🏹🎨🎯🎨🎯🎨🎯🎨🎯🎨
🖼🎉🖼પિથોરા ચિત્રકળા🎊🖼
🖌🖍🖌🖍🖌🖍🖌🖍🖌🖍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
ગુજરાતીમાં પિઠોરા, હિંદીમાં પિથોરા તરીકે ઓળખાતાં ધાર્મિક ચિત્રો,
મધ્ય ગુજરાતમાં વડોદરાથી નેવું કિલોમીટરના અંતરે આવેલા છોટાઉદેપુર જિલ્લાના રાઠવા, ભિલાલ અને નાયક નામક આદિવાસીઓની ભીંતચિત્ર કલા 'પિઠોરા'નું સર્જન આદિકાળથી આજસુધી એક ખાસ હેતુ માટે થતું આવ્યું છે અને તે છે ''ધાર્મિક વિધિવિધાન.''
આ શૈલીનાં ચિત્રો હાલોલ, જાંબુઘોડા, દેવગઢબારિયા, શિવરાજપુર, પાવી જેતપુર, જબુગામ, નસવાડી તાલુકા અને તેજગઢમાં પણ જોવા મળે છે. રાઠવાઓ તો ગળથૂથીમાંથી જ ચિત્ર અને વાર્તાકળાને પામ્યા છે.
ફ્રાન્સની એક આર્ટ ગેલેરીમાં વિશ્વની આદિવાસી કલાના સંગ્રહમાં ભારતનાં ચાર ચિત્રોને સ્થાન મળ્યું છે, એમાંનું એક છે 'પિઠોરા ચિત્ર', જેને ૭ ૧૮ ફૂટની જગ્યા ફાળવવામાં આવી છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
〰〰〰〰〰〰
🎨🎨🎯👉ઘરમાં શાંતિ, સમૃદ્ધિ, આનંદ, માન, મોભો, શ્રધ્ધા અને રીતિ-રિવાજોને સાંકળતા પિઠોરા ચિત્રો👇👇
🔘♦️👉માત્ર અને માત્ર પુરુષો જ દોરી શકે એવા પિઠોરા ચિત્રોના નિયમ મુજબ તેના વરિષ્ઠ કલાકારને 👁🗨''લખારો''⭕️ કહેવાય છે. પિઠોરાની બાધા લેવાય છે. ગુજરીના દિવસે - બુધવારે પિઠોરો લખાય છે. ઘરમાં સુખ-શાંતિ લાવવા, દેવપ્રકોપથી બચવા, બાળજન્મ માટે, જનસુખાકારી માટે, પશુ સંપત્તિને બચાવવા માટે, કુદરતી ઝંઝાવાતો સામે રક્ષણ મેળવવા સારુ પિઠોરાની બાધા રખાય અને ઈચ્છાપૂર્તિ થયે એનો ઉત્સવ ઊજવાય. બાધા પૂરી કરવાની રસ્મને ♦️''પાણગું'' ♦️કહેવાય, જે ખૂબ ખર્ચાળ હોય છે.
👉આ વિધિ સમ્પન્ન કરનાર અધિકારી વ્યક્તિને 'બળવો' અથવા 'બડવો' કહેવાય જેના માર્ગદર્શનમાં પિઠોરા દેવ અને પિઠોરી દેવીનું ચિત્રાંકન કરવામાં આવે. અઠવાડિયા અગાઉ હળદર-કંકુ ચોખાને ખાખરાના પાનમાં બાંધી પડીકાં બનાવી આમંત્રણ માટે વહેંચવામાં આવે અને કુંવારિકાઓને હાથે પિઠોરાની ત્રણેય ભીંતો ઉપર ગાર-માટી-છાણનું લીંપણ કરાવવામાં આવે. લખારાને અને બળવાને દેવ જેવું માનભર્યું સ્થાન મળે અને તે બન્નેને પવિત્ર સ્નાન કરાવવામાં આવે.
હા, પિઠોરાનાં ચિત્રો ઘરની ત્રણ દીવાલો ઉપર કરાય. મુખ્ય ઓરડામાં સામી મોટી દીવાલ ઉપર મુખ્ય ચિત્ર અને ડાબે-જમણે બન્ને દીવાલો ઉપર ગૌણ ચિત્રો હોય. ચોથી દીવાલે... અરે, ઘરને ચોથી દીવાલ જ ન હોય. તે ખુલ્લી જગ્યા હોય અને ત્યાં ઢોર-ઢાંખર નિરાંતે કુટુંબીઓ બની મહાલતાં હોય વળી મુખ્ય દીવાલની પછીતે રસોડું હોય તેથી તે પવિત્ર સ્થળ મનાય અને ત્યાંથી સ્ત્રીઓ ઉઘાડા મોં-માથે નીકળી ન શકે. કુળદેવતા પિઠોરાની લાજ રાખવી પડે. આ ઉત્સવને ⭕️'બાબો પિઠોરો'⭕️ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨''કલાનામ્ પ્રવરં ચિત્રમ્'' પ્રાચીન શાસ્ત્રો - સૂત્રો અનુસાર ''ચિત્ર વિનાનું ઘર સ્મશાનવત્ લાગે''
- કલાગુરુ રવિશંકર રાવળ
✍અજન્તાની ગુફાઓનાં પ્રાચીન ભીંત ચિત્રો જેટલું જ મહત્ત્વ અને રસસભર સૌંદર્ય ધરાવતાં ભીંત ચિત્રો ભારતભરમાં વિવિધ સ્થળોએ નીરખવા મળે છે. ગુજરાતના ખૂણે ખાંચરે - કચ્છ, ઉત્તર ગુજરાતથી લઈને, કાઠિયાવાડ સહિત દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને અડતા છેડા સુધી આદિવાસીઓની ભીંતચિત્ર પરંપરાને માણવાનો મોકો છોડવા જેવો નથી.
👉એવી એક માન્યતા હતી કે પશ્ચિમના દેશોમાં - ખાસ કરીને યુરોપમાં ગુફા-ચિત્રો મળી આવતાં પરંતુ રસિકજનોએ કરેલ સંશોધન મુજબ ભારતમાં પણ આ ખજાનો હાજરાહજૂર છે, જરૃર છે માત્ર રસલક્ષી દ્રષ્ટિની, આખાય જીવનમાંથી કળા માટે ફાળવાતી થોડીક પળોની અને ભારેખમ ખિસ્સાની ગાંઠ છૂટયાની વેળાની બાકી, આધુનિક ઉપકરણોના અભાવે, એની જાણકારીના અભાવે તાજેતરમાં જ કળાકારોને ભાગે સોસવાવાનું આવ્યું હોય, તેમની કલાકૃતિઓ પ્રદર્શનોમાંથી સ્વગૃહે વીલા મોંઢે પાછી ફરી હોય એવા કટુ અનુભવો થયા જ છે ને !
👁🗨👉ધીરે ધીરે લુપ્ત થતી જતી આ ભીંતચિત્ર કળાને સાચવવા માટે આ ચિત્રના કલાકાર પરેશભાઈ રાઠવા અને અન્ય કલાકર્મીઓ હવે 'ભીંત'માંથી બહાર નીકળી કેનવાસ, કાગળ, કાપડ, પૂંઠા ઈત્યાદિનો આધાર લઈ પારંપરિક ચિત્રોની ગરિમા સચવાય એ રીતે ભીંતને શણગારવા કટિબદ્ધ થયા છે.
🎨🎨છોટાઉદેપુરના રૃપેરી પથ્થરનાં પડ ઉખાડી મેળવાતા રંગ, માટીના રંગ, ફળ, ફૂલ, પાન, અનાજ, હળદર વગેરેમાંથી બનાવાતા જૈવિક રંગોને સ્થાને હવે કલાકારો રાસાયણિક દાણેદાર રંગો વાપરતા થયા છે. જેને નારિયેળની કાચલીમાં દૂધ અને મહુડાનો દારૃ ભેળવી, કાલવીને તૈયાર કરવામાં આવે છે.
👁🗨👉જનજાતિ રાઠવાના પિઠોરા ચિત્રમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, ભૌતિક, ભૌગોલિક, લોકસાહિત્યનાં તત્ત્વોનું નિરૃપણ👇👇
'બાબો પિઠોરો' ઊજવવા ઘોડો સપત્નીક આવે. તે ઘોડા પૂર્વજોના હોય એવું મનાય. તેના પર દેવી-દેવતા સવાર હોય. તે મુખ્ય ચિત્ર બન્યા પછી કિનારથી અંદર આવવાના રસ્તે વાઘ દોરે. ડાબી બાજુ ઉપરના ખૂણે સૂરજ અને જમણે ચન્દ્ર દોર્યા પછી પિઠોરાના પાંચ મુખ્ય ઘોડા દોરાય. રાણીનો, ગામનો અને હોકાવાળા ગણેશનો પણ ઘોડો હોય.
👉નીચે વાંકાચૂકા પટ્ટાને 'અછાડ' કહેવાય જેનાં બન્ને છેડે કમળ જેવાં ફૂલ દોરે. મુખ્ય ઘોડા સાથે જાતરનો ઘોડના આઝાદ, મુખ્તાર અહેમદ અંસારી, હકીમ અજમલ ખાન, અબ્બાસ તૈયબ્બી મૌલાના મહોમ્મ્દો, રાજા-રાણીનો ઘોડો અને અંબાડીવાળો હાથી પણ શોભે, જે રાજા ભોજનો હોય. ઉપરાંત સુપડકન્નો, વાણિયો, હરણ, શિકાર, જોષી, ભતવારી, પનિહારી, વલોણું, નાગ, કૂતરો, કૂકડો, મધમાખી, વાંદરા અને અન્ય જીવજંતુ ઉપરાંત ખેતર, ખેડૂત, કોઠાર પણ તેમાં હોય છે. અન્ય બે ચિત્રોમાં શિખાઉ કલાકારને તક આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં ચળકતા રંગો- લાલ, ગુલાબી, લીલા, પીળા, કેસરી, ભૂરા, જામલી રંગના પ્રયોગો કરવામાં આવે છે.
તેમાં સાંપ્રત સમયનો અણસાર આવે એવા ટ્રેન, પ્લેન, કાર અને લોકજીવનના પ્રસંગોનું ચિત્રણ હોય છે. ચિત્રની હદ બાંધી તેમાં ત્રિકોણો દોરી પહાડનું પ્રતીક ઊભું કરાય છે. આધુનિકતાના આગ્રહી પરેશભાઈ રાઠવા તો પારંપરિક ચોરસ, આડા લંબચોરસ ઉપરાંત ઊભા લંબચોરસ ચિત્રો પણ દોરે છે, જેમાં શ્રીકૃષ્ણ અને તેની લીલાઓ નિરૃપે છે. શ્રીકૃષ્ણને તેઓ આદિવાસી પરિવેશમાં લાવે છે પણ વાંસળી અને મોરપિચ્છ અકબંધ રાખે છે.
ઉપરાંત મહુડાનું વૃક્ષ- જે આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ છે તે પણ પશુ પક્ષી સહિત ટપકાંવાળી લકીરોથી નજાકતતાથી પ્રસ્તુત કરે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment