🔘💠🔘💠🔘💠🔘💠
*🔘💠એની બેસન્ટ💠🔘*
🔘💠🔘💠🔘💠🔘💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
*🇮🇳ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી દેનાર સેવાભાવી અંગ્રેજ મહિલા શ્રીમતી એની બેસન્ટનો જન્મ ઇ.સ.1847 માં લંડનમાં થયો હતો.*
*🎯નેશનલ સેક્યુલર સોસાયટીમાં જોડાઇ દશ વર્ષ સુધી અથાક પ્રયત્નો કરી અને વ્યાખ્યાનો તથા કલમ વડે ધાર્મિક પાખંડો સામે સંગ્રામ આદર્યો.*
📚📒100 જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન તેમના દ્વારા થયું.
🗄બનારસ જઇ *‘શાંતિકુંજ’* નામ તપોવન બનાવ્યું. હિંદુ, મુસ્લિમ, જૈન,બૌદ્ધ વગેરે બધાં ધર્મોનો અભ્યાસ કરી, એમાંથી એકતાનું અમૃત તારવીને ભારતીય સંસ્કૃતિ સેવાની પ્રવૃતિ ઉપાડી. હિંદમાં રહીને કરેલું કાર્ય એટલું પ્રેરક હતું કે, *સમસ્ત જગતની થિયોસોફિકલ સોસાયટીના તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.* કૉંગ્રેસના ઉદ્દામ અને વિનીત દળો વચ્ચેનો મતભેદ નિવારવા તેમણે *🔘‘હોમરૂલ’🔘* નો મંત્ર ભારતીય જનતાને આપ્યો.
🔵મદ્રાસના ગવર્નરે અંગ્રેજ શાસન વિરોધી પ્રવૃતિઓ સામે ચેતવણી આપી, પરંતુ તેમના પર કોઇ અસર થઇ નહીં, તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ કર્યાં. ત્રણ માસ પછી તેઓ છૂટી ગયાં ત્યારે પ્રચંડ બહુમતિથી તેમને કલકત્તા કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં.
*💐💐20/09/1933 રોજ એમનો જીવનદીપ બુઝાયો ત્યારે 42 દેશોના પ્રતિનિધિઓ પોતાના ધ્વજ સાથે સ્મશાનમાં સાથે ચાલ્યા હતા.* કર્મવીરતા અને ધર્મવીરતા સેવવામાં તેમનું સંપૂર્ણ જીવન વ્યતીત થયું હતું. જિંદગીનો મોટા ભાગનો સમય આ દેશની સંસ્કૃતિ અને સેવામાં વ્યતીત કરનાર આ સન્નારીને ભાવાંજલિ.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
સંકટથી ડરો નહીં, કામ કરતા રહો
સંકટથી ડરો નહીં, કામ કરતા રહો
એની બેસન્ટ વર્ષ ૧૮૯૩માં થિયોસોફીના પ્રચાર માટે મદ્રાસ આવ્યા. તેમને ઉપનિષદોના અભ્યાસની તક મળી અને ત્યારે તેમને ખબર પડી કે થિયોસોફી તો ઉપનિષદોનું જ અનુસરણ છે. પછી તેમને ભારત પ્રત્યે પ્રેમ જાગ્યો અને ખુદને કોંગ્રેસનાં સેવાકાર્યોમાં સમર્પિત કરી દીધી. અંગ્રેજો વિરુદ્ધના સંઘર્ષમાં પણ તેઓ જોડાયા. તેમણે ‘ન્યૂ ઇન્ડિયા’ નામનું મેગેઝિન શરૂ કર્યું, જેમાં અંગ્રેજો વિરુદ્ધની વાતો પ્રકાશિત થતી હતી. ત્યારે મદ્રાસના ગવર્નરે તેમને બોલાવીને ચેતવણી આપી કે જો તેઓ આ બધું બંધ નહીં કરે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ સાંભળીને એની બેસન્ટે જવાબ આપ્યો કે, તમે શક્તિશાળી છો અને હું લાચાર. તમને જે યોગ્ય લાગે તે કરો. ત્યાર બાદ તેમને નજરકેદ કરી લેવાયા. એ વખતના ભારતના સચિવ મોન્ટેગ્યુએ એની બેસન્ટ અંગે જણાવ્યું કે, જો અમે માત્ર આ વૃદ્ધ મહિલાને પણ સમજાવી શક્યા હોત તો અમારું કામ સરળ બની જતું. સદ્કાર્યો દ્રઢ સંકલ્પથી જ સાકાર થાય છે, પછી તેના માર્ગમાં ભલે અનેક સંકટ આવે. જીવનદર્શન

No comments:
Post a Comment