Saturday, July 13, 2019

સોયાબીન ની મહત્વની જાણકારી --- Important information about soybean

🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
સોયાબીન ની મહત્વ ની જાણકારી 
🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
🎯સોયાબીન
સામાન્ય લાક્ષણિકતાઓ:
સોયાબીન વૈશ્વિક ધોરણે મહત્ત્વનો પાક છે. 
👉સોયાબીન પર પ્રક્રિયા કરીને પ્રોટીનજન્ય ખોરાક બનાવવામાં આવે છે. 🎯વિશ્વમાં વનસ્પતિ તેલનો તે બીજા ક્રમાંકનો સૌથી મોટો સ્રોત છે.
👉વિશ્વમાં તથા સ્થાનિક ધોરણે તેના પાકના મોટા હિસ્સાની હેક્સેન સાથેની સોલ્વન્સી દ્વારા સોયા તેલ અને સોયા ખોળ મેળવવામાં આવે છે. 🐄🐃ખોળનો ઉપયોગ પશુઓના ખાદ્યમાં મોટાપાયે કરવામાં આવે છે.
🎯👉 વૈશ્વિક ધોરણે સોયાબીનના પાકના 85 ટકા કરતાં વધારે હિસ્સાનું પિલાણ કરવામાં આવે છે.

👁‍🗨👉માનવીના ખોરાકમાં સોયાબીનનો સીધો ઉપયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે અને પ્રોસેસ્ડ ખોરાકમાં તેનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
👁‍🗨👉જ્યાં ઉનાળામાં સારા એવા પ્રમાણમાં ગરમી થતી હોય ત્યાં સોયાબીનની ખેતી સારી થાય છે. 
👁‍🗨👉તેના પાકને 20થી 30 અંશ સેલ્સિયસનું ઉષ્ણતામાન ઘણું માફક આવે છે. 
👁‍🗨👉20 અંશ સેલ્સિયસ કરતાં ઓછું અને 40 અંશ કરતાં વધારે ઉષ્ણતામાન હોય તો તેના પાકની વૃદ્ધિમાં આવરોધ આવે છે.
♦️👁‍🗨સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઇ શકે છે. સૌથી સારો પાક ભેજવાળી કાંપની જમીનમાં થાય છે.
🔰👉સોયાબીનની આધુનિક જાત 1 મીટર (ત્રણ ફૂટ) સુધી વધે છે અને વાવણીથી લઇને લણણી સુધીનો સમયગાળો 80થી 120 દિવસનો હોય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰🔰🔰વૈશ્વિક પરિદૃશ્ય:🔰🔰🔰

♻️🎯તાજેતરનાં વર્ષોમાં સોયાબીનનું વૈશ્વિક ઉત્પાદન 210થી 230 મિલિયન ટનનું છે. વિશ્વમાં તમામ તેલીબિયાં મળીને ઉત્પાદન 390થી 400 મિલિયન ટનનું છે. આમ, તેમાં સોયાબીનનું પ્રમાણ 55થી 58 ટકાનું છે.

💠〰🔰છેલ્લાં બે વર્ષોમાં સૌથી ઉત્પાદન કરનારા દેશોમાં અનુક્રમે અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીન અને ભારતનો સમાવેશ થાય છે. તેમના ઉત્પાદનનું પ્રમાણ ઘટતા ક્રમે 70-80, 55-60, 32-48, 14-16 અને 8-10 મિલિયન ટન છે.

🎯🔰સોયાબીનના ઉત્પાદન પર હવામાન ઉપરાંત મકાઈ, કપાસ જેવા સ્પર્ધાત્મક પાકના વાવેતરના પ્રમાણ તથા જંતુઓ અને રોગોની અસર થાય છે.

💠🇮🇳🔰અમેરિકા, ભારત અને ચીનમાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પાક ઉતારવામાં આવે છે, ⭕️જ્યારે દક્ષિણ અમેરિકામાં લણણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થાય છે.
🎯🔰વિશ્વમાં વર્ષે દહાડે અંદાજે 70-80 મિલિયન ટનનો વેપાર થાય છે.

