👁👁🗨👁🗨🗨ઉપેન્દ્ર ત્રિવેદી👁🗨👁🗨👁🗨
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
👁🗨ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ તા. ૧૪/૭/૧૯૩૬ના રોજ થયો હતો. તેમનું વતન ઇડર નજીકનાં કુકડીયા ગામ હતું. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ હતું. તેમના માતા-પિતા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું. ઉપેન્દ્ર ત્રિવેદી
– ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે
’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી.
👁🗨તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.
👁🗨તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.
👁🗨ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.
👉તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત ‘ પારિજાત’ , ‘ આતમને ઓઝલમાં રાખ મા’, ‘ ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘ વેવિશાળ’
જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’
પરથી ‘ રેતીનાં રતન’ નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન,
દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.
👉ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક આપી અને 📽ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ઈ.સ.૧૯૭૦માં ‘ જેસલ તોરલ’ માં મળી. ‘ જેસલ તોરલ’ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.
🎚શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી. તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. ✅ઉપેન્દ્ર ત્રિવેદી ઈ.સ.૧૯૮૦માં
ગુજરાત વિધાનસભાની ભીલોડા બેઠક પરથી ચૂંટાઈ અને,
રાજકારણમાં જોડાયા.✅ તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો.
🙏👉તેમનું ઈ.સ. ૧૯૯૩માં ‘ માનવીની ભવાઈ”, ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે.
👁🗨👉તેમણે ઈ.સ. ૧૯૯૯માં ચલચિત્ર ‘ મા બાપને ભુલશો નહીં’ માં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલત્તાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.
🏆🏆👁🗨👉તેઓને ઈ.સ.૧૯૮૯માં પદ્મશ્રીથી
સન્માનિત કરાયા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. તેઓએ
’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. ૭૮ વર્ષનું આયુષ્ય ભોગવી તા. ચોથી જાન્યુઆરી ૨૦૧૫ને રવિવારના રોજ વહેલી સવારે તેમના નિવાસસ્થાને શ્વાસને લગતી બીમારીને કારણે અવસાન થયું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽
ઉપેન્દ્ર ત્રિવેદી – ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ અને મહાનાયક
🎭🎪🎭🎪🎭🎪🎭🎪🎭🎪🎭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👁🗨ગુજરાતી ફિલ્મ 'વીર માંગડાવાળા'નો માંગડાવાળો બનીને જેણે તલવારોના ઘા ઝીલ્યા છે, 👁🗨રાજા ભરથરી બનીને માળવાને ત્યાગી કરી દીધો છે તો વળી, રા' નવઘણ બનીને ગીરનારનાં રખોપાં કર્યાં અને વળી માલવપતિ મુંજ બનીને લોકોના હૃદયમાં ‘રાજા’ તરીકે સ્થાન-માન પામ્યા તેવા ગુજરાતી ફિલ્મના પાયાના પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા અને ગુજરાતની પ્રજાના લાડલા પ્રતિભાવાન વ્યક્તિ તે બીજું કોણ હોઈ શકે? 👉તે મોભાદાર વ્યક્તિત્વ એટલે જ પદ્મશ્રી 'અભિનય સમ્રાટ' ડૉ. ઉપેન્દ્ર ત્રિવેદી.👏👏👏👏
👁🗨ઉપેન્દ્ર ત્રિવેદી એ ગુજરાતી ચલચિત્રોના ખૂબ જાણીતા અભિનેતા હતા. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.
👁🗨એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે.
👁🗨રાજકારણી તરીકે વિધાનસભ્ય, પ્રધાન અને નાયબ સ્પીકર જેવા પદે પહોંચવા છતાં સત્તાનો ઉપયોગ એમણે હંમેશાં કોઈની મદદ માટે જ કર્યો છે.
👁🗨પોતાની જવાબદારીને તેઓ ફરજ સમજે છે. તેમને કળા અને રાજકારણ સિવાયના વિષયોમાં પણ ભરપૂર રસ હતો. 👁🗨સાહિત્ય, ફિલસૂફી, માનસશાસ્ત્ર, પર્યાવરણ વગેરે અનેક વિષયમાં વિદ્વાનોએ પી.એચ.ડી.ની ઉપાધિ માટે રજૂ કરેલા મહાનિબંધો અને શાસ્ત્રીય પુસ્તકો તેઓ વાંચતા રહે હતા. એટલે જ કોઈપણ સમારંભ - પરિસંવાદમાં એમનું પ્રવચન સાંભળવું એક લહાવો હોય છે.
👁🗨કલા, સાહિત્ય, રાજકારણ વગેરે અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને કાર્યોથી લોકોનાં હૃદયમાં સ્થાન પામનાર ગરવા ગુજરાતી શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુજરાતીલેક્સિકોનને માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત આપેલા ઉત્તરોને ચાલો વાંચીએ.👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🗣માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
⭕️સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મધુરા વાણી
🗣આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
⭕️એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી – કવિ પ્રભુલાલ ત્રિવેદી
🗣આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
⭕️શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા ‘રતન ગિયું રોળ’ નવલકથાઃ શ્રી પન્નાલાલ પટેલ કૃત ‘માનવીની ભવાઈ’
🗣આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
⭕️મનુષ્ય જ્યારે મુદ્દાઓ-ધ્વનિઓ-ચીસો અને સંકેતોથી ઉફરા ઊઠી ભાષાની શોધ થઈ ત્યારથી એ પોતાના વિચારો સહિત્યના જુદા જુદા આયામો દ્વારા પ્રકટ કરી એક સર્વમાન્ય જીવનશૈલી દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરે છે, જે એક જ આધ્યાત્મિક તારથી બંધાયેલ હોય છે. ભાષામાં કાળે કરી ફેરફાર થાય છે પણ સંસ્કૃતિ અચળ રહે છે.
🗣ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
⭕️ફિલ્મઃ ‘માલવપતિ મુંજ’ ગમતા કલાકારઃ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’, સ્નેહલતા, રમેશ મહેતા, અનુપમા, રાગિણી અને નારાયણ રાજગોર
🗣કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
⭕️‘અભિનય સમ્રાટ’
🗣આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે...)
⭕️સર્વ: શ્રી ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી,પન્નાલાલ પટેલ, ચંન્દ્રકાન્ત બક્ષી, કરસનદાસ માણેક, ઉમાશંકર જોષી, કલાપી. મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ.
🗣આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
⭕️ઝેર તો પીધાં જાણી જાણી, કાર્ડીયોગ્રામ, વેવિશાળ, પ્રકાશનો પડછાયો, માધવ ક્યાંય નથી મધુવનમાં.
🗣આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
⭕️મોસાળમાં જમણવાર અને મા પિરસનાર, વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે, મોરનાં ઈંડાં ચિતરવાં ન પડે.
🗣આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
⭕️આપત્તિ કે દુઃખની પળોમાં અનાયાસે મોમાંથી નીકળી જતા ઉદ્દગારો
🗣માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
⭕️ગુજરાતી ગદ્ય અને પદ્યનું ભાવવાદી પઠન તથા SMS, મોબાઈલ તથા ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિવિધ પ્રયોગો
🗣ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
⭕️હેમચન્દ્રાચાર્યસૂરિ મહારાજ, નરસિંહ મહેતા, વીર નર્મદ, ભગવદ્ગોમંડળ, ગુજરાતી સાહિત્ય પરીષદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
🗣આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
⭕️જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
એ તે કેવો ગુજરાતી જે કેવળ હોય ગુજરાતી.

No comments:
Post a Comment