Thursday, June 27, 2019

હેલન કેલર --- Helen Keller

👩🏻👩🏻👧🏻હેલન કેલર👧🏻👩🏻👩🏻

હેલન કેલર જન્મથી બહેરી, મૂંગી અને અંધ હતી.

👁હકીકત ઃ હેલન કેલરની ગણના દુનિયાની એવી અદ્ભૂત વ્યક્તિઓમાં થતી હતી કે જેમણે પોતાની બધી શારીરિક ખોડ ખાંપણોને બાજુ પર મૂકીને એ સિઘ્ધ કરી બતાવ્યું? શારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિઓ પણ ના કરી શકે! એની ત્રણ ત્રણ ઇન્દ્રિયો કામ નહોતી કરતી. એ સાંભળી નહોતી શકતી, બોલી નહોતી શકતી અને જોઈ નહોતી શકતી ને તે છતાંય છેક ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધમાં એણે આર્ટસમાં વિષયોમાં બી.એ.ની ઊપાધી પ્રાપ્ત કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધેલાં. અને એ સમયમાં એક સામાન્ય માણસ માટે પણ બી.એ.ની ઊપાધી પ્રાપ્ત કરવી એ બહુ અઘરું કામ ગણાતું! હેલન કેલરનાં પ્રશંસકોમાં મુખ્ય પ્રશંસક પ્રખ્યાત સાહિત્યકાર માર્ક ટ્વેઇન હતાં. પણ આપણા વિષય પર આવી જઈએ. હેલન કેલર જન્મજાત આંધળી, બહેરી અને મૂંગી નહોતી પણ એ જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે એને એવો કોઈ અસાઘ્ય રોગ લાગુ પડી ગયેલો જેની તે વખતે કોઈ જ સારવાર ઉપલબ્ધ નહોતી એને લીધે એની ત્રણ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ ગઈ. હેલન કેલરે એનાં જીવનમાં પાંત્રીસ પુસ્તકો લખ્યાં હતાં. એ દપનિયામાં લાખો ખોડખાંપણવાળા લોકોની આરાઘ્યદેવી હતી.

27 June

📌ઈતિહાસમાં ૨૭ જૂનનો દિવસ📌


📚📚હેલન કેલર📚📚


પોણા બે વર્ષની ઉંમરે સાંભળવાની અને જોવાની શક્તિ ગુમાવ્યા છતાં દુનિયાને જીવવાની એક નવી જ દિશા આપનારા અમેરિકન લેખિકા હેલન કેલરનો જન્મ વર્ષ ૧૮૮૦માં આજના દિવસે થયો હતો .


🎤🎧🎬આર . ડી . બર્મન🎬🎻🎤🎧


બોલિવૂડના મેલોડી કિંગ રાહુલ દેવ બર્મનનો જન્મ વર્ષ ૧૯૩૯માં આજના દિવસે થયો હતો . ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપનારા પંચમદાના ફેવરિટ સિંગર્સ આશા ભોંસલે અને કિશોર કુમાર હતા .

ઐતિહાસિક નગર વાંકાનેર

જ્ઞાન સારથિ, [27.06.19 14:58]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
☃️ *ગુજરાતનું અદભુત અને *
      *ઐતિહાસિક નગર વાંકાનેર*
⭐️ ગજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. સોરઠી સાહિત્યે એમાંના મન ભરીને વખાણ કર્યા છે અને ગુણગાન ગાયાં છે. આમાં સાહિત્ય ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘણી અને લોક સાહિત્યમાં લોકગીતો અને લોકકથાઓ રૂપે કૃતિઓમાં સચવાયેલા છે. જે આજે પણ સ્થળની યાશોગાથા અને વિરલાઓની વીરતા આપણને યાદ હંમેશા અપાવતી જ રહે છે. આવુજ એક ઐતિહાસિક સ્થળ છે
રાજકોટ જીલ્લામાં આવેલું •• વાંકાનેર !!!
વાંકાનેર એક આલીશાન રજવાડું પણ છે જ !!!
⭐️ વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. તે મચ્છુ નદીના તીરે વર્તુળાકાર વળાંક પર આવેલું છે, એટલે જ તેનું નામ વાંકાનેર પડ્યું છે. '
વાંકા' એટલે કે 'વળાંક' અને 'નેર' એટલે નદી. અહીં ઝાલા રાજપૂત શાસકોનું વર્ચસ્વ હોવાથી વાંકાનેર સૌરાષ્ટ્રના ઝાલવાડ કહેવાતા વિસ્તારનો એક ભાગ હતું. મહારાજા અમરસિંહજી ત્યાંના શાસક હતા, જેમના કાળખંડમાં વાંકાનેર એક વ્યવસ્થિત અને વિકાસશીલ રાજ્ય બન્યું અને ત્યાં કળા અને શિલ્પના મહાન સંરક્ષક હતા.
⭐️ ઈ.સ. ૧૬૦૫માં વાંકાનેરની સ્થાપના સરતાનજીએ કરી હતી. અહીંયા ૧૮ સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી અમરસિંહજીએ 1947 સુધી રાજ્ય કર્યું હતું. તેમણે આ નગરને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે પાંચ મહેલ અને કેટલીક હવેલીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહેલોનું કચ્છ, જામનગર, રાજકોટના રાજવીઓને નામે નામકરણ કરાયું હતુ. અમરસિંહજીએ વાંકાનેર સાનિધ્યમાં રણજીત વિલાસ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું અને આ મહેલની રચના તેમણે જાતે કરી.
⭐️ મહેલનું ઉદઘાટન તેમના પરમ મિત્ર જામનગરના રણજીતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલનું મેદાન ૨૨૫ એકરમાં ફેલાયેલ છે. મહેલની મધ્યમાં સાત માળના ઘડિયાળ ટાવર અને પાંચ માળના વિશાળ બરૂજો તથા અષ્ટકોણીત છત્રીઓ જોવાલાયક છે. આ મહેલની વિશેષતા એ છે કે મહેલની સ્ત્રીઓ પુરૂષોને જોઈ ન શકે તેવી ચડી-ઉતેરી શકે તેવી ડબલ સીડીઓ બનાવેલી છે.
⭐️ ગજરાતની અંદર સૌથી છેલ્લી બંધાયેલી વાવ પણ વાંકાનેરમાં જ છે. અહીયા રોયલ ઓઆસીસ મહેલમાં ત્રણ માળની વાવ આવેલી છે. તેની અંદર આરસથી બનાવેલ ઓરડાઓ અને સુંદર શિલ્પો અને ફુવારા છે.
☃️ *રણજીત વિલાસ પેલેસ*
⭐️ ઇ.સ. ૧૯૦૦ માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પેલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયેલું. તે ટેકરી પર આવેલું છે. તેના પરથી જોતા સંપૂર્ણ વાંકાનેર શહેર જોવા મળે છે. તેનું નામ અમરસિંહજી ના ખાસ મિત્ર જામનગરના શાસક જામ રણજીતસિંહ પરથી પાડવામાં આવેલું. આ મહેલ ૨૨૫ એકરમાં ફેલાયેલો છે. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન પણ આવેલ છે.
⭐️ આ મહેલ ઉત્‍કૃષ્‍ટ સ્‍થાપત્‍યનો નમૂનો છે. તેનું નિર્માણ આગળ અને પાછળના દ્રશ્‍યોને જોઇને કરવામાં આવ્‍યું છે. આ મહેલ શહેરના મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર છે. તેની છત સુંદર શિલ્‍પો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેનો વિકાસ શહેરના કેન્‍દ્રમાં રહે તે રીતે કરવામાં આવ્‍યો છે. સાત ઘડિયાળ ટાવર ડોમ દ્વારા અને તેમાં પાંચ સૌથી ઉંચી ટાવર બનાવીને તેને ષટકોણ આકાર આપવામાં આવ્‍યો છે. જે છત્રીનું ચિત્ર ઉપસાવે છે. મહેલ દ્વાર જે શિલ્‍પકલાનો ઉત્‍કૃષ્‍ટ નમૂનો છે. મહેલમાં ડચ, ઇટાલીયન, યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
⭐️ રણજીત વિલાસ મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધના સાધનો, ૯૫ જાતના પ્રાણીઓ, પિસ્‍તોલો, ચાંદી, છાતીનું રક્ષક, પથ્‍થરો, કવિતાઓ, ચિત્રો વગેરે મૂકવામાં આવેલ છે. મહેલને સુંદર મુર્તિઓ, કોતરણીઓ દ્વારા સજાવવામાં આવેલ છે. અહીંનું અવિશિષ્‍ટ સ્‍થાપત્‍ય સૌ કોઇને મંત્ર મુગ્‍ધ કરી દે છે. મહેલના ગેરેજમાં કેટલીક વિન્‍ટેજ કારો જેવી કે ૧૯૨૧ રૉલ્‍સ રોય, સિલ્‍વર ઘોસ્‍ટ, કેટલીક અમેરિકન કારો આવેલ છે.
⭐️ રણજીત વિલાસ મહેલના મહારાજા અમરસિંહજીએ બનાવ્યું હતું જે આજની તારીખમાં શાહી પરિવારને અધિકૃત છે. આ મહેલમાં અનેક પ્રકારના શિલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોથિક મેહરાબ અને સ્તંભ, સંગેમરમરની બાલકની, મોગલ ડોમવાળુ ક્લોક ટાવર, ફ્રાંસી અને ઇટાલિયન સ્ટાઇલની બારીના કાંચ એ જણાવવા માટે પૂરતા છે કે કેવી રીતે વિશ્વના અનેક સ્થળોની શાનદાર સ્ટાઇલને એકસાથે એક સ્થળ પર લાવી શકાય છે.
⭐️ આ મહેલમાં દુર્લભ વાહનોનું કલેક્શન પણ છે. રોયલ ઓએસિસ મહારાજાનો ગરમીઓના દિવસનો મહેલ હતો. તે મચ્છુ નદી પાસે સ્થિત છે અને તેની અંદર એક પુલ પણ છે, જેને આર્ટ ડેકો સ્ટાઇલમાં સજાવવામાં આવ્યો છે. રોયલ રેસિડેન્સી અને રોયલ ઓએસિસ બન્નેને પરંપરાગત હોટલમાં બદલી નાંખવામાં આવ્યા છે અને તે ગુજરાત સરકારને આધીન છે. વાંકાનેરની આ હસ્તશિલ્પ રાજપરિવારની ધૂમ અને ભવ્યતાને દર્શાવે છે.
⭐️ મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ
જ્ઞાન સારથિ, [27.06.19 14:58]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. મહેલ બનાવવામાં દુનિયાની ઉત્કૃષ્ટ ચીજોનો ઉપયોગ થયેલો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વાપર્યા છે. મહેલનો દીવાનખંડ ખૂબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રાખેલ પ્રદર્શનમાં રાજવીઓની ઘણી એન્ટીક ચીજો મૂકેલી છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે, મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો છે તથા રાજાઓનાં પોર્ટ્રેઇટ ચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ફિલ્મોના શુટિંગ માટેનું આ આદર્શ સ્થળ છે
⭐️ હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. મહેલ બનાવવામાં ભલે પુષ્કળ નાણાં ખર્ચાયાં હોય, પણ ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. ટુરિસ્ટો માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે. વાંકાનેર અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર છે.
☃️ *વાંકાનેર રજવાડું*
⭐️ વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
☃️ *ઈતિહાસ*
⭐️ વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું. તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
☃️ *મહારાજા સાહિબો*
૧૬૭૯ – ચંદ્રસિંહજી પ્રથમ રાયસિંહજી
૧૭૨૧ – પૃથ્વીસિંહજી ચંદ્રસિંહજી
૧૭૨૮ – કેસરીસિંહજી પ્રથમ ચંદ્રસિંહજી
૧૭૪૯ – ૧૭૮૪ ભારોજી કેસરીસિંહજી
૧૭૮૪ – ૧૭૮૭ કેસરીસિંહજી દ્વિતિય રાયસિંહજી
૧૭૮૭ – ૧૮૩૯ ચંદ્રસિંહજી દ્વિતિય કેસરીસિંહજી
૧૮૩૯ – ૧૮૪૨ વખતસિંહજી ચંદ્રસિંહજી
૧૮૪૨ – ૧૨ જૂન ૧૮૮૧ બાનેસિંહજી જસવંતસિંહજી
૧૮૪૨ – ૧૮૬૧ …. – ગાદી સંચાલક
૧૨ જૂન ૧૮૮૧ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અમરસિંહજી બાનેસિંહજી
વાંકાનેર જાઓને તો તમને પહાડીઓ અને ઐતિહાસિક સ્થાન એ બંને એક સાથે માણવા મળશે આવું અદ્ભુત સ્થાન છે એ શિલ્પ સ્થાપત્ય અને કળા-કારીગરી અને કેટલીક આગવી વિશેષતાઓનો સુભગ સમન્વય એટલે વાંકાનેર.  આમેય સૌરાષ્ટ્ર દર્શન તો એક વાર નહિ અનેકવાર કરાય એમાં આ સ્થાનને અવશ્ય પ્રાધાન્ય અપાય જ.
* ખાસ આભાર*....
👉🏿 જનમેજય અધવર્યુ
👉🏿 નિકુંજ રાજગોર
🤙🏿 સત્રોત••• સેર ઈન ઈન્ડિય
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻 👆🏻👆🏻👆🏻👆🏻
     🎭  🈂️🅰️®🌛♊️◀️  🎭

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય --- Bankimchandra Chattopadhyay

જ્ઞાન સારથિ, [26.06.19 15:51]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*☀️☀️બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય☀️☀️*
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🇮🇳દશપ્રેમ તથા દેશભક્તિનો પાનો ચડાવનાર અને ' વંદે માતરમ્ ' ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ તા.૨૫/૬/૧૮૩૮ ના રોજ બંગાળના કોલકતા પાસે આવેલા કાન્તાલપુરા ગામમાં થયો હતો. 🔖🔖તમના પિતા યાદવાચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેકટર હતા.*
*☸️બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.તેમણે શાળાનું શિક્ષણ મિડના પોરમાં પૂરું કર્યું.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ હુગલી કોલેજમાં જોડાયા હતા. પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે કવિતાઓ લખવાનું પણ શરૂ કર્યું હતું. 📝તમની કવિતાઓ તથા તેઓ બંગાળીના જાણીતા સામયિકોમાં પ્રકાશિત થવા લાગ્યા હતા. ત્યારબાદ કલકત્તાની સુપ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ*
*📋ઈ.સ. ૧૮૫૮માં કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ સ્નાતક ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી. ત્યારબાદ તેમણે*
📈કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બી.એલ.ની પરીક્ષા પાસ કરી હતી. તેઓ જૈસોરના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ અને કલેકટર તરીકે નિમણુંક થઇ હતી.
*🗞🗞📌 ઈ.સ. ૧૮૭૨માં ' બંગ દર્શન' નામનું પત્ર શરૂ કર્યું હતું.*
*🔖🔖🗄સરકારી નોકરીને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી તે દરમિયાન તેઓ દીનબંધુ મિત્ર નામના એક મોટા નાટ્યકારના પરિચયમાં આવ્યા હતા. આ વર્ષો દરમિયાન તેઓ નિરંતર લખતા રહ્યા.*
*🎯📌📚ઈ.સ. ૧૮૬૫માં 'દુર્ગેશ નંદિની' નામની સૌપ્રથમ નવલકથા પ્રકાશિત કરી હતી.* ત્યારપછી ' કૃષ્ણ્કાન્તેર વીણ' વાસ્તવિક નવલકથા છે. ધર્મની સાથે સ્વદેશપ્રેમ ને તેમણે પોતાની કૃતિઓમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. '
*📍📖📚આનંદમઠ'માં સ્વદેશપ્રેમથી રંગાયેલ એક બળવાખોર સાધુતાની કથા છે. ' વંદે માતરમ' ગીત પણ આ નવલકથાનું સૌથી મોટું નજરાણું છે.*
*🏁🏴🏁ભારતની આઝાદીની લડત વખતે આ ગીત રાષ્ટ્રીય સૂત્ર રૂપે ખૂબ જ પ્રચલિત બન્યું હતું.*
*📐📗ભારતીય ભાષાઓમાં સહુપ્રથમ બંગાળીમાં બંકિમબાબુએ ' નવલકથા' લખી 📕' નવલકથાના જનક' 📕તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું હતું. ઉચ્ચ આદર્શોની સાથે સામાજિક તથા નૈતિક મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા કરતાં રહીને આઠમી એપ્રિલ ૧૮૯૪ના રોજ અવસાન થયું.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નિર્ભિકતા*
👌👌👌👌👌👌👌👌👌👌
*વંદેમાતરમ્ ગીત તથા 'આનંદમઠ' નવલકથાના રચનાકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ દિવસોમાં ખુલના (પશ્ર્ચિમ બંગાળ)માં ન્યાયાધીશ હતા.* એકવાર એક અંગ્રેજ અધિકારીએ દારૂના નશામાં ચૂર થઈને હાથીની સૂંઢમાં મશાલ બાંધીને એક ગામડાની ઝૂંપડીઓને બાળી મૂકી. મેજિસ્ટ્રેટે પોલીસને હુકમ કર્યો કે તે ગોરા અંગ્રેજ અધિકારીને પકડીને હાજર કરવામાં આવે. તે અધિકારી પોતાની પાસે હંમેશા પિસ્તોલ રાખતો હતો, તેથી પોલીસ જમાદાર તેની સામે ઊભેલો છતાં તેને પકડવાની હિંમત કરી શક્યો નહીં. બંકિમચંદ્ર અદાલતમાંથી બહાર આવ્યા અને તે અત્યાચારીને પકડીને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો. નિયમ પ્રમાણે અંગ્રેજનો કેસ ભારતીય ન્યાયાધીશની અદાલતની જગ્યાએ ઉચ્ચ ન્યાયાલયમાં અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કર્યો. બંકિમચંદ્રે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચીને તે ગોરા અધિકારીની વિરોધમાં જુબાની આપી અને ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં જ્યાં સુધી તેને સજા મળી નહીં. આગળ જતાં આ જ બંકિમચંદ્રબાબુનું રચેલું વંદેમાતરમ્ ગીત ક્રાંતિકારીઓ અને સૌ ભારતવાસીઓની પ્રેરણાનો સ્રોત બનીને અમર થઈ રહ્યું.
*🗄🗳🗄🗳🗳આઝાદી મળ્યા બાદ ટાગોરચિત જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...' દેશનું અધિકૃત રાષ્ટ્રગીત (નેશનલ એન્થમ) બન્યું તે પૂર્વે સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં, આપણું મુખ્ય રાષ્ટ્રગીત હતું 'વંદેમાતરમ્' બંકિમચંદ્ર ચટ્ટોપાઘ્યાયની નવલકથા 'આનંદમઠ'ના ભાગરૂપે આ ગીત લખાયું હતું. આ કથા પરથી ૧૯૫૨માં ફિલ્મીસ્તાને એજ નામથી હિન્દી ફિલ્મ બનાવી હતી. હિન્દી ફિલ્મના સંગીત દિગ્દર્શક તરીકે હેમંત કુમારની એ સર્વ પ્રથમ ફિલ્મ હતી. હકીકતમાં આ કામગીરી મળવાને કારણે જ હેમંત કુમાર કલકત્તાથી મુંબઈ આવીને સ્થાયી થયા હતા. 'આનંદમઠ'માં હેમંતકુમારે જનગણમન ગીત માટે જે તર્જ બનાવી હતી તેને ફરીથી લતા મંગેશકર પાસે ગવડાવી તેની વિડિયો તથા ઓડિયો કેસેટો પણ બહાર પડી છે અને ટેલિવિઝન પર પ્રદર્શિત થઈ ચૂકી છે.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [26.06.19 15:51]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*મિત્રો આ પ્રકારની માહિતી આપને કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં જોવા નહીં મળે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🎯🎯💠👉👉૧૮૮૨માં બંકિમ ચેટરજી લિખિત 'આનંદમઠ' નવલમાં પ્રકાશિત 'વંદે માતરમ્'ને 🎯💠👉૧૯૦૫માં 🇮🇳🇮🇳વારાણસીના કોંગ્રેસના અધિવેશનમાં 🇮🇳🇮🇳🇮🇳રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું.* અને
*સૌપ્રથમ રવીન્દ્રનાથ ઠાકુરે જ ૧૮૯૬માં કોલકતા અધિવેશનમાં ગાયું હતું!*
💠👉એ પહેલાં તેમણે બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું.
*🇮🇳🇮🇳🇮🇳'વંદે માતરમ્' સામે મૂર્તિપૂજાના મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો, પણ રવીન્દ્રનાથે ૧૮૯૬ના કોંગ્રેસના જે અધિવેશનમાં એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે, 🎯👉💠🎯રહીમતુલ્લાહ સાયાની હતા.*
*🎯💠👉👉૧૯૦૫ના વારાણસીના કોંગ્રેસ અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે માન્યતા મળી અને એ વેળા મોહમ્મદ અલી ઝીણા પણ કોંગ્રેસ કારોબારીમાં હતાં.*
*🎯🔰💠👉૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું.🎯💠👉 એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ લીધું અને ૧૯૩૫માં 'વંદે માતરમ્'નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત ૧૯૪૭ની ૧૪ ઓગસ્ટે અલગ પાકિસ્તાન મેળવ્યું!*
*🙏🎯💠👉૧૯૩૮માં મુસ્લિમ લીગની ૧૧ માંગણીઓમાં 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કોંગ્રેસે એક સમિતિ નીમી, 🗣💠👉જમાં મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહર લાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીય ગાન (નેશનલ એન્થમ) નક્કી કરવાનું હતું.*
*🎯💠👉સમિતિનો ઠરાવ નેહરુનો હતો. 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કોંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓએ પણ એ માન્ય હતું.*
*🎯🔰💠👉૧૮૮૨માં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા 'આનંદમઠ' સૌ પ્રથમ પ્રકાશિત થઈ હતી.*
*🔰💠🇮🇳🇮🇳 જોકે 'વંદે માતરમ્' ગીત તેમના પરિવારના સામયિક 'બંગદર્શન'માં ૧૮૮૦માં પ્રગટ થયું હતું. તેમાં 'આનંદમઠ' હપ્તાવાર પ્રગટ થઈ હતી.*
*🎯🔰🇮🇳💠👉બગભંગવિરોધી આંદોલન (૧૯૦૫) વખતે 'વંદે માતરમ્' પ્રત્યેક બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો.*
*🇮🇳🔷🇮🇳♦️🇮🇳બકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે 'આનંદમઠ'માં અનેકવાર ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં 'બ્રિટિશ' અને 'અંગ્રેજ' શબ્દ હતા.*
*🎯🔰💠🎯એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં 'મુસલમાન' 'યવન' 'વિધર્મી' થતા રહ્યા.*  નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવાનો પ્રયાસ કરવો પડ્યો.
*એના જ પરિણામે 'આનંદમઠ' નવલે મુસ્લિમ સમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમવિરોધ માફક આવવો સ્વાભાવિક છે.*
*🎯🔰💠👉આઝાદી પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે 'જનગણમન'ને માન્યતા આપી અને 'વંદે માતરમ્'ને એની સમકક્ષ મૂક્યું, 🎯🔰💠🎯💠છતાં ગુજરાતની વડી અદાલતે સૌ પ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં. કેરળ હાઈ કોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ હજુ શમતો નથી.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial


*'જન ગણ મન . . . ' માં રાષ્ટ્રીય પ્રેરણા ઉમેરવા માટે તેમાં કેટલાક ફેરફારો કરાયા , તેની વિગતો રસપ્રદ છે . જે 'જન ગણ મન . . . ' આપણે ગાઈએ છીએ તે અધૂરું છે , એ પછી બીજી કડી પણ છે .*
*' વંદે માતરમ્ ' પણ પહેલી કડી ગાઈને ઇતિ માનવામાં આવે છે .*
*🌍💥🌍દનિયાના કોઈ દેશમાં રાષ્ટ્ર ગીત કે રાષ્ટ્રીય ગીત અધૂરું ગાવામાં આવતું જ નથી ! 💥💥☄️💥નતાજીએ હસન નામના મુસ્લિમ સૈનિક દ્વારા જન ગણ મન . . . નું ફૌજી રૂપાંતર કર્યું તે સમગ્રપણે ફોજ માટે અપનાવવામાં આવ્યું .📙📙📙 રોમાન હેય્સના પુસ્તકમાં તેનું વિગતે બયાન છે અને લખ્યું છે કે વરસતા વરસાદ કે આકાશેથી બોમ્બ વરસતા ત્યારે પણ આ સૈનિકો પૂરું રાષ્ટ્ર ગીત ગાતા !*
*🔖🔖🔖👨‍🎨👩‍🎨👨‍🎨આ ફૌજી ગીતની શરૂઆત આ રીતે થતી : " શુભ સુખ ચૈન કી બરખા બરસે , ભારત ભાગ્ય હૈ જાગા.* પંજાબ , સિંધ , ગુજરાત , મરાઠા , દ્રવિડ , ઉત્કલ , બંગા , ચંચલ સાગર , વિન્ધ્ય હિમાલય , નીલા યમુના ગંગા, તેરે નિત ગુણ ગાયે , તુઝ સે જીવન પાયે , સબ તન પાયે આશા , સુરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુહાગા , લાલ કિલે પર ગાડ કે , લહરાયે જા, લહરાયે જા, જાય હો ! જય હો ! જય હો ! જય, જય, જય , જય હો . . . . *પછીની કડી માં દેશ અને જાતિની એકતાનો સંદેશો છે અને ભારત સુરજ બનીને ચમકે તેવી અભિલાષા છે . . . સમય અને ભાવના કેવા કેવા ઐતિહાસિક અધ્યાયો રચે છે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨
*સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે*
👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨
એંજિનિયર કોર્પ્સના સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે 26 જૂન 1918 ચેંડીયા કર્ણાટકમા જન્મેલા. જમ્મુ કાશ્મીર યુદ્ધ 1947-48 દરમિયાન રામા રાઘોબા રાણે અને તેમની ટીમે પાકી સેનાએ માઇનફીલ્ડમાં તબદીલ કરી મૂકેલા નૌશેરાથી રાજોરીના માર્ગમાંથી દુશ્મન સુરંગો અને રોડ બ્લોક્સને હઠાવવાની ખતરનાક અને પ્રશંષાત્મક કામગીરીના લીધે સેના સમયસર અને કોઈ જાનહાનિ વિના રજૌરી સુધી બેરોકટોક કૂચ કરી શકી. રામા રાઘોબા રાણે અને તેમના સાથી સૈનિકો ભારતીય ટેન્કોની આગળ રહી સતત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી દુશ્મનના એકધારા ગોળીબાર અને બોમ્બમારા વચ્ચે દિવસ રાતની કે અનહદ થકાવટની પરવા કર્યા વગર ક્રાઉલિંગ કરી (પેટે ઘસડાઇ) એન્ટિ ટેન્ક માઇન્સ રસ્તામાંથી દૂર કરતાં રહ્યા. *કટોકટીમાં મુશ્કેલી ભર્યા સમયે સેનાની વણથંભી આગેકૂચના શિલ્પી રાણેને તેમના અપ્રતિમ શૌર્ય બદલ યુદ્ધ સમયનાં સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનવામાં આવ્યા.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [26.06.19 15:51]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🇮🇳🔰🇮🇳🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰
*ભારત નું રાષ્ટ્રગીત — "વંદે માતરમ" છે.*
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
*# રાષ્ટ્રગીત ની રચના " બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય " દ્રારા કરવામાં આવી હતી.*
*# રાષ્ટ્રગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત " આનંદમઠ " નવલકથા માંથી લેવામાં આવ્યું છે.*
*# રાષ્ટ્રગીત સર્વ પ્રથમ ઈ.સ.1896 માં કોંગ્રેસ ના કોલકાતા અધિવેશન માં ગવાયું હતું.*
*# રાષ્ટ્રગીત તરીકે 26 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકાર થયો.*
# રાષ્ટ્રગીત ગાવાનો સમય 65 સેકંડ નો છે.
*# સંસદ ના સત્ર નો આરંભ રાષ્ટ્રગાન થી થાય છે અને સમાપન રાષ્ટ્રગીત થી થાય છે.*
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
*'વંદે માતરમ્' સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે.*
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી શ્રી મનોજકુમાર શ્રીવાસ્તવએ 'વંદે માતરમ્'નામના પુસ્તક લખીને આ વિવાદોને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે.*
* હાજર છે આ ક્રાંતિ-ગીતના સાહિત્યેતિહાસિક અભ્યાસની એક નાની એવી રજુવાત -*
હાલના સમયમાં ઘણા સ્વઘોષિત બુદ્ધિજીવી 'વંદે માતરમ્'ને લેખક બંકિમચંદ્રને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના જનકની જેમ રજૂ કરે છે. બ્રુસેલ્સમાં 2-4 મે, 2004ના દિવસે થયેલા આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ સેમિનારમાં એક ભારતીય પ્રતિનિધિ દળે તેના પેપરમાં કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંતનું પહેલુ સ્પષ્ટ પ્રતિપાદન બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળી ભાષામાં લખેલા તેના ઉપન્યાસ આનંદ-મઠમાં કર્યું છે. 'વંદે માતરમ્' આ ઉપન્યાસનું અંગ છે.
પાકિસ્તાનના સમાચાર-પત્ર 'ડેઇલી ટાઇમ્સ'માં ખાલેદ અહમદે લખયું છે (10.11.2002) કે જેમણે કુખ્યાત 'વંદે માતરમ્' લખ્યું તેમનું નામ બંકિમચન્દ્ર હતું. જોવાની વાત એ છે કે આ તે વ્યક્તિના માટે કહેવવામાં આવે છે જેમણે 1874માં બંગદર્શનમાં લખ્યું છે કે, બંગાળ એકલા હિન્દુઓની મિલકત નથી. પેઢીઓથી બંગાળમાં હિન્દૂ-મુસ્લિમ સાથે - સાથે રહેતા આવ્યા છે. આજે દુર્ભાગ્યવશ તેમની વચ્ચે અંતર વધતું જાય છે. બધાના હિતમાં આ દિવસોમાં સમુદાયોંમાં ભાઇચારો રહે તેવી લાગણી વ્યકત કરૂ છું.
'
જો બંકિમચંદ્દ્ર મુસ્લિમ વિરોધી હોતા તો તેમના ઉપન્યાસ 'સીતારામ'(1886)માં એક પાત્ર દ્વ્રારા આવું કહેડાવતા કે 'જો તમે હિન્દૂ અને મુસલમાનને બરાબર ન સમજતા હોય તો હિન્દૂ અને મુસલમાન બન્ને દ્વ્રારા સમાયેલી આ જમીનમાં આપણા રાજ્યને સુરક્ષિત નહી રાખી શકો. તમારો અભિકલ્પિત ધર્મ રાજ્ય પાપના શાસનમાં અપધટિત થઇને રહી જાશે'. કેમકે આ લેખ આનંદ-મઠ કે બંકિમ ઉપર નથી, પરંતુ જે વાત અહીં નક્કિ કરવાની છે તે એ છે કે એક પાકિસ્તાની લેખક અને એક ભારતીય પક્ષના બંકિમના પ્રતિ એક જેવા વિચાર.
*હવે આ વાત ઉપર આવી એ કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું?* આપણા 9 બુદ્ધિજીવીઓ આ ગીતને આનંદ-મઠમાં મુસ્લિમોંના વિરૂદ્ધ સક્રિય જોવે છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. આના થોડા વર્ષો પહેલા જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની માં મૃત્યું અને વિનાશની દેવી છે.
ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવ્વામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ ન્હોતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય' 'બંકિમચંદ્દ્ર ચટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે.
✅આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન 'માં તુઝે સલામ' ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે.
🎯આ સં
જ્ઞાન સારથિ, [26.06.19 15:51]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
સ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્ય, સમર્પણ અને ત
્યાગની સંસ્કૃતિ.
દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે.
પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને સામ્પ્રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પુરાણીક નહીં, નવાપરીવર્તનની નજરથી જોવું જોઇએ.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

27 - June ---- Newspaper

ધીરુભાઈ ઠાકર --- Dhirubhai Thakar

Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🙏🙏🎲🎲🎲ધીરુભાઈ ઠાકરની વિવેચનપ્રતિભા
શ્રી ધીરુભાઈ ઠાકર એક સંનિષ્ઠ અધ્યાપક તરીકેની કારકિર્દી બજાવી ચૂક્યા છે. પરિણામ સ્વરૂપે તેમનું વિવેચન અધ્યાપકીય વિવેચનસજ્જતાથી ઘડાયું છે. એમના વિવેચનને જીવંત અને અસરકારક બનાવવાના અધ્યાપનકાર્યનો બહુ મોટો ફાળો રહ્યો છે. સાહિત્યિક પ્રશ્નોવિષયક ચિંતન, સફળ-નિષ્ફળ કૃતિઓનું મૂલ્યાંકન, સર્જકોની સાહિત્યસૃષ્ટિ વિશે તેમણે ઘણું લખ્યું છે. આધુનિક સાહિત્યનાં મર્મગ્રાહી વિવેચનોએ તેમને વર્તમાન પેઢીના વિવેચક તરીકે મોખરાનું સ્થાન અપાવ્યું છે. "રસ અને રુચિ", "સાંપ્રત સાહિત્ય", "પ્રતિભાવ", "નાટ્યકળા", "શબ્દ અને સંસ્કૃતિ", "શબ્દનું સખ્ય" – આદિ વિવેચનસંગ્રહોમાંથી પસાર થતાં તેમનામાં રહેલી તર્કશીલતા, તટસ્થતા, અવલોકનશક્તિ, શુદ્ધ સત્યદર્શન, વિચારપ્રેરક તથા વિદ્વત્તાપૂર્ણ વિવેચકબુદ્ધિ તેમના વિવેચનનાં મહત્વનાં અંગ બની ગયાં છે.
ઠાકરસાહેબનાં વિવેચનમાં સમીક્ષા અને પ્રવાહદર્શન સવિશેષ જોવા મળે છે. વિવેચનને તેમણે યુગકર્તવ્ય ગણી વધાવી લીધું હોવાનું તેમના સંગ્રહો જોતાં માલૂમ પડે છે. "ન્હાનાલાલ : કવિ કે નાટ્યકાર?", "જીવન, મૃત્યુ અને કવિતા : એક દૃષ્ટિ", "સાહિત્યમાં નાવીન્ય", "કવિશ્રી ન્હાનાલાલ : સવાસોમી જન્મજયંતી", "સંસ્કારરક્ષક જ્ઞાનવીર", "સાહિત્યિક ઇતિહાસ : સ્વરૂપ અને લેખનના કેટલાક મુદ્દાઓ", "ગુજરાતી સાહિત્યમાં અદ્વૈત દર્શન", "જલતી રહે મશાલ" જેવા લેખોમાં તેમની સમીક્ષા – અવલોકનશક્તિ અસરકારક રીતે આલેખાઈ છે. આ બધા લેખો જતાં તેમની રુચિ હંમેશાં સાહિત્યના નાના કે મોટા પ્રવાહો ઉપર મંડાયેલી રહે છે. તેન ખ્યાલ સ્પષ્ટપણે મળે છે. "સાહિત્યમાં રૂપવિધાન", "આધુનિક કવિતાપ્રવાહની ત્રણ સેરો", "સત્યશોધના ત્રિભેટા પર", "દલિત સાહિત્ય", "ગુજરાતી સાહિત્યની આજ", "ગુજરાતી સાહિત્ય : એકવીસમી સદીનાં પરિબળઓ અને પડકારો", "સવા શતાબ્દીનું સ્વારસ્ય", "પ્રેમપરીક્ષા", "દયારામનું ડ્રામૅટિક મૉનોલૉગ", "અનુવાદ સાહિત્યિક આપત્તિ છે?" – આ સાહિત્યિક લેખક ધીરુભાઈના જાગ્રત વિવેચનના ઉત્તમ નમૂના છે. આ લેખોમાં તેમની વિચારસરણી નૂતન પ્રસ્થાનરૂપ બની રહેલ છે. કર્તા-કૃતિ-સમીક્ષાની તેમની આગવી સૂક્ષ્મ કલાસૂઝ તેમને અનંતરાય રાવળ પછીના ઉત્તમ વિવેચક ઠેરવે છે. ઘણી વાર બંગાળી, અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓની ચર્ચા સંવેદનશીલતાથી આલેખી જાણે છે.
ધીરુભાઈ ઠાકરે ઈ. સ. 1963થી 2012 સુધીમાં આશરે બસોથી અઢીસો વિવેચનલેખો આપ્યા છે. આ વિવેચનલેખોમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેમણે કોઈ લેખનું વિસ્તારથી તો કોઈનું સંક્ષેપમાં વિવેચન કર્યું છે. સંનિષ્ઠ વિવેચક ધીરુભાઈએ સાહિત્યનાં દરેક સ્વરૂપો; જેવાં કે નાટક, નવલકથા, નિબંધ, નવલિકા, ગઝલ, હાઇકુ, ખંડકાવ્યો વગેરે પર તેમણે વિવેચના આપેલી છે. કવિતા સાહિત્યસ્વરૂપમાં પદ્યસ્વરૂપલક્ષી લેખો ધ્યાન ખેંચે છે. "હાઇકુનું કાવ્યસ્વરૂપ અને તેનો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ", "ગરબો-ગરબી", "ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ", " કરુણપ્રશસ્તિ : સ્વરૂપ અને વિકાસ" જેવા સ્વરૂપલક્ષી લેખો છે. જેમાં આ સ્વરૂપની ગતિ-દિશા વિશેનું વિવેચન વિકાસાત્મક પ્રકારનું રહ્યું છે. "સ્વગત", "મનોમુદ્રા" અને "સંકેત", "રુદ્ર આક્રોશ કરતી રમ્યઘોષા", "ઇન્દ્રજિતવધ", "આત્મનિમજ્જન" જેવા કાવ્યસંગ્રહોની મુલવણી કાવ્યવિવેચનસાહિત્યમાં અદ્વિતીય બની છે. નવલકથાના સ્વરૂપના વિભાગમાં સાંપ્રત નવલકથાઓની ચર્ચા ઉલ્લેખનીય છે. જેમકે "અમૃતા", "અસ્તિ", "કાજળની કોટડી", "ચહેરા", "પૂર્વરાગ", "ચૌલાદેવી", "આપણો ઘડીક સંગ" – નવલકથાઓને પૂરી સજ્જતાથી નવા ઉન્મેષ સાથે આલેખી છે. આધુનિક નવલકથાની કેટલીક રચનાગત મર્યાદાઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ટૂંકી વાર્તામાં "સાચાં શમણાં", "રૂપકથા", "વનછાયા", "કાશીનું કરવત" જેવા લઘુલેખો ધ્યાનખેંચે છે. ગુજરાતી સાહિત્યનું વિવેચનનું વિવેચન કરતા લેખોમાં "ગુજરાતીમાં સાહિત્યિક ઇતિહાસલેખન", "ગુજરાતી સાહિત્યની આજ", "ગુજરાતી સાહિત્ય : એકવીસમી સદીનાં પરિબળો અને પડકારો"માં સાહિત્યના કેટલાક મહત્વના સંકેતો પામી શકાય છે. ધીરુભાઈના પછીના સંગ્રહોમાં એકંદરે આધુનિક-અનુઆધુનિક પ્રવાહ તરફ ગતિનિર્દેશ કરતા લેખો મહત્વના છે.
વિવેચક ધીરુભાઈએ સાહિત્યસ્વરૂપોની સાથે રજૂ કરેલા કેટલાક ઉત્તમ સર્જકોના યુગસંદર્ભો, એમનું દર્શન, દોષો, સર્જકત્વ વગેરે વગેરે મોટાભાગના લેખોમાં જોવા મળે છે. કર્તા – કૃતિઓના વ્યાપક સમગ્રલક્ષી અભ્યાસથી તેમનું સર્જન-અધ્યયન વિસ્તરેલું છે.
સાહિત્યનાં ઉત્તમ સર્જકોને લઈને લખતા લેખોમાં, "રાજેન્દ્ર શાહની કવિતા", "એકાંકીકાર ઉમાશંકર", "જયંતિ દલાલનાં કેટલાંક નાટકો", "નાટ્યસર્જક ન્હાનાલાલ", "પ્રવાલદ્વીપના કવિ", "ચંદ્રવદન મહેતા : એક મિજાજ", "મણિલાલ અને મણિશંકર", "આચાર્ય આનંદશંકર ધ્રુવનું ધર્મચિંતન"માં તેના ગુણદર્શન પૂરી તટસ્થતાથી તપાસતા વિવેચકોમાં ધીરુભાઈ પ્રથમ હરોળમાં બિરાજે છે.
એક તટસ્થ વિવેચક તરીકેની તેમની વિશિષ્ટતા એ છે કે તેમના લેખોમાં કોઈ વિવાદનો મધપૂડો છેડ્યા વગર નિર્ભિક મનથી લેખની ચર્ચા કરે છે
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
બસિંહ" : એક સમીક્ષા)(
4)
વિવેચક ધીરુભાઈએ ક્યારેક નવોન્મેષ સર્જકોના સાહિત્યસર્જનમાં વિશેષ દર્શન કરાવી પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે. અતિ સૌમ્ય અને સદભાવથી સર્જકોની નવીન સાહિત્યકલા – સર્જનકલાને વખાણે છે; જેમકે, "અમૃતા"માં નિરૂપતિ ઉદયન, અનિકેત અને અમૃતાના મનોલોકનું ચિત્ર ફરીફરીને ગમે તેવું રમ્ય અને રસદાયક છે. રઘુવીરની પ્રતિભાનો ઉન્મેષ એમાં દેખાય છે."(5)
"પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભવ્ય સમન્વયનું ગાન કરનાર ભારતીય ઋષિકુળના કવિવર રવીન્દ્રનાથના જીવનની આ કથા નવી પેઢીને પ્રેરક નીવડશે એમાં શંકા નથી. સરેરાશ સાહિત્યરસિકજનને પણ તે રવીન્દ્રનાથના સાહિત્ય તરફ અભિમુખ કરશે. વળી ગુજરાતી ભાષામાં રવીન્દ્રનાથના જીવનની સંપૂર્ણ કથા અહીં પહેલી વાર ઉપલબ્ધ થાય છે તે દૃષ્ટિએ પણ સુઘડ છપાઈ અને સુંદર ચિત્રોથી મઢેલું આ પુસ્તક આવકારપાત્ર છે." ("આસ્વાદ્ય રવીન્દ્રચરિત)"(6)
સાહિત્યના વિદ્વાન ધીરુભાઈના નામને છાજે એવી એમની વિવેચનપ્રવૃત્તિનાં કેટલાંક લક્ષણો ઊડીને આંખે વળગે છે. ધીરુભાઈની વિવેચનકલા વિશે ઉશનસે યથાર્થ જ બાર લક્ષણો તારવ્યાં છે. "મહદંશે જીવનલક્ષિતા, પૂર્વગ્રહમુક્તિ, વાદપ્રતિબદ્ધતાથી મુક્તિ, આધુનિક નવી ભાવના પરત્વે પણ ખુલ્લું મન, સર્વાંગીણ સંશોધનદૃષ્ટિ તથા તટસ્થ સમાલોચના, નીરક્ષીરવિવેક, નિષ્પક્ષપાતતા, વિશદતા, સમભાવપ્રેરિત નિર્મળતા, અધ્યાપકીયતા, અભિજાત શિક્ષકની રીતિ એટલે કે ક્રમિકતા ને સાંગોપાંગતા, બંને છેડાની અતિઉગ્રતાનો અભાવ."(7), ઉશનસનું પ્રત્યેક વિધાનલક્ષણ વિવેચક ધીરુભાઈના વિવેચનની આગવી સર્જનાત્મક છાપ મૂકી જાય છે જે ચિરસ્થાયી છે. ઉપર્યુક્ત લક્ષણો જોતાં કહી શકાય કે તેમની વિવેચનપ્રતિભામાં ક્યાંક કોઈ પ્રકારે ઉપેક્ષાવૃત્તિ કે કઠોર વર્ણન જોવા મળતું નથી. તેમના નામને અનુરૂપ ધીર સ્થિર, સંપન્ન, વિવેચના તેમના લેખોમાં આગવી છાપ મૂકી જાય છે.
ડો. ધીરુભાઈએ એક પછી એક આપતાં વિવેચનપુસ્તકોમાં વિષયવસ્તુનો વ્યાપ અને સાહિત્યની સમૃદ્ધિ પામી શકાય છે. તેમનો લેખો શુષ્ક માહિતીસંચય ન બની રહેતાં રસપ્રદ અધિકૃત "સાહિત્યના જ્ઞાનકોશ"ના પર્યાયરૂપ બન્યા છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સર્જક ધીરુભાઈના વિવેચનનાં વિશિષ્ટ લક્ષણો જોતાં ગુજરાતી સાહિત્યના વિવેચનક્ષેત્રે તેમનું આગવું અને ચિરંજીવ યોગદાન રહ્યું છે અને રહેશે.
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
અને અંતે તેના મર્મને
પકડી પાડીને સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. એક "લઘુ ઇતિહાસ" સમાન ઝીણી ઝીણી વિગતો તેમના સંગ્રહોમાં અચૂક તારવેલી હોય છે. સત્યનિષ્ઠા અને સહૃદયવાળા આલેખનને કારણે એમના લખાણોમાં ક્યાંય પાંડિત્યનો દંભ જોવા મળતો નથી. પોતાના ઉમળકાને અને નાપસંદગીને અતિ સહજતાથી પ્રગટ થવાં દીધાં છે. કોઈને આઘાત આપે તેવું ક્લિષ્ટ લખાણ તેમના સંગ્રહમાંના લેખોમાં જોવા મળતું નથી. જેમકે, "કવિઓ કે વિદૂષકો?", "દલિતસાહિત્ય" તેમના ઉત્તમ ઉદાહરણરૂપ છે.
સર્જક કે સાહિત્યકૃતિઓની વિશેષતાઓ ખોલતાંની સાથે જ મર્યાદાઓ પણ આપોઆપ સહજતાથી ધીરુભાઈ નોંધી લે છે જે એમનો વિવેચક તરીકેનો પ્રથમ મોટો ગુણ છે. મણિલાલ ન. દ્વિવેદી પરનો અભ્યાસ તેનો ઉત્તમ નમૂનો છે. આથી જ મણિલાલ પરના લેખો "જ્ઞાનમુખી કવિતા : આત્મનિમજ્જન", "કાન્તા : એક અવલોકન", "આત્મધર્મી પત્રકાર", "મણિલાલ નભુભાઈ : સાહિત્ય અને તત્વજ્ઞાનનું અદ્વૈત?", "મણિલાલ નભુભાઈનું સંશોધનકાર્ય", "સંસ્કારરક્ષક જ્ઞાનવીર", "ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર" વધુ ધ્યાન ખેંચે છે. તેમના કૃતિ-વિવેચનમાં વિવેચક તરીકેની સહૃદયતા, ઉત્તમકોટિની વિદ્વત્તા નોંધપાત્ર છે. ધીરુભાઈના વિવેચનલેખો ભાવકપક્ષે હંમેશાં પથદર્શક બન્યાં છે. મણિલાલ વિષયક લેખો તેના અભ્યાસીઓ માટે પર્યાપ્ત માત્રામાં સહાયરૂપ નીવડે છે. ધીરુભાઈના વિવેચનસંગ્રહોમાં ભાષાવિષયક કેટલીક કૃતિઓની રચનાગત મર્યાદા ધ્યાન ખેંચે છે; જેમકે,
"ઇન્દ્રજિતવધ : મહાકાવ્યનો એક પ્રયોગ" લેખમાં તેઓ લખે છે કે "દોલતરામની ભાષામાં એકંદરે સંસ્કૃતિની અર્થપ્રૌઢિ અને શિષ્ટતા છે. કવચિત્ અતિ સંસ્કૃતમયતાને કારણે એકિલષ્ટ બની જાય છે. કોઈવાર તેઓ સંસ્કૃત શબ્દની સાથે તળપદો શબ્દ મૂકે છે. તે બેહૂદું લાગે છે. કવચિત્ અતિસામાન્ય ઉક્તિથી ભાવની ગંભીરતા જોખમાય છે. "ઊંઘતાળું" શબ્દ ખટકે છે. એવું જ એક ઠેકાણે "વિયોગકાળે નીકળી ગઈ ડુશ" એમ કહ્યું છે. તે હાસ્યાસ્પદ છે. ક્યાંક ઉપમામાં ઔચિત્યનો ભંગ માલૂમ પડે છે."(1)
"રમણલાલ વ. દેસાઈ : ગ્રામલક્ષ્મીની વિભાવના"માં જણાવે છે કે, "વધારે ખૂંચે તેવી બાબત ભાષાની છે. રમણલાલ કથનશૈલી રસાળ અને પ્રવાહી છે તે ખરું. તેમની ભાષામાં નાગરી છટાવાળી પ્રાસાદિકતા પણ છે. પરંતુ ગ્રામ-સમાજના સભ્યોના વાણીવર્તન હૂબહૂ ગ્રામવાતાવરણ ઉપસાવે તેવાં સ્વાભાવિક લાગતાં નથી. ક્વચિત્ ગ્રામબોલીની લઢણ કે લહેકો લાવવાનો પ્રયત્ન જોવા મળે છે, પરંતુ તે પન્નાલાલ કે પેટલીકરનાં ગ્રામીણ પાત્રોના જેવી વાસ્તવિક છાપ ઊભી કરી શકતાં નથી."(2)
આધુનિક સાહિત્ય વિશે દિશાસૂચન કરતા લેખો અભ્યાસીઓ માટે કીમતી માર્ગદર્શન પૂરું પાડે છે. એમના લખાણમાં ક્યાંય પાંડિત્યનો ભાર વર્તાતો નથી. ધીરુભાઈની ગદ્યશૈલી પણ મુદ્દાસર વિશદ, અસંદિગ્ધ પ્રકારની છે. તેમની નિરૂપણરીતિમાં એક વિશિષ્ટ પદ્ધતિ છે. આકાશવાણી પર, સેમિનાર કે પરિસંવાદમાં વ્યાખ્યાનો આપતા હોય કે પછી ગોવર્ધનરામ કે મણિલાલ, કૃતિનું અર્થઘટન હોય – સાહિત્યપદાર્થનો નિષ્કર્ષ કાઢતી વખતે નીરક્ષીરભાવે અભિપ્રાય આપે છે. ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવાની તેમની આડવત એક અનોખી સિદ્ધિ સમાન છે. તેમની પદ્ધતિ પણ તર્કબદ્ધ રહી છે. કોઈ પણ લેખની શરૂઆત કરતા પહેલાં વિવેચક ધીરુભાઈ તેની પૂર્વભૂમિકા બાંધીને જ લેખનો આરંભ કરતા હોય છે. ઠાકરસાહેબે કૃતિલક્ષી વિવેચનમાં જિજ્ઞાસુ ભાવકને હંમેશા ધ્યાનમાં રાખ્યો છે. તેમની કૃતિપસંદગીમાં સૌંદર્યલક્ષી સત્ત્વશીલ આલેખન અચૂક જોવા મળે છે. અભ્યાસપૂર્ણ, વિશદ, વિદ્વાન સંશોધકની ઝીણી દૃષ્ટિ, સંવેદનશીલતા, તેજસ્વી અભ્યાસપ્રવૃત્તિનો નિચોડ તેમાં હોય છે. તેમની કૃતિચર્ચા સર્જકની કૃતિનાં આંતરિક સૌંદર્યને ત્વરિત સૂઝ અને શક્તિથી આલેખી જાણે છે. આથી તેમની શૈલી સાદી, સરળ અને પ્રાસાદિક રૂપ ધારણ કરે છે. વિવેચક ધીરુભાઈની નિરૂપણરીતિ પણ આગવી ભાત પાડે છે. "કરુણપ્રશસ્તિ : સ્વરૂપ અને વિકાસ" લેખનો વાર્તાલાપરીતિએ ઉઘાડ કરે છે.
"આપણે જેને જીવન કહીએ છીએ તેના કરતાં વિશેષ વ્યાપક અને ઊંડો પ્રભાવ સર્જકકળાકારના ચિત્ત પર મૃત્યુ પાડી જાય છે. અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી દે તેવું સંવેદનમૃત્યુ પછી બીજાનંબરે પ્રેમનું સંવેદન આવે. બેમાં ફેર એ કે પ્રેમનો અનુભવ માણસ જીવતાં પ્રત્યક્ષ કરી શકે છે, જ્યારે મૃત્યુનો અનુભવ તો કલ્પનાથી જ થઈ શકે.:"(3)
તો ક્યાંક કૃતિનાં મુખ્ય-ગૌણ હાર્દનું સમભાવપૂર્વકનું મૂલ્યાંકન તેમની આગવી સૂઝ છે. "ગુલાબસિંહ"ના સમાંતર ગાળામાં "સરસ્વતીચંદ્ર"ની રચના થતી હતી. આપણે ત્યાં નવલકથા ઉદયોન્મુખ અવસ્થામાં હતી ત્યારથી જ "સરસ્વતીચંદ્ર" અને "ગુલાબસિંહ" જેવી, મિષ્ટ ને પથ્ય જ્ઞાનનો ખોરાક પૂરો પાડતી, ચિંતનાત્મક નવલો સાંપડી તેને આપણું સદભાગ્ય ગણવું જોઈએ. સસ્તા રંજનને લક્ષતી, જીવનની સપાટી ઉપર જ ઘણુખરું ફરીને કેવળ સ્થૂળ વૃત્તિઓને ઉત્તેજતી પ્રસંગપ્રધાન નવલકથાઓના આધુનિક સમયમાં પણ ઉચ્ચ પ્રતિની નવલ માટે ઘણુંખરું આપણે એ જ્ઞાનમાર્ગી કૃતિઓ તરફ આંગળી ચીંધવી પડે છે. આ દૃષ્ટિએ "સરસ્વતીચંદ્ર"ની સાથે "ગુલાબસિંહ"નું પણ આપણા સાહિત્યમાં મહત્વનું સ્થાન ગણવું જોઈએ. ("ગુલા
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*મારા પ્રિય અને મનગમતા લેખક વિવેચક, સંશોધક, સંપાદક, અને ખરા અર્થમાં 🏹સવ્યસાચી🏹ન 100માં જન્મ દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ.*
🌀🐾🌀🐾🌀🐾🌀🐾🌀🐾
🌸 *ડૉ. ધીરુભાઈ ઠાકર* 🌸
*🏹🏹🏹🏹સવ્યસાચી🏹🏹🏹*
📌➖➖➖➖➖➖➖➖📌
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
🍫 *જન્મ ૨૭ જૂન, ૧૯૧૮* 🍫
*🌺➖ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭ જૂન, ૧૯૧૮માં કોડીનારમાં થયો. તેઓ પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક છે.*
*🌺➖વતન વીરમગામ. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ.* ધીરુભાઈ પર આ વાતાવરણનો પ્રભાવ પડ્યો હતો.
*🌺➖ધીરુભાઈનું પ્રાથમિક શિક્ષણ કોડીનાર - ચાણસ્મામાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મા - સિદ્ધપુરમાં. ૧૯૩૪માં મેટ્રિક થયા. ૧૯૩૯માં બી.એ.; ૧૯૪૧માં એમ.એ.; ૧૯૩૮માં તેમણે 'ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ' વિષય ઉપર નિબંધ લખ્યો. આ નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીનું 'નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક' મેળવ્યું.*
*🌺➖ધીરુભાઈ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવતા રહ્યા છે.*
*🌺➖દસ વિવેચનસંગ્રહો, સાત નિબંધસંગ્રહો, બે સંશોધનગ્રંથો, આત્મચરિત્ર સમેત ત્રણ ચરિત્રગ્રંથો, એક ચરિત્રાત્મક નાટક, બે બાળનાટકો તથા એક પ્રવાસકથા, બે અનુવાદો, સ્‍વાધ્યાયસૂચિના ચાર ગ્રંથો, સોળ સાહિત્યિક સંપાદનો, નવ સંચયસંપાદનો (અન્યના સહકારમાં) અને બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમનું મુખ્ય સાહિત્યિક પ્રદાન છે.* મ.ન.દ્વિવેદી અને નાટ્યકળા તેમના અભ્યાસના ખાસ વિષયો રહ્યા.
*🌺➖મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ છેલ્‍લા અઢી દાયકા દરમિયાન તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ ૨૫ ગ્રંથો પ્રગટ થયા છે.*
🐾🐾🏆રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૪)થી તથા વિવિધ ગૌરવ પુરસ્‍કારો (ગુજરાત સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાતી સમાજ, વિદ્યાવિકાસ ટ્રસ્‍ટ) દ્વારા સન્‍માનિત.
*🌺🎯👉➖૨૦૦૦-૨૦૦૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.*
https://t.me/gujaratimaterial
*મને શબ્દો મળે છે રેતી અને પથ્થરમાંથી,*
મને શબ્દો મળે છે લોહી અને આંસુમાથી,
મને શબ્દો મળે છે…. બધેથી….
પણ એ લોકો આવ્યા.
એમણે અમારા પ્રદેશ પર હુમલો કર્યો.
અમારું બધુંજ લૂંટી ગયા.
પણ…..
પણ એમેને ખબર નથી કે તેઓ એક મોટી દોલત પછળ મૂકતા ગયા છે.
એમનાં શીરસ્ત્રાણમાંથી,
એમના પગરખામાંથી,
એમની ફરફરતી દાઢીમાંથી,
એમના ઘોડાની ખરીઓમાંથી,
એમનાં હથિયારમાંથી,
એમનાં પ્રહારોમાંથી,
એમની ગાળોમાંથી,
એમનાં હોંકારા-પડકારામાંથી
અમને શબ્દો આવી મળ્યાં છે.
જે આક્રમણકારો આવ્યા એમનાં શબ્દો એટલી મોટી દોલત છે કે
એમાંથી બની અમારી ભાષા.
*🚩🚩💫-ચીલી દેશનો કવિ અને નોબેલ-લૉરિયેટ પાબ્લો નેરુદા આ મતલબનું નિવેદન કરે છે એની આત્મકથામાં.*
*💥🔖આજ રીતે આપણી ભાષા આપણા માટે કોઈ બંધીયાર વસ્તુ નથી. તે ખુલ્લી છે. અનેક નવા પ્રવાહો તેમાં રસકસ પૂરે છે-તેને સમૃધ્ધ કરે છે. (ધીરુભાઈ ઠાકરના પ્રવચનમાથી સભાર – ઑપિનિયન, લંડન ઓગસ્ટ ૨૦૦૬)*
         – ધીરુભાઈ ઠાકર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
જન્મ: ૨૭ જૂન ૧૯૧૮, કોડીનાર
વતન વીરમગામ.
પિતા: પ્રેમશંકર ઠાકર
🎯👉સર્જક: પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક.
*💠સર્જન:* વિવેચનસંગ્રહો, નિબંધસંગ્રહો, સંશોધનગ્રંથો, ચરિત્રગ્રંથો, ચરિત્રાત્મક નાટક, બાળનાટકો, અનુવાદો, સંપાદનો, બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વગેરે
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૪); વિવિધ ગૌરવ પુરસ્કારો દ્વારા સન્માનિત; ૨૦૦૦-૨૦૦૧ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭ જૂન, ૧૯૧૮માં કોડીનારમાં થયો. તેઓ પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક છે.
વતન વીરમગામ. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો પ્રભાવ પડ્યો હતો.
ધીરુભાઈનું પ્રાથમિક શિક્ષણ કોડીનાર - ચાણસ્મામાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મા - સિદ્ધપુરમાં. ૧૯૩૪માં મેટ્રિક થયા. ૧૯૩૯માં બી.એ.; ૧૯૪૧માં એમ.એ.; ૧૯૩૮માં તેમણે 'ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ' વિષય ઉપર નિબંધ લખ્યો. આ નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીનું 'નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક' મેળવ્યું.
ધીરુભાઈ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવતા રહ્યા છે.
દસ વિવેચનસંગ્રહો, સાત નિબંધસંગ્રહો, બે સંશોધનગ્રંથો, આત્મચરિત્ર સમેત ત્રણ ચરિત્રગ્રંથો, એક ચરિત્રાત્મક નાટક, બે બાળનાટકો તથા એક પ્રવાસકથા, બે અનુવાદો, સ્‍વાધ્યાયસૂચિના ચાર ગ્રંથો, સોળ સાહિત્યિક સંપાદનો, નવ સંચયસંપાદનો (અન્યના સહકારમાં) અને બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમનું મુખ્ય સાહિત્યિક પ્રદાન છે. મ.ન.દ્વિવેદી અને નાટ્યકળા તેમના અભ્યાસના ખાસ વિષયો રહ્યા.
મોડા
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
સા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ છેલ્‍લા અઢી દાયકા દરમિયાન તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ ૨૫ ગ્રંથો પ્રગટ થયા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૪)થી તથા વિવિધ ગૌરવ પુરસ્‍કારો (ગુજરાત સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાતી સમાજ, વિદ્યાવિકાસ ટ્રસ્‍ટ) દ્વારા સન્‍માનિત.
૨૦૦૦-૨૦૦૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🏹🏹🏹🏹🏹🖍🖍🖍🖍🖍
*✒️✒️ધીરુભાઈ ઠાકર🖋🖋🖋*
*✒️ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર🖋*
*🔍🔍🔍'સવ્યસાચી'🔍🔍🔍*
🔖📖📚📙📘📗📕📒🔖📖📕
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*(૨૭-૬-૧૯૧૮) : સંશોધક, વિવેચક, સંપાદક, ચરિત્રકાર. જન્મ કોડીનારમાં. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. તે પછી ૧૯૬૦ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ૧૯૫૬ માં પીએચ.ડી. ૧૯૬૦ થી મોડાસા કૉલેજના આચાર્ય. ત્યાંથી નિવૃત્ત. હાલ ગુજરાતી વિશ્વકોશના મુખ્ય સંપાદક.*
📚📚📚📙📙📚'મણિલાલ નભુભાઈની સાહિત્યસાધના' (૧૯૫૬), 'રસ અને રુચિ' (૧૯૬૩), 'સાંપ્રત સાહિત્ય' (૧૯૬૮), 'પ્રતિભાવ' (૧૯૭૨), 'વિક્ષેપ' (૧૯૭૩), 'વિભાવિતમ્' (૧૯૮૩) એમના વિવેચનસંગ્રહો છે. તટસ્થતા, વિશદતા અને સમભાવ ઉપરાંત સમુદાર રુચિ એ એમની વિવેચક તરીકેની લાક્ષણિકતાઓ છે.
📚📙📙📚📚નાટક, કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, ચરિત્ર, નિબંધ વગેરેની સ્વરૂપલક્ષી ચર્ચાની સાથે સાથે જૂની-નવી કૃતિઓની કૃતિલક્ષી સમીક્ષાઓ પણ એમણે વિવેચનની પરિભાષાથી બહુધા દૂર રહેતી તાજગીપૂર્ણ, રુચિર શૈલીમાં કરી છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. આ અંગેની એમની ઊંડી જાણકારી 'નાટ્યકળા' (૧૯૮૫) પુસ્તકમાં અને તદવિષયક અન્ય લેખોમાં પ્રતીત થાય છે.
*'મણિભાઈ નભુભાઈ :* 📌📍📍જીવનરંગ' (૧૯૫૭)માં મણિલાલ જેવી અનેકવિધ વિરોધી બળોના મિશ્રણરૂપ વ્યક્તિનું તાટસ્થ્યપૂર્ણ ચરિત્ર આપવાનું વિકટ કાર્ય એમણે પૂરી સત્યનિષ્ઠા અને વિવેક દાખવીને પાર પાડ્યું છે. 'પરંપરા અને પ્રગતિ' (૧૯૮૦) એ કસ્તૂરભાઈ લાલભાઈનું એમણે આપેલું બીજું ઉલ્લેખનીય ચરિત્ર છે.
*📚📕📚📕'રંગકસુંબી' (૧૯૬૩),* 'દ્રષ્ટા અને સ્રષ્ટા' જેવા લેખ-નિબંધસંગ્રહોમાં એમણે કૃતિ કે કર્તા વિશેનાં ચિત્રો હળવી-રસાળ શૈલીમાં ઉપસાવ્યાં છે. 'સફર સો દિવસની'-ભા.૧-૨- (૧૯૭૭) એમના વિદેશપ્રવાસી રોચક કથા છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યનો, નીરક્ષીર દ્રષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો ઇતિહાસ 'અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા'-ભા.૧-૨ (સંવ.આ.૧૯૮૨) સૌ કોઈ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગરજ સારતો નોંધપાત્ર ગ્રંથ છે. વ્યાપકપણે ઉપયોગી નીવડે તેવાં ગુજરાતીની ગદ્યપદ્ય-કૃતિઓનાં અભ્યાસપૂર્ણ આમુખ અને મર્મદ્યોતક ટિપ્પણો સાથેનાં તેમનાં સંપાદનોમાં 'મણિલાલની વિચારધારા' (૧૯૪૮), 'મણિલાલના ત્રણ લેખો' (૧૯૪૯), 'કાન્તા' (૧૯૫૪), 'નૃસિંહાવતાર' (૧૯૫૫), 'ધૂમકેતુ વાર્તાસૌરભ'-ભા.૧-૨ (૧૯૫૫), 'જયભિખ્ખુ વાર્તાસૌરભ' (૧૯૫૫), 'આત્મનિમજજન' (૧૯૫૯), 'કરુણપ્રશસ્તિ કાવ્યો' (૧૯૭૦), 'મ. ન. દ્રિવેદીનું આત્મવૃત્તાંત' (૧૯૭૯), 'મારી હકીકત' (૧૯૮૩), 'સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ' (૧૯૮૭) વગેરે મુખ્ય છે. એ જ રીતે 'આપણાં ખંડકાવ્યો' (૧૯૫૮) અને 'ચંદ્રહાસાખ્યાન' (૧૯૬૧) એમનાં અન્યના સહયોગમાં તૈયાર થયેલાં સંપાદનો છે. 'અભિનય નાટકો' (૧૯૬૨) તેમ જ 'સુદર્શન અને પ્રિયંવદા' (૧૯૬૨) એમના સંકલનગ્રંથો છે.
*📕📖📚📗📚અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૫૬) :* ૧૮૫૦ થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતો ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરનો ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧-૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૧૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
*📓📂🗳📆📰પરિવર્તન પામતા જતા સામાજિક, રાજ્કીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહનો આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર સાહિત્યકારોનાં જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખકે કે કૃતિ વિષે અંગત અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્વાદભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપોનો સંક્ષેપમાં પરિચય આપવાની સાથે તેનું રચનાવિધાન સમજાવવાનો પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસ્તુત ગ્રંથ લેખકનું મૂલ્યવાન પ્રદાન છે.*
*🗃ગજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ🗳*
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટની સ્‍થાપના થઈ. શ્રી શ્રેણિકભાઈ કસ્‍તૂરભાઈ (અધ્યક્ષ) અને શ્રી સાંકળચંદભાઈ તથા શ્રી ધીરુભાઈ ઠાકર ઉપરાંત પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી દીપચંદભાઈ ગારડી, શ્રી કંચનલાલ પરીખ અને શ્રી પ્રભુદાસ પટેલનું ટ્રસ્‍ટીમંડળ રચાયું. પછીથી શ્રી હીરાલાલ ભગવતીઅને શ્રી બળદેવભાઈ ડ
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ોસાભાઈ જોડાયા. મોટું કૉલેજસંકુલ ધરાવતી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્‍યવસ્‍થા થતાં ૧૯૮૫ની બીજી ડિસેમ્‍બરે વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્‍ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ. વિશ્વકોશમાં સમાવેશ પામે તેવાં ૧૭૦થી અધિક વિષયોનાં ૨૩૦૯૦થી વધુ અધિકરણોની વિષયવાર યાદી સહિત, સમગ્ર યોજનાનો વિગતે પરિચય આપતો ભૂમિકાખંડ તૈયાર થયો.
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

Wednesday, June 26, 2019

આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન --- International Day of Drug Abuse and Illegal Business Opposition

🍾🍻🍺🍻🍹🍾🍻🍺🍾🍹🍻🍺
આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન છે
🍩🍾🍻🍩🍺🍻🍷🍾🍻🍾🍺🍿
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️The International Day against Drug Abuse and Illicit Trafficking is a United Nations
International Day against drug abuse and the
illegal drug trade . It is observed annually on 26 June, since 1988, 
♻️a date chosen to commemorate Lin Zexu 's dismantling of the
opium trade in Humen, Guangdong, just before the First Opium War in China. 
♻️ The observance was instituted by General Assembly Resolution 42/112 of 7 December 1987.
♻️The UN's 2007 World Drug Report puts the value of the illegal drug trade at US$322 billion a year.

👁‍🗨પદાર્થ પાસે પાસે રાખવું રોજ કેફી દ્રવ્ય અને સાઇકોટ્રોપિક પદાર્થ અધિનિયમની અંદર એક ગુનો છે. એનાથી કોઇ ફરક નથી પડતો કે કબ્જો સંગત ઉપયોગ માટે છે કે અન્ય ઉદ્દેશ્ય માટે, પોતાની પાસે કેટલી માત્રામાં સમાન પદાર્થનો મળ્યુ તેના પર સજા નિશ્ચિત કરવામાં આવે છે. તેમ છતાં, અગર તેની ઉપર માદક પદાર્થ છોટી માત્રામાં મળે છે. અને તેનો વાપર કરવાનો આરોપ છે અને તે સ્વેચ્છાથી એક દવાળાનામા અથવા સરકાર માન્ય કેંદ્રમા વ્યસનમુક્તિની માટે ઉપચાર લેવા તૈયાર થાય ચે તો તેના પર ફરિયાદ કરવામાં નહી આવે. વ્યસનમુક્તિનો પૂર્ણ પણે ઉપચાર ન લેતા ફરિયાદ પક્ષ કાયદેસરની મુક્તિ પાછી લઈ શકે છે.