Thursday, December 12, 2019

યુવરાજ સિંહ -- Yuvraj Singh

🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
*આજે મારા નામેરીનો 36મો જન્મ દિવસ*
⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પોતાના 36માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર રહેલા યુવરાજ સિંહની વાપસી હવે મુશ્કેલ છે પરંતુ તેને આશા છોડી નથી. 2011 વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હીરો રહેલા યુવરાજની ક્રિકેટ કારકિર્દી પૂર્ણ થવા પાછળ એમએસ ધોનીનો હાથ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે તેને કેટલાક ખેલાડીઓની કારકિર્દી પૂર્ણ કરી, જેમાં યુવી પણ છે. યુવરાજના પિતા યોગરાજ સિંહ પણ ધોની પર તેના પુત્રની કારકિર્દી ખરાબ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે.*

*🏏🏏ધોની નહીં, આ હતુ કારકિર્દી પર બ્રેક લાગવાનું કારણ*

- યુવરાજ સિંહ 2011 વર્લ્ડકપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો, તેને 9 મેચમાં 90.5ની એવરેજથી 362 રન બનાવ્યા હતા, તેને 15 વિકેટ પણ ઝડપી હતી.
- સિરીઝ દરમિયાન યુવરાજને કેટલીક વખત લોહીની ઉલ્ટી પણ થઇ પરંતુ તે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડવાના મિશનમાં લાગેલો રહ્યો હતો.
- 2 એપ્રિલ, 2011માં ટૂર્નામેન્ટ પૂર્ણ થતા જ યુવરાજ સાથે ફેન્સ માટે પણ તેને કેન્સરના સમાચાર ઝટકાથી ઓછા નહતા.
- વર્લ્ડકપ બાદ યુવરાજ પોતાની સારવારમાં જોડાઇ ગયો હતો, યુવી અમેરિકા ગયો હતો, યુવરાજની આ બીમારીને કારણે તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઇ હતી.
- વર્લ્ડકપ બાદ યુવરાજ જે ફોર્મમાં હતો, તેને રોકી શકવો આસાન નહતો. બીમારીને કારણે તેની લય તૂટી અને કારકિર્દી પર આશરે 20 મહિના લાંબી બ્રેક લાગી ગઇ હતી.

*🏏ધોનીએ આપી કેટલીક તક*

- 2011થી 2012 સુધી યુવરાજ કેન્સર સામે જંગ લડ્યો હતો. એપ્રિલ, 2012માં તે ભારત પરત ફર્યો અને ક્રિકેટ ફિલ્ડ પર ફરી ખુદને ઢાળવાનો પ્રયાસ કર્યો.

- યુવરાજને ધોનીએ ટીમમાં તક આપી. ડિસેમ્બર, 2012માં પાકિસ્તાન વિરૂદ્ધ વન ડે શ્રેણી માટે તેને ટીમમાં શામેલ કરવામાં આવ્યો.

- વાપસી બાદ પોતાની પ્રથમ મેચમાં યુવરાજ માત્ર 2 રન જ બનાવી શક્યો. તે બાદ પણ તે ટીમમાં રહ્યો. ધોનીએ તેને એક-બે નહી પરંતુ 2013માં આખુ વર્ષ રમાડ્યો અને કુલ 19 મેચમાં તક આપી. જો કે યુવરાજ ફોર્મમાં ન જોવા મળ્યો. 19માંથી માત્ર 2 મેચમાં જ તે અડધી સદી ફટકારી શક્યો. તે બાદ તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો.

🏏🏏યુવરાજના પિતા યોગરાજ સિંહ
ધોનીએ ખરાબ કર્યા યુવરાજના ત્રણ વર્ષ⚾️⚾️

- યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહ્યું હતું, 'ધોનીએ યુવરાજની ક્રિકેટ કારકિર્દીના ત્રણ મહત્વપૂર્ણ વર્ષ ખરાબ કરી દીધા'
- એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતું કે એક દિવસ ધોની પાઇ-પાઇ માટે મોહતાજ થઇ જશે અને ભીખ માંગશે
- યોગરાજે ધોનીની તુલના રાવણ સાથે કરી નાખી હતી. યોગરાજે કહ્યું, 'ધોની અહંકારી છે, જે રીતે રાવણનો અહંકાર એક દિવસ પૂર્ણ થઇ ગયો, એવો જ હાલ ધોનીનો પણ થશે.મને નથી લાગતુ કે મે પોતાના જીવનમાં તેનાથી ખરાબ વ્યક્તિ ક્યારેય જોયો છે.
- યોગરાજ સિંહે કહ્યું, ધોની કઇ નહતો, તેને મીડિયાએ ક્રિકેટનો ભગવાન બનાવ્યો. આજે ધોની મીડિયાની ઇજ્જત નથી કરતો. જો હું જર્નાલિસ્ટ હોત તો ધોનીને થપ્પડ મારી દેત
- મહત્વપૂર્ણ છે કે 2013માં ટીમની બહાર થયેલા યુવરાજની વાપસી જાન્યુઆરી, 2017માં ટીમ ઇન્ડિયામાં થઇ હતી.
- યોગરાજે ધોની પર ત્યારે પ્રહાર કર્યો હતો જ્યારે 2015 માટે પસંદ કરવામાં આવેલી વર્લ્ડકપ ટીમમાં યુવરાજનું સિલેક્શન નહતું થયુ.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

38 વર્ષના આશીષ નેહરા પછી બીસીસીઆઈ ટૂંક સમયમાં જ 36 વર્ષના થનારા ડૈશિંગ ક્રિકેટર યુવરાજ સિંહને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય આપવા માંગે છે. જો કે યુવરાજ હજુ એ માટે તૈયાર નથી. યુવરાજ આ સમયે બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમનો હેતુ યો-યો ટેસ્ટ પાસ કરીને ટીમ ઈંડિયામાં કમબેક કરવાનુ છે. 

સૂત્રો મુજબ બીસીસીઆઈની તરફથી યુવી સુધી સંદેશ પહોંચાડયો હતો કે શ્રીલંકા વિરુદ્ધ થનારી વનડે શ્રેણીમાં તેઓ પોતાની વિદાય મેચ રમી શકે છે. કારણ કે બીજી મેચ તેમના ઘરેલુ મેદાન મોહાલીમાં થવાની છે. જો કે આ બેટ્સમેનના નિકટના લોકોએ એ સ્પષ્ટ કહ્યુ કે યુવી સંન્યાસ ક્યારે લેશે એ તેઓ પોતે નક્કી કરશે.. બીસીસીઆઈ આ કેવી રીતે નક્કી કરી શકે છે. યુવી ચાર અઠવાડિયાથી એનસીએમાં યો યો ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે. નવેમ્બરના અંતમાં આ ટેસ્ટ થવાનો છે.. તેમનો ઉદ્દેશ્ય તેને પાસ કરીને ટીમમાં સ્થાન બનાવવાનુ છે. જો કે બીસીઆઈના એક પદાધિકારીએ મંગળવારે પ્રશાસકોની સમિતિ સાથે બેઠક પહેલા આ વાત પર સવાલ ઉઠાવ્યો કે યુવરાજ રણજી રમવાના સ્થાન પર એનસીએમાં અભ્યાસ કરી રહ્યો છે. ટૂંકમાં યુવીના ભવિષ્યને લઈને બીસીસીઆઈ અને ક્રિકેટર વચ્ચે રસાકસી ચાલી રહી છે. ટીમ આ સમયે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી રહી છે.. ત્યારબાદ વનડે શ્રેણી થવાની છે. 

દસ ડિસેમ્બરના રૌજ ધર્મશાલામાં પ્રથમ અને 13 ડિસેમ્બરે મોહાલીમાં બીજી વનડે રમાશે.. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમ યુવરાજનુ ઘરેલુ મેદાન છે. મેચના એક દિવસ પહેલા જ યુવીનો જન્મદિવસ છે અને આ દિવસે તે 36 વર્ષના થઈ જશે. ભારતીય ટીમ પ્રબંધકને લાગે છે કે યુવી હવે ભવિષ્યની ટીમ ઈંડિયાની યોજનાનો એક ભાગ નથી.. તેમનો 2019માં ઈગ્લેંડમાં થનારા વિશ્વ અ કપ સુધી ટીમનો ભાગ બન્યા રહેવુ ખૂબ જ મુશ્કેલ છે. જો કે યુવીના નિકટના લોકોનુ કહેવુ છે કે તે 2019 વિશ્વકપ સુધી રમવા માટે જ તો બધુ છોડીને એનસીએમાં પરસેવો વહેવડાવી રહ્યા છે. 

અનેક ક્રિકેટરોને નથી મળી વિદાય મેચ - 104 ટેસ્ટ અને 251 વનડે રમનારા વીરેન્દ્ર સહેવાગ સહિત અનેક મોટા ક્રિકેટરોને વિદાય મેચ રમવા મળી નથી.. 100થી વધુ ટેસ્ટ અને 200થી વધુ વનડે રમનારા હરભજન સિંહ અને ગૌતમ ગંભીરને પણ આ તક મળવાની શક્યતા ઓછી છે.. નેહરા અને યુવરાજના વિરાટ સાથે સારા સંબંધો છે. એ જ કારણ છે કે 17 ટેસ્ટ અને 120 વનડે રમનારા નેહરાને તાજેતરમાં જ પોતાના ઘરેલુ મેદાન ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં વિદાય મેચ રમવાની તક મળી. યુવી અને કોહલી વચ્ચે પણ સારી મૈત્રી છે. કપ્તાન પોતાના બીજા મિત્રને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઉમદા વિદાય આપવા માંગે છે. 

જૂનમાં રમી હતી અંતિમ મેચ - 40 ટેસ્ટ.. 304 વનડે અને 58 ટી-20 રમનારા યુવીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે 30 જૂનના રોજ નોર્થ સાઉંડમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ રમી હતી.. ત્યારબાદ તેઓ ટીમમાં પસંદગી પામ્યા નહી.. જેની પાછળનુ કારણ યો-યો ટેસ્ટમાં ફેલ થવુ બતાવાય રહ્યુ છે.. તેમનું આ વર્ષે જાન્યુઆરીમાં ચાર વર્ષ પછી વનડે ટીમમાં ઈગ્લેંડ વિરુદ્ધ કમબેક થયુ હતુ.. તેમણે પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરતા ત્રણ મેચમાં એક સદીની મદદથી 210 રન બનાવ્યા હતા પણ ત્યારબાદ ચેમ્પિયંસ ટ્રોફીમાં તેઓ પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક રમત રમ્યા સિવાય કંઈક વધુ ન કરી શયા. વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ અંતિમ વનડે શ્રેણીની ત્રણ મેચોમાં પણ તેમણે 04, 14 અને 39 રનનો સ્કોર કર્યો હતો.

No comments:

Post a Comment