🌊💧🌊💧🌊💧🌊💧🌊💧🌊
ભાવનગર શહેરનું ગૌરીશંકર તળાવ🌊
🌊💧🌊💧🌊💧🌊💧🌊💧🌊💧
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💧મિત્રો તળાવ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનું પરંપરાગત અને ઉત્તમ સ્થળ. તળાવ બનાવતા સમયે માટી ખોદી તેની પાળ બનાવવામાં આવે અને કયારેક આ પાળને કડિયાકામ કરીને પાકી બનાવવામાં આવે. વરસાદ પડે અને વિવિધ આવકક્ષેત્ર દ્વારા તળાવમાં પાણી ભરાય. એક સમયે તળાવ એ જળસંચયનું મોટું અને હાથવગું ક્ષેત્ર હતું. 🌊ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે, પૌરાણિક કાળથી તળાવો અસ્તિત્વ ધરાવે છે. ગુજરાત રાજયના ડુંગરાળ પ્રદેશને બાદ કરતાં લગભગ દરેક ગામમાં નાના-મોટા તળાવો આવેલા છે. 🌊👉અમદાવાદનું કાંકરીયા તળાવ, વડોદરાનું સુરસાગર તળાવ, જામનગરનું રણમલ તળાવ, જુનાગઢનું નરસિંહ મહેતા તળાવ અને ભુજનું હમીરસર તળાવ આજે પણ ગુજરાતની શોભા વધારે છે. આજે આપણે વાત કરીશું ભાવનગરના જાજરમાન ગૌરીશંકર તળાવની.
👁🗨👉ગામઠી નિશાળમાં બે-ત્રણ ધોરણ ભણેલો છોકરો મોટો થઇને કોઇ રાજયનો દિવાન બને તે એક મોટું અચરજ કહેવાય. એમાંય વળી એ દિવાન રાજય માટે તળાવ બંધાવે તે એના કરતાં પણ મોટું અચરજ કહેવાય. 👉એ દિવાન હતા 🙏ગૌરીશંકર ઉદયશંકર ઓઝા. 🙏ભાવનગર શહેરમાં આવેલું ગૌરીશંકર તળાવ ભાવનગર રાજયના દિવાન ગૌરીશંકર ઓઝા(ઇ.સ. ૧૮૦૫ થી ૧૮૯૧)એ બંધાવ્યું હતું. તેમની માતાનું નામ અજયબા હતું. ઘોઘા પાટણના વડનગરા નાગર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેઓ તેર વર્ષના થયા ત્યારે માતા-પિતાનું છત્ર ગુમાવ્યું અને મામા-મામીએ તેમને ઉછેર્યા હતા. તેઓ ઝાઝું ભણી શકયા ન હતા છતાં પણ તેઓ અઢાર વર્ષના થયા ત્યારે તેમને ભાવનગર રાજયમાં નોકરી મળી ગઇ હતી. એ સમયે તેમનો પરિચય સેવકરામ નામના કારભારી સાથે થયો હતો. ગૌરીશંકર ઓઝાની કૃષાગ્ર બુદ્ઘિની સેવકરામને અસર કરી ગઇ હતી. તેમણે ગૌરીશંકરને વહીવટદાર બનાવ્યા હતા. આ નોકરીથી ગૌરીશંકર ઓઝાના જીવનમાં પરિવર્તન આવવાની શરૂઆત થઇ. તેમણે પોતાની કુનેહથી ભાવનગર રાજયને રંજાડતા બહારવટિયાને અંકુશમાં લઇને પોતાના પ્રદેશને સલામત બનાવ્યો હતો. આ ઘટના બાદ 👁🗨👉ઇ.સ. ૧૮૫૦માં તેમને રાજયના દિવાન તરીકે નિમવામાં આવેલા હતા. 👇👉🎯સૌ પ્રથમ તો પોતાના ઓછા શિક્ષણથી પ્રભાવિત થઇને તેમણે ભાવનગર રાજયના વિસ્તારમાં ૧૦૦ નિશાળ ખોલી. 😳એ સમયે સૌરાષ્ટ્રમાં એક પણ નિશાળ હતી નહી. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જ આ રીતે નિશાળની શરૂઆત કરવામાં આવેલી હતી. 👳એ બાદ તેમણે ખેડૂતોના હક્કો બાબતે કાર્ય શરૂ કર્યુ. ન્યાય પદ્ઘતિમાં ફેરફાર કરીને કાયદાને નવું સ્વરૂપ આપ્યું. 👮પોલિસતંત્રમાં સુધારણા કરી તેમજ રાજયમાં 🏗બાંધકામ ખાતાની🎢 રચના કરી અને રાજયમાં તળાવ બંધાવ્યું જે પહેલાના વખતમાં ⛲️બોર તળાવ તરીકે જાણીતું હતું અને આજે તે ગૌરીશંકર તળાવ તરીકે ઓળખાય છે. 🙏આવા અનેક લોકોપયોગી કામગીરીને કારણે તેઓ લોકોમાં 'ગગા ઓઝા" તરીકે જાણીતા થયા હતા.