Tuesday, December 10, 2019

ચક્રવર્તી રાજગોપાલાચારી --- Chakravarti Rajagopalachari

👏✅🙏♻️👏✅🙏♻️👏✅🙏
*💐ચક્રવર્તી રાજગોપાલાચારી💐*
👏🙏✅👏💐👏✅🙏💐👏✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૦ ડિસેમ્બર ૧૮૭૮ – ૨૫ ડિસેમ્બર ૧૯૭૨), જેઓ ’રાજાજી’ નામે પણ જાણીતા હતા, તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા. *🇮🇳તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા.*
💠👉તેઓએ કોંગ્રેસનાં નેતા, મદ્રાસ પ્રેસિડેન્સીના વડા, મદ્રાસના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને *પશ્ચિમ બંગાળના રાજ્યપાલ* તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓએ ’*સ્વતંત્ર પાર્ટી’* નામે પક્ષ પણ રચ્યો હતો અને *ભારત રત્ન* સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા.

*👉🎯રાજગોપાલાચારીનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડેન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તામિલ નાડુ રાજ્યનો કૃષ્ણાગિરિ જિલ્લો છે) થોરાપલ્લી ગામે થયો હતો. તેઓએ સેન્ટ્રલ કોલેજ બેંગાલુરૂ અને પ્રેસિડેન્સ કોલેજ મદ્રાસમાં અભ્યાસ કર્યો. સને:૧૯૦૦માં તેમણે વકિલાત શરૂ કરી. રાજકારણમાં પ્રવેશતાં, પ્રથમ સાલેમ નગરપાલિકાનાં સભ્ય અને પછી પ્રમુખ બન્યા. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ’રોલેટ એક્ટ’, ’અસહકારની ચળવળ’, ’વાઈકોમ સત્યાગ્રહ’ અને ’સવિનય કાનૂનભંગની ચળવળ’માં ભાગ લીધો.*

તેઓએ ૨૧ જૂન ૧૯૪૮થી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી ભારતનાં ગવર્નર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૫૫નાં ગણતંત્ર દિન પર તેમને ભારતનાં ઉચ્ચત્તમ નાગરીક સન્માન ભારત રત્નથી સન્માનવામાં આવ્યા.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

→ આ અત્યંત કુશળ વકીલની ગણના આઝાદી પહેલાંનાં વર્ષોમાં કોંગ્રેસના ટોચના પાંચ લીડર - જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાથે થતી હતી.

*→રાજગોપાલાચારી મહાત્મા ગાંધીના સંબંધી હતા. (રાજમોહન ગાંધી આ બંનેના પૌત્ર છે.) આ પાંચ ટોચના નેતાઓમાંથી નહેરુ, સરદાર પટેલ અને રાજગોપાલ ગાંધીજીના હૃદય, હાથ અને માથું ગણાતા હતા અને તેઓ ગાંધીજીના મૃત્યુપર્યંત તેમની સાથે રહ્યા હતા.*

*→રાજગોપાલાચારી ૧૯૫૨થી ૧૯૫૪ લુધી મદ્રાસના ચીફ મિનિસ્ટર રહ્યા હતા. ગવર્નમેન્ટ છોડયા બાદ, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' મેળવનાર તેઓ પ્રથમ હતા.*

→ રાજગોપાલને એક લેખક તરીકે પણ ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી અને તેમની કેટલીક ભાષાઓ પરની પકડ અત્યંત મજબૂત હતી. તમિલમાં તેમનું લખાણ મોડર્ન ક્લાસિક્સ તરીકે ઓળખાતું હતું. પોલિટિક્સ છોડયા બાદ તેઓએ પ્રખ્યાત હિન્દુ ગ્રંથો જેવા કે, રામાયણ, મહાભારતનું સંસ્કૃતમાંથી તામિલ અને ત્યારબાદ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જેના કારણે તેઓને વિદ્વાનો અને ર્ધાિમક દર્શકોની આલોચના સહન કરવી પડી હતી.

→ તેમણે ઉપનિષદ અને ભજ ગોવિંદમ્નું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓની નવલકથા અને ટૂંકી વાર્તાઓ લોકપ્રિય હતી.

*→તેમણે તમિલ સાહિત્યનો પ્રાચીન ભાગ ગણાતા 'તિરુક્કુરલ'નું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેઓનું લખાણ માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ એટલું જ લોકપ્રિય બન્યું હતું. તેમની કેટલીક કવિતાઓને દેશ-વિદેશના જાણીતા ગાયક અને વાદકોએ કમ્પોઝ કરી હતી.*

*→રાજગોપાલની રાજનીતિજ્ઞાતા અને દૂરંદેશીનાં આજે પણ વખાણ કરવામાં આવે છે. તેમનું જાહેર જીવન ઉપરાંત 🗣🗣ગાંધીજીની દરેક લડાઈમાં ગાંધીજી તેઓને 'મારા અંતરાત્માનો રક્ષક' કહીને સંબોધતા હતા.*

→ રાજગોપાલાચારીનું ડિસેમ્બર, ૧૯૭૨માં ટૂંકી બીમારી બાદ મૃત્યુ નિપજ્યું હતું.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment