Thursday, November 14, 2019

બાળદિન --- Children Day

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👦🏻👧🏻👶👶👦🏻👧🏻વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક …!👧🏻👦🏻👶👧🏻👦🏻*

આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે …તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના એક અલગ વિશ્વમાં રાચ્યું રહે છે આ બચપણ..! નિર્જીવ વસ્તુમાં પણ સાખ્ય્ભાવ રાખે છે .. ઢીંગલીને પોતાની સખી માને છે..!! આવા બચપણને માણવા ચલો આપણે પણ બાળક બનીને આ ગીતમાં ખોવાઇ જઇએ …!

ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી..!
બોલ મમ્મી બોલ, એને કેમ બોલાવું..? કેમ બોલાવું..?

ડોલમાં બેસાડી તેને નવડાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું ,

તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી..!

ઘંટીને ઘુઘરો આપું છું રમવા , સોનાના પાટ્લે બેસાડું જમવા
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી..!

પંખી બતાવું ડાળીએ ઝુલતા , મેના-પોપટ ને મોરલા ટહુકતા,
તો પણ આ ઢીંગલી મારી ગાતી રે નથી..!

પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝભલું, ઘુમ ઘુમ નાચુંને વગાડું તબલું
તો પણ આ ઢીંગલી મારી નાચતી નથી..!

ચાંદામામા તો આકાશે રમતા , બાબાગાડીમાં ઢીંગલીબેન ફરતા
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી … હું ..ઉ..ઉ..ઉ..ઉ….!!

*સ્વતંત્ર ભારતનાં પ્રથમ વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા પં. જવાહરલાલ નહેરુનો આજે જન્મ દિવસ. આ દિવસ ‘બાળદિન’ તરીકે ઓળખાય છે. 14-11-1889 ના દિવસે એમનો જન્મ અલાહાબાદ ખાતે થયો હતો. આપણો ઈતિહાસ આજનાં દિવસે આ સ્વપ્નદ્રષ્ટા અને શાંતિદૂત આપણાં પ્રથમ વડા પ્રધાનને યાદ કરે છે. ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો ‘એ એમના જીવનનો ધ્યેય હતો..*

*🔰🔰શું આપ જાણો છો કે વિવિધ દેશમાં બાળદિન ક્યારે ઊજવાય છે?🔰🔰*

*વિવિધ દેશમાં ઊજવાતાં બાળદિન:—*

1] યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ———– 5 ઑક્ટોબર

2] આંતરરાષ્ટ્રીય બાળદિન——— 1 જૂન

3] જાપાન ———————— 5 મે

4] કોરિયા ———————— 5 મે

5] થાઈ લેંડ ———————- જાન્યુઆરી મહિનાના બીજા શનિવારે

6] લેબેનોન ———————- 22 માર્ચ

7] બોલિવિયા ——————– 12 એપ્રિલ

8] તુર્કી ————————– 23 એપ્રિલ

9] મેક્સિકો ——————— 30 એપ્રિલ

10] નાઈજિરિયા —————— 27 મે

11] ઈંડોનેશિયા —————— 17 જૂન

12] નેપાળ ———————- 20 ઑગસ્ટ

13] જર્મની ———————- 20 સપ્ટેમ્બર

14] સિંગાપુર ——————— 1 ઑક્ટોબર

15] ઈરાક અને બ્રાઝિલ———— 12 ઑક્ટોબર

16] ભારત ———————– 14 નવેંમ્બર

17] ગ્રીસ ———————— 11 ડિસેંમ્બર

Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.
બાળદિન

November 13th, 2013 by GujaratiLexicon Team | No Comments »
આજે ૧૪ નવેમ્બર એટલે બાળદિન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂનો જન્મ દિવસ 14 નવેમ્બર 1889માં અલ્લાહબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરૂ ઇંગ્લેન્ડમાં ભણીને બેરિસ્ટર થયાં હતા. આપણા દેશને સ્વતંત્ર કરવા તેઓ ઘણીવાર જેલમાં પણ ગયા હતા.

કહેવાય છે કે એમને બાળકો ખૂબ પસંદ હતા અને જવાહરલાલ નહેરૂને બાળકો પ્રેમથી *“નહેરુચાચા”* કહેતા. નહેરુચાચાની યાદમાં એમના જન્મદિવસને *“બાળદિન”* તરીકે ઊજવવામાં આવે છે. આપણો ઇતિહાસ આજના દિવસે આ સ્વપ્નદૃષ્ટા અને શાંતિદૂત આપણા પ્રથમ વડાપ્રધાનને યાદ કરે છે. વૈશ્વિક રીતે બાળદિન ઊજવવાની શરૂઆત ઓક્ટોબર-૧૯૫૪થી થઈ હતી અને આજે પણ વૈશ્વિક રીતે ૨૦ નવેમ્બરના દિવસે બાળદિન ઊજવાય છે. નહેરુચાચાને ગુલાબનું ફૂલ ખૂબ જ ગમતું. નહેરુચાચાના જીવનનો ધ્યેય ‘ઝડપી આર્થિક વિકાસ સાધવો અને એ દ્વારા સામાજિક ન્યાય પ્રાપ્ત કરવો’ એ હતો, તેથી તેઓએ આપણને ”*આરામ હરામ હે”* નો મંત્ર આપ્યો હતો.

*👧🏻👦🏻👧🏻બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ…..👧🏻👦🏻*

ચાલ ને સખી, બાળક બનીએ

ફરી પા-પા પગલી માંડીએ

આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ

જીવનમાં નિર્દોષતા ભરીએ

કોઈને ફરિયાદ ન કરીએ

ચિંતા અને ફિકરની ફાકી કરીને

રોજ જીવન નવું જીવીએ

ફૂલ, પંખી ને પવનની દોસ્તી કરીએ

હાથમાં લઈને હાથને દોડીએ

દરિયાને કિનારે જઈને

શંખ, છીપ ને મોતી વીણીએ

દૂર ગગનમાં વસતાં પેલા

ચાંદ ને તારાની પાસે જઈએ

ચાલ ને સખી, બાળક બનીએ
(🖕કવિતા પ્રીતિ (વિવિધ રંગો)માંથી.)
〰〰〰〰〰〰〰〰
બાળદિન વિશેષ : ૨ : બેન અને ચાંદો – સુન્દરમ્

બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચૉકમાં.

બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.

પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.

ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.

બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.

બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

– સુન્દરમ્

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎯🔰💠👉૧૯૬૪ પહેલાં ભારતમાં દર 🎯૨૦ નવેમ્બરે બાલદિન ઉજવવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રો સંસ્થા દ્વારા દુનિયાભરમાં એ તારીખે બાલદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ, 👁‍🗨૧૯૬૪માં નેહરુના નિધન બાદ એવું સર્વાનુમતે નક્કી કરાયું હતું કે નેહરુને બાળકો પ્રત્યે જે વહાલ તથા પ્રેમ હતો એને ધ્યાનમાં લઈને દેશભરમાં નેહરુના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવો.*

🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*👁‍🗨જવાહરલાલ નેહરુ ઉપર અત્યારસુધી વર્ગ 3 ની પરીક્ષા મા પુછાયેલા સામાન્ય પ્રશ્નો.*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

૧. જવાહરલાલ નેહરુએ કોણ હતા?

- ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1964 સુધી સેવા આપી હતી.

૨. જવાહરલાલ નેહરુનું અન્ય નામ શું હતું?

- ચાચા નહેરુ, પંડિતજી

3. જવાહરલાલ નેહરુનો જન્મ ક્યારે થયો?
- ૧૪ નવેમ્બર ૧૮૮૯

4. જવાહરલાલ નેહરુનો જન્મ કયા થયો?
- ઇલાહાબાદ, ઉત્તરપ્રદેશ

૫. જવાહરલાલ નેહરુના પિતાનું નામ શું હતું?
- મોતીલાલ નહેરુ 

૬. જવાહરલાલ નેહરુની માતાનું નામ શું હતું?
- સ્વરૂપ રાણી

૭. જવાહરલાલ નેહરુની પત્નીનું નામ શું હતું?
- કમલા નહેરુ 

8. જવાહરલાલ નેહરુના સંતાનનું નામ શું હતું?
- ઇન્દિરા ગાંધી

૯. જવાહરલાલ નેહરુનું સ્મારક કયા છે?
- શાંતિવન, દિલ્લી

૧૦. જવાહરલાલ નેહરુ કઈ રાજનૈતિક પાર્ટીના નેતા હતા?
- કોંગ્રેસ

૧૧. જવાહરલાલ નેહરુનું રાજનૈતિક પદ કયું હતું?
- ભારતના પ્રધાનમંત્રી

12. જવાહરલાલ નેહરુ કેટલા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા?
- ૧૯૪૭ – ૧૯૬૪

૧૩. જવાહરલાલ નેહરુ કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી, અંગ્રેજી

૧૪. જવાહરલાલ નેહરુ કેટલી બાર જેલ યાત્રા કરી?
- નવ વાર 

૧૫. જવાહરલાલ નેહરુને કઈ પુરસ્કાર ઉપાધિ મળી છે?
- ભારત રત્ન સન્માન

16. જવાહરલાલ નેહરુના જન્મ દિવસ નિમિતે કયો દિવસ માનવામાં આવે છે?
- બાળ દિવસ

*ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરનો દિવસ બાલદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૪ નવેમ્બરની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મતિથિ છે અને એમને અંજલિ તરીકે એમના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નેહરુ બાળકો પ્રત્યે એમના પ્રેમને કારણે જાણીતા હતા અને બાળકો એમને ચાચા નેહરુ કે ચાચાજી તરીકે બોલાવતા હતા.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*“પંડિત જવાહરલાલ નેહરુ”. નામ સંભાળતા જ માથે સફેદ ટોપી, બ્લેક જોધપુરી સ્ટાઈલ શૂટ અને હૃદયની બિલકુલ લગોલગ લગાવાયેલા ગુલાબથી સુશોભિત એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ આંખો સામે આવી જાય એ સ્વાભાવિક છે. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ એવા પંડિત જવાહરલાલ નેહરુનું જીવન એક રાજાશાહી ઢબે વીત્યું, પણ એમણે જીવનના નવ વર્ષ જેલવાસ પણ ભોગવ્યો છે. એમની જેટલી પ્રશંસા થઇ છે એટલી જ વ્યાજબી ટીકા પણ કરવામાં આવી છે. તેઓ જીવનના દરેક પાસાના બંને અંતિમોના સાક્ષી છે. તમે અને મેં, આપણે બધાએ એમના સત્તાલોભ અને એમને બેજવાબદાર કહેતા ઘણા લોકોને સાંભળ્યા હશે. પણ એમાંથી ગણ્યાગાંઠ્યાને બાદ કરતાં કોઈનેય એમની ભૂલોનું કોઈ વાસ્તવિક જ્ઞાન નથી.*

*આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ આર્ટીકલ ધ્વારા જવાહરલાલ નેહરુ દ્વારા થયેલી મોટામાં મોટી ભૂલો કે જેને કારણે પાકિસ્તાન મુદ્દો, કાશ્મીર મુદ્દો, ચીનનો મુદ્દો, ભ્રષ્ટાચાર વગેરેની ચક્કીમાં આપણે અને આપણો દેશ અત્યારે પીસાઈ રહ્યા છીએ. આ ભૂલો જ કદાચ આપણો દેશ હાલમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસશીલની કેટેગરીમાં આવે છે. આપણે મનુષ્યો ભૂલને પાત્ર છીએ પણ ભૂલ કે જે અવોઇડ કરી શકાયી હોત એ ભૂલ નહિ મુર્ખામી જ લેખાય, અને ખાસ તો ત્યારે જ્યારે ભૂલ કરનાર કોઈ બીજું નહિ પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વાળા પ્રધાન હોય.*

*🎯😠(૧) એમની પ્રથમ અને મોટી ભૂલ : “ભારતના ભાગલા” :🔰🔰🔰*

જયારે બ્રિટીશરો ભારતને એક દેશ તરીકે આઝાદી આપવા માંગતા હતા ત્યારે મોહમ્મદ અલી ઝીણા કે જે મુસ્લિમ લીગના પ્રમુખ હતા એમણે ભારતમાં હિંદુઓની તાદાત વધારે હોવાથી મુસ્લિમોની સિક્યોરીટી અને સ્વાયતતા માટે અલગ મુસ્લિમ દેશની માંગણી કરી. તેઓ પોતે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માંગતા હતા પણ નેહરુના હોવા પર્યંત એ શક્ય નહતું. કેબીનેટ મિશને અને સરદાર પટેલે આ વાતનો સખત વિરોધ કર્યો. જવાબમાં ઝીણાએ સશસ્ત્ર આંદોલનો કરાવ્યા અને ભયંકર હિંસા ફાટી નીકળી. આ હિંસાનો બ્રિટીશ અફસરોએ ફાયદો ઉઠાવ્યો અને પોતાની વર્ષો જૂની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ મુજબ ભારતના ભાગલાની વાત મૂકી. પોતાનો પક્ષ અને પોતાની સત્તા બચાવવા ખાતર ઝીણાને સાનથી સમજાવવાનું રહેવા દઈ ગાંધીજી અને સરદારની વિરુધ્દ જઈને મોહમ્મદ અલી ઝીણાની માગણી સ્વીકારીને નેહરુએ અલગ પાકિસ્તાન આપવા માટે પરવાનગી આપી દીધી. તેઓ આ ભુલ ટાળી શકતા જો એમણે પોતાની જવાબદારી સમજીને ઝીણાને એ સમજાવ્યું હોત કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હતો છે અને રહેશે. અને આમ કરવું એ એમની નૈતિક ફરજ પણ હતી. છતાં ચુપકીદી સેવીને તરત ઝીણા સાથે સંમત થયા અને એનું પરિણામ ભારતના અસંખ્ય લોકોએ ભોગવ્યું.

*😠🎯(૨) સળગતો મુદ્દો : કાશ્મીર🔰*

*ભારતની આઝાદી વખતે કાશ્મીરમાં ડોગરા વંશના રાજા શ્રી હરિસિંહનું રાજ્ય હતું. જેમણે ભારત કે પાકિસ્તાન સાથે ન જોડાઈને પોતે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ પાકિસ્તાન આર્મી અને આઝાદ કાશ્મીરની ફોજ કે જે પાકિસ્તાન સમર્થિત હતી એ બંનેએ પાકિસ્તાનનો વિસ્તાર વધારવા માટે ત્યાં કબજો જમાવવાના પ્રયાસો ચાલુ કર્યા. એ વખતે રાજા હરિસિંહ પાસે ન તો તાલીમ પામેલું લશ્કર હતું કે ન તો આધુનિક યુદ્ધશસ્ત્રો કે જેનાથી પ્રતિકાર કરી શકે. એટલે તેઓ જવાહરલાલ નેહરુ પાસે ગયા અને ભારત સાથે જોડાવાની ઈચ્છા દર્શાવી. પણ નેહરુએ કહ્યું કે ‘કાશ્મીર એક મુસ્લિમ પ્રધાન રાજ્ય છે અને જેથી કરીને કાશ્મીર પાકિસ્તાન સાથે કે ભારત સાથે જોડાય એનો નિર્ણય શેખ અબ્દુલ્લાહ લેશે’. શેખ અબ્દુલ્લાહ કાશ્મીરને તો જ ભારત સાથે જોડવા પરવાનગી આપે એમ હતા જો નેહરુ અને અન્ય કાશ્મીરીઓ કાશ્મીર ખીણમાં એની પોતાની હકુમત નીચે આવે. આથી રાજા હરિસિંહ માઉન્ટબેટન પાસે મદદ માટે ગયા. માઉન્ટબેટને ભારતને પોતાની મિલીટરી ફોર્સ કાશ્મીરમાં પરિસ્થિતિ સમીસુતરી કરવા માટે ખડક્વાનો આદેશ આપ્યો. ભારતની તાલીમ પામેલી ફોર્સ દ્વારા આ કામ બખૂબી નિભાવાયું. તેમની સામે પાકીસ્તાન આમી હાર માનવાની અણી પર જ હતી ત્યાં નેહરુએ આ ઘટનાને રાજકીય વળાંક આપ્યો. તેઓ આ મુદ્દો યુનાઈટેડ નેશન્સ (UN)માં લઇ ગયા. જેની સરદાર પટેલ સહીત તમામને ભારે અચરજ લાગી. યુએનએ ભારત અને પાકિસ્તાનને સીઝફાયર જાળવી રાખવા કહ્યું. આથી ભારતની આર્મીએ એનું પાલન કર્યું પણ પાકિસ્તાન આર્મીએ ન તો ત્યારે કે ન તો આજ સુધી સીઝફાયરની મર્યાદા જાળવી છે કે ભવિષ્યમાં જાળવશે.*

*🔰🎯(૩) મૂડીવાદની જગ્યાએ સમાજવાદની ફિલસુફી:🔰👇*

🎯👉નેહરુ પોતે સમાજવાદમાં માનતા હતા અથવા પોતે સમાજવાદી પદ્ધતિના પ્રખર હિમાયતી હતા. મુડીવાદી પદ્ધતિ એટલે જેતે રાજ્યની સંપત્તિ અને સ્ત્રોતોને ત્યાના માર્કેટના પોતાના આર્થિક લાભ માટે ઉપલબ્ધ કરાવી દેવા. જેથી જે તે સમયને અનુરૂપ એ સ્ત્રોતોનો દેશની સારી આર્થિક પરિસ્થિતિ માટે ઉપયોગ માર્કેટ પોતે જ સ્થિતિ પારખીને ઉપયોગ કરવા સક્ષમ હોય. પણ નેહરુ એ મતના હતા કે દેશ
ની તમામ સંપત્તિ દેશની સરકારને આધીન હોવી જોઈએ અને એમની પરવાનગી વગર એનો કોઈ પણ નાગરિક ઉપયોગ કરી શકે તેમ ન હોવો જોઈએ. દેશના અર્થતંત્ર માટે આ સમાજવાદી પદ્ધતિ પસંદ કરવાના નેહરુના સ્વચ્છંદી નિર્ણયે સરકારમાં જ ભ્રષ્ટાચારના બીજ વાવી દીધા. મૂડીવાદથી દેશના અમુક નાગરિકો કદાચ ભ્રષ્ટાચાર કરતા પણ સમાજવાદી પદ્ધતિના લીધે આખી સરકાર ભ્રષ્ટ થઇ શકે એ દુરંદેશી વિચાર નેહરુને આવ્યો જ નહિ.

*🔰🎯(૪) UNSC (યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ)ના સભ્યપદની અવહેલના:🔰*

*🇮🇳🔰ભારત એક અહિંસાવાદી અને શાંતિભિમુખ દેશ હોવાથી તે વખતની બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા ધ્વારા ભારતને યુએનએસસીનું સભ્યપદ સામેથી ઓફર કરવામાં આવ્યું. પણ નેહરુએ “આ સભ્યપદ ભારત કરતા શક્તિશાળી દેશને મળવું જોઈએ” એમ કહીને આ મહત્વના સભ્યપદ ચીનને ભેટ સ્વરૂપે આપી દીધું. એ પછી પણ બે મહાસત્તાઓએ ભારતને યુએનએસસીમાં જોડાવા માટે કહ્યું પણ ગદ્દાર ચીને જ એનો વિરોધ કર્યો હતો.*

*😠(૫) ચીન સાથે શત્રુતા :👁‍🗨💠*

💠👉દલાઈ લામાને ચીને જ્યારે પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા ત્યારે ચીને આસપાસના તમામ દેશોને એમને રેફ્યુજી તરીકે ન રાખવાનું ફરમાન જારી કર્યું હતું. સાથે એમ પણ ઉમેર્યું હતું કે જો કોઈ દેશ આમ કરશે તો એ દેશ માટે ચીન સારું વલણ નહિ દાખવે. આવા ઢંઢેરા છતાં નેહરુએ ‘ભારતને એક શાંતિપ્રધાન અને બિનસાંપ્રદાયિક દેશ’ ગણાવીને દલાઈ લામાને આવકાર આપ્યો. આ મુદ્દે ચીન લાલઘુમ હતું. પણ ચીન ભારત પર હુમલો કરવાથી ડરતું હતું. આ ડરનું મુખ્ય કારણ ભારતની રજવાડી તાલીમ પામેલી સૈન્યશક્તિ હતું. ચીન જાણતું હતું કે જો અત્યારે ભારત પર હુમલો કરવામાં આવે તો પોતે જ હારવું પડે એમ હતું.

*🎯💠આવા વખતે નેહરુએ મોટી ભૂલ કરી ચીનના પ્રધાનમંત્રીને ભારતમાં મેહમાન તરીકે બોલાવીને! ભારતના દોરા પર આવેલા ચીની પ્રધાનમંત્રીએ સુંઘી લીધું કે નેહરુ યુદ્ધને લઈને બિલકુલ ગંભીર નહતા અને આર્મી પણ એમની અન્ડરમાં હતી. જેથી આર્મી પણ યુદ્ધ માટે પુરતી તૈયાર નહતી. આ મોકાનો લાભ ઉઠાવવા માટે પણ ચીન સામે એક ડર હતો, અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાનું ભારત પ્રત્યે કુણું વલણ! પણ દરેક વખતે ભગવાન સાથ ન આપે. બરાબર આ જ વખતે ક્યુબા કટોકટીના સંજોગો સામે આવ્યા. અમેરિકા અને રશિયા વચ્ચે ન્યુક્લિયર યુદ્ધ ફાટી નીકળે એવા સંજોગો ઉભા થયા એટલે ચીને એનો ફાયદો ઉઠાવીને ભારત પર આક્રમણ કર્યું. યુદ્ધ થયું અને તૈયારીના અભાવે ભારત એ યુદ્ધ હારી ગયું. અંતે અસ્કાઈ ચીન કહેવાતો ભારતનો પ્રદેશ ચીને પચાવી પાડ્યો.*

*👁‍🗨♻️😠👉આ ઉપરાંત પણ નેહરુ પોતાના કાર્યકાળમાં ઘણી ભૂલો કરી ચુકેલા છે જેવી કે 👁‍🗨💠સામેથી આવતા નેપાળને ભારત સાથે જોડવાની વાત પ્રત્યે બેદરકારી, 💠🔰બલોચિસ્તાનના રાજા ધ્વારા બલોચિસ્તાનને ભારત સંઘમાં જોડવાની તજવીજ પ્રત્યે બેદરકારી, 💠👉ખેતીપ્રધાન ભારત દેશની ખેતી પ્રત્યે જરૂરી સભાનતા ન દાખવવાની ભૂલ, 💠👉શ્રીલંકાની વિરુદ્ધમાં ચાલતા એલટીટીઈ આતંકવાદી સંગઠનના ગ્રોથ પરત્વે બેદરકારી દાખવી જે પાછળથી નાકમાં દમ કરી મુકતી આતંકવાદીઓની મુખ્ય સંસ્થા બની.*

*🔰🙏🔰આ બધી ભૂલો છતાંય એમનું નામ આજે જે આદરથી લેવાય છે એ જોતા એમણે કરેલા કે કરાવેલા સારા કામોની સૂચી આનાથી ક્યાંક વધારે ચોક્કસ હશે જ. આથી જ મારા માટે શ્રી જવાહરલાલ નેહરુ “બે અંતિમો વચ્ચેના નેતા” છે જેમણે જેટલા પ્રશંસકો મેળવ્યા છે એટલા જ વિરોધીઓ.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


👏♻️👏👁‍🗨👏♻️👁‍🗨👏♻️👁‍🗨👏
*“આધુનિક ભારતના શિલ્પી”*
*🔰🔰જવાહરલાલ નહેરૂ🔰🔰*
👏♻️👁‍🗨👏♻️👁‍🗨👏♻️👁‍🗨👏♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*બાળકોના પ્યારા ચાચા નહેરૂ તરીકે અને શાંતીના ફરિસ્તા તરીકે ઓળખાનારા નહેરૂ માટે પાનાના પાના ભરીને લખાયુ છે અને વંચાયુ છે.*

*🎯કાશ્મીરી પંડિત હોવાને કારણે દેશમાં તેમને પંડિતજી તરીકેની ઓળખ મળી હતી જ્યારે વિદેશમાં તેમને પંડિત નહેરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*🎯👉જવાહરલાલ નહેરૂ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા. વડાપ્રધાન તરીકે તેઓએ 1947થી 1947 સુધી સેવા આપી હતી.*

*🎯👉કોંગ્રેસે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સશક્ત ભૂમિકા નિભાવવા બદલ નેહરૂને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રદાન ચૂંટી કાઢ્યા હતા.*

*🎯👉1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં જવાહરલાલ નહેરૂ ફરીથી ભારતના સુકાની પદે નીમાયા. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નેહરુ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો.*

*🎯👉સમૃદ્ધ ભારતીય બૅરિસ્ટર અને રાજકારણી, મોતીલાલ નેહરુના પુત્ર હોવાના નાતે નેહરુ પ્રમાણમાં ઘણી યુવાન વયે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ડાબી પાંખના નેતા બની ગયા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ બ્રિટિશ સામ્રાજયમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નેહરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા, જે ધીમે ધીમે કૉંગ્રેસના પ્રમુખપદ સુધી પહોંચ્યા હતા.*

*🇮🇳🎯ભારતની લાંબી, સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં, તેઓ એક ચાવીરૂપ, મહત્ત્વની વ્યકિત રહ્યા હતા અને ધીમે ધીમે ગાંધીના રાજકીય વારસ તરીકે ઓળખાવા માંડ્યા હતા. ગરીબમાં ગરીબ દેશોનો કેટલાય લાંબા સમયથી ચાલ્યા આવતો આર્થિક વિકાસનો પડકાર હલ કરી શકાય તે માટે આજીવન ઉદારમતવાદી નેહરુ, ફેબિઅન સમાજવાદ અને જાહેર ક્ષેત્રના પણ હિમાયતી રહ્યા હતા.*

*🎯👉💠ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે 15મીઑગસ્ટ 1947ના નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નેહરુને પ્રાપ્ત થયું હતું.*

🎯👉નેહરુની સંસદીય લોકશાહીના ગુણો, બિનસાંપ્રદાયિકતા અને ઉદારમતવાદ તરફનું વલણ અને તેની સાથે સાથે ગરીબ અને વંચિતો માટેની ચિંતાને પરિણામે આજે પણ ભારત પર જેનો પ્રભાવ છે એવી નીતિઓ ઘડવા તેઓ પ્રેરાયા. તેમાં તેમનો વિશ્વ પ્રત્યેનો સમાજવાદી દષ્ટિકોણ પણ ડોકાતો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો. કયારેક તેમને “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમનાં દીકરી, ઈન્દિરા ગાંધીએ, અને તેમના દોહિત્ર રાજીવ ગાંધીએ, પણ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

🎯💠👉નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર મોતીલાલ નેહરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે, અત્યારે ઉત્તરપ્રદેશ રાજયમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો. નેહરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું. ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા.

🎯👉નેહરુ અને તેમની બે બહેનો વિજયાલક્ષ્મી અને ક્રિષ્ના નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દી, સંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું.

*💠🎯💠પોતાનો દીકરો ભારતીય સરકારી નોકરી માટે યોગ્યતા પ્રાપ્ત કરે તેવી તેમની ઇચ્છા હતી એટલે તેમણે યોગ્ય સમયે યુવાન જવાહરલાલને ઈંગ્લૅન્ડના હૅરોમાં મોકલ્યા. જવાહરલાલનું મન દેખીતી રીતે હૅરો ખાતે ભણતરમાં ન લાગ્યું, તેમને શાળાનો અભ્યાસ કઠણ, ગૂંગળાવનારો અને ઘરથી દૂર, વિખૂટા પડી ગયાની લાગણી અસહ્ય લાગી. છતાં, શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી 1907માં નેહરુએ કેમ્બ્રિજ માટે પ્રવેશ પરીક્ષા આપી અને કુદરતી વિજ્ઞાન ભણવા માટે ટ્રિનિટી કૉલેજમાં ગયા.*

🎯👉પોતાની કૅમ્બ્રિજની આ ટ્રાઈપૉસમાં જવાહરલાલ દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયા અને 1910માં સ્નાતક થયા.યુનિવર્સિટીના પ્રખ્યાત ઉદાર વાતાવરણે તેમને અનેક અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે બળ આપ્યું અને તેમના સામાન્ય બાહ્ય દેખાવ પર પણ તેનો મહત્ત્વનો પ્રભાવ રહ્યો.

🎯👉💠ઑકટોબર 1910માં તેઓએ પોતાનો કાયદાનો અભ્યાસ આગળ વધારવા માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ માટે નામ નોંધાવ્યું. હૅરો ખાતે કેમ્બ્રિજ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરવા જવાનો નિર્ણય પાછળ જવાહરલાલને કાયદાના અભ્યાસ માટેનું આકર્ષણ જવાબદાર નહોતું, એ માત્ર પિતાની આજ્ઞાનું પાલન હતું. 1912માં જવાહરલાલે પોતાની અંતિમ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને એ વર્ષે પાછળથી તેમને ઈનર ટેમ્પલ ખાતેના બારમાં આમંત્રણ આપવામાં આવ્યું. થોડા જ વખતમાં તેઓ પોતાનો વકીલાતનો ધંધો જમાવવા માટે ભારત પાછા ફર્યા.

🎯👉💠જો કે, થોડા જ વખતમાંતેઓ રાજકારણમાં, ખાસ કરીને કૉંગ્રેસની આગેવાની હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ડૂબી ગયા. 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ વિરોધીઓની જે કત્લેઆમ કરી તેનાથી રોષે ભરાયેલા નેહરુ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ચળવળમાં જોડાઈ ગયા અને પોતાની બધી જ ઊર્જા તેમાં રેડવા માંડ્યા. શરૂઆતમાં જો કે પોતાના દીકરાના રાજકીય દષ્ટિકોણો બાબતે મોતીલાલને સંશય રહેતો પરંતુ પછી તેઓ પણ ભારતની સ્વતંત્રતા માટે કૉંગ્રેસે છેડેલા આ નવા પ્રયત્નોમાં જોડાઈ ગયા હતા.

*🎯👉💠નેહરુએ ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગાંધીજીના વિશ્વસનીય લેફટેનન્ટનું સ્થાન મેળવ્યું. તેમણે ઉપાડેલા વિરોધોના પરિણામે, અલબત્ત તે સંપૂર્ણ અહિંસક હતા, તેમણે પોતાના જીવન દરમ્યાન કુલ નવ વર્ષ જેલવાસ વેઠવો પડ્યો. પોતાના જેલવાસ દરમ્યાન નેહરુએ “ગ્લિમપ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી” (1934), પોતાની 👉💠“આત્મકથા” (1936), અને “ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” (1946) લખ્યાં.*

🔶🔷🔶ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની વધતી જતી પ્રતિષ્ઠા ઉપરાંત આ પુસ્તકોએ તેમને એક ઉત્તમ લેખક તરીકેની નામના પણ રળી આપી. 1929માં પહેલી વાર, લાહોર સત્ર વખતે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. ત્યારબાદ ફરીથી 1936, 1937, અને છેલ્લે 1946માં તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. 1946માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની રાજકીય પ્રતિષ્ઠા બીજા કોઈથી નહીં પણ માત્ર એક ગાંધીજીથી જ ઊતરતી માનવામાં આવતી એવા મુકામે તેઓ પહોંચ્યા હતા.

*♦️♦️✅ફેબ્રુઆરી 8, 1916માં તેઓએ કાશ્મીરી બ્રાહ્મણ કમલા કૌલ સાથે લગ્ન કર્યાં. તેમને એક દીકરી હતી, ઈન્દિરા પ્રિયદર્શિની, જે પાછળથી ઈન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા હતાં. કમલા નેહરુ પણ જાતે ભારતની સ્વતંત્રતા ચળવળના સક્રિય સહભાગી હતા, પરંતુ 1936માં તેઓ ક્ષયરોગથી અવસાન પામ્યા. ત્યારબાદ નેહરુએ બાકીનું જીવન એકલા જ વીતાવ્યું. જો કે, 1946થી તેમની સાથે એડવિના માઉન્ટબેટન, ભારતની વાઈસરોયના પત્નીનું નામ સાંકળતી અફવાઓ જરૂર સાંભળવા મળતી હતી. તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેઓ ઘણા અંશે પોતાની દીકરી અને બહેન, વિજયાલક્ષ્મી પંડિત પર આધારિત રહ્યા હતા.*

*🎯👉1957ની ચૂંટણીઓમાં નેહરુએ કૉંગ્રેસને મહત્ત્વની જીત મેળવી આપી હોવા છતાં, તેમની સરકારે ઘણા ઉગતા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના આંતરિક ભ્રષ્ટાચાર અને કજિયાઓનો ભ્રમ ભાંગ્યા પછી, નેહરુએ રાજીનામું આપવા વિચાર્યું હતું પરંતુ પછી પોતાની સેવા આપવી ચાલુ રાખી હતી.*

🎯👉💠1959માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે પોતાની પુત્રી ઈન્દિરા ચૂંટાઈ આવતા તેમણે સગાંવાદના આક્ષેપો અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે નેહરુ પોતે તેમની વરણીને નાપસંદ કરતા હતા, કારણ કે અમુક અંશે તેઓ તેને *“રાજવંશવાદ”નું* ચિહ્ન ગણતા હતા.

💠👉ઈન્દિરા જાતે પણ પોતાના પિતા સાથે નીતિ વિષયક મતભેદો ધરાવતાં હતાં. જેમાં નેહરુએ કૉંગ્રેસની કાર્યકારી સમિતિ પ્રત્યેના પોતાની અંગત અદબના કારણે પોતાના વિરોધ છતાં કેરળ રાજયની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની સરકારની બરતરફી થવા દીધી તે મતભેદ સૌથી નોંધપાત્ર હતો

👁‍🗨♻️ઈન્દિરાની કઠોરતા અને સંસદની પરંપરા પ્રત્યેની ઉપેક્ષાથી નેહરુ વારંવાર ક્ષોભિત થવા માંડ્યા, અને તેમની આ વર્તણૂક માત્ર પિતાથી અલગ વ્યકિતત્વ સાબિત કરવા માટે જ છે એ રીતે જોઈને “દુભાયા” પણ હતા.

*🎯👉તિબેટ મુદ્દે, 1954ની ભારત-ચીન સંધિનો મુખ્ય પાયો પંચશીલ એટલે કે, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટેના પાંચ સિદ્ધાન્તો હતા. પાછળનાં વર્ષોમાં, ચીન સાથે વધતી સરહદી દુશ્મનાવટ અને દલાઈ લામાને રાજયાશ્રયઆપવાના તેમના નિર્ણયને પરિણામે નેહરુની વિદેશ નીતિ ઘણી ટીકાનું કારણ બની હતી.*

*💠🎯1962ની ચૂંટણીઓમાં, નેહરુએ કૉંગેસને જીત તો અપાવી પરંતુ પ્રમાણમાં ઘટતી જતી બહુમતીથી. જમણેરી ભારતીય જન સંઘ અને સ્વતંત્રતા પાર્ટીથી માંડીને સમાજવાદીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા એમ વિરોધપક્ષોએ સારો દેખાવ કર્યો હતો. તે પછીના થોડાક જ મહિનાઓમાં, ચીન સાથેનો સરહદી વિવાદ ખુલ્લા સંઘર્ષમાં પરિણમ્યો.*

🎯તેમણે ચીન અને ભારત બંને ગુલામીમાંથી આઝાદી મેળવી હોવાથી એક બીજાની લાગણી સમજી શકતા હોવાનું ધારી લઈને હિન્દી-ચીની ભાઈ ભાઈ”નું સ્લોગન આપ્યુ.

*🎯👉નેહરુએ અત્યંત ભોળાભાવે માની લીધું કે એક સમાજવાદી સાથી દેશ બીજા પર આક્રમણ કરે નહીં, અને ગમે તેવા સંજોગોમાં, હિમાલયની બરફની અભેદ્ય દીવાલ પાછળ તેમને સલામતી અનુભવાતી હતી. આ બંને બાબતો ચીનના ઇરાદા અને લશ્કરી સક્ષમતા અંગે ખૂબ ભૂલભરેલી ગણતરી સાબિત થઈ. ચીને પચાવી પાડેલા વિવાદગ્રસ્ત વિસ્તારો માટે ચીનને પડકારવાના ભારતીય લશ્કરને તેમણે આપેલા યાદગાર આદેશ “ચીનાઓને બહાર ફેંકી દો”ના તેમના ઈરાદાની જાણ થતા, ચીને પણ સામો ભયંકર હુમલો શરૂ કર્યો.*

👁‍🗨♻️ગણતરીના દિવસોમાં, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ચીનના અતિક્રમણથી ભારતની લશ્કરી નબળાઈ છતી થઈ ગઈ, ચીનનું લશ્કર છેક આસામ સુધી પહોંચી ગયું હતું. દેશના સંરક્ષણ પ્રત્યે અપૂરતા ધ્યાન અંગે તેમની સરકારની વ્યાપકપણે ટીકા થઈ, અને નેહરુને દેશના સંરક્ષણ પ્રધાન ક્રિષ્ના મેનનને બરતરફ કરવાની અને યુ.એસ. લશ્કરની મદદ યાચવાની ફરજ પડી.

*🎯👉આ તરફ નેહરુનું સ્વાસ્થ્ય એકધારું બગડતું ચાલ્યું, અને તેમણે 1963ના ઘણા મહિના સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કાશ્મીરમાં ગાળવા પડ્યા. કેટલાક ઇતિહાસવિદેએ આટલી નાટકીય ઢબે તેમનું સ્વાસ્થ્ય કથળવા પાછળ ચીને ભારત પર આક્રમણ કર્યું, એ બાબતનો આઘાત અને સંતાપ તથા વિશ્વાસઘાતની લાગણી જવાબદાર ગણાવી હતી.*

*🎯👉1964ના મે મહિનામાં કાશ્મીરથી પાછા ફર્યા બાદ, નેહરુને એક સ્ટ્રોક અને પાછળથી હૃદયરોગનો હુમલો આવ્યા હતા. 27 મે 1964ના વહેલી સવારે તેમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા પર તેમ જ અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના હજારો શોકગ્રસ્ત લોકોની હાજરીમાં યમુના નદીના કિનારે શાંતિવનમાં હિંદુ વિધિ મુજબ નેહરુના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.’*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

👁‍🗨♦️⭕️💠👉♦️👁‍🗨♦️♻️🎯
બાળ દિનની ઉજવણીઓ
✅👁‍🗨👁‍🗨🙏👉♻️👁‍🗨✅♻️♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે.એ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે છે.
વિશ્વવ્યાપકપણે, બાળ દિન એ દર વર્ષે 20મી નવેમ્બરના ઉજવવામાં આવે છે.આ તારીખ બાળપણને ઉજવવા માટે પસંદ કરવામાં આવી હતી.1959ની સાલ પહેલા બાળ દિન વિશ્વવ્યાપકપણે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો હતો.તેને યુએન જનરલ એસેમ્બલીમાં નક્કી કર્યા મુજબ પ્રથમ વાર 💠1954ના વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો.💠મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી,તેમજ સંપૂર્ણ વિશ્વમાં,બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.*


*👁‍🗨♻️20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણકે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી,તેની 1959માં આવતી જયંતિને આ દિવસ સૂચવે છે.*

*🎯👇1989માં બાળ હકો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે.*

*🎯👉સંપૂર્ણ વિશ્વમાં બાળ દિનની પ્રથમ ઉજવણી બાળ કલ્યાણ,જીનીવા માટેના આંતર્રાષ્ટ્રીય યુનીયનના પ્રાયોજન હેઠળ ઓક્ટોબર,1953માં થઈ હતી.સાર્વત્રિક બાળ દિનનો વિચાર સ્વર્ગસ્થ વી.કે.કૃષ્ણન મેનન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને 1954માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યો હતો.*

*👉💠20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે. 1954માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા પ્રથમવાર ઘોષિત કરવામાં આવ્યો હતો,પહેલું તો બાળકોમાં સમજણ અને પારસ્પરિક વિનિમય વધારવા અને બીજું વિશ્વના બાળકોના કલ્યાણને વિકસિત કરવા અને તેનો લાભ લેવાના કાર્યનું મંડાણ કરવા માટે તમામ દેશોને પ્રેરિત કરવા માટેના એક એવા દિવસને સંસ્થાપિત કરવા આની સ્થાપના કરવામાં આવી હતી.*

*💠🎯👉આગળ બતાવ્યા પ્રમાણે, ભારતમાં બાળ દિન મસ્તી અને આનંદના દિવસ તરીકે બાળપણની ઉજવણી,બાળકો અને નહેરૂજીનો તેમના પ્રત્યેના પ્રેમ તરીકે પંડિત નહેરૂજીના જન્મદિને ઉજવવામાં આવે છે. તેમના બાળકોના પ્રત્યેના પ્રેમને એક શ્રદ્ધાંજલિ તરીકે,નહેરૂજીના જન્મદિનને સંપૂર્ણ ભારતમાં ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.*

*🎯👉બાળ દિનની ઉજવણી એટલે બાળકોને મોજ કરવાનો અને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર આપવો,અને જો તમે તમારા બાળકને બીજાઓ સાથે વહેંચણી કરવાનું મૂલ્ય શીખવો તો તેઓ કેટલા ભાગ્યશાળી કહેવાય,પછી નાકે માત્ર તમારૂ બાળક એક જવાબદાર માનવી તરીકે વિકસશે પણ સાથે બીજા બાળકો પણ તમારી ઊંડીવિચારસરણીથી કર્તવ્યભ્રષ્ટ થતા અટકી શકશે.*

👁‍🗨💠બાળ દિનનું મહત્વ
પણ આ બધા આડંબર અને ભવ્યતાની સાથે,આપણે ચાચા નહેરૂના વાસ્તવિક સંદેશા પરથી દ્રષ્ટી ખસેડવી જોઈએ નહી.જે આપણા બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરે છે તેમજ તેમને વિશાળ અને સમાન તકો આપે છે જેના દ્વારા તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા લઈ શકે અને ફાળો આપી શકે.આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના ઉદાહરણો દ્વારા જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે

👁‍🗨💠બાળકોની ઉજવણી માટે શા માટે તેમના જન્મદિવસની પસંદગી કરવામાં આવી તેનું કારણ બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુરાગ હતો. સ્વતંત્રતા માટેની તેમની આકરી જહેમત પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માટે પંડિત નહેરૂને દેશના વિશિષ્ટ બાળક તરીકે સંબોધવામાં આવે છે

👁‍🗨💠ભારતમાં તેને 14મી નવેમ્બરે ઉજવવામાં આવે છે,કારણકે આ દિવસ દંતકથાત્મક સ્વતંત્રતા યોદ્ધા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનની પહેલી જન્મજયંતિને સૂચવે છે-પંડિત જવાહરલાલ નહેરૂ.
નહેરૂની અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમની શ્રદ્ધાંજલિ તરીકે,બાળ દિન તેમના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.
આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના સપનાઓ દ્વારા બાળકોને જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment