Sunday, May 26, 2019

નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો. ---- Narendra Modi

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
૨૬ મે ૨૦૧૪ - ભારતના વડાપ્રધાન તરીકે શ્રી
નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.
👏👏👏👏👏👏👏👏👏👏👏

👉👉👉👉નરેન્દ્ર મોદી👈👈👈👈
⭕️👉તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.
👉ભારતના ૧૪ મા વડાપ્રધાન
☣👉ગૃહીત પદ
૨૬ મે ૨૦૧૪

👉રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
👉પૂર્વગામી મનમોહન સિંહ

☣👉ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી
👉પદભારનો સમયગાળો
૭ ઓક્ટોબર ૨૦૦૧ – ૨૨ મે ૨૦૧૪

👉પૂર્વગામી કેશુભાઈ પટેલ
અનુગામી આનંદીબેન પટેલ
હાલમાં~~વિજયભાઈ રૂપાણી

26 May

🔰🔰ઈતિહાસમાં ૨૬ મે નો દિવસ🔰🔰


👊✊💪સુશીલ કુમાર👊✊💪

ભારતના નંબર વન કુશ્તીબાજનો જન્મ ૧૯૮૩માં આજના દિવસે દિલ્હીના નજફગઢમાં થયો હતો . ૨૦૧૦માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી ઓલિમ્પિકમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. ૧૪ વર્ષની ઉંમરે કુશ્તી શીખવાનું શરૂ કરનાર સુશીલ ૧૦૦ ટકા શાકાહારી છે .

🗣🗣🗣દિલીપ જોશી🗣🗣🗣

' તારક મહેતા કા ઉલટા ચશ્મા ' ના જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશીનો જન્મ વર્ષ ૧૯૬૫માં આજના દિવસે પોરબંદરમાં થયો હતો . ગુજરાતી રંગભૂમિથી એક્ટિંગની કરિયર શરૂ કરનારા દિલીપે ૧૯૮૯માં રાજશ્રી પ્રોડક્શનની ' મૈને પ્યાર કીયા ' થી બોલીવુડની કરિયર શરૂ કરી હતી .

🎍🎍🎍એપોલો -૧૦🎍🎍🎍


જુલાઈ ૧૯૬૯માં અમેરિકન એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર પગ મૂકનારો વિશ્વનો પહેલો માનવી બન્યો એ સફળતા નિશ્ચિત કરવા માટે ચંદ્રની ભ્રમણકક્ષામાં જે યાન મોકલાયું તે એપોલો- ૧૦ તમામ પરિક્ષણો સફળતાપૂર્વક પાર કરીને ૧૯૬૯માં આજના દિવસે પાછું આવ્યું હતું .

Saturday, May 25, 2019

નક્સલવાદ*ના 50 વર્ષ --- 50 years of Naxalism

*⚔નક્સલવાદ*ના 50 વર્ષ

💥આજે ભારતમા નક્સલવાદ મોટી સમસ્યા બની ગયો છે ત્યારે નકસલવાદ વિષે થોડુ જાણીયે

*⚔નક્સલવાદ⚔*

*👇શરૂઆત👇*
👉આજથી 50 વર્ષ પહેલા *1967 ની 25મી મે* ના દિવસે થઇ હતી

*👇ક્યાંથી ઉદભવ્યો*
*👉પચ્છિમ બંગાળના દાર્જિલિંગમા આવેલા નક્સલબારી નામના નાનકડા ગામમાથી* નકસલવાદની શરૂઆત થઇ હતી

*👇નકસલવાદનુ કારણ*
👉નક્સલબારી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા ખેડુતો પર ગોળીઓ ચલાવાઇ જેમા 2 બાળકો સહિત 11 વ્યક્તિના મોત થયા હતા
👉એ પછી સરકાર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને સર્વત્ર વિરોધ શરૂ થયો હતો
👉આગળ જતા આ ચળવળે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ અને તેને *નક્સલવાદ નામ* મળ્યુ

25 May

💠🔰ઈતિહાસમાં 25 મેનો દિવસ🔰💠

♻️ભારતનો અંતરિક્ષમાં હનુમાન કૂદકો♻️
વર્ષ 1999 ની 25 મેના રોજ ઇસરોએ તેના PSLV રોકેટ દ્વારા પહેલીવાર વિદેશી સેટેલાઇટ અંતરિક્ષમાં છોડ્યા હતા . ભારતના ઓશિયનસેટ- 1 ની સાથે જર્મનીનો અને દક્ષિણ કોરિયાનો એક - એક ઉપગ્રહ છોડ્યો હતો .

🌀🌀ઓપ્રા વિનફ્રેનો છેલ્લો શો🌀🌀

અમેરિકાના ટેલિવિઝન ઇતિહાસનો સૌથી લોકપ્રિય તથા વ્યક્તિગત બાબતોથી લઈને વિશાળ વર્ગને સ્પર્શતા વિષયો આવરી લેતો ઓપ્રા વિનફ્રે શોનો છેલ્લો એપિસોડ વર્ષ 2011 ની 25 મેના રોજ પ્રસારિત થયો હતો .

👣👣જન્મ

🙋‍♂૧૪૫૮ – મહમદ બેગડો ( Mahmud Begada ),

👼ગુજરાતનો સુલ્તાન (અ. ૧૫૧૧)
૧૮૮૬ – રાસ બિહારી બોઝ ( Rash Behari Bose ), સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૫)

👩🏻૧૯૨૬ - ધીરૂબેન પટેલ , ગુજરાતી સાહિત્યકાર.

મહંમદ બેગડો --- Mamad Begado

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

‼️🔆‼️🔆‼️
'ગુજરાતના ઇતિહાસમાં અકબર' તરીકે પ્રસિદ્ધ = મહમદ બેગડો.
‼️🔆‼️🔆‼️

👉'બેગઢો'નો અર્થ બે ગઢ-કિલ્લા (ચાંપાનેર અને જૂનાગઢ) જીતી લેનાર એવો થાય છે પણ એ ખોટું છે. મૂળ શબ્દ ;બીઘરો' (સોરઠી ભાષામાં જેમ 'વગડો') : એટલે કે સીધાં લાંબા શીંગવાળો બળદ. મહમદશા લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને 'બીઘરા' બળદનું બિરૂદ અપાયેલ હતું.

👆શાહઆલમે જ આખરે ખાત્રી આપી. ને તે પછી તૂર્ત જ જ્યારે ઘોડેસ્વારોનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું, ત્યારે વચલા ઘોડાના ઘોડેસવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પોકારતા હતા કે 'એઇ ફતેખાન ! એ ફતીઆ ! ઘોડે ચડી ક્યાં ચાલ્યો? તારે માથે કાલનો દા છે હજુ ગિલ્લી દંડાનો. દા દઈને પછી જા.'
થોડી જ વારે ભદ્રના રાજદરબારમાં તેર વર્ષ, બે માસ અને ત્રણ દિવસની ઉમ્મરવાળો બાળ ફતેહખાન સુલતાન જાહેર થયો. એનું નામ પડ્યું મહમૂદ.
એ જ મહમદ બીઘરો : મહમદ બેગડો : મહમદ બેગઢો.

👉રાજ્યકાળ મે ૨૫, ૧૪૫૮ –નવેમ્બર ૨૩, ૧૫૧૧
👉જન્મ ૧૪૪૫
અમદાવાદ
👉અવસાન ૨૩ નવેમ્બર ૧૫૧૧
અમદાવાદ
👉અંત્યેષ્ટિ સરખેજ રોઝા , અમદાવાદ
👉વ્યવસાય ગુજરાતનો સુલ્તાન
👉ધર્મ ઇસ્લામ

ધીરુબેન ગોરધનભાઈ પટેલ ---- Dhiruben Gordhanbhai Patel

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢♦️💢♦️💢♦️💢♦️
ધીરુબેન ગોરધનભાઈ પટેલ
💢♦️💢♦️💢♦️💢♦️

(૨૫-૫-૧૯૨૬): 

👉નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. 
📚શાળા શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં. 
📚૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી
📝📝૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક.
✏️🔏 થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પ્રકાશન’નું સંચાલન. 
🔏✏️૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. 
✏️🔏૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી.
🔏✏️૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 
🔏✏️૨૦૦૩માં પરિષદપ્રમુખ.

રાસ બિહારી બોઝ ----- Ras Bihari Bose

🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
🚩🚩રાસ બિહારી બોઝ🚩
🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

🚩🚩બંગાળના આ મહાન ક્રાન્તિકારીનો જન્મ ૨૫મી મે ૧૮૮૬ના થયો હતો. 

💣વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકવાની યોજનામાં પણ રાસ બિહારી બોઝ સામેલ હતા અને બનાવ બન્યા પછી પોલીસ તંત્રે સૌથી પહેલાં તો રાસ બિહારી બોઝની જ શોધખોળ શરૂ કરી હતી. 

🎭🎭એ જ રાતે એ વેશપલ્ટો કરીને દહેરાદૂન પહોંચી ગયા અને પાછા નોકરીએ લાગી ગયા.

⚔🗡સશસ્ત્ર ક્રાન્તિ સાથે તો એ સંકળાયેલા હતા જ. ૧૯૦૮માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મૅજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ પર બોમ્બ ફેંક્યો. 💣💣એ તો બચી ગયો પણ બે અંગ્રેજ મહિલાઓ એનો ભોગ બની. આ નિષ્ફળ પ્રયાસ પછી બોઝ બંગાળથી ભાગી છૂટ્યા અને દહેરાદૂનમાં ફોરેસ્ટ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરવા લાગ્યા. 
⚔🗡આમ છતાં એમણે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સાથે સંબંધો તો રાખ્યા હતા અને બધી રીતે સક્રિય હતા. 
🛡🛡બોઝ બંગાળમાં યુગાંતર (Jugantar) સશસ્ત્ર સંગઠનના વિકાસ માટે પણ એના સ્થાપક 💎જતીન્દ્રનાથ મુખરજી (બાઘા જતીન એટલે કે વાઘ જતીન) સાથે મળીને કામ કરતા હતા.