💠🎯💠🎯💠🎯💠🎯💠🎯💠🎯
બ્રિટિશરાજ અને હિંદુસ્તાનના શાસકો
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉એપ્રિલ 14, 1919 – પંજાબમાં બૈસાખીના તહેવારનો દિવસ હતો અને એ દિવસે રવિવાર હતો. ભારતનો આધુનિક ઈતિહાસ એ દિવસે શરૂ થાય છે. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 20,000 માણસો એકત્ર થયા હતા. જલંધરથી આવેલા બ્રિગેડ કમાન્ડર, બ્રિગેડિયર જનરલ રેજિનલ્ડ ઓડવાયર હેરી ડાયરને 1857ની ક્રાંતિનું પુનરાવર્તન દેખાઈ રહ્યું હતું. ઘરથી નીકળતાં પહેલાં ડાયરે એના પુત્રને કહ્યું હતું કે આજે જબરો તમાશો થવાનો છે. સાંજે પાંચ વાગ્યે ડાયરે ત્રીસ જ સેકન્ડમાં નિર્ણય લીધો. દસ મિનિટમાં 1650 ગોળીઓ છૂટી, અંતે ગોળીઓ ખૂટી માટે ગોળીબાર અટકાવવો પડ્યો. કેટલા આહત થયા કેટલા નિહત થયા, કોઈને ખબર નથી, પણ મુઠ્ઠીઓમાં જલિયાંવાલા બાગની લાલ મિટ્ટી ભરીને ભારતીય ઈન્કલાબ આખા મુલક પર ફેલાઈ ગયો.
પાછળથી હાઉસ ઑફ લૉડર્ઝે 129-86ની બહુમતીથી ડાયરની તરફદારી કરી અને 21 વર્ષ પછી, લંડનના કેક્ષટન હૉલના ટ્યોડર રૂમમાં 13 માર્ચ, 1940ની સાંજે 37 વષર્ના ઉધમિસંહ ઉર્ફે મોહમ્મદ સંઘ આઝાદે એક સભામાં અમેરિકન બનાવટની 0.44 ગેજની સ્મથ અને વેસન રિવૉલ્વરમાંથી છ ગોળીઓ છોડી, જે લાશ ઢળી પડી એ સર માઈકેલ ઓડવાયરની હતી, જેણે ઘરથી નીકળતાં પહેલાં કહ્યું હતું : પાંચ વાગ્યે ચા પીવા હું આવી જઈશ.
ભારતના ઇતિહાસનું આ એક રહસ્ય છે. જનરલ ડાયરે આટલો ભીષણ સંહાર, ચેતવણી આપ્યા વિના શા માટે કર્યો?
ઇતિહાસને નવી રીતે જોવાની અદ્યતન રીતેને સાયકો હિસ્ટરી કહે છે. વ્યક્તિ માત્ર ઇતિહાસનું પાત્ર નથી હોતી, માણસ પણ હોય છે અને માણસની બધી જ એબો, ઊણપો, ભયો, વિશેષતાઓ માણસના નિર્ણય પર અસર કરતાં હોય છે. ભારતમાં આવી ગયેલા અંગ્રેજ શાસકો, ગવર્નર જનરલો, વાઈસરૉયને માત્ર ખરાબ કે સારાં નામનાં વિશેષણોમાં બંધબેસતા કરવા જતાં ક્યાંક ઇતિહાસ ખોવાઈ જવાનો ભય છે. માઈકલ ઓડવાયરે ભારતને જલિયાંવાલા બાગ આપ્યુ, રાષ્ટ્રને એક સ્પષ્ટ દિશા આપી. કયા પરરિબળોએ આની પાછળ કામ કર્યું?
માઈકલ ઓડવાયર બ્રિટિશ શાસનનો માનીતો હાકેમ હતો. પ્રથમ વિશ્વયુદ્ધનાં પહેલાં બે વર્ષોમાં એણે 1,10,000 સૈનિકો પંજાબમાંથી બ્રિટિશરાજને પુરા પાડ્યા હતા. એપ્રિલ, 1917ની માર્ચ, 1918ની વચ્ચે એણે બીજા 1,14,000 સૈનિકો ભરતી કરાવી આપ્યા. સંધિ થઈ ત્યાં સુધી પાંચ લાખ સૈનિક અંગ્રેજ હકૂમતને મદદ કરી રહ્યા હતા, જેમાંથી 1,36,000 પંજાબી મુસલમાન અને 88,000 શીખ હતા.
રશિયાની ઑક્ટોબર, 1917 બોલ્શેવિક જનક્રાંતિ પહેલાં ઓડવાયરે રશિયાની મુલાકાત લીધી હતી. હંટર કમિટીને ઓડવાયરે કહ્યું હતું : હું રશિયામાં હતો ત્યારે ટૉલ્સ્ટૉયનો સિદ્ધાંત આગળ વધી રહ્યો હતો. ઓડવાયરની દૃષ્ટિએ લિયો ટૉલ્સ્ટૉય બોલ્શેવિઝમના ક્રાંતિકારી વિચારોના પુરોગામી હતા. ગાંધી અને ટૉલ્સ્ટૉયને પત્રવ્યવહારનો સંબંધ હતો, ટૉલ્સ્ટૉયની ગાંધી પર અસર હતી એ જાહેર હતું. જો ગાંધીના સિદ્ધાંતોને ટૉલ્સ્ટૉયના વિચારોની જેમ અમલમાં મૂકવામાં આવે તો હિંદુસ્તાનમાં પણ રશિયા સર્જાઈ જાય. વિશેષમાં દોઢેક લાખ જેટલા પંજાબી સૈનિકો છૂટા થઈ ચૂક્યા હતા. રશિયામાં ઓડવાયરે બુદ્ધિજીવીઓને કહ્યું હતું : તમે ક્યાં પરિબળોને છૂટાં કરી રહ્યાં છો એ તમને ખબર નથી. કદાચ આ બધા કારણો ભેગાં થયાં. રશિયાના અનુભવી ઓડવાયરને જલિયાંવાલા બાગની ભીડમાં બોલ્શેવિક ક્રાંતિના તણખા દેખાયા હતા?
પ્રથમ મહત્ત્વપૂર્ણ અંગ્રેજ પાત્ર રોબર્ટ ક્લાઈવ. ક્લાઈવને અંગ્રેજ ઈતિહાસકારોએ મહાપુરુષ અને ભારતીય ઇતિહાસવિદોએ કાપુરુષ ચીતર્યો છે. પણ માણસ તરીકે ક્લાઈવ કેવો હતો? 21 વર્ષની વયે ફોર્ટ સેઈન્ટ ડેવિડમાં એક કુખ્યાત ગુંડા સાથે એણે દ્વંદ્વયુદ્ધ કરેલું. બે વાર એણે પિસ્તોલથી આત્મહત્યા કરવાની કોશિશ કરી, પણ પિસ્તોલ જામ થઈ ગઈ. એક વાર રાત્રે ભાગવું પડ્યું ત્યારે મુસ્લિમ ઓરતનો બુરખો પહેરીને એ ભાગી છૂટેલો. 27 વર્ષના ક્લાઈવને ઇંગ્લંડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હિંદુસ્તાનમાં દસ વર્ષની સેવાઓ માટે હીરાજડિત તલવારની ભેટ આપી ત્યારે ક્લાઈવે એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે આવી જ તલવાર એના મિત્ર અને નેતા લોરેન્સને આપો તો જ હું આ તલવારનો સ્વીકાર કરીશ.
ક્લાઈવ ભારતની કોઈ જ ભાષા શીખ્યો નહોતો, પણ એક વાર નાનો હતો ત્યારે બ્રાઝિલ ગયેલો અને ભાંગ્યુતૂટ્યું પોર્ટુગાલી જાણતો થઈ ગયો હતો. ઇંગ્લંડ પાછા ગયા પછી ક્લાઈવ ઘરના પાછળના ભાગમાં એક ગાય રાખતો. હિંદુસ્તાનથી એણે પોતાના ઘરને માટે બે લાકડાના કોતરકામ કરેલા દરવાજા મોકલેલા, જેનું વજન 15 ટન હતું. ત્રીજી વાર જ્યારે એ ઇંગ્લંડ પાછો ફર્યો ત્યારે અંગ્રેજ સરકાર ક્લાઈવને અમેરિકામાં મોકલવાની હતી, પણ 22 નવેમ્બર, 1774ને દિવસે એણે આત્મહત્યા કરી. એ વખતે ક્લાઈવે 49મું પૂરું કર્યું હતું.
ક્લાઈવ 18મે વર્ષે હિંદુસ્તાન આવ્યો હતો, વોરન હેસ્ટિંગ્સે હિંદુસ્તાન આવવા માટે ઇંગ્લંડ છોડ્યું ત્યારે, જાન્યુઆરી, 1750માં, એની ઉંમર 17 વર્ષની હતી. બે વર્ષ સેક્રેટરીની ઑફિસના ટેબલ પર એણે કામ કર્યું. એને યુદ્ધકેદી તરીકે મુર્શિદાબાદ મોકલવામાં આવ્યો હતો. ભારતની ભાષાઓ હેસ્ટિંગ્સ બહુ સરળતાથી અને સરસ રીતે બોલી શકતો હતો. ભારતનો એ પ્રથમ ગવર્નર જનરલ હતો અને ઇંગ્લંડમાં એ ચેધમ (ઇંગ્લંડનો તત્કાલીન શ્રેષ્ઠ રાજનિતિજ્ઞ) ઑફ ધ ઈસ્ટ કહેવાતો હતો. એની સામે પાર્લમેન્ટમાં વિખ્યાત મુકદ્દમો ચાલ્યો, એ નિર્દોષ જાહેર થયો. 1813માં 81 વર્ષની જઈફ વયે એ જ્યારે પાર્લમેન્ટમાં આવ્યો, ત્યારે આખી હાઉસ ઑફ કોમન્સે ઊભા થઈને એનું સન્માન કર્યું. જીવનનાં અંતિમ 24 વર્ષ એ એની જમીનદારી ડેયલ્સ ફોર્ડમાં જ રહ્યો.
ભારત માટે હેસ્ટિંગ્સને સાચો પ્યાર હતો અને ભારતના પ્રાણીઓ અને વનસ્પતિ માટે મમતા હતી. અલિપુર (કલકત્તા પાસે)ના એના બગીચામાંથી એણે શ્રેષ્ઠ જાતનાં કસ્ટર્ડ એપલનાં બીજ મંગાવ્યાં હતાં અને ઇંગ્લંડમાં એ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. તિબેટની પહાડીઓમાંથી રેશમી વાળવાળી બકરીઓ મંગાવીને ઇંગ્લંડમાં ઉછેરવાનો એણે પ્રયાસ કર્યો કે જેથીએ વાળ પશમીનામાં વાપરી શકાય. એમાં હવામાનને કારણે નિષ્ફળતા મળી.
ભૂટાનની ગાયો અને યાકની પૂંછડીઓ માખી-મચ્છરો ઉડાડવા માટે હિંદુસ્તાનમાં વપરાતી હતી. હેસ્ટિંગ્સે ખાસ પ્રાણીઓની ઊંચી ઓલાદો ઇંગ્લંડમાં આયાત કરી, પણ આ કાર્યમાં એને નાકામયાબી મળી. 1818ના ઑગસ્ટમાં 86મેં વર્ષે હેસ્ટિંગ્સનું અવસાન થયું ત્યારે યુરોપમાં નેપોલિયન પસાર થઈ ચૂક્યો હતો ત્યારે અંગ્રેજ ફેક્ટરો કિનારાની કોઠીઓમાં કાંપતા હતા એ હિંદુસ્તાનના મોટા હિસ્સા પર અંગ્રેજ યુનિયન જેક લહેરાઈ ચૂક્યો હતો.
1786માં કોર્નવોલિસ હિંદુસ્તાનમાં આવ્યો. પાંચ વર્ષ પહેલાં 1781માં જ્યોર્જ વોશિંગ્ટન સામે બૂરી રીતે અમેરિકામાં પરાજય પામ્યા પછી એ ઇંગ્લંડમાં એની જમીનદારીમાં નિવૃત્ત થવા માગતો હતો. ખાનદાન, રઈસ કુટુંબના કોર્નવોલિસને હેસ્ટિંગ્સના ભ્રષ્ટ શાસન પછી કંપની તરફથી ખાસ મોકલવામાં આવ્યો હતો. કોર્નવોલિસે પરમેનન્ટ સેટલમેન્ટનો પ્રયોગ કરીને જમીનદારી પ્રથાને જન્મ આપ્યો.
એનો આશય વ્હીગ કુળોની જેવી જ એક પ્રણાલી ભારતમાં ઊભી કરવાનો હતો. કોર્નવોલિસ એકમાત્ર બ્રિટિશ ગવર્નર-જનરલ હતો, જે હિંદુસ્તાનમાં મર્યો. ડેલહાઉસીને ઇતિહાસે ભારતવિરોધી ચીતર્યો છે, પણ 1857ની ક્રાંતિ માટે અંશતઃ એને કારણભૂત ગણવામાં આવે છે, પણ 1853ના કાયદામાં અપાયેલી કાઉન્સિલમાં હિંદુસ્તાનીઓને નિયુક્ત કરવા માટે એણે સલાહ આપી હતી, જે માનવામાં ન આવી. એના શાસન (1849-1856) દરમિયાન સર્વપ્રથમ ટેલિગ્રાફની 4000 માઈલ લાંબી લાઈન નંખાઈ (1852). પ્રથમ રેલવે નંખાઈ (1853), ઇંગ્લંડની પેની પોસ્ટ કરતાં પણ સસ્તી પોસ્ટલ સર્વિસ શરૂ થઈ.
માઈકલ ઓડવાયરના જલિયાંવાલા બાગથી માઉન્ટબેટનના સત્તાની બદલીના દિવસો સુધીમાં અંગ્રેજ શાસક બદલાઈ ચૂક્યો હતો. માઉન્ટબેટનની ભારતીય નેતાઓની સાથે એટલી નિકટતા હતી કે એણે ગાંધીજીની હત્યા પછી એનું શરીર કાચની પેટીમાં સાચવી રાખવાનું સૂચન કરેલું કે જેથી ભવિષ્યની પેઢીઓને પ્રેરણા મળતી રહે. ગાંધીજીના સેક્રેટરી પ્યારેલાલે આ સૂચન અમાન્ય રાખ્યું, એ દલીલ સાથે કે હિંદુ ધર્મમાં આ વર્જ્ય છે. મૃત શરીરને અગ્નિદાહ મળવો જોઈએ. પચીસ વર્ષ પહેલાં કોઈ અંગ્રેજનું આવી વાત કરવાનું સાહસ નહોતું.

🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
વોરન હેસ્ટિંગ્સ ( 1772-1785):-
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
- 1773 નાં નિયામક ધારા મુજમ બંગાળ ઈલાકાનો ગવર્નર હવેથી બંગાળ ઈલાકાનો ગવર્નર જનરલ ગણાશે.
- દ્વિમુખી રાજ્ય પદ્ધતિનો અંત આણ્યો.
- કંપનીની તિજોરી મુશીદાબાદથી ખસેડી ને હવે કલકતા લાવવામાં આવી, બંગાળ-બિહાર અને ઓરિસ્સાનું મહેસુલ ઉઘરાવવા માટે અત્યાર સુધી નાયબ-દીવાનો-બંગાળના મહમ્મદ રેઝાખાન અને બિહારમાં સીતાબરાય –નાં હોદાઓ કાઢી નાખીને હવે કંપની દ્વારા સીધું મહેસુલ વસુલ કરવા માટે રેવેન્યુ વહીવટીતંત્રની સ્થાપના અને રેવન્યુ કલેક્ટરની નિમણુંક.
- 1774 વાર્ષિક ઈજારા આપવાની પદ્ધતિની શરૂઆત, મુધલ સમ્રાટ શાહ આલમ બીજાને પ્રતિવર્ષે અપાતું રૂ. 26 લાખનું પેન્શન બંધ કરીને તેને કારા અને અલ્હાબાદનાં જીલ્લાઓ આપ્યા.
- ટુંકા ગાળામાં વહીવટીતંત્રમાં સર્વાગી ફેરફરો દાખલ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળના સંગીન પાયા ઉપર મુક્યું.
- રોહીલખંડના રોહીલાઓ સાથે સંઘર્ષ, - અંગ્રેજ સેનાપતિ કર્નલ એમ્પિયનના નેતૃત્વ હેઠળ અંગ્રેજો અને નવાબના સૈન્ય ભેગા મળીને રોહીલાઓને 1774 માં મીરનપુરના યુદ્ધમાં હરાવેલ અને તેમાં તેમનો સરદાર હાફીઝ રહેમખાં માર્યો ગયો.
- 1784 ના જાન્યુ. માં કલકત્તામાં બંગાળ એશિયાટીક સોસાયટીની સ્થાપના કરી.
🔰- બંગાળ એટલાસ નામનું પુસ્તક લખાવવા મેજર રેનેલ જેવા ભુગાળશાસ્ત્રીને હેસ્ટિંગ્સ ની મદદ. ‘1784 નો પિટ્ટનો હિંદ ધારો’ પસાર કર્યો.

No comments:
Post a Comment