💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
બ્રિટિશરાજ અને હિંદુસ્તાનના શાસકો
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉એપ્રિલ 14, 1919 – પંજાબમાં બૈસાખીના તહેવારનો દિવસ હતો અને એ દિવસે રવિવાર હતો. ભારતનો આધુનિક ઈતિહાસ એ દિવસે શરૂ થાય છે. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 20,000 માણસો એકત્ર થયા હતા. જલંધરથી આવેલા બ્રિગેડ કમાન્ડર, બ્રિગેડિયર જનરલ રેજિનલ્ડ ઓડવાયર હેરી ડાયરને 1857ની ક્રાંતિનું પુનરાવર્તન દેખાઈ રહ્યું હતું. ઘરથી નીકળતાં પહેલાં ડાયરે એના પુત્રને કહ્યું હતું કે આજે જબરો તમાશો થવાનો છે. સાંજે પાંચ વાગ્યે ડાયરે ત્રીસ જ સેકન્ડમાં નિર્ણય લીધો. દસ મિનિટમાં 1650 ગોળીઓ છૂટી, અંતે ગોળીઓ ખૂટી માટે ગોળીબાર અટકાવવો પડ્યો. કેટલા આહત થયા કેટલા નિહત થયા, કોઈને ખબર નથી, પણ મુઠ્ઠીઓમાં જલિયાંવાલા બાગની લાલ મિટ્ટી ભરીને ભારતીય ઈન્કલાબ આખા મુલક પર ફેલાઈ ગયો.
પાછળથી હાઉસ ઑફ લૉડર્ઝે 129-86ની બહુમતીથી ડાયરની તરફદારી કરી અને 21 વર્ષ પછી, લંડનના કેક્ષટન હૉલના ટ્યોડર રૂમમાં 13 માર્ચ, 1940ની સાંજે 37 વષર્ના ઉધમિસંહ ઉર્ફે મોહમ્મદ સંઘ આઝાદે એક સભામાં અમેરિકન બનાવટની 0.44 ગેજની સ્મથ અને વેસન રિવૉલ્વરમાંથી છ ગોળીઓ છોડી, જે લાશ ઢળી પડી એ સર માઈકેલ ઓડવાયરની હતી, જેણે ઘરથી નીકળતાં પહેલાં કહ્યું હતું : પાંચ વાગ્યે ચા પીવા હું આવી જઈશ.