🔰💠🔰💠🔰🔰💠🔰💠
👁🗨👁🗨રમણલાલ દેસાઈ👁🗨👁🗨
🔰💠🔰💠🔰💠🔰💠🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*દેસાઈ રમણલાલ વસંતલાલ (૧૨-૫-૧૮૯૨, ૨૦-૯-૧૯૫૪) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ હતા.*
🔰🎯તેમનો જન્મ શિનોર (જિ. વડોદરા)માં થયો હતો. વતન કાલોલ (જિ. પંચમહાલ). પ્રાથમિક શિક્ષણ શિનોરમાં. માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં થયું હતું. અંગ્રેજી મુખ્ય વિષય સાથે ૧૯૧૪માં બી.એ. અને ૧૯૧૬માં એમ.એ. ૧૯૪૮માં નિવૃત્ત થયાં ત્યાં સુધી વડોદરા રાજ્યની નોકરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખરા, પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં સીધી રીતે ક્યારેય સંકળાયેલાં નહીં. ૧૯૫૨માં વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે વિયેનાની મુલાકાત. ત્યાંથી રશિયાનો પ્રવાસ.
👏૧૯૩૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 👏૧૯૪૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્યવિભાગના પ્રમુખ. હૃદય બંધ પડવાથી વડોદરામાં અવસાન.
🔰👉એમણે લેખનપ્રવૃત્તિનો પ્રારંભ ૧૯૧૫માં સુરતમાં ભરાયેલી સાહિત્યપરિષદ વખતે ભજવવા માટે લખેલા ‘સંયુક્તા’ નાટકથી કર્યો, જે પછી પુસ્તકરૂપે ૧૯૨૩માં પ્રગટ થયું. પછી વડોદરામાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે સયાજીરાવે આપેલા દાનની યોજના અન્વયે એમણે ‘મહારાણા પ્રતાપ’ (૧૯૧૯) અને ‘નાના ફડનવીસ’ (૧૯૨૨) એ ચરિત્રો, ‘પાવાગઢ’ (૧૯૨૦) પ્રવાસગ્રંથ અને ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ (૧૯૨૮) અનુવાદગ્રંથ પ્રસિદ્ધ કર્યાં. પરંતુ એમને લેખક તરીકે ખ્યાતિ તો અપાવી, ૧૯૨૪-૨૫ દરમિયાન ‘નવગુજરાત’ સામયિક માટે એમણે લખેલી અને પછીથી ૧૯૩૮માં પ્રગટ થયેલી ‘ઠગ’ નવલકથાએ.