Tuesday, October 1, 2019

એની બેસન્ટ --- Anne Besant

👁‍🗨💠👁‍🗨👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
♻️♻️♻️એની બેસન્ટ💠💠💠💠
💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ

અણુએ અણુમાં ધબકી રહેલ હે નિગૂઢ જીવન,
પ્રાણીમાત્રમાં ઝળકી રહેલ હે નિગૂઢ પ્રકાશ,
સર્વને, સચરાચરને એકતામાં આલિંગી રહેલ હે નિગૂઢ પ્રેમ,
જે કોઇ તારી સાથે એકરૂપતા અનુભવે, તેને –
બીજા સહુની સાથે પણ તે એકરૂપ જ છે,
તેનું જ્ઞાન થાઓ.
– એની બેસન્ટ
અનુવાદ – કુન્દનિકા કાપડીયા
🔰🔰🔰🔰🔰


13 MARCH 2015
મહાનુભાવ પ્ર ખ્યાત સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની એની બેસન્ટે
* લંડનમાં ૧ ઓક્ટોબર, ૧૮૪૭માં 'વુડ' પરિવારમાં જન્મેલાં એની બેસન્ટ ઉપર તેમનાં માતા-પિતાના ધાર્મિક વિચારોનો પ્રભાવ રહ્યો હતો. તેમના પિતા વ્યવસાયે કુશળ તબીબ હતા. એની બેસન્ટ પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. કિશોરાવસ્થામાં તેમણે ફ્રાંસ અને જર્મનીની યાત્રા કરી અને ત્યાંની ભાષા શીખ્યાં હતાં.

* ૧૮૬૬માં તેઓ ધાર્મિક, આધ્યાત્મિક અને રહસ્યસભર પુસ્તકો તરફ આકર્ષાયાં. તે દરમ્યાન ૧૮૬૭માં યુવાવસ્થામાં તેમણે રેવરેન્ડ ફ્રેન્ક નામના પાદરી સાથે લગ્ન કર્યાં હતાં.

* ૧૮૭૮માં તેમણે પહેલી વાર ભારત આવવા પોતાનો વિચાર વ્યક્ત કર્યો. તેમના વિચારે ભારતીયોનાં મનમાં એક પ્રકારનો આદરભાવ અને સ્નેહ ઉત્પન્ન કરાવ્યો. એની બેસન્ટ દિવસ-રાત ભારતીયોની મદદ કરવાનું વિચારતાં હતાં. ૧૮૮૨માં તેઓ થિયોસોફિકલ સોસાયટીના સંસ્થાપિકા મેડમ બ્લાવત્સકીના સંપર્કમાં આવ્યાં હતાં.

* ૧૮૮૩માં તેઓ સમાજવાદી વિચારધારા પ્રતિ આર્કિષત થયાં હતાં. તેમણે લંડનમાં મજદૂરોના પક્ષમાં સોશિયાલિસ્ટ ડિફેન્સ સંગઠન નામની સંસ્થા બનાવી હતી.

૧૮૮૯માં તેઓએ પોતાની જાતને થિયોસોફિસ્ટ જાહેર કર્યાં, સાથે સાથે પોતાની જાતને ભારતની સેવામાં સર્મિપત કરવાની જાહેરાત કરી હતી.

* ૧૬ નવેમ્બર, ૧૮૯૩માં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા ભારતમાં આવ્યાં હતાં. તેમણે કાશી (બનારસ)માં ૭ જુલાઈ, ૧૮૮૯ના રોજ સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી.

* તેમણે સામાજિક દૂષણો જેવાં કે બાળવિવાહ, જાતીય વ્યવસ્થા, વગેરે નાબૂદ કરવા માટે 'બ્રધર્સ ઓફ ર્સિવસ' નામની સંસ્થા બનાવી હતી. આ સંસ્થામાં સભ્યપદ મેળવવા માટે પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કરવા પડતા હતા. જેમાં હું જાત પાત આધારિત છુઆછૂત નહીં કરું, હું મારા પુત્ર કે પુત્રીના લગ્ન નાની ઉંમરમાં નહીં કરું, હું પત્ની, પુત્રી અને કુટુંબની અન્ય સ્ત્રીઓને શિક્ષણ અપાવીશ. જેવા નિયમો પર હસ્તાક્ષર કરવાના રહેતા હતા.

* ૧૯૧૪માં તેમણે 'ન્યૂ ઇન્ડિયા દૈનિક' અને 'ધ કોમન વ્હિલ સાપ્તાહિક' નામનું સામયિક પ્રકાશિત કર્યું હતું. આ સામયિક બ્રિટિશ વિરોધી લખાણ હોવાથી તેમણે ૨૦ હજાર રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડયો હતો.

* એની બેસન્ટને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. બ્રિટિશ સમાચારપત્રોએ તેમને 'પૂર્વનો તારો' તરીકે બિરદાવ્યાં હતાં. તેઓ હંમેશાં કહ્યાં કરતાં હતાં કે, 'ઈશ્વરને મારી પ્રાર્થના છે કે હવે મારો જન્મ હિન્દુ પરિવારમાં જ થાય.' ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ તેમનું મૃત્યુ ૮૬ વર્ષની વયે ચેન્નાઈમાં નીપજ્યું હતું

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment