ દિન --- World post day

📮📭📮📭📮📭📮📭📮📭📮
*📮📮આજે વિશ્વ પોસ્‍ટ દિન📪📪*
📪🔖📪🔖📪🔖📪🔖📪🔖📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*📮🏷😊આજે વિશ્વ ટપાલ દિન છે. ૧૫૦૦થી ૨ હજાર વર્ષ પહેલા લોકો એકબીજાના ખબર અંતર - શુભ સંદેશા - શોક સંદેશાની ચિઠ્ઠી દ્વારા આપ-લે થતી.*
🎯👉પછી ૧૦ થી ૧૫ પૈસાના તૈયાર પોસ્‍ટકાર્ડ આવ્‍યા અને ત્‍યારબાદ અંતરદેશીય પત્ર આવ્‍યા.. *🙄🤔પરંતુ હવે આપણે કેવુ પડે કે એક હતું પોસ્‍ટકાર્ડ અને આ હકીકત સત્‍ય હોય તેમ આજના કોમ્‍પ્‍યુટર - ઈ-મેઈલ - વોટ્‍સએપ - ફેસબુક - ટ્‍વીટર - મોબાઈલ - જેટયુગમાં પોસ્‍ટકાર્ડ - આંતરદેશીય પત્રનો ઉપયોગ માત્ર ૧૦ ટકા રહ્યો હોવાનું બહાર આવ્‍યું છે.*

*😰😣આજે વિશ્વ પોસ્‍ટ દિન છે અને તે દિવસે પોસ્‍ટકાર્ડ અને ખબરરૂપી ચીઠ્ઠીને કોઈ યાદ કરવાવાળુ નથી.*
*🤗😊😎😉જેના આવવાથી ચહેરા ઉપર ખુશી ઝુમી ઉઠતી. મનમાં ગીત ગણગણવા લાગતુ. સંદેશે આતે હૈ... તે આજે લુપ્‍ત થઈ ગયુ છે. પરંતુ વિશ્વ ટપાલ દિન સંદર્ભે આજે આપણે પોતાના સ્‍વજનોના નામે એક ચીઠ્ઠી લખી તેને સાચા સરનામે પહોંચાડીએ તો પોસ્‍ટકાર્ડને શુભેચ્‍છા લેખાશે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*📮📭🎯👉વિશ્વમાં 243 વર્ષ જૂની ટપાલ સેવાના માનમાં ઊજવાતા વિશ્વ ટપાલ દિન📫📪*

🔰મિત્રો,તમારા ઘરે ટપાલ કે કોઇ કવર આવે ત્યારે એના ઉપર જુદી જુદી અનેક ટિકિટ ચોંટાડેલી તમે જોતા હશો.ક્યારેક ગાંધી બાપુની હોય,તો ક્યારેક કોઇ પ્રાણી કે પક્ષીની જોવા મળે.તો ક્યારેક ફિલ્મી હીરો-હિરોઇનની ટિકિટ ચોંટાડેલી હશે.પણ મિત્રો,કોઇકવાર અચાનક તમને કાર્ટૂન ચિત્રોવાળી ટિકિટ પણ જોવા મળી જતી હશે અને તમે તરત જ એ બધી ટિકિટ કવર પરથી ઉખાડીને તમારી પાસે રાખી લેતા હશો બરાબરને!તો આવો જાણીએ ટિકિટ વિશેની રસપ્રદ માહિતી.

📮📭📮આજે એટલે કે ૯ ઓક્ટોબરના દિવસને ‘વર્લ્ડ પોસ્ટ ડે’ (વિશ્વ ટપાલ દિન) તરીકે ઉજવવામાં આવે છે. 
*🎯🔰👉૯ ઓક્ટોબર, ૧૮૭૪માં સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીઓ)ની સ્થાપના કરવામાં આવી હતી.*
*📮📭🎯🔰👉યુપીઓનો હેતુ વિશ્વમાં દરેક સ્થળે ટપાલ લખી સંપર્ક સાધી શકાય તેવો હતો. ટપાલ દ્વારા વૈશ્વિક સંચાર ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી.*

*📮📮💠👁‍🗨‘વિશ્વ ટપાલ દિન’ની પહેલી ઉજવણી ૧૮૬૯માં જાપાનના પાટનગર ટોકિયોમાં કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે વિશ્વમાં આ દિનની ઉજવણી કરવામાં આવે છે અને સાથે જ ટપાલ સેવાઓનું મહત્વ પણ દર્શાવવામાં આવે છે.*

*📮📧📩📧દુનિયાની પ્રથમ ટિકિટ ટપાલ આવે તે ટિકિટ વગર આવતી નથી. એટલે જ ટપાલની સાથે સાથે ટિકિટનું પણ એટલું જ મહત્વ છે.*

