Monday, July 15, 2019

સ્વાઈન ફલૂ --- Swine flu

🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉
💊💊💊💊સ્વાઈન ફલૂ🔭🔭🔭🔭
🔬🕳💊🔭🔬🕳💊🔭🔬🕳💊🔭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 1)
મિત્રો કેટલાય દિવસો થી આપણે આ શબ્દ *સ્વાઈન_ફલૂ* સાંભળી છીએ..સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે.
મિત્રો જો આ બીમારીની યોગ્ય તકેદારી અને સલામતી રાખવામાં આવે તો આ બિમારી થી આપણા પરિવારથી ચોક્કસ દુર રાખઑી શકીએ છીએ..

♻️🎯સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.

🎯એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ 🔰

👉એચવનએનવન (H1N1)
એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. 👁‍🗨હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં.
👉 અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. 
🎯👁‍🗨👉આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
👉માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1)
દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. 

🎯👁‍🗨👉શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. 

🔴🎯👁‍🗨આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

🔴🔵⚫️એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. 
🔴🔵આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

🔘🔵🔷સ્વાઇન ફ્લૂ ના લક્ષણો વિશે વાત કરીશું અને પછી એમના ઉપચાર વિશે...

🎯સ્વાઇન ફ્લૂ ના લક્ષણો કેવા હોય છે?

🔘👉સ્વાઇન ફ્લુ ના લક્ષણો એ સાદા ફ્લુ જેવા જ હોય છે, પરંતુ સ્વાઇન ફ્લુ માં તાવ, કફ, ગળા માં ઇન્ફેક્શન, શરદી, માથા નો દુખાવો, ટાઢ સાથે તાવ પણ થઇ શકે છે. 
👁‍🗨👉આ ઉપરાંત, સ્વાઇન ફ્લુ માં ઘણાં લોકો ને, ઝાડા અને ઉલટી ના કિસ્સા પણ નોંધાયા છે. 
👉આ બધાં લક્ષણો બીજા ઘણી તકલીફો માં પણ થાય છે, 
🎯👆પરંતુ આમાં થી કોઇ પણ લક્ષણો દેખાય તો તાત્કાલીક ડોક્ટર ની મુલાકાત ગોઠવવી જરૂરી છે. 
🔭🔬👉રેપિડ ફ્લુ ટેસ્ટ એ સ્વાઇન ફ્લુ ને પારખવા નું પહેલું પગથિયું છે, 👈🎯👉પરંતુ એ ટેસ્ટ નેગેટિવ આવે તો સ્વાઇન ફ્લુ નથી એવું માની લેવા ની પણ જરૂરી નથી. 🙏જરૂરી દરકાર અને કાળજી થી દરેક રોગ ને કાબુ માં રાખી શકાય છે.🙏 
👧🏻👶👦🏻ખાસ કરી ને બાળકો માં આ રોગ ખૂબ ઘાતક પુરવાર થયો છે. આ રોગ ની ન્યુરોલોજીકલ અસર બહુ ભાગ્યે જ પરંતુ ઘાતક પુરવાર થયેલી છે. 
👆🙏👉દાંત પકડાઇ જવા, મૂર્છા આવી જવી, માનસિક અવસ્થા માં ફેરફાર થવો આ બધા લક્ષણો બાળકો માં જોવા મળ્યા છે. આ લક્ષણો બાળકો માં કેમ દેખાય છે? એ વાત પર હજુ પણ કોઇ સામાન્ય મત જોવ મળ્યો નથી. સામાન્ય રીતે આ જ લક્ષણો જે બાળકો”Rye Syndrom” થી પિડાતા હોય એમાં પણ જોવા મળે છે. 🔰👉“Rye Syndrom” એ જે બાળકો એ વાઇરલ ફીવર ના લીધે એસ્પિરીન (જેના થી મોટા ભાગે દૂર રહેવું જોઇએ) નો ઉપયોગ કર્યો હોય તેમાં જોવા મળે છે હેવા નો અર્થ એટલો જ છે કે આ લક્ષણો હોય તો એ સ્વાઇન ફ્લુ જ છે એ માની લેવા ની જરૂર નથી. માત્ર અને માત્ર લેબોરટરી ટેસ્ટ જ સ્વાઇન ફ્લુ ની સાચી તપાસ કરી શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻


🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉🗿🎉
💊💊💊💊સ્વાઈન ફલૂ🔭🔭🔭🔭
🔬🕳💊🔭🔬🕳💊🔭🔬🕳💊🔭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)

🔰🎯તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું યુવરાજસિંહ જાડેજા સોશીયલ મીડિયાના માધ્યમ થકી આપ સુધી પહોંચાડી રહ્યો છું.

👦🏻👧🏻*બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.*👇

*ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની*
*વારંવાર ઉલટી થવી*
*ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ન આપવી*
*મુંઝવણ અને વારંવાર રડવું*
*તાવ અને શરદીનો ભોગ બનવું*
*પૂરતું પ્રવાહી ન પીવું*

👴👳👴 *વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો*👇👇

*શ્વાસ લેવામાં પરેશાની*
*પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ*
*ગભરાહટ*
*વારંવાર ઉલટી થવી*
*અચાનક ચક્કર આવવા*

🔴🔵🎯👉એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔵🔴🔶હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું ?❓❓❔

🔰👉દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. 
🤔👉કેટલાક લોકો 'ટેમી ફ્લૂ' નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. 

🔰👁‍🗨🇮🇳અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

💠*જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.*

💠*શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.*

💠*બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.*
💠*બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો*
💠*જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.*

🤔🤔🤔હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છું ?❓❓❓

👉તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો, કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે 👆👉જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. 
👏🙏માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં.

👍👉છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯🔰કેવી રીતે રક્ષણ કરશો?

– શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ.

– જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ.

– સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો.

– જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો.

– જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો.

– સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું.

– ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો.

– ભીડવાળી જગ્યાએ ન જશો.

– વધારે માત્રામાં પાણી પીવો.

– ભરપૂર ઉંઘ લો, આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

(🎯🔰 ખાસ નોંધઃ સ્વાઇન ફ્લુ વિશે ની તમામ માહિતી ઓ એ મારા રિસર્ચ અને વાંચન ના આધારે છે. આ માહિતી ને મેડિકલ સલાહ ગણવી એ હિતાવહ નથી. કોઇ પણ જાત ની તબીબી માહિતી અથવા મુશ્કેલી માટે ડોકટર ની સલાહ લેવી ફરજીયાત છે. આ માહિતી માત્ર સામાન્ય જ્ઞાન માટે છે અને સમાજ માં આ દિશા માં જાગૃતિ ફેલાવા માટે છે.)

No comments:

Post a Comment