Tuesday, December 10, 2019

માનવ અધિકાર --- Human Rights

🔰🔰🔰માનવ અધિકાર🔰🔰🔰
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

💠👉દર વર્ષે ૧૦મી ડિસેમ્બર *‘માનવ અધિકાર દિવસ’* તરીકે મનાવવામાં આવે છે. 
🎯👉માનવ અધિકારનો સરળ અર્થ એટલે દરેક મનુષ્ય પોતાના જીવનને ગૌરવવંતુ બનાવી શકે તેવા અધિકારો. 
💠👉૧૯૪૮માં યુનાઇટેડ નેશન્સે માનવ અધિકારોનું વિશ્વવ્યાપી ધોરણે પાલન અને સન્માન થાય તે માટે ઘોષણાપત્ર તૈયાર કરેલો. મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છે અને આ અધિકારોને વિશ્વવ્યાપી અધિકારો તરીકેની સ્વીકૃતિ મળેલી છે. 
👆👉જેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ઉંમર, જન્મસ્થાન તેમ જ સામાજિક કે આર્થિક ભેદભાવ હોતો નથી. 
💠👉આ અધિકારોને રાષ્ટ્ર, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે નૈતિકતાના સીમાડા નડતા નથી. આ ઘોષણાપત્ર એટલે કે યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઇટ્સમાં 👩🏻સ્ત્રીઓના માનવઅધિકારોનો👳‍♀ ખાસ ઉલ્લેખ છે. 
🖕👉જેમાં મહિલાઓને સમાન હકો મળવા જોઇએ તેમ જણાવેલ છે. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ સામે થતા કોઇ પણ સ્વરૂપના અધિકારો માટે, ભેદભાવ સામે રક્ષણ, સ્ત્રીઓની ગુલામી, વેઠ પર નાબૂદી, સ્ત્રીઓના અનૈતિક વેપાર પર નિયંત્રણ, શ્રમિક મહિલાઓ અંગે ભૂગર્ભમાં કામ કરવા પર નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવા પર પ્રતિબંધ, મહિલાઓને સમાન વેતન, રોજગાર અને વ્યવસાય સામે રક્ષણ અને મહિલાઓના રાજકીય અધિકારોનો સમાવેશ થાય છે. 

👱‍♀👁‍🗨👉આપણા દેશમાં સ્ત્રીઓના અધિકારો અને રક્ષણ માટે શ્રમિક કાયદા, ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, પુરાવા અધિનિયમ, કૌટુંબિક કાયદા, દીવાની કાયદા કે કાયદામાં ખાસ જોગવાઇઓ કરેલી છે. જુદા જુદા કાયદાઓની જોગવાઇઓ હેઠળ મહિલાનો દરજજો વધારવામાં આવ્યો અને મહિલાના રક્ષણ અને કલ્યાણ માટે પણ કાયદા થયા. 

🕵‍♀મહિલાઓના રક્ષણ અને કલ્યાણને 
રાજ્યની ખાસ જવાબદારી ગણવામાં આવી છે. 👁‍🗨ભારતીય સંવિધાનની કલમ ૧૫(૧)માં ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે રાજ્યએ કોઇ પણ કારણસર કોઇ સામે ભેદભાવ રાખવો નહીં અને રાજ્ય મહિલાઓ અને બાળકો અંગે ખાસ જોગવાઇઓ કરી શકશે અને આવી જોગવાઇથી ભેદભાવ થયો ગણાશે નહીં. 👁‍🗨મહિલાઓના વિકાસ માટે તેમ જ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓને કાયદા દ્વારા મંજૂરી પણ અપાઇ છે. 
👁‍🗨આપણી સર્વોચ્ચ અદાલતે એક કેસમાં જણાવ્યું છે કે જાતિના આધારે ભેદભાવ હોય તે મૂળભૂત સ્વતંત્ર અને માનવ અધિકારોનો ભંગ છે અને એવું પણ સૂચવ્યું કે સ્ત્રીના અધિકારો માનવ અધિકારોના અંતર્ગત ભાગ છે. 
🎯👁‍🗨માનવ અધિકારોની ખાસ અગત્યતા એ છે કે કોઇ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી ઉતરતી કે ચડિયાતી નથી. દરેક માનવીને ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે. 💠આ અધિકાર સ્ત્રીનો પણ મૂળભૂત અધિકાર છે અને તેથી સ્ત્રી પર થતો ત્રાસ, યાતના, અમાનવીય અને અપમાનજનક વ્યવહાર એ માનવ અધિકારનો ભંગ છે. 
🔰🇮🇳આપણા દેશમાં માનવ અધિકારો માટે એક ખાસ માનવ અધિકાર રક્ષણ ધારો ૧૯૯૩માં પસાર કરવામાં આવ્યો. 
🔰તે ધારા નીચે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ રચાયું છે. આ પંચ માનવ અધિકારોના ભંગની ફરિયાદોની પૂરી તપાસ કરવાની સત્તા ધરાવે છે. દરેક રાજ્યમાં રાજ્ય માનવ અધિકાર પંચ પણ રચાયા છે. 
🎯🔰રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ કોઇ પણ વ્યક્તિ માનવ અધિકારના ભંગની ફરિયાદ કરી શકે છે અને પંચ તેની તપાસ કરે છે. કોર્ટ સમક્ષ ચાલતા માનવ અધિકારના ભંગના કેસમાં દરમિયાનગીરી પણ કરી શકે છે. આ પંચ રાજ્યની જેલોની મુલાકાત લઇ ત્યાંના કેદીઓ અને અટકાયતીઓની સ્થિતિનો અભ્યાસ કરી ભલામણો કરી શકે છે. 
💠🎯👉ખાસ કરીને માનવ અધિકારો અંગે માહિતીના પ્રસાર, પ્રચાર માટેના સંશોધનો અને પ્રકાશનોનો પંચના કાર્યોમાં સમાવેશ થાય છે. છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ અસંખ્ય ફરિયાદો થઇ છે. જેમાં પોલીસ કસ્ટડીમાં થયેલ મૃત્યુ, પોલીસ કસ્ટડીમાં થયેલ બળાત્કાર અને જુલમ, શાળામાં થતી જાતીય સતામણી, સામૂહિક બળાત્કાર, હુલ્લડમાં માર્યા ગયેલા વ્યક્તિઓ વગેરે જેવા કેસોનો સમાવેશ થાય છે. 
👉💠👉જ્યારે પંચને લાગે કે માનવ અધિકારનો ભંગ થયો છે અને જરૂર જણાય તો કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકે છે. 
👉જો કોઇ સરકારી તંત્ર કે સરકારી નોકર દ્વારા માનવ અધિકારનો ભંગ થયો હોય તો તે અંગે કાનૂની કાર્યવાહી કરવાની પણ ભલામણ કરે છે. 
👉કોઇ વ્યક્તિ માનવ અધિકારના ભંગનો ભોગ બનેલી હોય તેને રાહત આપવા રાજ્ય સરકાર તેવી વ્યક્તિને મદદ કરે તેની ભલામણ કરે છે. જ્યારે માનવ અધિકારના ભંગનો કેસ બને તો તેની તપાસ, પૂછપરછ, અહેવાલ અને પછી રાજ્યનાં પગલાંની વિગતો પણ પ્રસિદ્ધ કરવાની રહે છે. 
💠આપણા રાજ્યમાં તો માનવ અધિકાર સેલ પણ છે. 
👆👉જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને રાજ્યની પોલીસ એજન્સી વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરી શકે તે માટે સ્થાપવામાં આવેલ છે. 
🤖રોજ અસંખ્ય ફરિયાદો થાય છે, પરંતુ પ્રાપ્ત અહેવાલો બતાવે છે કે લોકોના માનવ અધિકારોનું રક્ષણ જે રીતે થવું જોઇએ એ રીતે થતું નથી. જે સમાજ પોતાના વધુ ને વધુ લોકોના માનવ અધિકારોને, વધુ ને વધુ સમય માટે, વધુ ને વધુ સંજોગોમાં, વધુ ને વધુ રક્ષણ કરતો હોય તે સુસંસ્કૃત સમાજ ગણાય છે. આપણે કાયદા લાવ્યા છીએ પરંતુ હજી માનવ અધિકારોના અમલીકરણમાં ઘણું કરવાનું બાકી છે. 
👩🏻જ્યારે સમાજની સ્ત્રીઓ અને બાળકો શોષણરહિત, સમાનતાપૂર્વક, માનભેર, સ્વતંત્ર અને ગૌરવવંતી જિંદગી જીવતાં થશે ત્યારે આપણે ‘માનવ અધિકાર દિવસ’ને સાચા અર્થમાં મનાવી શકીશું.

માનવ અધિકાર – મૂ્ળભૂત અધિકારો
🛡🛡🛡🛡🛡🛡🛡🛡

* માનવ અધિકારોનાં મૂળ નૈસર્ગિક કાયદામાંછે.નૈસર્ગિક કાયદો માણસના કેટલાક જન્મજાત કે નિસર્ગદત્ત અધિકારોને માન્ય રાખે છે.

* મનુષ્ય નિસર્ગનું ઉત્કૃષ્ટ સર્જન છે .કુદરતે જ માણસને કેટલાક અંતર્નિહિત અધિકારો બક્ષ્યા છે.તેથી માણસ આવા અધિકારો ભોગવે તે સાવ કુદરતૂ ગણાયું છે.

* મનુષ્ય બધે એક સમાન અને વિશ્વવ્યાપી હોવાથી આ નૈસર્ગિક અધિકારો સર્વ સ્થળે રહેલા માણસના નૈસર્ગિક અધિકારો છે.

* મનુષ્યનું જીવન કુદરતની મહાન ભેટ છે.તેથી તે જીવનનો આ અધિકાર ધરાવે છે.સાથે તે જીવનના અન્ય અંગભૂત તત્વો; જેવા કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કલ્યાણ, સલામતી, સ્વાતંત્ર્યો, પર્યાવરણ; વગેરે પરવ્તે પણ અધિકાર ધરાવે છે.

* ખુદ શાસક પણ આ નૈસર્ગિક કાયદો,એટલે ધર્મથી,બંધાયેલો હતો.તે તેનાથી નીચેની પાયરીએ હતો.

* નૈસર્ગિક કાયદો શાસક/રાજયના કાયદાથી ચઢિયાતો માનતો હતો.તેથી શાસક/રાજય વ્યક્તિને તેના નૈસર્ગિક અધિકારોથી વંચિત નકારી શકે નહિ.આ અર્થમાં આ અધિકારો કોઈથી છીનવી લઈ શકાય નહિ તેવા હતા.

* મોટા ભાગના આ નૈસર્ગિક અધિકારો માનવ અધિકારો તરીકે માન્ય અખાયા છે.મોટા ભાગના માનવ અધિકારોને મૂળભૂત અધિકારોની છાપ લગાવવામાં આવી છે કેટલાક માનવ અધિકારો

(દા.ત.ભારતમાં મિલકત ધરાવવાનો અધિકાર)બંધારણીય અધિકારો બનાવાયા છે તથા અન્ય કેટલાક અધિકારો રાજયના ધારા અન્વયે બક્ષવામાં આવ્યા છે.

🕹🕹🕹🕹માનવ અધિકારોના અમલ માટેની વ્યવસ્થા

* આવા અધિકારોના જતન/રક્ષણ/ અમલ માટે આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે,અને જે તે રાજયના કાયદા અન્વયે જે તે રાજયમાં,વિસ્તૃત અમલતંત્રો રચાયાનું જોવા મળે છે.

* આંતરરાષ્ટ્રીય સ્તરે ;આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ,યુરોપીયન માનવ અધિકાર કોર્ટ,એશિયા/આફ્રિકા/દક્ષિણ અમેરિકાનાં રાજયો માટેના સંયુકત અમલતંત્રો,કોર્ટો ટ્રિબ્યુનલો;વગેરેની જોગવાઈ છે.

* ભારતમાં રાષ્ટ્રિય સ્તરેઃ અને રાજયોના માનવ અધિકાર પંચો,લધુમતિ પંચ, અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટેનું પંચ,રાષ્ટ્રિય અને રાજયોના મહિલા પંચો; વગેરે તંત્રોની કાનુની રીતે સ્થાપના કરી તેમને રક્ષણ માટેની સત્તાઓ અપાઈ છે.

* તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રિય સ્તરોએ સંખ્યાબંધ બિનસરકારી સેવા સંગઠનો/ વ્યક્તિઓ આવા અધિકારોના રક્ષણ માટે જાગૃતિ દાખવી રહ્યા છે.

જે પ્રકારના લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરાતું હોય છે તે

* બધા જ દેશિના બધા જ પ્રકારના લોકોના બધા જ માનવ અધિકાર રક્ષણને પાત્ર ગણાયા છે.તેમાં માણસનો ધર્મ,ચામડીનો રંગ,જન્મસ્થળ,ભાષા,સંસ્કારો;વગેરે ભેદોથી પર રહી રક્ષણ કરાંતુ હોય છે.

* માનવસમાજનાં જે જુથો કોઈ અન્યાય/શોષણ,હિંસાનો ભોગ બન્યાં હોય તે તમામ જુથને રક્ષણ આપવું પડે છે.યુધ્ધકેદીઓ,અશ્વેતો,નિરાશ્રિતો,વિસ્થાપિતો,યુધ્ધપિડિતો,લધુમતિઓ.સ્થળાંતરિતો,વિકલાંગો,

વૃધ્ધો,પુરગ્રસ્તો.રખડતા/ અનાથ બાળકો આવાં ખાસ જુથો ગણાયાં છે.

* ભારતના રાષ્ટ્રિય સ્તરે જોતાઃ ભારતમાં મહિલાઓ,બાળકો,મજુરો,લધુમતિઓ,આદિવાસીઓ,દલિતો,બંધુઆ મજૂરો,ભુમિહિનો,ભુકંપપીડિતો,હુલ્લડપીડિતો,રોગીઓ.ધરકામ કરનારા,કેદીઓ,વિકલાંગો,મનોરોગીઓ,આરોપીઓઃ વગેરે આવા ખાશ જુથો ગણાયાં છે.તેમના માટે ખાસ ધારા ધડી અમલતંત્રોની વ્યવસ્થા કરાઈ છે.

* જે રાજય પોતાના વધુને વધુ માનવ અધિકારોને વધુને વધુ સમય માટે વધુને વધુ સંજોગોમાં વધુને વધુ રક્ષણ કરતું હોય તે રાજય સુસંસ્કૃત આંતરરાષ્ટ્રિય માનવસમાજમાં માનભર્યુ સ્થાન મેળવે છે.

*💠👉દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય.*

*👉માનવી જન્‍મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. 
🔰👉સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્‍યા જ કરે છે. 👀👁જેનું મુખ્‍ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્‍યના અધિકારોની અવગણના પણ.

🎯🎯🎯👁‍🗨👉 સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્‍યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્‍લેંડમાં બનાવાયેલ લેખીત દસ્‍તાવેજ ‘મેગ્નાકાર્ટા'ના ને ગણી શકાય. આ દસ્‍તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્‍ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા' દસ્‍તાવેજથી ઇગ્‍લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા. 

*💠👉ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્‍ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્‍તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્‍યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્‍ત ન થવાથી તે ખ્‍યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્‍ધના માઠા પરિણામો ભોગવવા પડેલ 💠🎯ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્‍તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્‍દોનો પ્રયોથ કરવામાં આવેલો.*

*💥💠👉‘માનવ અધિકાર' શબ્‍દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્‍દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.
⭐️🌟⭐️ સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્‍તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ કે અન્‍ય કોઇ હોદ્દાના ?તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

💠♻️♻️ ભારતીય બંધારણમાં અપાયેલ માનવી અધિકારો દરેક વ્‍યક્‍તિને માત્રને માત્ર સરકાર વિરૂધ્‍ધ જ પ્રાપ્‍ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્‍યસેવક વિરૂધ્‍ધ જ ફરિયાદ કરી શકાય છે.
💠👉👉 માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્‍યક્‍તિ-વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ દાખલ કરી શકાતી નથી. 👉માનવ અધિકારોના ભંગના કિસ્‍સાઓમાં કોર્ટમાંજ ફરિયાદ કરી જ શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) તેમજ રાજ્‍ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખીત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. 
👉આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્‍ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે. તેમજ અનુસુચિત જાતી અને અનુસુચિત આદિજાતીના લોકો રાષ્‍ટ્રીય અનુસુચિત જાતી અને અનુસુચિત જાતી આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્‍ત કરી શકે છે. 
〰〰〰
💠ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ માનવ અધિકારો અપાયા હોવા છતા ગુજરાત માનવ વિકાસમાં પછાત છે તેમ ગુજરાત સરકારે પણ સ્‍વીકારવું પડયું છે. 
🔘અહિ પ્રશ્નો એવો ઉપસ્‍થિત થાય છે કે શું માત્ર કાગળ ઉપર અધિકારો આપી દેવાથી અધિકારો ભોગવી શકાય ? તેના સંદર્ભમાં સમજવા જેવી એ બાબત છે કે સરકારી બધા તંત્રોમાં પણ માણસો જ કામ કરે છે અને આ માણસો કાયદાના રખેવાળ બનવાની બદલે કાયદાના ભંગને નજર અંદાજ કરે છે. 
🔘જે લોકો પાસે રાજકીય, આર્થિક કે ધાર્મિક સતાઓ છે તેવા લોકો સતાનો દૂરઉપયોગ કરી અન્‍ય માણસોના અધિકારોનું હનન કરે છે. વર્તમાન સમયમાં પ્રત્‍યેક માનવીએ થોડુ વિચારવાની જરૂર છે કે શુ વર્તમાન સમયમાં માનવી તરીકે પ્રાપ્‍ત થયેલા માનવ અધિકારોને આપણે ભોગવી શકીએ છીએ? 
👆ઉકત પ્રશ્નનો જવાબ આપણે પોતેજ શોધવાની જરૂર છે કારણ કે સમાજમાં જેવી પ્રજા હોય તેવોજ તેનો શાસક હોય છે. 
👉આથી વર્તમાન સમયમાં જો આપણે મુક્‍તપણે આપણે આપણાં અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્‍માન આપતા શીખવું જ પડશે અને ત્‍યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્‍યક્‍તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકીશું.

The Human Rights Act-(માનવ અધિકાર ધારો)
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
*1998 નો હ્યુમન રાઇટ્સ એક્ટ મહત્વપૂર્ણ અને બહોળી વ્યાપકતા ધરાવતો કાયદો છે જે આપણા જીવનના ઘણાં ભાગોને અસર કરે છે. એ ધારો શું કહે છે અને તે કેવી રીતે કામ કરે છે તે આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે.*

*હ્યુમન રાઇટ્સ એક્ટની શરૂઆત ક્યાંથી થઈ?*

*હ્યુમન રાઇટ્સ એક્ટના મૂળ બીજા વિશ્વયુદ્ધ સુધી જાય છે. યુદ્ધ બાદ યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ (માનવ અધિકારો અંગે યુરોપનું કરારનામું, જે ઘણીવાર ”ધ કન્વેન્શન” તરીકે ઓળખાય છે) નું લખાણ થયું જેમાં મહત્વપૂર્ણ પાયાના માનવ અધિકારોને રજૂ કરવામાં આવ્યા. આ કન્વેન્શન 2000 ની સાલમાં હ્યુમન રાઇટ્સ એક્ટ થકી બ્રિટિશ કાયદાનો ભાગ બની ગયો.*

*કન્વેન્શનમાં અધિકારો અલગ અલગ કલમ તરીકે રજૂ થયા છે. કન્વેન્શન લખાયા બાદ એમાં નવા પ્રોટોકોલ (રાજદ્વારી શિષ્ટાચાર) ઉમેરાયા છે. આમાંના મોટા ભાગના પ્રોટોકોલ પ્રક્રિયાને લગતા છે પણ તેમાંથી કેટલાંક કન્વેન્શનમાં નવા અધિકારો ઉમેરે છે.*

*કન્વેન્શન દેઠળના પોતાના અધિકારોનું હનન થયું છે (કાયદાની ભાષામાં “ભંગ થયો” કહેવાય) એવો જેનો દાવો હોય તેવા લોકોના કેસ હાથમાં લેવા માટે સ્ટ્રાસ્બર્ગમાંની યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સની સ્થાપના થઈ હતી. આ કોર્ટ ઘણા કેસમાં એ નિર્ણય ઉપર આવી છે કે બ્રિટિશ સરકારે કન્વેન્શનનો ભંગ કર્યો છે. આવા કેસને લીધે આ દેશના કાયદાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર દાખલ કરાયા છે,*

*કેસને સ્ટ્રાસ્બર્ગની કોર્ટમાં લઈ જવામાં લાંબો સમય લાગી જાય છે. સ્ટ્રાસ્બર્ગની કોર્ટમાં કેસને લઈ જતા અગાઉ લગભગ બધા કેસમાં તમારે આ દેશમાં જ હ્યુમન રાઇટ્સ કોર્ટનો ઉપયોગ કરી કાનૂની પગલા લેવા જોઇએ. કેસને સ્ટ્રાસ્બર્ગ ત્યારે જ લઈ જઈ શકાય જો આ દેશમાં હ્યુમન રાઇટ્સ એક્ટ હેઠળ તમે કેસ જીતી ના શકો.*

*હ્યુમન રાઇટ્સ એક્ટ કેવી રીતે કામ કરે છે?*👇🏻

કન્વેન્શનમાંના તમામ અધિકારો બ્રિટિશ કાયદામાં નથી આવતા ખાસ કરીને, કલમ 1 અને 13 તથા કેટલાક પ્રોટોકોલને હ્યુમન રાઇટ્સ એક્ટમાં નથી સમાવવામાં આવ્યા. જે જે અધિકારોને બ્રિટિશ કાયદામાં સમાવેલા છે તે કન્વેન્શન અધિકારો તરીકે ઓળખાય છે. કેટલાક અધિકારો જે પડતા મુકાયા હતા તે કદાચ પછીથી ઉમેરવામાં આવશે. કન્વેન્શન અધિકારો ઘણા વ્યાપક છે અને કાયદાના ઘણા ક્ષેત્રોને આ ધારો અસર કરેછે. હ્યુમન રાઇટ્સ એક્ટ કહે છે કે શક્ય હોય ત્યાં સુધી કાયદાનું અર્થઘટન અને અમલીકરણ કોર્ટે એ રીતે કરવું જોઇએ જેથી લોકોના કન્વેન્શન અધિકારોનું સંમાન જળવાય અને એને બંધબેસતું હોય.

હ્યુમન રાઇટ્સ એક્ટ એવું પણ કહે છે કે જાહેર વહીવટીતંત્રે લોકોના ક્ન્વેન્શન અધિકારોનું સંમાન જાળવવું જોઇએ. જાહેર વહીવટીતંત્રોમાં સરકારી વિભાગો, પોલીસ ખાતું, સ્થાનિક નગરપાલિકા (કાઉન્સિલ) અને બેનિફિટ્સ એજન્સી આવી જાય છે. કેટલીક સંસ્થાઓ ક્યારેક જાહેર વહીવટીતંત્રો લેખાય છે અને ક્યારેક નહીં. દાખલા તરીકે, કોઈ સુરક્ષા કંપની જ્યારે જેલખાતા માટે કામ કરી રહી હોય ત્યારે તે જાહેર વહીવટીતંત્ર ગણાય પણ જ્યારે ખાનગી સુરક્ષા કાર્ય કરી રહી હોય ત્યારે નહીં.

વિભિન્ન લોકોના અધિકારો વચ્ચે ક્યારેક ધર્ષણ થાય તો કોર્ટે આ અધિકારો વચ્ચે સંતુલન સાધવાનું રહે છે. ઉદાહરણ તરીકે, પશુ અધિકારો વિશે ચળવળ કરનારાઓ કદાચ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર (કલમ 10) અને સભા ભરવાના અધિકાર (કલમ 11) નો ઉપયોગ કરી એવી દલીલ કરે કે જે વૈજ્ઞાનિક પશુઓ પર પ્રયોગ કરે છે તેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા પોલીસે (એક જાહેર વહીવટીતંત્ર) છૂટ આપવી જોઇએ. વૈજ્ઞાનિક કદાચ પોતાના ખાનગીપણા અને ઘર પ્રત્યેના આદરના અધિકાર (કલમ 8) નો ઉપયોગ કરી વિરોધ બંધ કરાવવા પોલીસને સમજાવવાનો પ્રયાસ કરી શકે.

મારા અધિકારોનો ભંગ થયો છે એમ મને લાગે તો હું શું કરી શકું?

જો તમને લાગે કે જાહેર વહીવટીતંત્રે તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ કર્યો છે (અથવા કરશે) તો તમે તેની સામે કોર્ટની કાર્યવાહી કરી શકો છો. તમારે બતાવી આપવું પડશે કે એ જાહેર વહીવટીતંત્રે જે કોઇ કર્યું અથવા કરવા ધારે છે તેની તમને અસર થઈ છે.

નીચેની બાબત લાગુ પડતી હોય તો તમે ‘જ્યુડિશ્યલ રિવ્યુ’ તરીકે ઓળખાતી કાર્યવાહી (ન્યાયિક સમીક્ષા) માટે અરજી કરી શકો છો :

જાહેર વહીવટીતંત્રે લીધેલા નિર્ણયને તમે પડકારવા માગતા હો; અથવા
જાહેર વહીવટીતંત્રને કાંઇક કરવાનો અથવા કાંઇક કરતા અટકાવવાનો આદેશ કોર્ટ કરે એમ તમે માગતા હો.
ન્યાયિક સમીક્ષા હેઠળ, ન્યાયાધીશ તમારો કેસ હાથમાં લેશે અને જાહેર વહીવટીતંત્રે કાંઇ ગેરકાનૂની કૃત્ય કર્યું છે કે કેમ તે નક્કી કરશે. તમારે કાર્યવાહી સત્વરે શરૂ કરવાની રહેશે, અને મોડામાં મોડું તો વહીવટીતંત્રના જે નિર્ણય અથવા પગલાને તમે પડકારી રહ્યા હો તેના ત્રણ મહિનાની અંદર. તમને લાગતું હોય કે તમારા અધિકારોનો ભંગ થયો છે તો ન્યાયિક સમીક્ષાની શક્યતા વિશે જેમ બને એમ જલદી વકીલની સલાહ લઈ લેવી, કેમ કે કોઇ નિર્ણય યા પગલાને પડકારવા માટે ન્યાયિક સમીક્ષા એક અસરકારક માર્ગ છે, અને માત્ર નુકસાનીના દાવાને બદલે આમાં જાહેર ભંડોળ (લીગલ એઇડ)ની મદદ મળવાનો સંભવ વધારે રહે છે.

તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ થયો હોય તે કારણથી તમે માત્ર વળતર જ ઇચ્છતા હો તો નુકસાની માટે દાવો કરી શકો છો. અધિકારોના ભંગ થયા બાદ એક વર્ષની અંદર તમારે કેસ માંડવો જોઇએ.

જો કોર્ટને એવું જણાય કે તમારા કન્વેન્શન અધિકારોનો ભંગ થયો છે તો એ તમને વળતર અપાવી શકે છે. પરંતુ જો તે નિર્ણય કરે કે તમારા અધિકારોનો ભંગ થયો એ બાબતની સ્પષ્ટતા થઈ એટલું જ પૂરતું છે તો તે કદાચ વળતર ન અપાવવાનું પણ નક્કી કરે. કન્વેન્શન અધિકારોના ભંગ બદલ મળતા વળતરની રકમ ખાસ્સી ઓછી હોય છે.

કોર્ટમાં તમે જાતે જ તમારો બચાવ કરી રહ્યા હો તો કન્વેન્શન અધિકારો પર તમે કદાચ મદાર રાખી શકશો. આ મોટે ભાગે ફોજદારી કેસમાં બને છે પરંતુ જો, ઉદાહરણ તરીકે, નીચેની બાબતો લાગુ પડે તો પણ બની શકે છે:

તમે કાઉન્સિલના ભાડૂત હો અને કાઉન્સિલ તમને ઘરમાંથી હટાવવાનો પ્રયાસ કરી રહી હોય; અથવા
દેશનિકાલ થવાનો સામનો કરી રહેલ વસાહતી યા શરણાર્થી.
ક્યા ક્યા કેસને આ એક્ટ નથી આવરી લેતો?

તમારા અધિકારોનો ભંગ થવા બદલ ઘણી વાર કોર્ટ કાંઇ પણ કરવા અસમર્થ હોય છે. હ્યુમન રાઇટ્સ એક્ટ કોર્ટને પાર્લામેન્ટના કાયદાની ઉપરવટ જવાની છૂટ આપતો નથી. લોકોના કન્વેન્શન અધિકારોનો આદર કરે યા એને બંધ બેસે એ રીતે પાર્લામેન્ટના અમુક કાયદાનું અર્થઘટન અને અમલીકરણ કોર્ટ ના કરી શકે તો તે ‘અસંગતતાનું નિવેદન’ જારી કરવા સિવાય બીજું કાંઇ ના કરી શકે. સરકાર અને સંસદ ત્યાર બાદ નક્કી કરે કે કાયદો બદલવો જોઇએ કે કેમ. પરંતુ એ ન બને ત્યાં સુધી કોર્ટે કાયદો જેમ હોય તેમનો તેમ જ લાગુ કરવો જોઇએ, ભલે તે કન્વેન્શનના અધિકારો સાથે બંધબેસતો ના હોય. કોર્ટ તમને કોઇ જ વળતર નહીં અપાવી શકે.

🛡જો તમે આવી પરિસ્થિતિમાં મુકાઈ જાવ તો યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ માં આવેદન કરવા અંગે વિચારવું જોઇએ, કારણ કે સ્ટ્રાસ્બર્ગમાંની આ કોર્ટ વળતર અપાવી શકે છે.

🛡હ્યુમન રાઇટ્સ એક્ટ માત્ર એવી સંસ્થાઓ સામે કેસ કરવાની છૂટ આપે છે જે જાહેર વહીવટીતંત્ર હોય. મતલબ કે કોઇ વ્યક્તિ, દા.ત. કાઉન્સિલની નોકરીમાં હોય તો તે એમ્લોયર સામે કાર્યવાહી કરી શકે પણ કોઇ ખાનગી પેઢીમાં નોકરી કરનાર એમ ના કરી શકે.

🛡આમ છતાં, વ્યક્તિઓ અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના કેસ ઉપર આ ધારાની અસર પડે છે. તેનું કારણ એ છે કે હાલમાં કાયદાઓનું કોર્ટમાં અર્થઘટન અને એનો વિકાસ કઇ રીતે કરવા તે પ્રક્રિયાને એ નવી દિશા આપે છે. ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ તેમ જ જાહેર વહીવટીતંત્રો ઉપર અસર પાડે એવો ખાનગીપણાનો કાયદો ઘડવા અર્થે કન્વેન્શનની કલમ 8 (ખાનગી અને પારિવારિક જીવનના સંમાન માટેનો અધિકાર) નો ઉપયોગ કોર્ટ કરી જ રહી છે.

👆🏻'ગુજરાતમાં માનવઅધિકાર અને નાગરિક સ્વાતંત્ર્ય ચળવળ : 1974-2014' નામના નવા પુસ્તકમાં પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટિઝ્ (પીયુસિએલ) અથવા નાગરિક સ્વાતંત્ર્ય સંગઠનના ગુજરાત એકમની ગયા ચાર દાયકાની અવિરત કર્મશીલતાની વિગતો મળે છે. સંગઠને લોકોની જે દરેક સમસ્યા અંગે પક્ષનિરપેક્ષ રીતે શાસકો સામે પડીને જાગૃતિ બતાવી છે. તેમાંથી કેટલીક આ મુજબ છે : રાજ્યાશ્રિત કોમવાદ, ફાસીવાદ અને ભ્રષ્ટાચાર, જળ-જંગલ-જમીનની છીનવણી અને વિસ્થાપન, મહિલાઓ પર અત્યાચાર, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ, કાયદો અને વ્યવસ્થાની પડતી, ટાડા અને બદનક્ષીને લગતા કાનૂન , કર્મશીલો પર હુમલા, શિક્ષણની અધોગતિ અને માનવ અધિકારોના હનનને લગતા એકંદર પ્રશ્નોની આ યાદી બહુ લાંબી થઈ શકે.


પીયુસિએલે વિરોધ માટે રજૂઆત , તપાસપંચ, હસ્તક્ષેપ, ધરણાં-દેખાવ, કાનૂની જંગ, ચળવળ જેવા અનેક માર્ગો અહિંસક રીતે અપનાવ્યા છે. આ બધાને લગતાં અનેક પ્રકારના દસ્તાવેજો આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે . એટલે તેમાં સંગઠના ઉપક્રમોના તેણે પોતે તેમ જ અખબારોએ આપેલા વૃત્તાંત , તપાસ સમિતિના અહેવાલો, અખબારી નિવેદનો, જનતાજોગ પત્રિકાઓ, સભા-સંમેલનોમાં પસાર કરવામાં આવેલા ઠરાવો અને સત્તાવાળાઓને આપવામાં આવેલાં આવેદનપત્રો વાંચવા મળે છે.આ તમામ સામગ્રીમાં સમસ્યા માટેની પાકી નિસબત, તેનો પૂરો અભ્યાસ, નાગરિક તરીકેની પ્રતિતી,શક્ય એટલો વિધેયાત્મક અભિગમ અને બાંધછોડ વિનાનો સીધોસાફ વિરોધ જોવા મળે છે.
લોકો વચ્ચે ઓજસ ફેલાવતા જયપ્રકાશ નારાયણનું અત્યારના દિવસોમાં ખાસ નોંધપાત્ર ગણાય તેવું મુખપૃષ્ઠ ધરાવતાં આ મોટા કદના પુસ્તકનું સંપાદન-સંકલન પીયુસીએલના સમર્પિત મહામંત્રી ગૌતમ ઠાકરે લાંબા ગાળાની મહેનતથી કર્યું છે. જયપ્રકાશ, ન્યાયમૂર્તીઓ વી.એમ.તારકુંડે અને એમ.સી.ચાગલા, ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરુ જેવા અગ્રણીઓના ફોટા સહિતની લોકસંમેલનોની તસવીરો હવે દુર્લભ ગણાય. દિવંગત અને હયાત કર્મવૃદ્ધ કાર્યકરો-અગ્રણીઓનાં નામકામનો અંદાજ મળે છે. તેમના જેવા સત્વવાળા બીજા ઓછા હોવાને કારણે તેઓ વધુ દોહ્યલા પણ લાગે છે.



લોકજાગૃતિની આ તવારીખમાંથી પસાર થતાં લાગે છે કે નાગરિક સમાજનાં પગરણ ઉજાસભરી સવાર કરતાં ઉદાસીનતાભરી સાંજ ભણી છે.સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાભર્યા લોકશાહી સમાજ માટેની કોશિશો નાકામયાબ લાગે છે. કોમવાદ અને ફાસીવાદ સામે અનેક સંગઠનો સહિત પીયુસિએલે આપેલી લડત છતાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે. જે મુન્દ્રા સેઝની સામે કેટલાંક જૂથોની સાથે પીયુસીએલે પણ મોરચો માંડેલો તેને પર્યાવરણીય મંજૂરી મળે છે.રાજ્યના માનવઅધિકાર પંચને મળેલી ફરિયાદોમાં પાંચ ગણો વધારો નોંધાય છે.

સુરેન્દ્રનગરના સંશોધક વિનોદ આચાર્યના 'કલાનું લીંપણ' નામના નાનકડા પણ નોંધપાત્ર પુસ્તકમાં જે લોકકલાઓની વાત કરવામાં આવી છે તે આ મુજબ છે : લીંપણકામ, સૂપડાંની સજાવટ, પશુ શણગાર, કટાબકામ, કચ્છની ઢીંગલી, પાટણના માટીનાં રમકડાં, ઘઉંની કુંવળની કળા, છત્રીશણગાર, બાંધણી, માટીકામ, બાંધણી, વાંસકામ, અજરખની ભાત, ચર્મભરત,આરીભરત, છુંદણા અને ઉની વણાટ. આમાંથી મોટાભાગની કલાકૃતિઓ માટેની સામગ્રી, સાધનો અને પ્રક્રિયા લેખક સમજાવે છે. જેમ કે લીંપણ કળામાં 'ખાડાની પીળા રંગની ચીકણી માટી ગોરમટી ગુંદવાથી લઈને કૃતિ પર છેલ્લો હાથ ફેરવવા સુદીના તબક્કા વિશે વિગતવાર વાંચવા મળે છે. સૂપડાંની સજાવટ પહેલાં સૂપડાની બનાવટ વિશે લેખક માહિતી આપે છે. ઢીંગલી, અજરખપ્રિન્ટ, ચર્મભરત અને ઉની વણાટ જેવાં પ્રકરણો પણ આ દૃષ્ટિએ જોવા જેવાં છે.


પુસ્તકમાં લગભગ દરેક પાને, મોટા ભાગના વાચકો માટે સાવ નવા શબ્દો કે માહિતી છે. પશુધનનાં આભૂષણોનો એક જ દાખલો પૂરતો છે : 'બળદને મોઢા પર મોયડા,નાકમાં નથ, પીઠ પર કોંઢથી પૂંછડાં સુધી ઝૂલ, કપાળ પર મોતીના મશવડા, કાન પર ભરત ભરેલા કાન, શીંગડાં પર શીંગડીયા,ડોક પર ડોકિયા , સાંકળા, અને પીતળનાં ઘૂઘરા,પૂંછડા પર પૂંછડિયા, આગળના બે પગ પર ઘૂઘરી ટાંકેલા ઢીંચણિયા, ધૂંસરી અને ડોક સાથે બાંધેલ જોતરના શણગાર થાય છે.' 
દરેક
કળા વિશેનાં સરેરાશ બે પાનાંનાં પ્રકરણોમાં લેખકે તળપદનાં અભણ કે નજીવું ભણેલાં પ્રતિભાવાન સ્ત્રી-પુરુષ કસબીઓની જાતમુલાકાત લઈને મેળવેલી માહિતી પણ આપી છે. તેમાંથી ઘણાંને દેશવિદેશમાં કૌશલ બતાવવાની તક અને ઇનામાકરામ મળ્યાં છે. લેખોમાં તેમનાં બયાન ઉપરાંત ક્યારેક લોકગીતો,કથાઓ,કહેવતો અને ગ્રામીણ ભાષાના શબ્દોનો ઉપયોગ થયો છે. ભાષા અને રજૂઆતની કચાશ વિષયની આકર્ષકતા તેમ જ લેખકે મહેનતથી એકઠી કરેલી વિગતોને કારણે ધ્યાનમાં ન આવે એવું બને છે.

પુસ્તકમાંથી વધુ એક વાર ધ્યાનમાં આવે છે કે છેવાડાના કસબીઓનાં કામમાં નિત્યનૂતન સહજ પ્રતિભા છે . વળી અચૂક પરખ અને કોઠાસૂઝમાંથી આવતી આધુનિક ઉપકરણો વિના પણ જળવાતી ચોકસાઈ છે. સમજ અને ધીરજ છે. સહુથી વધુ તો સતત સખત શારિરીક મહેનત છે. આ પુસ્તકમાં વર્ણવેલી મોટાભાગની કળાઓનું હવે વારસા અને પ્રદર્શનમૂલ્ય જ છે. તેમાંનું જે 'લોક' છે તેનો લગભગ બધાં સ્તરેથી લુપ્ત જાય એવી રાજકીય અને આર્થિક રીતિનીતિઓનો આ કાળ છે. 'દસ્તકાર' સંસ્થાના લયલા ત્યબજી નોંધે છે કે સેક્ટરના વિકાસને લગતી નરેન્દ્ર મોદીની ક્રાફ્ટ ગુલબાંગો પછી પણ નવા કેન્દ્રીય અંદાજપત્રમાં તેને કોઈ સ્થાન નથી !

૧૦ ડિસેમ્‍બર એટલે માનવ અધિકાર દિવસ મનુષ્‍યનો જન્‍મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્‍મ સિધ્‍ધ અધિકારો આપો આપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી અને કોઇ છીનવી પણ શકતું નથી આમ માનવ જીનને અર્થ પુર્ણ, સંતોષ જનક અને ગૌરવવંત બનાવે તેવા મુખ્‍ય અધિકારો અને તેવા પ્રકારના સ્‍વાતંત્રયને માનવ અધિકાર કહી શકાય માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે તે તક તેને મળે ભયથી મુક્‍તિ મળે તેના પોતાના અધિકારો ઝુંટવાય નહિંતેવી મુળભુત આકાંક્ષાઓ છે અને તેથી માવન અધિકારોને કુદરતી અધિકારો પણ કહેવાય છે.

🛡 માનવ અધિકારની પુર્વ ભૂમિકા (ઇતિહાસ)

🛡🛡 માનવ અધિકારોનો નવેસરથી ઉદભવ અને સઘન તથા વ્‍યાપક સ્‍વીકૃતી અને પ્રચાર વિશ્વની ઔધોગીક ક્રાંતી અને બે વિશ્વયુદ્ધો પર આધારીત છે. ઔધોગીક ક્રાંતીએ ભરપુર શોષણને જન્‍મ આપ્‍યો જ્‍યારે બે વિશ્વયુદ્ધો, માનવતા મુલ્‍ય અને માનવ સંસ્‍કૃતિના વિધ્‍વંસક પરિબળો હતા ભયાનક અંધકાર માંથી પ્રકાશનો ઉદય થયો અને અંતે યુનાઇડેટ નેશન્‍સે ૧૦ ડિસેમ્‍બર ૧૯૪૮માં યુનિવર્સલ ડિકલેરેશન ઓફ હુમન રાઇટસ (માનવ અધિકાર અંગે વિશ્વવ્‍યાપી ઘોષણા પત્ર)ની જાહેરાત કરી અને તેથીજ પુરા વિશ્વમાં આજે ૧૦ ડિસેમ્‍બરને માનવ અધિકાર દિવસ તરીકે માનવામાં આવે છે. અને ત્‍યાર પછી આવા અધિકારરોની જોગવાઇ કરતા જુદા-જુદા ૨૦ દસ્‍તાવેજોને અને સમજુતીઓની જોગવાઇ થઇ હતી દુનિયાના ૧૨૦ દેશો આ દસ્‍તાવેજોને અનુમતી આપી છે. સ્‍વાભાવીક તમને પ્રશ્ન થશે કે આવા અધિકારો મેળવવા કે તમના રક્ષણ માટે શુ આ માનવ અધિકારોના રક્ષણ માટે ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના ૧૯૯૩માં થઇ અને ઓક્‍ટોબર ૨૦૦૪ સુધિમાં ૧૪ જેટલા રાજયોમાં તેમના રાજય માટે માનવ અધિકાર પંચની સ્‍થાપના કરવામાં આવી હાલ ગુજરાત સરકારે પણ અધિકાર પંચ (ગાંધીનગર)માં સ્‍થાપના કરેલ છે. દેશમાં ગમે ત્‍યા રહેતી કોઇપણ વ્‍યક્‍તિ પોતાના માનવ અધિકાર માણી શકે અને તેનો ઉપયોગ કરી શકે. તેની જવાબદારી રાષ્‍ટ્રીય માનવ અધિકાર પંચની છે. અને એવોજ ભાગ રાજયના માનવ અધિકાર પંચ જે તે રાજયમાં ભજવે છે. જે લોકો માનવ અધિકાર ભંગ કરે છે તેને તેના આવા દુષ્‍કુત્‍યો માટે જવાબદાર બનાવવા અને તે ન્‍યાયિક જવાબદારી માંથી છટકી શકે. નહિ તેવી ખાત્રી પુરી પાડવાની જવાબદારી માનવ અધિકારી પંચની છે.

🛡🛡 આ પંચ માનવ અધિકાર ભંગની ફરિયાદોની પુરી તપાસ કરવાની સતા ધરાવે છે. તથા રાજય સરકારે પ્રજા માટે માનવ અધિકાર પંચને અલગ રચના કરી શકે છે. આ પંચ કેદીઓની સ્‍થતીનો અભ્‍યાસ કરી શકે છે. લોકો પોતાને તથા અન્‍યાયિક વિગતો આ પંચને મોકલી શકે છે અને આ પંચ ખુદ ફરિયાદી બની ન્‍યાય અપાવે છે.

*ભારત આ રીતે રોહિંગ્યા મુસ્લિમોને પાછા ન મોકલી શકે: માનવ અધિકાર પંચ*

રોહિંગ્યા મુસ્લિમો મામલે કેન્દ્ર સરકાર તેનુ વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પંચે આ મામલે ભારતના પ્રયાસોને ખોટા ગણાવ્યા છે. માનવ અધિકાર પંચે કહ્યું છે કે ભારત આ રીતે રોહિંગ્યા મુસ્લિમોને પાછા ન મોકલી શકે. 

માનવ અધિકાર પંચના પ્રમુખ જૈદ રાદ અલ હુસૈને કહ્યું છે, જ્યારે રોહિંગ્યા મુસ્લિમો તેમના જ દેશમાં હિંસાનો શિકાર થઈ રહ્યા છે. ત્યારે ભારતમાંથી તેમને પાછા મોકલવાના પ્રયાસોની હું નિંદા કરું છું. 

માનવ અધિકાર પરિષદની સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું કે, 40,000 રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં આવીને વસેલા છે. જેમાંથી 16 હજાર મુસ્લિમો પાસે શરણાર્થી તરીકેના દસ્તાવેજ છે. વધુમાં તેમણે કહ્યું કે ભારત સામુહિક રીતે કોઈને પણ બહાર ન કાઢી શકે. એ લોકોને એવા સ્થળે જવા માટે મજબૂર ન કરી શકાય જ્યાં તેમનું શોષણ થયું હોય, તેમને હેરાન કરાતા હોય અને તેમના જીવને જોખમ હોય.

મહિલા એના અધિકાર 
🛡🛡🛡🛡🛡🛡🛡
મહિલા અને બાળવિકાસ પહેલ
🛡🛡🛡🛡🛡🛡🛡🛡🛡
ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્યાર છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે.

બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્મતક ભેદભાવ કરવાની સત્તા રાજ્યેને આપી છે.

રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે.

👏🏻આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે.
🤝 ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે. 

આ યોજનાનો લાભ ૩૫ રાજ્‍યોમાં સાડા ત્રણ કરોડ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ દેશની છાસઠ લાખ સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે.

મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે.

👏🏻આ વિભાગ મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. તે મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે.

👏🏻 મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે

મહિલા અને બાળ વિકાસ કમિશનર
નિયામક, સમાજ સુરક્ષા
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)

ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ
જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)
કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડ

ગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ
મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર જાતિય સમાનતા :

સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
તક અને દરજ્‍જા ની સમાનતા
મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી🛡મહિલાને લગતી સરકારી યોજના

🛡મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ

👉🏻બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)

👉🏻નારી-ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા

👉🏻બાલિકા સમૃદ્ધિ યોજના
👉🏻કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ

👉🏻સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ

👉🏻વિધવા સહાય અને તાલીમ યોજના

👉🏻સરસ્‍વતી સાધના યોજના

👉🏻કુવંરબાઈનું મામેરું યોજના
👉🏻સાત ફેરા સમુહલગ્ન
👉🏻મહિલા વૃદ્ધાશ્રમ
👉🏻ચિરંજીવી યોજના
👉🏻નારી અદાલત
👉🏻સખી મંડળ યોજના
👉🏻કૃષિ તાલીમ યોજના
👉🏻મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના

🛡🛡🛡મહિલા અને બાળવિકાસ વિભાગ નીચેના વિભાગો હેઠળ કાર્યરત છે :🛡🛡

👉🏻મહિલા અને બાળ વિકાસ કમિશનર
👉🏻નિયામક, સમાજ સુરક્ષા
👉🏻ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ (જીડબલ્‍યુઈડીસીએલ)

👉🏻ગુજરાત રાજ્‍ય મહિલા આયોગ

👉🏻જેન્‍ડર રિર્સોસ સેન્‍ટર(સ્‍વાયત્ત)

કમિશનર, કેન્‍દ્રીય સમાજ કલ્‍યાણ બોર્ડગુજરાત મહિલા અને બાળવિકાસ વિભાગ :

મહિલાઓ માટે જાતીય સમાનતા સર્જવાની જવાબદારી સર્વાગી વિકાસ પ્રક્રિયાનો આધાર

જાતિય સમાનતા :
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્‍તિકરણ
વિચારો, અભિવ્‍યક્‍તિ, માન્‍યતા, શ્રદ્ધા અને ધર્મનું સ્‍વાતંત્ર્ય
તક અને દરજ્‍જા ની સમાનતા
મહિલાઓ માટે ન્‍યાય અને સમાનતા, સામાજિક-આર્થિક સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી


🛡🛡🛡પહેલ🛡🛡🛡
સમાજમાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓને અસમાનતાનો સામનો કરવો પડે છે.સ્ત્રી-પુરુષનું પ્રમાણ, સામાજિક માળખું, ઘરે અને કામના સ્થમળે જાતીય હિંસા, શિક્ષણનું નીચું પ્રમાણ, આરોગ્યર અને પોષણનો અભાવ, આમ અનેક મોરચે મહિલાઓએ સહન કરવું પડે છે. ગુજરાતે મહિલાઓને સુશિક્ષિત - સુરક્ષિત અને જાગૃત્ત બનાવવા જેન્ડડર ઈક્વાંલિટી પોલીસી(જીઈપી) ઘડી છે. મહિલા અને બાળવિકાસ વિભાગે મહિલા અને બાળકોની સ્થિજતિ સુધારવા માટે યોજનાઓને અમલી બનાવી છે, રાજ્ય સરકારે નવી પહેલ કરી છે.

મહિલા અને બાળવિકાસના યોજનાઓ અને પહેલ
👵👩🏻👱‍♀👩🏻👱‍♀👧🏻👳🏻‍♀👳🏻‍♀👳🏻‍♀👳🏻‍♀ 

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ
🛡
👉🏻 બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ)
👉🏻 નારી-ગૌરવ નીતિ - મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા
👉🏻 બાલિકા સમૃદ્ધિ યોજના
👉🏻 કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ
સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ
👉🏻 વિધવા સહાય અને તાલીમ યોજના
👉🏻 સરસ્‍વતી સાધના યોજના
👉🏻 કુવંરબાઈનું મામેરું યોજના
👉🏻 સાત ફેરા સમુહલગ્ન
👉🏻 મહિલા વૃદ્ધાશ્રમ
👉🏻 ચિરંજીવી યોજના
👉🏻 નારી અદાલત
👉🏻 સખી મંડળ યોજના
👉🏻 કૃષિ તાલીમ યોજના
👉🏻 મત્‍સ્‍ય ઉદ્યોગ સાહસિક યોજના 

🛡🛡🛡ભારતીય બંધારણ સાર્વભૌમત્ત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોને વરેલું છે. આ બંધારણે દેશના દરેક નાગરિકને સમાન હક્ક આપ્‍યા છે. જાતિય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હક્કો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્‍મક ભેદભાવ કરવાની સત્તા રાજ્‍યને આપી છે. 

🛡👉🏻રાજ્‍ય સરકારનો મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલા અને બાળકોના કલ્‍યાણ, સશક્‍તિકરણ અને ઉદ્ધાર માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાના નેજા હેઠળ ચાલે છે. ૧૯૭૫માં ભારત સરકારે સંકલિત બાળ વિકાસ સેવા અને સંકલિત મહિલા વિકાસ સેવાનો પ્રારંભ કર્યો હતો. આજે આ સેવાનો વ્‍યાપ સમગ્ર દેશમાં છે. આ યોજનાનો લાભ ૩૫ રાજ્‍યોમાં સાડા ત્રણ કરોડ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાનો લાભ દેશની છાસઠ લાખ સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે.

🛡👉🏻મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે વિભાગ સક્રિય છે. મહિલા અને બાળવિકાસ વિભાગ નવજાત શિશુઓને પોષણ અને બાળકોના આરોગ્‍યની સંભાળ જેવી બાબતોનું નિરિક્ષણ કરે છે, જરૂર જણાય ત્‍યાં પગલાં લે છે. 

🛡👉🏻આ વિભાગ મહિલાઓ સામે રાખવામાં આવતાં ભેદભાવ દુર કરવાનું અને તે મુદ્દે સંવેદનશીલતા કેળવવાનું કાર્ય કરે છે. તે મહિલાઓને વિવિધ યોજનાઓમાં જોડવાનું કામ કરી સમાજના મુખ્‍ય પ્રવાહમાં ભેળવવાનું કામ કરે છે. મહિલાઓ માટે જાતીય સમાનતા ઉભી કરવાની મહત્‍વની જવાબદારી આ વિભાગ નીભાવે છે. મહિલા અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં વિભાગની ચાવીરૂપ ભૂમિકા છે. વિભાગ તેમના સશક્‍તિકરણ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનું અને જાગૃત્તિ ઉભી કરે છે.

No comments:

Post a Comment