Thursday, November 14, 2019

મેઘનાદ સહા --- Meghnad Saha

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠👁‍🗨♻️💠👁‍🗨♻️💠👁‍🗨♻️
*💠💠મેઘનાદ સહા💠💠*
💠👁‍🗨♻️💠👁‍🗨♻️💠👁‍🗨💠

*ડો. મેઘનાદ સહા ભારત દેશના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક ગણાય છે. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૩ ના ઓકટોબર મહિનાની છઠ્ઠી તારીખે વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવડાતાલી ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો.

*🔰🔰શિક્ષણ અને કારકીર્દી🔰*

ભણવામાં અત્યંત તેજસ્વી મેઘનાદનો પરિવાર તદ્દન સામાન્ય પરિસ્થિતિઓમાં હોવાથી એમના સગાસંબંધીઓ તેમ જ શિક્ષકોએ એમના અભ્યાસનો ખર્ચ ભોગવ્યો હતો. શાળાકીય અભ્યાસમાં ઉત્તમ દેખાવ પછી તેઓ કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. અહીં તેમને જગદીશચંદ્ર બોઝ તેમ જ પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ગણિતના વિષય સાથે એમણે સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વધુ અભ્યાસર્થે તેઓ વિદેશ પણ ગયા હતા. સંશોધનમાં રસ હોવાને કારણે એમણે ગણિત તથા ભૌતિકશાસ્ત્ર વિષયમાં સંશોધનની જવાબદારી સ્વીકારી હતી.

*એક વાર ભૌતિકશાસ્ત્રમાં સંશોધન વેળા સર્જાયેલ સમસ્યાના સમાધાન રૂપે એમણે 'થિયરી ઓફ થર્મલ આયોનાઇઝેશન' નામનો શોધ નિબંધ રજુ કર્યો. આ નિબંધના સૂત્રોના કારણે જ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ ગરમી, દબાણ જેવી બાબતો અંગે જાણકારી મેળવી શક્યા હતા.*

*એમણે 'ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિઅર ફિઝિક્સની સ્થાપના કરી હતી. આ ઉઅપરાંત એમણે પથ્થરની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ પણ વિકસાવી હતી. અગ્નિકરણ અને અગ્નિના સપ્તરંગી કિરણ અંગેનો સિદ્ધાંત પણ એમણે શોધ્યો હતો.*

*ઈ. સ. ૧૯૬૨માં તેઓ સંસદ સભ્ય પણ બન્યા હતા.*

*ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની સોળમી તારીખે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન તરફ જતાં, અચાનક બેભાન થઈને પડી ગયા પછી અવસાન થયું હતું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment