Tuesday, December 10, 2019

10 Dec

🛡🔶🔷♦️🛡🔷🛡🔶🔷🛡🔶♦️
*🔰ઈતિહાસમાં 10 ડિસેમ્બરનો દિવસ*
🛡🔶🔷⭕️🛡🔶🔷✅⭕️🛡🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*♦️ગોવા પર પોર્ટુગલનો વિજય💢💢*

બિજાપુરના સુલતાનના નિયંત્રણ હેઠળના સમૃદ્ધ બંદર ગોવા પર પોર્ટુગિઝોએ વર્ષ ૧૫૧૦ની ૧૦મી ડિસેમ્બરે વિજય મેળવ્યો હતો . આઝાદી મળ્યા બાદ છેક ૧૯૬૧ના વર્ષમાં ભારતે ગોવા પાછુ મેળવ્યુ હતું .

*📌📌📌ઘનશ્યામસિંઘજી ઝાલા📌📌*
લીંબડી સ્ટેટના રાજા ઘનશ્યામસિંઘજી દૌલતસિંઘજી ઝાલાએ વર્ષ ૧૯૬૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . કુમાર શ્રી લીંબડી ( કે . એસ .લીંબડી ) તરીકે જાણીતા ઘનશ્યામસિંઘજી
કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન ખૂબ જ સારું ક્રિકેટ રમ્યા હતા .

*✏️✏️હર્ષ માંકડ🔻🔻🔻*

ભારતના ટોચના ATP ટેનિસ પ્લેયર રહી ચૂકેલા હર્ષનો જન્મ આજના દિવસે ૧૯૭૯માં મુંબઈ ખાતે થયો હતો . ATP ટુરમાંથી નિવૃત્તિ બાદ હર્ષે ટેનિસ પ્લેયરો માટે વેબસાઈટ અને મોબાઈલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.

*🀄️🀄️🀄️વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ👱👴👵*

વર્ષ 1952 માં આજના દિવસે ભારતે વિશ્વનો પહેલો કુટુંબ નિયોજન કાર્યક્રમ લોન્ચ કર્યો હતો . વસતી નિયંત્રણ માટે શરૂ કરાયેલા આ કાર્યક્રમના ધાર્યા પરિણામ મળ્યા નથી , પરંતુ જન્મદર પર ખાસ્સું નિયંત્રણ આવ્યું છે .

*✏️♦️✏️જશુબહેન શિલ્પી✏️💢✏️*

૫૨૫ નાના અને ૨૨૫ મોટા શિલ્પો બનાવનારાં આ મહિલા કલાકારનો જન્મ વર્ષ ૧૯૪૮માં આજના દિવસે થયો હતો . તેમના ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગના શિલ્પો ફ્લોરિડા યુનિવર્સિટી સહિતની પ્રતિષ્ઠિત જગ્યાઓ પર મૂકાયા છે.

*🌳🍃ભારતની હરિતક્રાંતિ બદલ નોબેલ🌵🎄*

અમેરિકન બાયોલોજિસ્ટ નોર્મન બર્લોને ભારત સહિત વિશ્વમાં હરિતક્રાંતિ બદલ વર્ષ 1952 માં આજના દિવસે નોબેલ એવોર્ડ અપાયો હતો . તેમણે દવાઓ અને સારા બિયારણથી મબલખ ઘઉં ઉગાડવાની પદ્ધતિ વિકસાવી હતી .

*💠બંધારણ દિન (થાઈલેન્ડ)*

*💠⭕️આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ*

*⭕️૧૮૮૪ - માર્ક ટ્વેઇનનું ’હકલબરી ફિનનાં પરાક્રમો’ પ્રથમ વખત પ્રકાશિત થયું.*

*⭕️૧૯૦૧ – સૌ પ્રથમ નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment