Wednesday, December 25, 2019

મહમદ અલી ઝીણા --- Mahmud Ali Jinnah

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏909940723*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
*૧૯૪૮ - મહમદ અલી ઝીણાનુ અવસાન*
💠💠💠💠💠💠💠💠💠💠
અવસાન 11 સપ્ટેમ્બર 1948 (71 વયે)
Karachi, Pakistan
*ઝીણાના જન્મ સ્થળને લઇને થોડો વિવાદ છે. કેટલાક લોકોની માન્યતા છે કે મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, પરંતુ કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.*

🔰🔰રાજકિય પક્ષ 🔰🔰
ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (૧૯૦૬–૨૦)
ભારતીય મુસ્લિમ લીગ (૧૯૧૩–૪૭)
મુસ્લિમ લીગ પાકિસ્તાન (૧૯૪૭–૪૮)

*મહમદ અલી ઝીણા ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.*

ઝીણા, મીઠીબાઇ અને ઝીણાભાઇ પુજાભાઇના સાત બાળકોમાં સૌથી મોટા હતા. તેમના દાદા પુંજાભાઇ ગોકુળદાસ મેઘજી એક સંપન્ન ગુજરાતી વેપારી હતા, પરંતુ ઝીણાના જન્મ પહેલાના કાઠિયાવાડને છોડી સિંધમા જઇ વસ્યા હતા. કેટલાક સુત્રો મુજબ, ઝીણાના પુર્વજ હિંદુ રાજપુત હતા, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી. કાઠિયાવાડથી મુસ્લીમ બહુમત સિંધમા વસ્યા બાદ ઝીણા અને તેમના ભાઇ બહેનોનું મુસ્લીમ નામકરણ થયુ. ઝીણાની શિક્ષા વિભિન્ન શાળામાં થઇ. શરૂઆતમાં તેઓ કરાંચીના સિંધ મદરેસા-ઉલ-ઇસ્લામમાં ભણ્યા, પછી થોડા સામય માટે ગોકુળદાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઇ પણ ભણ્યા. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરી શાળા કંરાચી જતા રહ્યા.અંતમાં તેઓએ મુંબઇ વિશ્વવિધ્યાલયમાંથી મેટ્રીક પાસ કર્યું.

*🌵🌹🌵બે કાંટા વચ્ચે એક ગુલાબ 🌵🌹🌵*

અંગેજ શાસન હેઠળના ભારતના છેલ્લા વાઇસરોય સાથેની ઝીણા સાથેની પ્રથમ મુલાકાત દરમ્યાન ઝીણા નર્વસ હતા અને એમણે એ નર્વસનેસ નીચે એમણે એક ભૂલ કરેલી. એ મુલાકાતની તસ્વીર લેવા માટે એવું નક્કી થયેલ કે એડવીના માઉન્ટબેટનને વચ્ચે ઉભા રાખવામાં આવશે જ્યારે એડવીના માઉન્ટબેટનની જમણી તરફ લોર્ડ માઉન્ટબેટન અને ડાબી તરફ મહમદ અલી ઝીણા ઉભા રહેશે. મહમદ અલી ઝીણાએ અગાઉથી વિચારી રાખેલ કે છબી લેવાયા બાદ એ પ્રચલીત અંગ્રેજી કહેવત "બે કાંટા વચ્ચે એક ગુલાબ" (અ રોઝ બિટવીન ટુ થોર્ન્સ) બોલશે. પણ છેલ્લી ઘડીએ છબીકારે ગોઠવણીમાં ફેરફાર કર્યો અને કાયદેઆઝમ વચ્ચે ઊભા હોય એ રીતે છબી પાડી. તેમ છતા અગાઉ ગોખી રાખ્યા મુજબ ઝીણા બોલી ઊઠ્યા કે "બે કાંટા વચ્ચે એક ગુલાબ".

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ){યુયુત્સુ}9099409723🙏*

No comments:

Post a Comment