*🀄🖼🖼🖊🖊દુનિયાની સૌથી પહેલી ટિકિટ એક પેનીની હતી. જેના પર બ્રિટનની ક્વીન વિક્ટોરિયાની મુખાકૃતિ પ્રસિદ્ધ કરાઇ હતી. 🖊‘પેની બ્લેક’🖊 વિશ્વની પ્રથમ ટિકિટ હતી, જેને પોસ્ટલ સ્ટેમ્પ તરીકે ૧ મે, ૧૮૪૦ના દિવસે જાહેર કરવામાં આવી અને ૬ મે ના દિવસથી તેનો સત્તાવાર રીતે ઉપયોગ શરૂ થયો હતો.*

*🇮🇳🇮🇳🇮🇳ભારતમાં ટપાલની ટિકિટ અને ટપાલનો ઈતિહાસ ભારતમાં લશ્કરી અને સરકારી કાર્યકર્તાઓ માટે કોઇપણ સ્થળે સંપર્કમાં રહેવા માટે ટપાલ પદ્ધતિ આપણા દેશમાં યુરોપિયનોના આગમન પહેલા વિકસાવવામાં આવી હતી.* 
*🔶🔷➖પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, ડેનિસ અને મોગલો ભારતમાં આવ્યા તે સમયે ઘણા સ્વતંત્ર રાજ્યોમાં ટપાલ પદ્ધતિ હતી. તેમ છતાંય ભારતીય પોસ્ટ ઓફિસની સ્થાપના ૧૮૩૭માં કરવામાં આવી હતી.*

*🇮🇳🔰🇮🇳૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભારતીય ટપાલ સેવાનું કામ શરૂ થયું અને દેશની પ્રથમ ટિકિટ ઉપર 🇮🇳ભારતના નકશાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું.🇮🇳*

*🎯👉તે પછી જે બીજી સ્ટેમ્પ બહાર પાડવામાં આવી તેમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીક એવા 🦁અશોકના ચાર સિંહોની કૃતિ🦁 જોવા મળી હતી.*

*🇮🇳🎯🇮🇳ભારત દેશની વિવિધ ટિકિટ આપણા દેશમાં પછી તો ઘણા બધા ચિત્રોની ટિકિટ બહાર પાડવામાં આવી. 🙏જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચિત્રવાળી ટિકિટ પણ હતી. 💠👉તે ઉપરાંત દેશના મહાન વ્યક્તિઓ, ચિત્રકારો, સાધુ-મહાત્માઓ, રાજા-રજવાડાઓ, દેશ માટે શહીદ થયેલા શહીદો, પક્ષીઓ, પ્રાણીઓ, ખેડૂતોના, ગોવાળોના, ગામડાંની મહિલાઓના પાણી લઇને જતાં ચિત્રો, વિવિધ ર્દશ્યચિત્રોવાળી, દરિયાઇ છીપ, કોંકણ રેલવે, મ્યુઝિકલ સાધનો, પંચતંત્ર કે પછી રત્ન અને આભૂષણ દર્શાવતી, બાળવાર્તા ધરાવતા ચિત્રોવાળી અનેક પ્રકારની ટિકિટ બહાર પાડવામાં આવી.*

🎯🔰👉મિત્રો આ બધી જ ટિકિટ દેશની છબીને રજુ કરતી હોય તેવા પ્રકારની હોય છે. તેમાં દેશની દરેક જાણીતી વ્યક્તિ, સંસ્કૃતિ અને પરિસ્થિતિને આપણે જોઇ શકીએ છીએ. ટિકિટ અંગે એક વાક્યમાં કહી શકાય કે દેશ-પરદેશની સંસ્કૃતિની ઓળખાણ ટિકિટ કરાવે છે. 

👆👉👆જેમ કે, મહાત્મા ગાંધીજીની જ ટિકિટનો સેટ તેમના વ્યક્તિત્વનો, જીવન પદ્ધતિનો કે પછી આઝાદીના ચળવળના આદિપુરુષનું વ્યક્તિત્વ આપણી સમક્ષ ખડું કરે છે. અંગૂઠાના માપથી લઇને હથેળીના માપની અધ્યતન ગ્રાફિકસ ટેક્નિકસની ટિકિટો તેમાં વિવિધતા સજેઁ છે. 
👶👦🏻👧🏻બાળકો માટે પણ ખાસ ટિકિટ બાળકોનું પણ ખાસ ધ્યાન રાખીને બાળકોને ગમતા 🐶🐰કાર્ટૂન પાત્રોવાળી અને બાળવાર્તાઓ દર્શાવતી ટિકિટ પણ બનાવવામાં આવી હતી. 🐸🐊🐒જેમાં ‘વાંદરો અને મગરમચ્છની વાર્તા’, 🦁🐭‘સિંહ અને સસલું’, 🐢🐾‘કાચબો અને હંસ’, 🐢🐉‘કાચબો અને સાપ’ અને 🐦‘શાહી બુલબુલ’ની વાર્તાઓ પર આધારિત ટિકિટો બાળકોને વધારે આકર્ષે છે. 🐨🐼🐻🐶🐱આ સિવાય વનના પશુઓ અને પક્ષીઓના ચિત્રો પણ વધારે પ્રચલિત હતા. 
🐵🐧અમેરિકામાં ડિઝની વર્લ્ડના પાત્રોને લઇને ટિકિટો પર તેમના ચિત્રો રજુ કરાયા. હવે તો કાર્ટૂન ટિકિટોમાં ડોનાલ્ડ ડક, મીકી માઉસ અને તે ઉપરાંત ડિઝની ચેનલ પર આવતા મોટાભાગના કાર્ટૂન સિરિયલના ચિત્રોને અમેરિકાની ટિકિટ પર સ્થાન આપવામાં આવ્યું છે. જે બાળકોમાં સૌથી વધુ આકર્ષણનાં સ્થાને છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


📤📤📤📤📤📤📤📤📤📮📮
વિશ્વ ટપાલ દિવસે અવનવું

*9મી ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ: ગુજરાતની કાર્યરત છે 68 પોસ્ટ વૂમન*
⚱⚱⚱⚱⚱⚱⚱⚱⚱⚱⚱
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ

ગુજરાતમાં માત્ર મહિલાઓથી સંચાલિત હોય એવી બે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. ભારતીય પોસ્ટલ વિભાગે એક ઐતિહાસિક પહેલ કરીને ભારતભરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસો શરૂ કરી હતી.

*મહિલા દિને દિલ્હીના શાસ્ત્રીભવનમાં ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ થઈ તેના પગલે ત્યાર બાદ એપ્રિલમાં મુંબઈમાં અને એના પછી સમગ્ર ભારતમાં ૧૧ મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ છે.*

*કુલ ૧૧માંથી ૨ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ તો ગુજરાતમાં જ છે. ગુજરાતમાં ટપાલ વિભાગના ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગના ફાળે એક મહિલા પોસ્ટ ઓફિસ આવે છે, જે ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગરની આઈઆઈટીમાં આવેલી આ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસમાં ત્રણ મહિલાઓ કાર્યરત છે. રાજકોટ પોસ્ટલ વિભાગમાં એક મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ આવેલી છે. રાજકોટના રેસકોર્ષ રોડ પર આવેલી આ વિમેન પાવર્ડ પોસ્ટ ઓફિસમાં ૪ મહિલાઓ કાર્યરત છે...*

🗳🗳🗳🗳🗳🗳🗳🗳🗳🗳🗳

*વિશ્વ ટપાલ દિવસ નો ઉદ્દેશ લોકો ના વેપાર વાણીજ્ય અને દરરોજ ના જીવન વ્યહાર માં અને દેશના સામાજિક અને આર્થીક વિકાસ માં ટપાલ ક્ષેત્ર ના મહત્વ વિષે જાગૃતતા લાવવાનો છે. દર વર્ષે ૧૫૦ કરતા વધુ દેશો વિવિધ પ્રવુત્તિઓ દ્વારા વિશ્વ ટપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.*

*વિશ્વ ટપાલ દિવસ કાર્યક્રમ ના અંતર્ગત ભારતભરમાં ૯ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષે તેના ભાગરૂપે ભારતીય ટપાલ ખાતા દ્વારા નીચે મુજબ ના અલગ અલગ દિવસ નું આયોજન કરવામાં આવે છે.👇🏻👇🏻*

· ૯ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ
· ૧૦ ઓક્ટોબર સેવિંગ બેંક દિવસ
· ૧૧ ઓક્ટોબર મેઈલ્સ દિવસ
· ૧૨ ઓક્ટોબર ફીલાટેલી દિવસ
· ૧૩ ઓક્ટોબર વેપાર વાણીજય દિવસ
· ૧૫. ઓક્ટોબર ટપાલ જીવન વીમા દિવસ

આથી જાહેર જનતા ને આ દિવસો દરમ્યાન પોસ્ટ ઓફીસ ની સેવાનો વધુ માં વધુ લાભ લેવાની અપીલ કરવામાં આવે છે.

*વિશ્વમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૬૯માં ઓસ્ટ્રિયાએ બહાર પાડયું હતું*
- આ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું હતું, માત્ર એક જ મહિનામાં એક લાખ પોસ્ટ કાર્ડ વેચ

- સૌથી પહેલું પોસ્ટકાર્ડ પણ પીળા રંગનું જ હતું

*ટપાલ ટિકિટ ચોંટાડી શકાય તેવી કાગળ વડે બનાવવામાં આવેલ એક પ્રમાણ છે, જે એમ દર્શાવે છે કે, ટપાલ સેવાઓ માટેના શુલ્કની ચૂકવણી થઇ ચુકી છે. સામાન્ય રીતે આ એક નાના કદના આયાત કરવામાં આવેલા કાગળનો ટુકડો હોય છે, જે એક પત્ર પર ચિપકાવવાનું રહે છે, આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓની પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચૂકવણી કરેલ છે. ટપાલ ટિકિટ, એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; આ ઉપરાંત આનો અન્ય વિકલ્પ છે, પોસ્ટકાર્ડ, હવાઈ પત્ર વગેરે. ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટના સંગ્રહને *ફિલાટેલી* કહે છે અને ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

૯ ઓક્ટોબર ૧૮૭૪ માં યુનીવર્સલ પોસ્ટલ યુનીયન (UPU) ની સ્થાપના સ્વીસ ની રાજધાની બર્ન માં થયેલ. અને ત્યાર બાદ ૧૯૬૯ માં જાપાન ના ટોકિયો શહેર માં UPU કોંગ્રેસ દ્વારા આ દિવસ ને વિશ્વ ટપાલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આથી દર વર્ષે ૯ ઓક્ટોબર ને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આધુનિક વિશ્વના વિકાસમાં ટપાલ વ્યવસ્થા (પોસ્ટલ સિસ્ટમ)નો મોટો ફાળો છે. ટપાલ ટિકિટો (પોસ્ટલ સ્ટેમ્પ્સ)ના શાસ્ત્રીય અભ્યાસને ફિલાટેલીના નામે ઓળખવામાં આવે છે. છતાં, આજકાલ ટપાલ ટિકિટ સંગ્રહના શોખ / કલાને ફિલાટેલી તથા ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે.

વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ (ગુંદર લગાડેલ એડહેસિવ પોસ્ટલ સ્ટેમ્પ) બહાર પાડનાર દેશ જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેંડ કહીએ છે તે દેશ યુકે (યુનાઇટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન એંન્ડ આયર્લેંડ) હતો.

1840માં ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) ની ટપાલ ટિકિટ “પેની બ્લેક” તે જગતની સર્વ પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ. દુનિયાની તે પહેલી ટપાલ ટિકિટ પર ઇંગ્લેંડનાં રાજકુમારી પ્રિંસેસ વિક્ટોરિયા (જે પાછળથી ક્વિન વિક્ટોરિયા તરીકે ઇંગ્લેંડનાં મહારાણી બની ગાદી પર આવ્યાં)નો ચહેરો અંકિત હતો. એક પેનીની કિંમતની પ્રિન્સેસ વિક્ટોરિયાની આ સ્ટેમ્પ બ્લેક રંગમાં છપાયેલી હોવાથી ‘પેની બ્લેક’ના નામથી જાણીતી થઈ. ત્યાર બાદ 1843માં બ્રાઝિલ, 1845-47 દરમ્યાન અમેરિકા (યુએસએ) તથા 1847માં ફ્રાંસમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.

ભારત (તત્કાલીન બ્રિટીશ રાજ હેઠળના હિંદુસ્તાન) માં સર્વ પ્રથમ ટપાલ ટિકિટ ઉત્તર હિંદુસ્તાનના સિંધ પ્રાંતમાં 1852માં બહાર પડી. આમ, ટપાલ ટિકિટ બહાર પાડનાર ભારત એશિયા ખંડનો સૌથી પહેલો દેશ બન્યો. પોસ્ટલ સર્વિસીઝનો વ્યાપ વધતાં પોસ્ટેજ સ્ટેમ્પ્સનો બહોળો ઉપયોગ થતો ગયો. જુદા જુદા દેશો ભાતભાતની રંગબેરંગી ટિકિટો બહાર પાડવા લાગ્યા. સાથે લોકોમાં ટિકિટ સંગ્રહનો શોખ જાગતો ગયો.

ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો ટિકિટ સંગ્રહ બેનમૂન હતો અને આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી (1850-1917)નો જન્મ પેરિસ (ફ્રાંસ)માં, પણ પેરિસમાં રહેવા છતાં પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. કિશોર વયથી તેમણે ટિકિટ સંગ્રહ શરૂ કર્યો. થોડા દાયકાઓમાં અગણિત દુર્લભ ટિકિટો સાથે તેમનો ટિકિટ સંગ્રહ અનોખો બની રહ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.



🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷🏷
*ટપાલ યુગથી ઈ – મેઈલ અને વોટસ એપ યુગ સુધી …*
🏷🔖🔖🏷🔖🏷🔖🏷🔖🏷🔖
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


*😜‘હું તો કાગળિયા લખી –લખી થાકી કાનુડા તારા મનમાં નથી …’ મિત્રો વર્ષોથી ગવાતી આવતી ભાવવાહી આ પંક્તિને જો હવે ગાવી હોય તો તેને બદલીને આમ ગાવી પડે ‘હું તો વોટસ એપ મેસેજ કરી કરી થાકી કાનુડા તારા મનમાં નથી …’*

*મિત્રો અહીં આપને વાત કરવાની છે, ટપાલ યુગથી માંડીને ઈમેઈલ યુગ અને વોટસ એપ સુધીમાં સંદેશા વ્યવહારક્ષેત્રે થયેલા નવાનવા આવિષ્કારની …!*

✍એક સમય એવો હતો કે જ્યારે માણસને રૂબરૂ એક ગામથી બીજા ગામ મોકલી સમાચાર કે વાવડ મોકલવામાં આવતા મોઢા મોઢ સમાચારની આપલે થતી. *રાજા રજવાડાના સમયમાં ખાસ પૈગામી માણસો રખાતા જે માત્ર સંદેશા પહોંચાડવાનું જ કામ કરતાં. મોઢા મોઢ સમાચાર દેવાની પદ્ધતિમાં ધીરે ધીરે થોડો સુધારો થયો અને મોરપીછમાંથી બનાવેલ કલમને કાળા કે લાલરંગના પ્રવાહીમાં જબોળીને પત્ર લખવાની પદ્ધતિ વિકસી. કાગળ ઉપર કે કાપડ ઉપર લખાયેલા આવા સંદેશા આજે પણ ક્યાંક સચવાયેલા જોવા મળે છે. અગત્યના દસ્તાવેજો જેવું લખાણ તાંબાના પતરા ઉપર કરવામાં આવતું હતું.*

*🕊🕊🕊એ સમયે સંદેશાની આપ લે માટે ‘કબુતર’ નો પણ ઉપયોગ થતો. સંદેશો લખીને કબુતરની ડોકમાં કે પગમાં બાંધીને ઉડાડવામાં આવે એટલે આવા તાલીમી કબૂતરો જે તે નિર્ધારિત સ્થળે જ ઉતરતા અને સંદેશો, જે તે વ્યક્તિને પહોંચાડતા.*

📃📨📩બાદમાં પત્ર વ્યવહાર પદ્ધતિ થોડી વિકસી અને ચોક્કસ સાઈઝના કાગળના ઉપયોગ સાથે ફાઉન્ટનપેન, બોલપેન પેન્સીલનો ઉપયોગ શરૂ થયો.

😟😟😟પરંતુ હવે અ રીતે પત્રો લખવાની વ્યવસ્થા પણ જૂની બની ગઈ છે, કેમ કે હવે ઇન્કોર્મેશન ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. જેમાં તમે વગર પેન ઉપાડ્યે અને વગર કાગળે માત્ર હાથની આંગળીઓ વડે કે ફક્ત યંત્ર સામે બોલીને સ્વીચ દબાવીને ‘ઈમેઈલ’ સેવા મારફત સંદેશાઓની આપલે કરી શકો છો. અને વોટસ એપના માધ્યમથી એક સેકન્ડમાં મેસેજ ની આપ લે થાય છે...

*☎️📞પત્ર વ્યવહારનો પાંગળો કરવામાં જો કે ટેલિફોન સેવાએ પણ કંઈ ઓછો ભાગ નથી ભજવ્યો ! … એમ કહેવું પણ ઉચિત જ ગણાશે કે ટેલીફોન યુગના ઉદય સાથે જ પત્રવ્યવહાર પદ્ધતિની પડતીની શરૂઆત થઇ ગઈ હતી, અને હવે બાકી હતું તે ઈમેઈલ સેવાઈ પૂરૂ કર્યું ! પરંતુ આ બધા નવા નવા આવિષ્કારો આપણા માટે તો લાભદાયી જ છે. જેમ જેમ પદ્ધતિ બદલાતી ગઈ તેમ તેમ સંદેશાની આપલે ઝડપી બનતી ગઈ ! એ સારી જ વાત કહેવાયને !🙏🙏😊*

👀👁👀પત્રવ્યવહારની પુરાણી વ્યવસ્થા ઉપર જો નજર કરીએ તો આજે થયેલા આ બધા આવિષ્કારો પૂર્વે આપણા પોસ્ટ ખાતાએ જે સેવાઓ આપી હતી તે ખરેખર આદર ઉપજે તેવી હતી. એ સમયે ચોક્કસ સાઈઝના પોસ્ટકાર્ડની બોલબાલા હતી. એ સમયે માત્ર ૯ પૈસા અને ત્યારબાદ ૧૦ પૈસા જેવી નજીવી કિંમતમાં મળતું પોષ્ટકાર્ડમાં સંદેશો લખીને પોસ્ટ કરવામાં આવે એટલે નાના એવા ગામના ખૂણેથી છેક દેશના બીજા ખુણે માત્ર ત્રણથી પાંચ દિવસમાં તે પહોંચી જતું.

🎯👉🔰પહેલાના સમયમાં આટલી ઝડપી વાહન વ્યવસ્થા પણ નોહતી. તે સમયે પોસ્ટ ખાતાના કર્મચારીઓ ઘોડાની સવારી કરીને ટપાલોના થેલાઓની હેરાફેરી કરતાં હતાં. ગમે તેવી કપરી પરિસ્થિતિ વેઠીને પણ સંદેશા વ્યવહારની સુંદર સેવા આપનાર પોસ્ટ કર્મચારીઓ ખરેખર વંદનને પાત્ર ગણી શકાય …

*🎯👉🤔🤔🤔🤔🤔🤔એ જમાનામાં ટપાલી બધાને બહુ વહાલો લાગતો. કોઈ આંગુતુકની રાહ જોવાતી હોય તે રીતે બધા ટપાલની રાહ જોતાં. વતનથી દુર રહેતા આપણા લશ્કરના જવાનોને મન તો ટપાલી મસીહા સમાન હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ફેલાયેલી ટપાલ સેવા ખરેખર દાદને પાત્ર જ કહેવાયને !*

*🤔😳🤔 હું યુવરાજસિંહ જાડેજા ગોંડલનો વતની છું અટલે મને અમારી માટીના એક લેખકની એક વાત ટાંકવાની ઇચ્છા થઇ.. ટપાલનો ઇંતજાર શું કહેવાય એની વેદના ગુજરાતી નવલિકા ‘પોસ્ટમેન’ માં બહુ સરસ રીતે જાણી શકાય છે. કોચમેન અલીડોસો વહાલસોઈ એકની એક દીકરીની ટપાલ આવવાની રાહમાં ઝૂરતો હોય છે. દરરોજ પોસ્ટઓફિસે જઈને પોતાની ટપાલ કોઈ આવી કે નહીં તેની પૃચ્છા કરે છે, પણ ટપાલ મળવાને બદલે પોસ્ટ ખાતાના કર્મચારીઓનો ઠપકો અને મશ્કરી સહન કરવી પડતી હોય છે. અને એક દિવસ જ્યારે સાચેજ અલીડોસાની ટપાલ આવે છે તે દિવસે અલીડોસા પોસ્ટઓફિસે નહીં દેખાતા પોસ્ટના કર્મચારી તેમના ઘરે ટપાલ દેવા જાય છે, ત્યારે અલીડોસા મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે. આ કથામાં ટપાલની ઇંતેજારીની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.*

*🎯🙏🎯મિત્રો એ સમયે ટપાલો લખવાની પણ કળા હતી … એક આગાવી ઢબ જતી. ટપાલના ઉપરના ભાગમાં ૐ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી લખવામાં આવતું.*

*ત્યારબાદ ‘એતાન ગામશ્રી ગોંડલ મધ્યે શ્રી ફલાણાભાઈ થથા ઘરના સૌ કોઈને ગામ મોરબીથી ફલાણાભાઈના જાજા કરીને રામરામ વાંચશો’ એવું મથાળું બંધાતું અને પછી જે કંઈ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાં આવતું.*


*વળી પત્ર પુરો થવા આવે એટલે તા.ક. લખીને ‘પત્ર લખવામાં કંઈ ભૂલચૂક હોય તો સુધારીને વાંચશો’ એવું લાગણીસભર માનવાચક વાક્ય અવશ્ય લખવામાં આવતું.*

*🎯👉એમાંય વળી શુભ અશુભ પ્રસંગે લખાતી ટપાલો માટે પણ ખાસ પદ્ધતિ હતી. શુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં લાલ શાહી (અક્ષરે) દ્વારા લખાતી અને તેને ‘શુક્નિયો’ કહેવામાં આવતી. જ્યારે અશુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં કાળી શાહી દ્વારા (અક્ષરે) લખાતી અને તેની ઉપર મથાળું ‘અશુભ’ પણ બંધાતું. આવી ટપાલને ‘મેલો’ કહેવામાં આવતી. જે સામન્ય સંજોગમાં એક વખત ટપાલ વંચાઈ ગયા બાદ તૂરત જ ફાડી નાખવામાં આવતી, તેને ઘરમાં સાચવવામાં ન આવતી.*

*🎯👉🔰એ સમયે સંદેશાની આપલે માટે આશિર્વાદરૂપ બનેલ ટપાલ સેવાને વધુ ઝડપી બનવવા પોસ્ટ ખાતાએ પણ કમરકસી હતી. સંદેશાની ઝડપી આપ લે થઇ શકે તે માટે ટેલીગ્રામ સેવા વિકસાવી હતી. પરંતુ આ ટેલીગ્રામ સેવા એટલે કે ‘તાર સેવા’ ટુંકા અને અગત્યના સંદેશા માટે જ વધુ અનુકુળ રહેતી. ખાસ કરીને ઈમરજન્સી મેસેજ હોય ત્યારે જ લોકો તેનો વધુ ઉપયોગ કરતાં કેમ કે તે થોડી વધુ પડતી ખર્ચાળ પણ હતી.*