🎯🔰અમેરિકા (30-35 મિલિયન ટન), ⭕️બ્રાઝિલ (23-28 મિલિયન ટન) અને ⭕️આર્જેન્ટિના (5-15 મિલિયન ટન) 

♻️🎯🔰⭕️સોયાબીનના મોટા નિકાસકાર છે. 🔘ચીન (35-40 મિલિયન ટન) અને 🔘યુરોપિયન યુનિયન (12-16 મિલિયન ટન) મુખ્ય આયાતકાર છે.

💠♻️🎯વિશ્વભરમાં સોયાબીન, સોયા તેલ અને સોયા ખોળનો મોટો વેપાર છે. ♦️✅અમેરિકા સોયાબીનની સૌથી વધુ નિકાસ કરે છે, જ્યારે 🔷♦️આર્જેન્ટિના સોયા તેલ અને સોયા ખોળનો મોટો નિકાસકાર છે.

🎯🔰સોયાબીનનાં અગત્યનાં વૈશ્વિક બજારો:🔰
👁‍🗨👉શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ. તેણે સોયાબીનના વાયદાના વિશ્વના સૌથી જૂના બજાર - શિકાગો બોર્ડ ઓફ ટ્રેડને હસ્તગત કર્યું છે
👁‍🗨👉ડાલિયન કોમોડિટી એક્સચેન્જ - વિશ્વભરમાં સોયાબીનના તેના સૌથી વધુ પ્રવાહી વેપાર થાય છે
👁‍🗨♦️✅આર્જેન્ટિના અને બ્રાઝિલ એફઓબી સોયાબીનના હાજર ભાવ નક્કી કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
સોયાબીન ની મહત્વ ની જાણકારી 
🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠🍯🍠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
(ભાગ 2)

🔰🇮🇳🔰ભારતીય પરિદૃશ્ય:🔰🇮🇳🔰

👁‍🗨👉ભારતમાં સોયાબીનનું વાર્ષિક ઉત્પાદન તાજેતરનાં વર્ષોમાં 8.5થી 10 મિલિયન ટનનું રહ્યું છે. 
👁‍🗨👉વર્ષ 2016-17માં તે 8.9 મિલિયન ટન રહેવાનો અંદાજ ભારત સરકારે વ્યક્ત કર્યો છે.
♻️🎯🔰ગત બે દાયકામાં સોયાબીનનો વાવેતરનો વિસ્તાર બમણાથી વધુ પ્રમાણમાં વધીને લગભગ 11 મિલિયન હેક્ટર થઇ ગયો છે. 👁‍🗨👉સારું વળતર મળતું હોવાથી વધુ ને વધુ ખેડૂતો તેના તરફ આકર્ષાયા છે.

🎯🔰આ મહત્ત્વપૂર્ણ તેલીબિયાનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ છે. 
👁‍🗨👉કુલ ઉત્પાદનમાં તેમનો હિસ્સો અનુક્રમે 60 ટકા, 25 ટકા, 6-7 ટકા અને 1-2 ટકા છે.
👁‍🗨♦️🇮🇳ભારતમાં સોયાબીનનો પાક મુખ્યત્વે ખરીફ છે. તેનું વાવેતર જૂનના છેવટના ભાગમાં અથવા જુલાઈના પ્રારંભિક સમયમાં પ્રથમ વરસાદ પડ્યા બાદ શરૂ થાય છે. 
🇮🇳👁‍🗨🇮🇳દેશના અલગ અલગ વિસ્તારોમાં વાવેતર જુલાઈના અંત સુધી લંબાય છે.
🇮🇳લણણી સપ્ટેમ્બરમાં શરૂ થાય છે.
🔰👉 મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં પાક આવે છે. ઑક્ટોબર અને નવેમ્બરમાં માલની આવક સૌથી વધારે હોય છે. સમગ્ર દેશમાંથી અંદાજે 90 કિલોની 10 લાખ ગૂણીઓ આવે છે.
🎯🔰સોયાબીનનું ઉત્પાદન ચોમાસા પર અવલંબિત હોય છે અને દર વર્ષે તેના પ્રમાણમાં ફરક પડે છે.
🎯🔰ભારતમાં ખાદ્યતેલની માગને પહોંચી વળવા માટે આયાત કરવામાં આવે છે. સરકારે સ્થાનિક પિલાણ ઉદ્યોગને વિકસાવવા માટેની નીતિ અપનાવી છે. 
👆👇આ નીતિ હેઠળ ખેડૂતોને મદદ કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે તથા આયાત કે નિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.
🇮🇳♦️ભારત કુલ 6.5-7 મિલિયન ટનના ઉત્પાદનમાંથી લગભગ 3.5 મિલિયન ટન સોયાબીનની નિકાસ કરે છે. તેની પાસેથી 🎯♻️આયાત કરનારા મુખ્ય દેશો વિયેતનામ, જાપાન, થાઈલૅન્ડ, ઇન્ડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને ગ્રીસ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🔰🎯ભારતનાં મુખ્ય વેપાર કેન્દ્રો:🔰

👁‍🗨👉મધ્ય પ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન, દેવાસ અને મંદસૌર, મહારાષ્ટ્રમાં આકોલા, સાંગલી અને નાગપુર તથા રાજસ્થાનમાં કોટા મુખ્ય વેપાર કેન્દ્રો છે.

🔰બજારને અસર કરનારાં પરિબળો:🔰
👉સ્થાનિક ભાવ વૈશ્વિક ભાવ પર અવલંબિત છે. સીએમઇના ભાવ સાથે તેમનો તાલ મળે છે.
👉મૂળભૂત રીતે સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે હવામાન મોટું પરિબળ છે. તેમાં પણ છોતરું આવવાનો સમય સૌથી વધારે મહત્ત્વનો હોય છે.
👉અમેરિકાનું કૃષિ ખાતું પાક, સ્ટોક, વૈશ્વિક પુરવઠો અને માગનું આકલન કરે છે અને નિયમિત ધોરણે અહેવાલો જાહેર કરે છે. વૈશ્વિક બજારમાં ભાવ નક્કી કરવા માટે તે અહેવાલોની પ્રતીક્ષા કરવામાં આવે છે.
👉સોયા તેલ અને સોયા ખોળના ભાવની પણ બજાર પર અસર થાય છે. એ ભાવ પણ પાછા ખાદ્યતેલ તથા પશુખાદ્ય ઉદ્યોગની વૈશ્વિક સ્થિતિ પર અવલંબિત હોય છે.
👁‍🗨👉સ્થાનિક ધોરણે ચલણના ભાવમાં થતી વધઘટ, હવામાન, વાવેતરનો વિસ્તાર, જંતુ તથા રોગો, ઔદ્યોગિક સંગઠનો અને સરકારી એજન્સીઓએ બાંધેલા ઉત્પાદનના અંદાજ પરથી ભાવ નક્કી કરવામાં આવે છે.
🇮🇳👉ભારત ખાદ્યતેલની તેની જરૂરિયાતનો 60 ટકા કરતાં વધારે હિસ્સો આયાત દ્વારા મેળવે છે અને ખાદ્ય તેલીબિયાં તથા તેલનું ક્ષેત્ર અત્યંત સંવેદનશીલ છે. 
👁‍🗨🇮🇳નવી સરકારની નીતિઓ અને નવી નીતિઓ વિશેના અંદાજની ભાવ પર અસર થાય છે.
🔰🇮🇳પામ તેલ જેવા સ્પર્ધાત્મક તેલની માગ-પુરવઠાની અને ભાવની સ્થિતિ
ખોળ, તેલ અને તેલીબિયાં વચ્ચેનો પિલાણનો ગાળો

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment