🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯🇮🇳🎯
🇮🇳સ્વાતંત્ર્ય સંગ્રામમાં💪સ્ત્રીશક્તિ💪
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👉મિત્રો જી.પી.એસ.સી. દ્વારા અવારનવાર સ્ત્રી સશક્તિકરણ પર નિબંધ પુછાય છે.. ત્યારે મારા શબ્દો માં આ લેખ આપને જરૂર ઉપયોગી રહશે.....
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
👉થોડા દિવસ પહેલાં ૭૧માં સ્વાતંત્ર્યદિને દેશનાં ક્રાંતિકારીઓનું સ્મરણ થયું. ક્રાંતિકારીઓ વિશે આપણે અનેક વખત વાંચ્યુ, સાંભળ્યુ જાણ્યું છે. કોઈએ બોંબ ફોડીને, કોઈએ અંગ્રેજ અધિકારીને ગોળી મારીને તો કોઈએ ઉપવાસ અને અહિંસા દરેકે પોતાની શક્તિ અને સ્વસ્થતા પ્રમાણે ગુલામીના અંધારા દૂર કરીને સ્વાતંત્ર્યનો સૂરજ પ્રગટાવવાના સફળ પ્રયત્નો કર્યા છે. પરંતુ આ ફનાગીરી, શહીદીમાં ભારતવર્ષની 👸સ્ત્રીશક્તિ💪 પણ પાછળ નહોતી. આઝાદીના આંદોલનોમાં ભારતભરની મહિલાઓએ અમૂલ્ય ફાળો આપ્યો છે, તેમની વીરતા, બહાદૂરી, દેશસેવા વિસરાય તેવી નથી.
💪👧🏻આઝાદીના આંદોનલમાં સહભાગી આ વીર સન્નારીઓમાં કોઈ દીકરીએ પિતાને સહાય કરી, કોઈએ સહધર્મચારિણી બનીને સેવા કરી, તો કોઈ પરિવારની પરવા ર્ક્યા વિના હિંમતભેર તલવાર લઈને ગુલામીની સાંકળો તોડવા નીકળી પડી હતી. અરે કોઈ નાનકડી ૧૪ વર્ષની જ ક્ધયા, પૂલ ઉડાડવા પણ આયોજન કરી બેઠી. આ વિરાંગનાઓ એજ્યુકેટેડ, સુખી-સંપન્ન અને સમાજમાં અગ્રેસર પણ હતી. કોઈ પત્રકાર, કોઈ રમતવીર, કોઈ સાહિત્યકાર-ગીતકાર, કોઈ ડૉક્ટર, નાટ્યકાર તો કોઈ સામયિકોની તેજ તર્રરાર સંપાદક હતી.આજે આપણને પુરુષ સાથે ખભે ખભા મિલાવી કામ કરતી પાવરફુલ પ્રોફેશન મહિલાઓ પર ગર્વ થાય છે. આજથી સો કે દોઢસો વર્ષ પહેલાં પણ એવી મહિલાઓની અછત નહોતી. એ મહિલાઓએ પુરુષ સાથે ખડે પગે રહી હિંમતભેર આઝાદીના આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યો હતો, શાસકો દ્વારા નજરકેદ રહી હતી.
👍👦🏻👍આ મહિલાઓનું એક સબળ પાસુ એવું છે કે એમણે પોતાના વ્યવસાય કે સ્વાર્થ માટે આ કાર્યો નહોતા કર્યા. પોતાના આરામ, ઘર-પરિવાર, શાંતી બધાનો ત્યાગ કરીને દેશ સેવામાં ઝંપલાવ્યુ છે. આશ્રમોમાં રહીને સમય વિતાવ્યો હતો. એક વર્ષથી માંડીને પાંચ-પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યાં છતાં બહાર નીકળીને પોતાનું કાર્ય ચાલું જ રાખ્યું. માત્ર ભારતની જ વાત નથી. ભારતની આ ઝાંબાજ મહિલાઓની ક્રાંતિના સૂર છેક વિદેશના વાતાવરણમાં પણ ગુંજ્યા છે. 👩🏻મેડમ કામા👩🏻 જેવા ક્રાંતિકારી મહિલા એનું અજોડ ઉદાહરણ છે.
💪સૌથી મોટો અને શુભગ સમન્વય એવો છે કે 👱♀ભગીની નિવેદીતા👱♀ જેવા સન્નારીએ તો વિદેશમાંથી અહીં આવીને આ કાર્ય કર્યું છે. પરદેશની ભૂમી પર રહીને પણ સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક્તા, દેશસેવા માટેનો જુસ્સો અને પૂણ્યભૂમી ભારતની સંસ્કૃતિથી આકર્ષાઈને ભગીની નિવેદિતા ભારત આવ્યા. સ્વામીજીએ એમને કહ્યું, 🇮🇳‘તું ભારતની સાચા મનથી સેવા કરવા માંગતી હોય તો તું આ દેશના આત્મામાં લીન થઈ જા. ભારતીયોના સુખદુ:ખ, અજ્ઞાન, અંધવિશ્ર્વાસ, વિપત્તિઓને પોતાની માની સહન કર. સાધનાથી, કઠોર તપશ્ર્ચર્યાથી તેનું નિવારણ કર. ત્યારે જ તું તારા ઉદ્દેશમાં સફળ રહીશ !’ અને નિવેદિતાનો આત્મા ભારત સાથે એકિકૃત થયો. એટલે સુધી કે સ્વામી વિવેકાનંદન નાના ભાઈ ભૂપેન્દ્રનાથની ક્રાંતિકારી પ્રવૃતી બદલ ધરપકડ થઈ ત્યારે જામીનગીરી પણ એમણે જ આપી.
🎯👏૧૮મી સદીના આરંભકાળે સ્વાતંત્ર્ય માટે લડનારી પ્રથમ ભારતીય વિરાંગના 🕵♀ચેન્નમ્માથી💪 સ્ત્રીશક્તિની લડાઈના રણશીંગા વાગ્યા. બાદ ૧૮૫૭માં ⚔રાણી લક્ષ્મીબાઈ⚔ પોતાના કુંવરને પીઠે બાંધી બંને હાથે તલવાર ચલાવતા મેદાને પડીને અંગ્રેજોના દાંત ખાટા ર્ક્યા. જેમ જેમ સમય વહેતો ગયો તેમ શક્તિની જ્વાળાઓ પ્રજ્વળતી ગઈ. 🇮🇳મેડમ કામાએ ન માત્ર ‘વંદેમાતરમ‘ અને ⚔‘મદની કી તલવાર જેવા ક્રાંતિકારી સામયિકો ચલાવ્યા પણ જર્મની ખાતે ભારતનો પ્રથમ સુચિત રાષ્ટ્રધ્વજ પણ લહેરાવ્યો. 👵વિજ્યા લક્ષ્મી પંડીતે🙇♀ સંગઠનથી કામ કર્યું અને આઝાદી બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘના અધ્યક્ષ બન્યા. 🙆સરોજિની નાયડુએ🙆 પોતાના દેશસેવાના કાર્યો થકી ‘ભારતનો આત્મા’ અને ‘ભારતની બુલબુલ’ તરીકે ખિતાબ મેળવ્યો. 🇮🇳ગુજરાતના👵 કસ્તુરબા👵 બાપુનો પડછાયો બની તેમના તપ, ઉપવાસ, આંદોલનોમાં સહભાગી બન્યા. ⚙લોખંડીપુરુષ સરદાર પટેલના દીકરી 💁મણીબેને💁 પિતાના દેશસેવાના કાર્યો માટે જીવન અર્પણ કરી દીધું.👮♀ કેપ્ટન લક્ષ્મી સહેગલે 👮♀મહિલાઓને શસ્ત્રો ઉપાડતી કરી બ્રહ્મદેશમાં અપૂર્વ સંગ્રામ ખેલ્યો. 🙋સુચેતા કૃપલાની 🙋સ્વતંત્ર ભારતમાં ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં.
🙋➖૧૮મી સદીના આરંભકાળથી છેક ૧૯મી સદીના છેવાડા સુધી દેશ માટે ફના થઈ જનારી આવી અનેક મહિલા વિરાંગનાઓની વાત આ વિશેષાંકમાં પ્રસ્તુત છે. સેવા, ત્યાગ, ઉપવાસ, આંદોલનો, તપ, બલિદાન જેવા વિવિધ માર્ગે આઝાદીના આંદોલનમાં સહભાગી થનારા આ સ્ત્રી ચરિત્ર્યો વિશે વાંચતા આંખ ભીની થશે અને હૈયુ મજબૂત બનશે. 💪આજની યુવા પેઢી માટે આ ચરિત્ર્યો અનોખી હિંમત ઉપજાવે છે. બાળકો અને મહિલાઓમાં જુસ્સો અને જોમપ્રગટ થાય, પોતાના ગૌરવવંતા ઇતિહાસની જાણકારી મળે એ આશયે આ વિશેષાંક આપની સમક્ષ પ્રસ્તુત ર્ક્યો છે. આ મહિલા ચરિત્ર્યો પર ફિલ્મો બની છે, કથાઓ લખાઈ છે, નાટકો પણ લખાયા છે.
👉સ્કૂલ અને કૉલેજની વિદ્યાર્થિનીઓને આ શક્તિસ્વરૂપા વીરાંગનાઓથી અવગત કરાય તો રણસંગ્રામ સુધી પહોંચેલી મહિલાઓનું ખમીર કે વિદેશી સરકાર સામે ઝઝુમતો આત્મવિશ્ર્વાસ ઝળકશે. નતમસ્તક, આ વીરાંગનાઓના સમર્પણને, સરહદે શહીદ થતા સૈનિકો, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની હરોળમાં જોઈએ એટલે હૃદય દ્રવિ ઉઠે. 👮♀‘કોમ્બેટ ફોર્સ’👮♀માં જોડાતી મહિલા સૈનિકો કે એરફોર્સના લડાકુ વિમાનો ચલાવતી પાઇલટ ઑફિસરો એ જ જાણે પૂર્વની વીરાંગનાઓ, એમને જરૂરથી યાદ કરીએ એ જ શ્રદ્ધાંજલિ.

👧🏻🙏👧🏻🙏👧🏻🙏👧🏻🙏👧🏻🙏
ભારતમાં મહિલાઓની પરિસ્થિતિ
👧🏻🙏👧🏻🙏👧🏻🙏👧🏻🙏👧🏻🙏
ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે.
ભારતનું બંધારણ દરેક ભારતીય મહિલાને સમાનતાના હકની (કલમ 14) ખાતરી આપે છે, કોઈ ભેદભાવ નહી (કલમ 15 (1)), તકની સમાનતા (કલમ 16), સમાન કાર્ય માટે સમાન વળતર (કલમ 39 (ડ)). વધુમાં, તે રાજ્યને મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ ઘડવા માટેના હક આપે છે (કલમ 15(3)), મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડતા કાર્યો પર નજર (કલમ 51 (અ) (ઈ)) અને રાજ્ય દ્વારા માતૃત્વમાં રાહતો (કલમ 42) માટે ન્યાય અને માનવીય પરિસ્થિત મુજબ કામ માટે જોગવાઈની પરવાનગી આપે છે.
1970ના દાયકાના અંતથી ભારતમાં મહિલાવાદી ચળવળે વેગ પકડ્યો. રાષ્ટ્રીય સ્તરે મહિલા જૂથોને એક મંચ પર લાવનાર પહેલી ઘટના હતી મથુરા બળાત્કાર કેસ. મથુરાની એક યુવતી પર પોલિસ દ્વારા પોલિસ સ્ટેશનમાં બળાત્કાર આચરવામાં આવ્યો હતો જેના કારણે, 1979-1980માં મોટેપાયે વિરોધ ઊભો થયો હતો. આ વિરોધને સંચાર માધ્યમોમાં બહોળી પ્રમાણમાં કવરેજ આપવામાં આવ્યુ હતુ, જેના કારણે સરકારને એવિડ્ન્સ એક્ટ, ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઈન્ડિયન પિનલ કોડ અમલમાં મૂકયો અને કસ્ટડીયલ બળાત્કારનો પ્રકાર દાખલ કર્યો. મહિલા કાર્યકરો સ્ત્રી ભૃણહત્યા, લિંગભેદ, મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સાક્ષરતા વગેરે સમસ્યાઓ પર સંગઠિત થઈ.
ભારતમાં દારૂને હંમેશા મહિલા પર થતી હિંસા સાથે સાંકળવામાં આવે છે, ઘણાંબધાં મહિલા જૂથોએ દારૂબંધી ચળવળો આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ઊભી કરી. ઘણી ભારતીય મુસ્લિમ મહિલાઓએ શરિયત કાયદા અનુસાર ધાર્મિક નેતાઓના મહિલા અધિકારની સમજ પર પ્રશ્નો કર્યા અને ત્રણ તલાક વ્યવસ્થાને વખોડી.
1990ના દસકામાં, વિદેશથી આવતા ભંડોળોએ મહિલા કેન્દ્રી નવી સ્વૈચ્છિક સંસ્થાઓને જન્મ આપ્યો. સ્વ-સહાય જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે, સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)એ ભારતમાં મહિલાઓના હક માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. ઘણી મહિલાઓ સ્થાનિક ચળવળોની નેતાગીરીમાં જોડાઈ. ઉદાહરણ તરીકે, મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનમાં.
🇮🇳ભારત સરકારે વર્ષ 2001ને મહિલા સ્વશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યુ. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001માં પસાર કરવામાં આવી. ભારત સરકાર દ્વારા 8 માર્ચ, 2010માં નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના પાયા નખાયા. જેનો હેતુ હતો મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ આપવો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👮🏻♀👷🏻♀🕵🏻♀👩🏻💼👩🏻🔧👩🏻🔬👩🏻🎨👩🏻🚒👩🏻✈👩🏻⚖
🙇🏻♀💁🏻🙅🏻સ્ત્રી શક્તિ🙎🏻🙆🏻🏃🏻♀
👩🏻🌾👩🏻⚕👩🏻🍳👩🏻🎓👩🏻🎤👩🏻🏫👩🏻🏭👩🏻💻👩🏻⚖👩🏻🚀
એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.
એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની.
(મીરાં)
એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની.
(દ્રૌપદી)
એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની !
(સીતા)
એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની.
(રાણી લક્ષ્મીબાઇ)
એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની.
(મંદોદરી)
એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’.
(સાવિત્રી)
એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની.
(પાનબાઇ)
એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની.
(મધર ટેરેસા)

No comments:
Post a Comment