Tuesday, October 1, 2019

રામનાથ કોવિંદ -- Ramnath Kovind

Yuvirajsinh Jadeja:
🎯♻️♻️🎯♻️🎯🎯♻️🎯♻️🎯
👁‍🗨💠એનડીએએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શ્રી રામનાથ કોવિંદના નામ નક્કી કર્યા છે. 
💠💠💠💠💠💠💠💠💠💠💠
✍યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠હાલમાં શ્રી રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ છે.

♦️🎯રામનાથ કોવિંદનો પરિચય

♦️રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે.
♦️1 ઓકટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મ થયો છે.
♦️ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે.
♦️ઉત્તર પ્રદેશમાંથી બે વખત રાજ્યસભામાં સાંસદ રહી ચુક્યા છે.

♦️વ્યવસાયે વકીલ એવા કોવિંદ ઑલ ઈન્ડિયા કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
♦️1994માં ઉત્તર પ્રદેશમાં પહેલી વાર રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ પામ્યા હતા.
♦️2006 સુધી તેઓ સાંસદ રહ્યા હતા.
♦️રામનાથ કોવિંદ કેટલીય સંસદીય કમિટીઓના અધ્યક્ષ રહી ચુક્યા છે.

👁‍🗨રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીને લઈને NDAમાં ચર્ચાનો દોર પૂર્ણ થયો છે. હવે ઉમેદવારના નામની જાહેરાત ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં કરવામાં આવી શકે છે.
💠💠મીડિયાને સંબોધિત કરતા બીજેપીના અધ્યક્ષ અમિત શાહે શ્રી રામનાથ કોવિંદના નામ સામે રાખ્યું. 

♻️👁‍🗨28 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમીનેશન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24થી 27 જૂન સુધી અમેરિકાની યાત્રા પર ચે. માટે વડાપ્રધાનની હાજરીમાં રાષ્ટ્રપતિ ઉમેદવારનું નોમીનેશન ફાઈલ થાય અને તેમાં હવે વધારે સમય બચ્યો નથી. ભાજપે તમામ વિપક્ષી નેતાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી લીધી છે. ભાજપનો પ્રયત્ન છે કે આમ સહમતિથી રાષ્ટ્રપતિ બને. જો કે ઉમેદવારનું નામ ન બતાવ્યું હોવાથી વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપવા કોઈ આશ્વાસન આપ્યું ન હતું.

♻️રામનાથ કોવિંદનો જન્મ યુપીના કાનપુર જિલ્લાના ડેરાપુરના એક નાના ગામ પરોખમાં થયો હતો. તેઓએ વકીલ થયા બાદ દિલ્હી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા હતા. ✅૧૯૯૧માં તેઓ ભાજપમાં આવ્યા હતા. ✅૧૯૯૪માં યુપીથી રાજયસભા માટે ચૂંટાયા હતા.✅ ર૦૦૦ની સાલમાં ફરી યુપીથી રાજયસભામાં આવ્યા હતા. તેઓ સતત ૧ર વર્ષ સુધી રાજયસભાના સાંસદ રહ્યા હતા. ✅તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા તરીકે પણ કામ કર્યુ હતુ. તેઓ ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ અને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુકયા છે.✅ ૮ ઓગષ્ટ ર૦૧પના રોજ તેમની બિહારના રાજયપાલ તરીકે નિમણુંક થઇ હતી.



♻️👁‍🗨૨૮મી જુન ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. મોદી ર૪ થી ર૭મી સુધી અમેરિકા જઇ રહ્યા છે તેથી તેમની હાજરીમાં જ ઉમેદવારનું નોમીનેશન ફાઇલ થશે. 

⭕️ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાર નામાંકન દાખલ થશે. તેમા કુલ ૪૮૦ સાંસદો અને ધારાસભ્ય સહી કરશે. આ સહીનું કામકાજ બે દિવસ ચાલશે અને તે પછી ર૩મીએ ઉમેદવારી પત્ર ભરાશે. બીજા પ્રસ્તાવમાં પહેલુ નામ અમિત શાહનું નામ હશે. ત્રીજા અને ચોથા પ્રસ્તાવમાં પહેલુ નામ પ્રકાશસિંહ બાદલ અને ચંદ્રાબાબુ નાયડુ નામ હશ

👁‍🗨મુખ્ય ચૂંટણી કમિશ્નર નસીમ જૈદી

💠17 જુલાઇએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થશે અને 20 જુલાઇએ મતગણતરી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ આગામી 24 જુલાઇએ સમાપ્ત થઇ રહ્યો છે.

💠રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો મતદાન કરી શકે છે. પરંતુ નોમિનેટ થયેલા સાંસદ મત આપી શકતા નથી. મત આપવા માટે વિશેષ પેનનો ઉપયોગ થાય છે. અન્ય કોઈ પેનથી મત આપવા પર બેલેટ પેપર અયોગ્ય (રદ) મનાય છે. સંસદ અને વિધાનસભા પરિસરમાં મતદાન થાય છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે 15 હજાર રૂપિયાની સિક્યોરિટી મની જમા કરાવવી પડે છે. ચૂંટણી સિક્રેટ બેલેટથી થાય છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન પક્ષો વ્હિપ જાહેર નહીં કરી શકે. રાષ્ટ્રપતિ પદ માટે થયેલા મતદાનના મતની ગણતરી દિલ્હીમાં થશે અને 14 જૂન 2017ના રોજ આ ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 1 જુલાઇ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment