Saturday, July 13, 2019

બ્રહ્મોસ – એક અમોઘ શસ્ત્ર --- BrahMos - an inferior weapon

🔰🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍🔰
🎍બ્રહ્મોસ – એક અમોઘ શસ્ત્ર🎍
🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍🔰🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો🇮🇳આપણો દેશ આઝાદી કાળથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે. એક ઉપખંડ જેટલો મોટો દેશ અને પડોશમાં દુશ્મનો જેમાં ચીન એટલે વિશ્વની બીજા નંબરની આર્થિક તાકાત ધરાવતો વિશાળ દેશ જે શસ્ત્રોની દ્રષ્ટીએ પણ દુનિયાનો આગલી હરોળનો દેશ છે. સાથે સાથે પાકિસ્તાન તો ભારતનું બુરું કરી શકાય તો પોતાની પ્રજાને ઘાસ ખાઈને જીવાડવાની વૃત્તિ ધરાવતો દેશ છે. આવા પાડોશીઓને ઠેકાણે લાવવા ભારત માટે 'બ્રહ્મોસ' એક અમોઘ શસ્ત્ર છે.

🎯🇮🇳🇮🇳ભારત મિસાઈલ ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં આગલી હરોળના દેશોમાં સ્થાન ધરાવે છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રકારના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમા હરણફાળ ભરી છે. મિસાઈલ ટેકનોલોજી આવા ક્ષેત્રો પૈકી એક છે કે જેમાં સ્વદેશી ટેકનીકલ વિકાસ દ્વારા ઓછા ખર્ચે ભારતની સંરક્ષાણ જરૂરિયાતો પૂરી કરી શકાય. બ્રહ્મોસ મિસાઈલ એ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કો નદીના નામોના સમન્વયથી બનેલી અને ભારતીય DRDO તેમજ રશિયન NPOM એવી બે સંસ્થાઓની સંયુક્ત કંપની દ્વારા વિકસાવેલી મિસાઈલ છે. આમ, આ ભારત અને રશિયાના સંરક્ષણ સહયોગનું ફળ છે. બ્રહ્મોસની જમીન, જળ અને આકાશ એમ બધી સેનાઓ માટે અનુકુળ આવૃતિઓ બનાવેલ છે અને દુનિયાની અદ્યતન મીસાઈલો પૈકીની એક છે. જેની કેટલીક આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર --- India-Israel relations: Since waking in the morning

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
ભારત-ઈઝરાયેલ સંબંધો: જાગ્યા ત્યારથી સવાર
ON 30/06/2017 / BY JAYWANT PANDYA
(અભિયાન, તા.૨૮/૦૭/૧૭ના અંકની કવરસ્ટોરી)
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
જાગ્યા ત્યારથી સવાર. આ કહેવત ભારત અને ઈઝરાયેલના સંબંધોને લાગુ પડી શકે. આ સંબંધોમાં પ્રલંબ પાછળ એક માત્ર કારણ મુસ્લિમ મત બૅંક રહી. ઈઝરાયેલ ૧૯૪૮માં સ્વતંત્ર થયું. પરંતુ તેને માન્યતા આપવામાં નહેરુ સરકારે બે વર્ષ લગાડ્યાં! મહાત્મા ગાંધીએ તુર્કીના ખલીફાની ચળવળ- ખિલાફત ચળવળને ટેકો આપીને ભારતના મુસ્લિમોને વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સાંકળતા કર્યા હતા. તે વખતે ભારતના મુસ્લિમો પણ આ નિર્ણય વિરુદ્ધ હતા. પરંતુ આ પગલાં અને તે પછી આવાં પગલાંઓથી ઉત્તરોત્તર ભારતના મુસ્લિમો વિદેશના મુસ્લિમોના પ્રશ્નો સાથે સંકળાવા લાગ્યા અને અહીંના પ્રશ્નો માટે વિદેશના મુસ્લિમો પાસે સમાધાન શોધતા થયા. એટલે જ ઓસામા બિન લાદેનનું એન્કાઉન્ટર થાય તો ભારતમાં વિરોધ થાય, ફ્રાન્સનું શાર્લી હેબ્દો મેગેઝિન મુહમ્મદ પયગંબરનું કાર્ટૂન છાપે તો અહીં વિરોધ થાય. આવા પ્રશ્નો પર અહીં તોડફોડ પણ કરવામાં આવે અને સંપત્તિને નુકસાન થાય, રમખાણો થાય.

ગાંધીજીને અને નહેરુને માત્ર મુસ્લિમો પરનો અત્યાચાર જ અત્યાચાર લાગતો હતો. અને આ દૃષ્ટિકોણ આજની કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ બરાબર પકડી રાખ્યો છે. એટલે ગાંધીજી યહૂદીઓ પરના અત્યાચાર બાબતે શું માનતા હતા? તેમની સહાનુભૂતિ તો આરબો પ્રત્યે જ હતી! ૨૬ નવેમ્બર ૧૯૩૮ના ‘હરિજન’માં તેમણે લખ્યું હતું: “…હું માનું છું કે જેવી રીતે હિન્દુઓ અસ્પૃશ્યો સાથે વર્તન કરે છે તેવું વર્તન ખ્રિસ્તીઓ યહૂદીઓ સાથે કરે છે…તેમની સાથે અમાનવીય વર્તન થયું છે…” આટલા સ્વીકાર પછી પણ ગાંધીજી ઈઝરાયેલની ભૂમિ પર હક તો આરબોનો જ માને છે. તેમણે લખ્યું, “યહૂદીઓની રાષ્ટ્ર માટેની રોકકળ મને બહુ અપીલ કરતી નથી (!) તેઓ જ્યાં જન્મ્યા હોય ત્યાં જ તેમણે રહેવું જોઈએ. જેવી રીતે ઇંગ્લેન્ડ ઇંગ્લિશ લોકોનું છે, ફ્રાન્સ ફ્રેન્ચ લોકોનું છે, તેમ પેલેસ્ટાઇન આરબોનું છે.” એ વખતે ગાંધીજીને કોઈએ પૂછવું જોઈતું હતું કે તો પછી હિન્દુસ્થાન હિન્દુઓનું કેમ નહીં?

સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્ત્રી શક્તિ ---- Female power in freedom struggle

🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯
🇮🇳સ્વાતંત્ર્ય સંગ્રામમાં💪સ્ત્રીશક્તિ💪
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉મિત્રો જી.પી.એસ.સી. દ્વારા અવારનવાર સ્ત્રી સશક્તિકરણ પર નિબંધ પુછાય છે.. ત્યારે મારા શબ્દો માં આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે.....
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

👉થોડા દિવસ પહેલાં ૭૧માં સ્વાતંત્ર્યદિને દેશનાં ક્રાંતિકારીઓનું સ્મરણ થયું. ક્રાંતિકારીઓ વિશે આપણે અનેક વખત વાંચ્યુ, સાંભળ્યુ જાણ્યું છે. કોઈએ બોંબ ફોડીને, કોઈએ અંગ્રેજ અધિકારીને ગોળી મારીને તો કોઈએ ઉપવાસ અને અહિંસા દરેકે પોતાની શક્તિ અને સ્વસ્થતા પ્રમાણે ગુલામીના અંધારા દૂર કરીને સ્વાતંત્ર્યનો સૂરજ પ્રગટાવવાના સફળ પ્રયત્નો કર્યા છે. પરંતુ આ ફનાગીરી, શહીદીમાં ભારતવર્ષની 👸સ્ત્રીશક્તિ💪 પણ પાછળ નહોતી. આઝાદીના આંદોલનોમાં ભારતભરની મહિલાઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે, તેમની વીરતા, બહાદૂરી, દેશસેવા વિસરાય તેવી નથી.

💪👧🏻આઝાદીના આંદોનલમાં સહભાગી આ વીર સન્નારીઓમાં કોઈ દીકરીએ પિતાને સહાય કરી, કોઈએ સહધર્મચારિણી બનીને સેવા કરી, તો કોઈ પરિવારની પરવા ર્ક્યા વિના હિંમતભેર તલવાર લઈને ગુલામીની સાંકળો તોડવા નીકળી પડી હતી. અરે કોઈ નાનકડી ૧૪ વર્ષની જ ક્ધયા, પૂલ ઉડાડવા પણ આયોજન કરી બેઠી. આ વિરાંગનાઓ એજ્યુકેટેડ, સુખી-સંપન્ન અને સમાજમાં અગ્રેસર પણ હતી. કોઈ પત્રકાર, કોઈ રમતવીર, કોઈ સાહિત્યકાર-ગીતકાર, કોઈ ડૉક્ટર, નાટ્યકાર તો કોઈ સામયિકોની તેજ તર્રરાર સંપાદક હતી.આજે આપણને પુરુષ સાથે ખભે ખભા મિલાવી કામ કરતી પાવરફુલ પ્રોફેશન મહિલાઓ પર ગર્વ થાય છે. આજથી સો કે દોઢસો વર્ષ પહેલાં પણ એવી મહિલાઓની અછત નહોતી. એ મહિલાઓએ પુરુષ સાથે ખડે પગે રહી હિંમતભેર આઝાદીના આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યો હતો, શાસકો દ્વારા નજરકેદ રહી હતી.

ગણેશોત્સવ --- Ganeshotsav

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
🙏🐾✅ગણેશોત્સવના 125 વર્ષ💐
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉આજથી 125 વર્ષ પહેલાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે દેશના સૌથી અધિક પૂજ્ય તહેવાર એવા સાર્વજનિક ગણેશોત્સવની સ્થાપના કરી હતી 

🎯👉ગણેશોત્સવને લોકપ્રિય બનાવવામાં લોકમાન્ય બાળ ગંગાધર તિલકનો ફાળો ઘણો છે. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ હતા. તેમણે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઊજવીને લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાની સાથે રાષ્ટ્રીયતા જાગૃત કરવા માટેની મજબૂત ચળવળ શરૂ કરી. બ્રિટિશ સરકારે ભારતમાં કોઈ પણ પ્રકારની સભા કે રેલી યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો એ સમયે સ્વાતંત્રયસેનાનીઓને ભેગા કરવામાં ગણેશોત્સવની ઉજવણી મુખ્ય કારણ હતું.

🎯🔰👁‍🗨આપણે લોકમાન્ય તિલકનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કારણ કે, આજે આ પર્વ મહારાષ્ટ્રની સાથોસાથ સમગ્ર ભારતનો સૌથી મોટો પર્વ બની ગયો છે. આ પ્રસંગે તમામ મંદિરો અને ઘરોમાં આઠથી દસ દિવસ સુધી ગજાનનની પ્રતિમા સમક્ષ પૂજન અર્ચન અને વિવિધ ભોગ ધરવામાં આવે છે અને અંતિમ દિવસે ભાવિકો એક વિશાળ સરઘસ કાઢી ' ગણપતિ બાપા મોરિયા' ના જય જય કાર સાથે ભગવાન ગણેશની વિશાળકાય મૂર્તિઓનું નદી તળાવ અથવા તો સમુદ્રમાં વિસર્જન કરે છે. 

સોયાબીન ની મહત્વની જાણકારી --- Important information about soybean

🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
સોયાબીન ની મહત્વ ની જાણકારી 
🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯સોયાબીન
સામાન્ય લાક્ષણિકતાઓ:
સોયાબીન વૈશ્વિક ધોરણે મહત્ત્વનો પાક છે. 
👉સોયાબીન પર પ્રક્રિયા કરીને પ્રોટીનજન્ય ખોરાક બનાવવામાં આવે છે. 🎯વિશ્વમાં વનસ્પતિ તેલનો તે બીજા ક્રમાંકનો સૌથી મોટો સ્રોત છે.
👉વિશ્વમાં તથા સ્થાનિક ધોરણે તેના પાકના મોટા હિસ્સાની હેક્સેન સાથેની સોલ્વન્સી દ્વારા સોયા તેલ અને સોયા ખોળ મેળવવામાં આવે છે. 🐄🐃ખોળનો ઉપયોગ પશુઓના ખાદ્યમાં મોટાપાયે કરવામાં આવે છે.
🎯👉 વૈશ્વિક ધોરણે સોયાબીનના પાકના 85 ટકા કરતાં વધારે હિસ્સાનું પિલાણ કરવામાં આવે છે.

👁‍🗨👉માનવીના ખોરાકમાં સોયાબીનનો સીધો ઉપયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે અને પ્રોસેસ્ડ ખોરાકમાં તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
👁‍🗨👉જ્યાં ઉનાળામાં સારા એવા પ્રમાણમાં ગરમી થતી હોય ત્યાં સોયાબીનની ખેતી સારી થાય છે. 
👁‍🗨👉તેના પાકને 20થી 30 અંશ સેલ્સિયસનું ઉષ્ણતામાન ઘણું માફક આવે છે. 
👁‍🗨👉20 અંશ સેલ્સિયસ કરતાં ઓછું અને 40 અંશ કરતાં વધારે ઉષ્ણતામાન હોય તો તેના પાકની વૃદ્ધિમાં આવરોધ આવે છે.
♦️👁‍🗨સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઇ શકે છે. સૌથી સારો પાક ભેજવાળી કાંપની જમીનમાં થાય છે.
🔰👉સોયાબીનની આધુનિક જાત 1 મીટર (ત્રણ ફૂટ) સુધી વધે છે અને વાવણીથી લઇને લણણી સુધીનો સમયગાળો 80થી 120 દિવસનો હોય છે.

જન્માષ્ટમી --- Janmashtami

Krishna Janmashtami
Festivity
Image result for Janmashtami

Description

Krishna Janmashtami, also known simply as Janmashtami or Gokulashtami, is an annual Hindu festival that celebrates the birth of Krishna, the eighth avatar of Vishnu. Wikipedia
ObservancesDance-drama, Night vigil, Fasting, praying, Puja, Playing cards Trending
Type of holidayReligious celebration
CelebrationsDahi Handi (next day), kite-flying, fair, traditional sweet dishes etc
DateSaturday, 24 August, 2019
Also calledKrishnashtami, SaatamAatham, Gokulashtami, Yadukulashtami, Srikrishna Jayanti, Sree Jayanti


તહેવારો અને મેળા --- Festivals and Fairs

💠💠💠💠💠💠💠💠💠💠
👁‍🗨💠તહેવારો અને મેળાઓ♦️👁‍🗨
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મિત્રો ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ.
♦️👁‍🗨ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.