*👁‍🗨👉બાદમાં એનાથી વધુ ઝડપી કહી શકાય તેવી ટેલીફોન સેવા વિકસી. બસ જયારથી ટેલીફોન સેવા આવી ત્યારથી જાણે કે ટપાલ યુગનો અસ્ત થવાની શરૂઆત થઇ ગઈ તેમ કહીએ તો કશું અહીં ખોટું નથી. એમાંય એસ.ટી.ડી. સેવા વિકસી, ડાયરેક્ટ નંબર ઘુમાવો એટલે દેશના કોઈપણ છેડામાં રહેલ સામેવાળી પાર્ટી સામા છેડે હાજર ! આવીજ રીતે આઈ.એસ.ડી. એટલે કે ઈન્ટરનેશનલ વિદેશી સેવા સાથે પણ ટેલીફોનનું ડાયરેક્ટ ડાઈલીંગ દ્વારા જોડાણ થઇ જતાં પરદેશમાં પણ તૂરત ફોન દ્વારા સંપર્ક ની સરળતા થઇ ગઈ. દેશ કે પરદેશ માટે કોલ બુક કરાવવાની ઝંઝટ પણ દુર થઇ, સીધાજ નંબર ડાયલ કરી ‘હાય, હલ્લો, કેમ છો’ કરીને વાતો કરી શકાતી.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

☹️😣😟શુભ અશુભના પ્રસંગોએ પણ ટપાલ લખવાની પ્રથા ધીરેધીરે ઓછી થઇ ગઈ, હવે તો ફોન ઉપર જ સમાચારો જણાવી દેવાય છે.

☎️📞☎️દીવા જેવી જ વાત છે ને મિત્રો ! ઘરે ઘરે ટેલિફોન આવી ગયા પછી ટપાલ કોણ લખે ? ધીરે ધીરે ટેલીગ્રામ સેવાનો ઉપયોગ પણ ઘટી ગયો અને ભારતમાં ૧૬૩ વર્ષ જેવી અવિરત કામગરી પછી ‘ડોટ કોમ’ ના દાદા જેવી ‘ડોટ ડેશ’ ની ટેલીગ્રામ સેવાનો યુગાંત આવ્યો, અને તે સેવાને સંપૂર્ણ બંધ જાહેર કરી દેવામાં આવી છે.

📠📠પોસ્ટ ખાતું પણ હવે સ્વીકાર કરે છે કે પત્રવ્યવહાર મહદઅંશે ઘટી રહ્યો છે. નવા વર્ષે લખાતા દિવાળી કાર્ડ કે લગ્નદિન-જન્મદિને પાઠવતા ટેલિગ્રામની પ્રથા પણ ઘટી રહી છે. હવે ફોન ઉપર જ શુભેચ્છાઓ પાઠવી દેવામાં આવે છે. અને હાલ તો આનું સ્થાન મોબાઈલ ફોન દ્વારા એસેમેસ કે વોટ્સએપે લઇ લીધું છે.

📝🏁📟📟જો કે આ મોબાઈલ ફોન સેવા પહેલાં પેજર સેવા પણ અસ્તિત્વમાં આવી હતી. જેમાં કોઈપણ વ્યક્તિના ખિસ્સામાં કે કમરપટ્ટે રહેલા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફોન કરીને સંદેશાની બે ચાર લાઈનો મોકલી શકાતી પરંતુ માત્ર માર્યાદિત પ્રમાણમાં કામ આવતી આ પેજર સેવા જાજો સમય ટકી નહોતી. હજુતો લોકો પૂરી સમજે જાણે એ જ પહેલાં જ પેજર સેવા બંધ થઇ ગઈ. ઉગતાની સાથે જ આથમી ગયેલ આ પેજર સેવાનો મૃત્યુ ઘંટ વગાડવા માટે મોબાઈલ ફોન સૌથી વધુ કારણરૂપ બન્યો તેમ કહી શકાય. મોબાઈલ ફોન સેવાઈ ઉદય સાથે જ આકર્ષણ જમાવી દીધું.

📲📱📲📱ટૂંકા સંદેશાઓ માટે મોબાઈલ ફોન પરથી શોર્ટ મેસેજીસ સર્વિસ એટલે કે આગળ જણાવ્યું તેમ એસ.એમ.એસ. સેવા આશિર્વાદરૂપ નિવડી છે. પ્રમાણમાં ઓછી ખર્ચાળ હોય લોકે એસ.એમ.એસ. સેવાને સહર્ષ સ્વીકારી છે.

*💻📲📽તેમાંય આ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં સંદેશા વ્યવહારક્ષેત્રએ મોટી હરણફાળ ભરી છે. કોમ્પ્યુટર માધ્યમથી શરૂ થયેલ ઈન્ટરનેટ સેવામાં સંદેશાઓની એકદમ ઝડપી આપ લે માટે ઈમેઈલ સેવા વિકસી છે. કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરેલ સંદેશો ઈન્ટરનેટ માધ્યમ દ્વારા થોડીજ ક્ષણોમાં વિશ્વના કોઈપણ ખુણે પહોંચાડી શકાય છે. તેમાં પણ નવા નવા સંશોધનો થતા રહ્યા અને કોઈપણ ભાષામાં ઈમેઈલ કરી શકાય તેવી સોફ્ટવેર તેમજ વેબસાઈટો વિકસી છે.*

*ઈ-મેઈલ સંદેશા પદ્ધતિ આવતા હસ્તાક્ષરોનું મહત્વ ઘટ્યું કેમ કે એમાં હાથેથી લખવાને બદલે કોમ્પ્યુટર ઉપર જ જોઈએ તેવા ફોન્ટમાં ટાઈપ કરી શકાય છે. વળી બીજી સુવિધા એ રહે છે કે તમારે એક જ પ્રકારનો મેસેજ ૫,૧૦, ૫૦ કે તેથી વધુ લોકોને મોકલવો હોય તો ઈ-મેઈલ સુવિધામાં માત્ર જૂદા જૂદા સરનામાં જ કરવાના રહે છે. જે તે મેસેજની સીધી જ કોપી કરી શકાય છે. ઈ-મેઈલની સૌથી આશિર્વાદરૂપ સેવા એ છે કે એમાં તમે તમારા ફોટોગ્રાફ્સ અને આખા આલ્બમ મોકલી શકો છો. પસંદગીના મ્યુઝિક કે ગીતો પણ તમે ઈ-મેઈલ થ્રુ ગમે તેને મોકલી શકો છો.*

*💥💥💥પરંતુ હા એક વાત સતત ખુંચે એવી છે કે પત્ર વ્યવહારમાં જેટલી ઈંતેજારી રહેતી તે ઈમેઈલમાં કે વોટસ એપ મેસેજ મા રહેતી નથી.*

🎯👉🔰શરૂઆતમાં ઈ-મેઈલ સેવાનો ઈજારો ફક્ત ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા માલેતુજારો માટે માર્યાદિત હતો. પરંતુ હવે તો પોસ્ટખાતાએ પણ પરિવર્તનના પવનની દિશા પારખીને ઈ-મેઈલ સેન્ટરો શરૂ કરી દીધા છે. આવા સેન્ટરો પરથી કોઈ પણ આમજન નિયત શુલ્ક ભરીને ઈ-મેઈલ સંદેશો મોકલી શકે છે. મતલબ કે હવે ઈ-મેઈલ સેવા સર્વ સામાન્ય બની રહી છે.

🎯👉ખાનગી ઈ મેઈલ સેન્ટરો પણ ઘણા ખુલી ગયા છે. તમે પોતે કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ કનેક્શન ન ધરાવતા હો તો પણ તમારૂ ઈ મેઈલ એડ્રેસ બનાવી શકો છો. કોઈપણ સાયબર કાફેમાં નિયત ફી ચૂકવી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જ્યાં નેટના માધ્યમથી નિ:શુલ્ક રજીસ્ટ્રેશન સુવિધા આપતી વેબસાઈટમાં તમારૂ ઈમેઈલ એડ્રેસ બનાવી શકો છો.

🎯👉🔰બાદમાં તમે એ ઈમેઈલ એડ્રેસ સગા સંબંધી અને સ્નેહી મિત્રોને આપી શકો છો અને તમારા વીઝીટીંગ કાર્ડમાં પણ છપાવી શકો છો !

🎯🔰બાદમાં તમો સમયાંતરે પર્સનલ ઈન્ટરનેટ કનેક્શન મારફતે અથવા કોઈપણ સાયબર કાફેની મુલાકાત અલી તમારૂ ઈમેઈલ બોક્ષ કોઈપણ સમયે ચેક કરી શકો છો અને તમારા આવેલ ઈમેઈલનો જવાબ પણ કોઇપણ સમયે આપી શકો છો.

વોટસ એપ વિશે તો શું વાત કરવી એટલું જ કે આ મેસેજ પણ અત્યારે આ માધ્યમથી વાંચી રહ્યા છો.....

🎯👉તો મિત્રો આ હતી આપણા સંદેશા વ્યવહારની ટપાલ સેવાથી માંડીને વોટસ એપ સેવા સુધીની મીઠી સફર …

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


No comments:

Post a Comment