Monday, July 15, 2019

મિચ્છામી દુક્કડમ સહુને મિચ્છામી દુક્કડમ --- Mikheshmi Dukkadam with all his friends

🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ
🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏🐾🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,
ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,
તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

🙏🙏મિચ્છામિ દુક્કડમ. આખા વરસની બધી ભૂલોને ભૂલી જઈને નવેસરથી સંબંધોને મીઠા અને માણવાલાયક બનાવવાની જાદુઈ ચાવી છે આ. 
🙏વધુ તો શું કહેવું આ વિશે, સૌ જ્ઞાની છે, સમજદાર છે. 
📝સ્કૂલમાં ભણતા ત્યારે પાટી આપણે વાપરતા. પાટીનો અર્થ જ એ થતો કે ભૂલો કરી તો ડરવું નહીં, એને સુધારીને ફરી લખવું. 
👆👏આપણા સ્વજનો સાથે પણ બિલકુલ આવી રીતે વર્તવામાં તો પછી શાની શરમ? એક આખું વરસ વીતે એમાં અનેકવાર જાણ્યે-અજાણ્યે એવું વર્તન તો સહુથી થઈ જ જાય જે પહેલી જ ક્ષણે સામેવાળાને અજુગતું લાગે અને મોડું કે વહેલું પોતાને પણ ખોટું લાગે. પછી ગુમાન અને જિદ આડાં આવે, વાતને વાળી લેવામાં. 👦🏻“હું શા માટે નમું? “થઈ ગયું એ થઈ ગયું.” આવા ભાવમાં ભવિષ્યમાં જે સોહામણું સુખ બે જણ વચ્ચે શક્ય બનતું હોય છે એ માણવાથી ચૂકી જવાય છે. 
🙏🙏હૈયું કહેતું હોય કે જવા દે, ગઈ-ગુજરી ભૂલી જા પણ સ્વભાવ અને મન સ્પીડબ્રૅકર બને. એને વટાવી જવાનો અવસર આજે આવ્યો છે. 
🙏જેની સાથે બગડ્યું કે બગાડ્યું છે એમને મળો, ફૉન કરો, વાત કરો અને સાચા હ્રદયથી કહી દો, “મિચ્છામિ દુક્કડમ.” 
🙏ખૂબ સારું લાગશે. સાચે શાતા અનુભવશો. ઓછામાં પૂરું, એ એક જ પળ પછી જેને ખોઈ બેઠા હશો એ સ્વજનો સાથે ફરીવાર સુંદર પળો માણવાનો મોકો મળશે. સૌથી સારી વાત એ થશે કે હૈયા પરથી એક બોજ કાયમ માટે ઊતરી જશે. આજના આ પાવન પ્રસંગનો હેતુ આવું થાય તો પાર પડે. હવે શાના વિચાર કરો છો, કહી સો સૌને મિચ્છામિ દુક્કડમ.🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖➖➖〰〰➖➖➖➖〰〰
આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ,

એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ,

અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ,

જીવ જીવને સુખ આપીને જીવમાં ઈશ્વર શોધ,

વેર નહીં કોઈ દ્વેષ નહીં ને મનમાં કરુણાભાવ,

જગ આખું જિન શાસનનું હો ગીત સુખેથી ગાવ,

સત્ય, ધર્મ ને પ્રેમની બારેમાસ રહે મોસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

👆– સંજય વિ. શાહ ‘શર્મિલ`👆

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🙏મિચ્છામી દુક્કડમ : સંવત્સરીની ક્ષમાપના, મારા ૫રીવાર તરફથી સૌ જૈન ભાઈ બહેનોને મિચ્છામી દુક્કડમ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
खम्मामि सव्व जीवेषु सव्वे जीवा खमन्तु में,
मित्ति में सव्व भूएसू वैरम् मज्झणम् केणवि

ખમેમી- સવ્વે જીવા, સવ્વે જીવા ખામન્તુ મી
મિત્તી મેં સવ્વા ભુએસુ, વેરમ મજઝામ ના કેનાઈ
🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏🙏ક્ષમાપના,

સાંવત્સરિક મહાપર્વના પરમપાવન અવસરે પરસ્પર ક્ષમાપના કરવા “ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે” આ વાક્યને જીવનમાં ચરિતાર્થ કરવાનું પર્વ. બધાથી પહેલા ક્ષમાપના તો પોતાની સાથે કરવાની છે.પોતેજ પોતાના આત્માને ભુલી જશે તો જગતના અન્ય જીવોને કેમ યાદ રાખી શકાશે. તેથી જ પોતાના આત્માની સાથે પ્રશ્ન કરવા પૂર્વક ક્ષમાપન કરવી જરૃરી ગણાશે તે જ સાચી ક્ષમાપના છે. ગુરૃએ “મા રૃષ…માં તુષ…” બે પદ કંઠસ્થ કરવા આપ્યા છે.શિષ્યએ સ્વીકાર કરી શબ્દની યાત્રા આરંભી, શબ્દની યાત્રા આરંભી, શબ્દસ્થ હૃદયસ્થ અંતે આત્મસ્થ… અનાદિ કાળના લાગેલા અનંત કર્મોનો ક્ષય કરી નાખ્યો… વાક્ય મંત્રરૃપ બને… આમ્નાય અનુપ્રેક્ષા બને …એ અનુપ્રેક્ષા બને…એ અનુપ્રેક્ષા જીવનદ્રષ્ટિ બની જાય તો સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય…આમ મહાપર્વાધિ રાજપર્વ એક સર્વે જૈન બીજાનો ક્ષમા માંગી “મિચ્છામિ દુક્કડમ્” દ્વારા ક્ષમાપના ભાવના જન્માવે છે.

દુનિયામાં જયાં જયાં આજે તોફાનો થયા છે તેના મુળમાં પડેલા છે. શત્રુભાવ,ધિક્કાર અને તિરસ્કાર….વેર વાળવાની વૃત્તિઓ અને બદલો લેવાની ભાવનાઓ દેશમાં આંતકવાદી પ્રવૃત્તિઓ, હાલતા -ચાલતા લુંટફાટ થતી રહે… ટીવી તથા વર્તમાનપત્રોમાં આવી ઘટનાઓ પ્રસિધ્ધ થાય ત્યારે લાગે છે કે ક્ષમાપનાને પ્રત્યેક મનુષ્ય જીવે રાષ્ટ્રિય પર્વ બનાવી મનમાં રહેલા એકબીજા પ્રત્યેના વિકારો, શત્રુભાવ ભુલી એક બીજા પ્રત્યે ક્ષમાપના દાખવવી જોઈએ ત્યારે જ ધરતી ઉપર સ્વર્ગનો અહેસાસ થશે. સૌ વાચકોને સાચા હૃદયથી “મિચ્છામી દુક્કડમ” પાઠવે છે. યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)ના ૫રીવાર તરફથી સૌ જૈન ભાઈ બહેનોને મિચ્છામી દુક્કડમ……

સહુને મિચ્છામિ દુક્કડમ…
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👇👇👇👇👇👇👇👇👇👇
શ્રાવણ સુદ બારસથી ભાદરવા સુદ ચોથ કુલ ૮ દિવસ ઉજવાતાં મહાપર્વનો અંતિમ દિન એટલે સંવત્સરી. (દિગંબર આમ્નાયમાં કુલ ૧૦ દિવસ આ પર્વ ઉજવાય છે.) સંવત્સરીના દિવસે વર્ષ દરમિયાન મન-વચન-કાયાથી કોઈપણ જીવને દુભવ્યા હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા માગવામાં આવે છે તથા ક્ષમા આપવામાં આવે છે. જૈન ભાઈ-બહેનો એકબીજાને મિચ્છામિ દુક્કડમ્ (મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, મારા દુષ્કૃત્યોની માફી માગું છું) પાઠવે છે. જો કોઈ જીવ સાથે વેર બંધાયું હોય અને મોડામાં મોડું સંવત્સરીના દિવસે (એક આમ્નાય મુજબ છ મહિના) ક્ષમાયાચના કરવામાં ન આવે તો તે વેર અનંત સંસારનું કારણ બને છે.
🎯
”બેઉ કર જોડી નમી પડો, મૈત્રી તણા શુભ નાદમાં,
માગો અને આપો ક્ષમા, અંતરતણા એ સાદમાં”

👉ક્ષમાનો વિરોધી દુર્ગુણ ક્રોધ છે. ક્રોધોન્મૂલં અનર્થા ઃ । અર્થાત્ ક્રોધ એ અનર્થોનું મૂળ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં કામ, ક્રોધ તથા લોભને નરકના દ્વાર કહ્યાં છે. ક્રોધ એ કષ્ટોનો સાગર છે અને ભયંકર જ્વાળામુખી છે કે જે માનવીનું સત્ત્વ બાળી નાખે છે. ક્રોધરૃપી નશો સર્વ પ્રકારે અનર્થ કરે છે. જૈનધર્મમાં ક્રોધને કષાય અંતર્ગત ગણેલ છે. ક્રોધને કારણે માનવી વર્ષોથી જાળવી રાખેલા સંબંધોને ક્ષણવારમાં નષ્ટ કરી દે છે તો વર્ષોથી જાળવેલી પ્રતિષ્ઠા પર પાણી ફેરવી દે છે, પરિવારની શાંતિને હણી નાખે છે, આરોગ્યનો નાશ કરી અનેક રોગોનો ભોગ બને છે અને પોતાના શત્રુગણને વધારી દે છે. વાલ્મિકીએ રામાયણમાં કહ્યું છે કે ક્રોધ એ પ્રાણઘાતક શત્રુ છે, તે ઉપરથી મિત્ર જેવો પણ અંદરથી ભયંકર વૈરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્રોધથી માનવીનું કેવી રીતે પતન થાય છે તે દર્શાવતાં કહ્યું છે,

🙏ક્રોધાદભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ।।

માનવી પર ક્રોધ સવાર થાય ત્યારે તે સાર-અસારનો વિવેક ભૂલી જાય છે અને અયોગ્ય વર્તન કરવા લાગે છે. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે જ્યારે ક્રોધ કરીએ ત્યારે શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જેનાથી શરીરમાં અનેક રોગો ઉદ્ભવે છે. ક્રોધ કરવાથી અલ્સર, હાઈપર ટેન્શન, હાર્ટએટેક જેવા રોગોની શક્યતા વધી જાય છે. ઉપરાંત આત્મા પાપકર્મોથી લેપાય છે.
પર્યુષણ પર્વ તે ક્ષમાનું પર્વ છે. તૂટેલા દિલ ક્ષમાપનાથી જ જોડાઈ શકે છે. ”ક્ષમા છે વીરોનું ભૂષણ, કરે છે કર્મોનું શોષણ, ઉજવીએ સાચા પર્યુષણ.”

ભગવાન મહાવીર, ભગવાન પાશ્વૅનાથ, ગજસુકુમાર, સુકોશલ મુનિ, ભગવાન રામ, પાંડવો તથા ઈશુ ખ્રિસ્ત ક્ષમાના ઉત્તમ દૃષ્ટાંતો છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ”ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. તેમ નવું વૈર વધારીશ નહિ, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવુંછે એ વિચાર તત્ત્વજ્

ઞાાનીઓ કરે છે.”ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
ક્ષમાપના એટલે વેરનાં વળામણાં, વેર-વિરોધનો બહિષ્કાર, કોઈપણ જીવ પ્રત્યે અંતરમાં રહેલા દ્વેષનો ત્યાગ, હૃદયરૃપી અરીસા ઉપર લાગેલા ક્રોધરૃપી પડદાનું અનાવરણ, વિશ્વવંદ્ય બનવા માટેનું પ્રથમ સોપાન. દુશ્મનને પણ દોસ્ત બનાવે તેનું નામ ક્ષમા. દિલની ઉદારતા તેનું નામ ક્ષમા.
ક્ષમાપના એ આત્માનો ઉજાસ છે તેનું નામ ક્ષમા. પ્રગતિની પગદંડી છે, સદ્ગુણોની સરિતા છે. મૈત્રીભાવનું ઝરણું છે, કરુણાભાવનું કલ્યાણકારી કાવ્ય છે અને ઉરનું અમૃત છે.

🙏👉અપરાધીને પણ પ્રેમથી સાધી લે, તેનું નામ ક્ષમા. કોઈના અપરાધ અંતરમાં ન કરે જમા એનું નામ ક્ષમા.

પર્યુષણ પર્વ દરમિયાન સાચી ક્ષમાપના દ્વારા અંતરશુદ્ધિનો પ્રયાસ કરીએ તેવી અભ્યર્થના.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏🙏મિચ્છામિ દુક્કડમ🙏🙏
આવો, સાચા જૈન ધર્મને ઓળખીએ, “ મિચ્છામિ દુક્કડમ ”🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯જૈન ધર્મ વિશે જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા મા પણ ઉપયોગી રહશે....

👉જૈન ધર્મ વિશે બહું ઓછા લોકો જાણતા હશે કે આ ધર્મની ઉત્પતિ એ વૈદિક યુગમાં પ્રવર્તમાન હિન્દુ ધર્મના અસંતોષમાંથી થઇ છે. 
🔰ભલે હિન્દુધર્મ સંસારનો સૌથી જૂનો અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત ધર્મ હોવા છતાય એ વખતના બ્રાહ્મણોનું સમાજ પર એક હથ્થું આધિપત્ય, ચારવર્ણોની વ્યવસ્થા, વારંવાર યોજાતા યજ્ઞો અને તેમાં અપાતી વનસ્પતિ, જીવો આદિની આહૂતિઓ, ધર્મગ્રંથોમાં પ્રયોજાતી ભાષાની અજ્ઞાનતા.....👉 આ ચાર પરંપરા- વિચારધારાની સામે ક્રાંતિ એટલે જૈનધર્મ જે ત્યાગની ભાવના પર અને કર્મકાંડની અસ્વિકૃતિ પર ઊભો થાય છે. 
👉હિન્દુ વૈદિક ધર્મ ગૃહસ્થીને અનુસરે છે. 👉જ્યારે જૈન ધર્મ પ્રવજ્યા એટલે કે ગૃહત્યાગમાં માને છે. હિન્દુ ધર્મમાં દેવ દેવાદિની પૂજા-આરાધના થાય છે. ઇશ્વરને અવતારી પુરૂષ ગણી પૂજવામાં આવે છે. 👉જ્યારે જૈનધર્મમાં રાગ દ્વૈષ, મોહ-માયા, કામ-ક્રોધ, લોભ, વાસના વગેરે પર વિજય મેળવનાર મનુષ્યની આરાધના થાય છે.

🎯👉એક રીતે જોઇએ તો જૈનધર્મની જરૂર આજના પ્રત્યેક માનવીને છે. કેમ કે આજનું સામાજિક વાતાવરણ હિંસાત્મક બની રહ્યું છે. ગાંધીજીની ‘સર્વધર્મ સમભાવ’ની પરિકલ્પના તો છેક ચોથી સદીમાં જૈનાચાર્યોએ કરી હતી. 
👉જૈનધર્મ નિરિશ્વરવાદી છે તે સંસારના સર્જનહાર ઇશ્વરની સ્વીકૃતિ નથી કરતો તે માને છે કે ઇશ્વર જેવું કશું જ નથી. માનવી જ ત્યાગ, સમર્પણ, સત્ય અને અહિંસાથી દેવત્વને પામે છે. સિદ્ધતાને પામે છે. આ સિદ્ધતાને પામવા સંસારનો ત્યાગ કરવો પડે છે, બધી જ વૃત્તિ-પ્રવૃત્તિઓનો ત્યાગ, ભાવ-વિભાવનો ત્યાગ, ઇચ્છા-કામના-વાસના, કામ,ક્રોધ, મોહ,લોભ, માયા આ બધાનો ત્યાગ કરીને મન પર સંપૂર્ણ સંયમ પ્રાપ્ત કરવાથી જ સિદ્ધત્વને પામી શકાય છે. એ પહેલા સાધુ, પછી ઉપાધ્યાય, પછી આચાર્ય, પછી તીર્થંકર અને છેલ્લે સિદ્ધતત્ત્વ સુધી પહોંચી શકાય છે.

🎯👉જૈનધર્મમાં કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જૈનકર્મ સિદ્ધાંતમાં માને છે કે પ્રત્યેક જીવ પોતાનું “ કર્મચક્ર અને કર્મફળ “ લઇને જ અવતરે છે. અને માનવીય ભાવ-વિભાવોથી એ કર્મો પૂરા કરવા પ્રયત્નો કરે છે. પરંતુ જો એ તમામ કર્મોનો ત્યાગ કરી દે તો એ સિદ્ધત્વને પામી શકે છે. આ માટે મન.વચન અને દેહકાર્ય પર સંપૂર્ણ નિયંત્રણ, તપ, નિયમ અને સંયમનું પાલન અનિવાર્ય છે. 
જેમ જેમ કર્મચક્ર ઓછું થતું જાય તેમ તેમ જીવ સાધુભાવથી તીર્થંકર અને સિદ્ધની અવસ્થા સુધી પહોંચે છે. પછી એ જીવ ગમે તે જાતિ-જ્ઞાતિનો હોય,

🎯👉જૈનધર્મમાં કેટલીક આચાર સંહિતા પણ છે. 
(૧) કોઇપણ જીવની હિંસા કરવી નહી 
(૨) જે સત્ય જેવું છે તેને તેવા જ સ્વરૂપે રજું કરવું 
(૩) કોઇની વસ્તુ ગ્રહણ કરવી નહી 
(૪) મનના વિકારો ઉપર કાબૂ રાખી મનને સંયમશીલ બનાવવું. 
(૫) પોતાને બિલકુલ જરૂરી હોય એવી જ વસ્તુઓ લેવી અન્ય ગ્રહણ ના કરવી. 
👉🎯જૈનધર્મની આ પાંચેય આચાર સંહિતા આજે પ્રત્યેક માનવીએ જીવનમાં ઉતારવી જોઇએ. કેમ કે આજના આધુનિક યુગના સમયમાં વિવિધ સમસ્યાઓનો ઉકેલ આ પાંચેય આચાર સંહિતામાં રહેલો છે.

🎯👉આજે જે જૈનધર્મ ભારતવર્ષમાં પ્રવર્તે છે તેમના આરાધ્યનું નામ “જિન” છે, આ ‘જિન’ શબ્દનો કોશગત અર્થ છે રાગ-દ્વૈષ પર વિજય મેળવનાર / વીતરાગી. આવા જિનના જે અનુયાયી તે ‘જૈન’ આ જૈનધર્મમાં કાળના બે વિભાગો છે. “ ઉત્સર્પિણી “ અને “ અવસર્પિણી “ એટલે કે “ ઉન્નતિ અને અવનતિ “નો કાળ. આ બીજા કાળમાં 🎯💠કુલ ૨૪ જિનો – તીર્થંકરો થઇ ગયા. જેમાં છેલ્લા તીર્થંકર તે ‘મહાવીર સ્વામી’. આજનું આખું જૈનશાસન – જૈનતંત્ર મહાવીર સ્વામીના નામે ચાલે છે. અને🔘 તેમના પૂર્વે એટલે કે ૨૩માં તીર્થંકર ‘પાર્શ્વ’ થઇ ગયા. જેમને પણ ક્યાંક ક્યાંક યાદ કરાય છે. આ મહાવીર સ્વામીના જીવ વિશે ♻️જૈનશાસ્ત્રોમાં ૨૬ પૂર્વભવોનું વર્ણન કરવામાં આવ્યું છે. 
💠🎯આજથી ઇ.સ. પૂર્વે ૫૯૯માં બિહારના વૈશાલીનગર નજીક કુંડગ્રામમાં ⚔ક્ષત્રિયને⚔ ઘેર જન્મ લઇને ૩૦ વર્ષની વયે સંસારનો ત્યાગ કરી દીક્ષા લઇને સર્વ જીવો પ્રત્યે દયા રાખવાનો નિયમ લઇને કઠોર જીવન અપનાવી ૩૦ વર્ષ સુધી ઉપદેશ આપી જૈન શાસનની સ્થાપના કરી. ૭૨ વર્ષની વયે તેમની મૂક્તિ થઇ. નિર્વાણ થયું.

💎🗑💎આ જૈનધર્મનો વિચાર આજની સ્થિતિએ કરીએ તો સૌ પ્રથમ એ પ્રશ્ન થાય કે દરરોજ દેરાસર જઇએ છીએ, પ્રતિકમણ કરીએ છીએ, સામયિક કરીએ છીએ, અઠ્ઠાઇ કરીએ છીએ. આરાધના કરીએ છીએ.પણ શું ખરેખર મહાવીર સ્વામી દ્વારા સ્થપાયેલા આ જૈનત્વના સિદ્ધાંતોનું સમજીને પાલન કરીએ છીએ ખરા ? રોજ સવારે દેરાસર જઇને પ્રતિકમણ કરવું એના કરતા 😇મનથી જ કોઇનું ખરાબ ના ઇચ્છવું એ વિશેષ ધર્મ છે. નિયમિત ગમે તેટલી આરાધના કરીએ સામયિક કરીએ કે નવકાર ગણીએ..... પણ જો મનમાં કોઇના પ્રત્યે ક્રોધ ભર્યો હોય, દ્વૈષભાવ ભર્યો હોય કે નફરત ભરી હોય... તો આપણે જૈન હોવા છતાંય જૈન નથી. જેમમાત્ર જનોઇ પહેરી લેવાથી બ્રાહ્મણ નથી બની જવાતું તેમ દેરાસર જવાથી કે જૈન કુટુમ્બમાં જન્મ લેવાથી “જૈન” નથી બની જવાતું. બ્રાહ્મણત્વ કે જૈનત્વ 
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


એકવાર જી.પી.એસ.સી ની મુખ્ય પરીક્ષા મા જૈન સંથારો વિશે પૂછેલું.. મને પરફેક્ટ પ્રશ્ન યાદ નહીં કે શું હતો...પણ ચલો આપણે આના વિશે માહીતિ મેળવી લઈએ..
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
🕎🕎🕎|| જૈન સંથારો ||🕎🕎🕎
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

“સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન”

“સંસારનો સંકેલો કરી મૃત્યુને આહવાન આપવુ એટલે સંથારો”

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

સંથારોએ આદિ-અનાદિથી ચાલતી આવતી પ્રથા છે. અત્યારના કાળની વાત કરીએ તો લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વે મહાવીર સ્વામી ભગવાને પણ સંલ્લેખણા એવું અનુષ્ઠાન મોક્ષે જવા માટે આપેલું છે. આ સંલેખ્ખણા એ જ સંથારો એવું બીજું નામ આપી શકાય. દેરાવાસી એટલે કે શ્ર્વેતામ્બર, મૂર્તિપૂજક, તપાગચ્છ આ અનુયાયીઓ આનું નામ અનશણ આપે છે. અનશણમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાએ આવું સમાધિમરણ ગણી શકાય.

‘સંથારો’ ને સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે, સંસારનો સંપૂર્ણ સંકેલો કરી, મૃત્યુને આહવાન આપવું કે, ‘મેં મારૃ કાર્ય પૂર્મ કરી લીધુ છે. હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે.’ આ લખવું, બોલવું, વાંચવુ જેટલુ સરળ અને સહેલુ લાગે છે એટલું જ આચરણમાં લાવવું બહુ જ કઠીન છે. કારણ કે, દરેક જીવને જીવવુ ગમે છે. મરવું કોઈને ગમતુ નથી. ૧૦૦ વર્ષની ઉંમર થઈ હોય, અંતિમ શ્વાસોશ્વાસ ચાલતા હોય છતાં જીવવાની જીજીવિષા હોય છે. સામે ચાલીને મોતને નિમંત્રણ આપવું એ નાની સૂની વાત નથી. જે ધર્માત્માએ જીવન પર્યંત ધર્મના, શાસ્ત્રના, જીનવાણીનાં ભાવોનું ચિંતન, મનન, મનોમંથન, ધૂષ્ણ અને ધોલણ કરેલ હોય તેને જ અનશન વ્રતની આરાધના કરવાનું અને સંથારો લેવાનું મન થાય. સંથારાનું મહત્વ બતાવતા જૈન દર્શનમાં પ્રભુએ ફરમાવ્યું છે કે, ‘સાર જિણવર ધમ્મં, સારૃં સંલેહણા પંડિય મરણં’ અર્થાત જગતનાં સર્વે પદાર્થોમાં જો કોઈ સારભૂત તેમજ આત્મ કલ્યાણકારી બાબત હોય તો તે જિનેશ્વર પ્રરૃપિત ધર્મ તથા સંથારા સહિતનું પંડિત મરણ છે.

શરીર એક સાધન કહી શકાય. બાકી સાધ્ય તો મોક્ષ જ છે. આ કાયા પાસેથી જેટલું લેવાય એટલું કામ લીધા પછી હવે જ્યારે એમ લાગે કે આ કાયા જગતને ઉપકાર કરવા લાયક રહી નથી ત્યારે જૈન મુનિઓ એક સંથારો પાથરીને અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરે છે અને પોતાના આત્માનું ધ્યાન ધરે છે. જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આત્માનું ધ્યાન કરતાં કરતાં વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરે છે આમ આત્માનું તો કલ્યાણ કરે જ છે, પરંતુ જગતને માર્ગદર્શન આપી જગતનું પણ કલ્યાણ કરે છે.

વાસ્તવિકતામાં સંથારો એ ઇચ્છામૃત્યુ કરતાં પણ ઘણી મોટી ઉપરની વસ્તુ છે. જેમ ગટરનાં પાણી અને ગંગાના પાણીમાં તફાવત છે તેટલાં જ તફાવત સંથારો અને ઇચ્છામૃત્યુમાં છે. સંથારો તો આના કરતાં પણ વધારે સારી વાત ગણાય. આત્મહત્યા એ ગટરનું પાણી છે, જ્યારે સંથારો એ ગંગાનું પાણી તો ખરું જ પરંતુ ઘણી પવિત્ર વસ્તુ છે.

સામાન્ય રીતે સ્થાનકવાસી જૈન સંથારો શબ્દ વાપરે છે. દેરાવાસી જૈનોમાં આ જ વસ્તુ અનશણ તરીકે ઓળખાય છે અને સમસ્ત જૈન સંપ્રદાય સંલેખ્ખણા શબ્દ પણ વાપરે છે. દેરાવાસી લોકો સંથારા પોરસી શબ્દનો પણ પ્રયોગ કરે છે એમાં માત્ર એક જ દિવસ માટે આ જ ક્ધસેપ્ટની વાત હોય છે. હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પણ આ જ ક્ધસેપ્ટ એટલે કે સંથારો શબ્દનો અર્ક આપેલો જ છે.

સંથારો એ આત્મહત્યા નથી એક ધાર્મિક અનુષ્ઠાન છે. આત્મહત્યા એ કરુણ કિસ્સો છે, જ્યારે સંથારામાં પ્રસન્તા છે. સમાધિ મૃત્યુ છે. આત્મહત્યામાં મોટાભાગે માનસિક દબાણ હોય છે, જ્યારે સંથારો સ્વૈચ્છિક, પોતાના આત્માના કલ્યાણ માટે કરેલું અનુષ્ઠાન છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰🔰
સંથારોની જેમ જૈન ધર્મના પવિત્ર ગ્રંથ કલ્પસુત્ર પણ ભી પ્રશ્નો પૂછાયા છે..
કલ્પસુત્ર એટલે શું ?
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે.

કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.

પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.

|| કલ્પસૂત્ર ||

જૈનોનું મહાપર્વ પર્યુષણ કે જે તપ અને વ્રત પછી પ્રભુ મહાવીરના જન્મ બાદ સર્વત્ર આનંદ અને આનંદ લ્હેરાય છે. પર્યુષણના દિવસો દરમિયાન આવતો શુભ દિવસ ‘મહાવીર જન્મ’ આવતી કાલથી છેક સોમવાર, એમ પાંચ દિવસ સુધી ‘કલ્પસૂત્ર’નું વાંચન થાય છે. જેમાં મૂળ શ્વ્લોકોની સંખ્યા ૧૨૧૬ હોવાથી એ ‘બારસા’ના નામથી ઉલ્લેખાય છે. આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન વડનગરમાં થયેલું જેના વિષે શ્રી વિનય વિજયજી મહારાજ રચિત સુબોધિકા નામે કલ્પસૂત્રની ટીકાનું ગુજરાતી ભાષાંતર કરેલા ગ્રંથની પ્રસ્તાવનામાં નોંધ કરતા લખે છે કે જૈન ધર્મના ૪૫ આગમો કહેવાય છે તેમાં છેદ સૂત્રના ચોથા છેદસૂત્રનું નામ દશાશ્રુતસ્કંધ છે. આ સૂત્ર મહાન પ્રભાવક આચાર્ય ભદ્રબાહ સ્વામીએ રચેલું છે. એમણે ‘દશાશ્રુત સ્કંધ’ના ૮મા અઘ્યયન દ્વારા પર્યુષણા કલ્પની સાથે સ્થવિરાવલી અને સમાચારી જોડીને તેનું કલ્પસૂત્ર એવું બીજું નામ આપ્યું છે. પ્રાચીન કાલમાં આ સૂત્ર પર્યુષણની પ્રથમ રાત્રે સાઘુપર્ષદામાં સર્વ સાઘુઓ કાયોત્સર્ગમાં રહીને શ્રવણ કરતા હતા. પરંતુ જ્યારે આનંદપુરનો (વડનગર) રાજા ઘુ્રવસેનના પુત્રનો શોક દૂર કરવાના હેતુથી આ ‘કલ્પસૂત્ર’ જાહેરમાં વંચાયું. તે દિવસથી આજદિન સુધી કલ્પસૂત્ર દહેરાસરોના મુખ્ય હોલમાં જાહેર સભામાં વંચાય છે. જૈન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ‘કલ્પસૂત્ર’નું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માત્ર રાત્રે જ શ્રવણ-વાંચન થતું હતું. નિશીથ ચૂર્ણી આદિમાં કહેલી વાત-‘વિધિપૂર્વક સાઘ્વીજી દિવસે શ્રવણના અધિકારી છે, પણ વાંચનનો અધિકાર તેમને નથી.’ પરંતુ વડનગરમાં જાહેર વાંચનથી આમ જનતાને તેનો લાભ લેવાનો મોકો મળ્યો. ‘કલ્પ’ શબ્દની વ્યાખ્યા આપતા ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે, ‘દાન, શીલ અને તપશ્ચર્યાની વૃદ્ધિ કરીને દોષોનો નિગ્રહ કરે તે કલ્પ’ દશાશ્રુતસ્કંધનું આ ૮મુ અઘ્યયન છે. જેનો અર્થ છે પઠન-પાઠનથી અંતરમાં ઉતારવું તે વાંચન, દોહન અને ચિંતન. એટલે જ કહેવાય છે કે ‘કલ્પસૂત્ર’નું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને આચરણ કરે એ ભવસાગર તરી જાય છે. અત્રે છબીમાં દર્શાવવામાં આવેલું કલ્પસૂત્ર વિક્રમ સં. ૧૫૨૫ આસો સુદ ૧૦ના રોજ સુવર્ણ અને ચાંદીના પ્રવાહીથી પ્રાકૃત ભાષામાં જૈન દેવનાગરીમાં લખવામાં આવ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰👁‍🗨👁‍🗨|| શોકમાંથી સમાધિ સર્જે તે કલ્પસૂત્ર ||

શ્વે. જૈનદર્શનનું મહાન શાસ્ત્ર. જેની પર્યુષણના આઠ દિવસ વાચના થાય. તેમાં સાધુની સમાચારી તથા મહાવીર સ્વામી વગેરે ચાર તીર્થંકરનાં જીવન ચરિત્રોનું કથન છે.

એકાગ્રપણે ૨૧ વાર કલ્પસૂત્ર સાંભળનાર વ્યક્તિ માત્ર સાત-આઠ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પર્વમાં તપશ્ચર્યા કરવાથી ખૂબ મોટો લાભ મળે છે. કલ્પસૂત્ર મહાનગ્રંથ જીવનને ધન્ય બનાવી દે છે.

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામી વગેરે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સમક્ષ સમવસરણમાં ‘દશા’ અધ્યયનરૂપ ઉપદેશ આપ્યો હતો. એનો સંગ્રહ ‘દશાશ્રુતસ્કંધ’ નામના આગમ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ આગમનું આઠમું અધ્યયન જ ‘શ્રીકલ્પસૂત્ર’ નામે પ્રસિદ્ધ છે.

શ્રીકલ્પસૂત્ર આ રીતે ખુદ મહાવીર સ્વામીની વાણીરૂપ છે. એનું ગ્રથન ગણધરોએ કરેલું અને ત્યારબાદ ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુ-સ્વામી મહારાજે એને શબ્દરૂપ આપેલું. અનેક મહર્ષિઓએ આ આગમના ભાવો સમજાવવા માટે ટીકા ગ્રંથોની સંરચના કરેલી છે.

પર્યુષણા મહાપર્વના દિવસોમાં ભાદરવા સુદ ચોથનો દિવસ સૌથી મુખ્ય ગણાય છે. એ દિવસ પાંચમો દિવસ આવે એ રીતે એની પૂર્વના પાંચમા દિવસથી એટલે જ પર્યુષણા મહાપર્વના ચોથા દિવસથી કુલ નવ વ્યાખ્યાનો દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાચન કરવાની વિધિ શાસ્ત્રો બતાવેલી છે.

શ્રી કલ્પસૂત્રનું વાચન મંગલ માટે છે. કારણ કે એમાં મંગલરૂપતીથઁકરો, ગણધરો, સ્થ

વિર મહર્ષિઓના જીવન ચરિત્રોના વર્ણન આવે છે. એટલું જ નહીં જીવનને માંગલ્યરૂપ બનાવનાર સાધુ ધર્મના વિવિધ આચારો, ઉત્સર્ગો અને અપવાદોનું પણ વિશિષ્ટ વર્ણન આવે છે.

આજના દિવસે, પૂર્વ રાત્રિએ વિવિધ પ્રકારની ભક્તિ અને રાત્રિ-જાગરણ દ્વારા જગવવામાં આવેલ શ્રી કલ્પસૂત્રની પવિત્ર પોથીને હાથીની અંબાડી વગેરે સુયોગ્ય સાધનને પધરાવીને વાજતે-ગાજતે ઉપાશ્રયે લવાય છે. ગુરુ ભગવંતોનું માંગલિક મેળવી કલ્પસૂત્રનું વિધિવત્ વાસક્ષેપ તેમજ અષ્ટપ્રકારી દ્રવ્યોથી પૂજન થાય છે.

સેના-રૂપાનાં પુષ્પો તેમજ સાચા રત્નો ચડાવાય છે. ગ્રંથવાચનાર ગુરુ ભગવંતોનું શાસ્ત્રવિધિથી પૂજન કરાય છે અને ઉલ્લાસભેર ગ્રંથની પ્રતિ ગુરુ ભગવંતને અર્પણ કરાય છે. ત્યારબાદ સંઘને કલ્પસૂત્ર સંભળાવવાની વિનંતી કરાય છે.

આજના પ્રવચનમાં જૈન સાધુ-સાધ્વીએ પાળવાના ૧૦ વિશિષ્ટ આચારોનું વર્ણન કર્યા બાદ શ્રી કલ્પસૂત્રનો મહિમા વર્ણવવામાં આવે છે. ત્યારબાદ શ્રી કલ્પસૂત્રના વાચનના અધિકારી યોગવહન કરેલા અને ગુવૉજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો છે. સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માત્ર શ્રવણના અધિકારી છે એવી એની વાચન-શ્રવણ મર્યાદા અંગેની શાસ્ત્રાજ્ઞા સમજાવાય છે.

ત્યારબાદ નાગકેતુની ઓમ તપના પ્રભાવને વર્ણવતી કથા કહી પરમાત્મા શ્રી મહાવીરદેવના ચ્યવન કલ્યાણકની વિગતો કહેવાય છે. એમાં ઇન્દ્રે કરેલી સ્તવના, મેઘકુમાર મુનિના પૂર્વભવ અને સાધુતામાં સ્થિરતાની વાતો રજુ થાય છે. બપોરના વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીના સમ્યકત્વ પ્રાપ્તિ બાદના ૨૭ જન્મોની વાતો બાદ અંતિમ જન્મમાં એમની માતાને આવેલા ૧૪ સ્વપ્ન પૈકી ચાર સ્વપ્નાઓનું વર્ણન કરવામાં આવે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✡🔯🕎✡🔯🕎✡🔯🕎✡🕎
|| જૈન ધર્મ અને ભગવાન શ્રી મહાવીરસ્વામી વિશે થોડી સમજવા અને યાદ રાખવા જેવી બાબતો ||
🕎🔯✡🕎🔯✡🕎🔯✡🕎🔯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*. ઇ.સ પૂર્વે સાતમી સદીનાં મધ્યકાળથી ઇ.સ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનાં સમયમાં ઉદય
*. ધર્મનું કેન્દ્ર મગધ

જૈન ધર્મ :-

*. જૈન ધર્મનાં સાધુ વિતરાગ કહેવાતા-‘ રાગ દ્વેષથી પર ‘ અથવા ‘ ત્યાગી ‘ એટલે વિતરાગ
*. વિતરાગ(સાધુ) બન્યા હોય તેને ‘ જિન ‘ કહેવામાં આવતાં.
*. જિન એટલે ‘ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ‘.
*. જિનના અનુયાયીઓને ‘ જૈન ‘ કહેવામાં આવ્યાં.
*. જૈન શાસનરૂપી તીર્થ બાંધી આપનાર’ તીર્થકંર ‘ કહેવાયા.
*. આ ધર્મમાં 24 તીર્થકંરો થઇ ગયા.
*. જેનાં પ્રથમ તીર્થકંર ઋષભદેવ હતાં.
*. ચોવીસમાં અને છેલ્લાં મહાવીર સ્વામી
*. મહાવીર સ્વામીને જૈન ધર્મનાં સ્થાપક માનવામાં આવે છે, કેમકે આજનું જૈન શાસન તેમની પરંપરા અનુસાર ચાલે છે.

મહાવીર સ્વામી :-

*. જન્મ: ઇ.સ પૂર્વે 599માં ઉત્તર બિહારનાં વૈશાલી પાસે કુંડગ્રામમાં
*. પિતા: સિધ્ધાર્થ. જેઓ ક્ષત્રિયકુળના વડા હતાં.
*. માતા: ત્રિશલાદેવી
*. મુળનામ: વર્ધમાન
*. બાળપણથી જ તપ,સંયમ પ્રત્યે રૂચિ.
*. માતા-પિતાની આજ્ઞાને વસ થઇ ‘ યશોદા ‘ નામની રાજકુંવરી સાથે લગ્ન.
*. એક પુત્રીનો જન્મ જેનું નામ’ પ્રિયદર્શના ‘
*. 30 વર્ષની વયે સાધુ બન્યા.
*. બાર વર્ષ સુધી તપ કરી ઇન્દ્રિયોને જીતી,તેથી ‘ જિન ‘ કે ‘ મહાવીર ‘ કહેવાયા.
*. 72 વર્ષની વયે બિહારમાં હાલનાં રાજગીરી પાસે પાવાપુરી મુકામે ઇ.સ 527માં દિવાળીનાં દિવસે દેહત્યાગ કર્યો.

જૈન સિધ્ધાંતો :-

(1) પાંચ મહાવ્રત :-

*. ત્રેવીસમા તીર્થકંર પાશ્વનાથે- અહિંસા,સત્ય,અસ્તેય,અપરીગ્રહ જેવાં ચાર વ્રતો આપ્યાં.
*. પાંચમાં વર્તનો ઉમેરો મહાવીર સ્વામીએ કર્યો-જે બ્રહ્મચર્ય છે.

(2) ત્રિરત્ન સિધ્ધંત :-

*. જૈનનાં ત્રિરત્ન સિધ્ધાંત ‘ રત્નત્રયી ‘ નામે ઓળખાય છે.
*. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ય

(3) ત્રણ ગુણવ્રતો :-

*. દિગ્વ્રત, ઉપભોગવ્રત અને અનર્થદંડ

ધર્મ પરિષદો :-

*. પ્રથમ પરિષદ:

*. ઇ.સ પૂર્વે ચોથી સદીમાં મળી.
*. જે પાટલીપુત્રમાં આચાર્ય શીલભદ્રનાં અધ્યક્ષ સ્થાને મળ ી.
*. જેમાં જૈન ધર્મનાં બાર અંગોની રચના થઇ.

*. બીજી પરિષદ :-

*. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં વલ્લભીપુરમાં મળી.
*. જેમાં જૈન ધર્મમાં બે ફાંટા પડ્યા – શ્વેતાબંર અને દિગબંર
*. સમય જતાં દિગબંરના બે ફાંટા પડ્યા – વિશ્વપંથી અને તેરાપંથી

📙📗📗જૈન સાહિત્ય :-

*. મહાવીર સ્વામીનો ઉપદેશ ગ્રંથ સ્વરૂપે થયોતેને’ આગમ ‘ કહેવામાં આવે છે.અથવા ‘ ગણપિટક ‘ના નામથી પણ ઓળખાય છે.

*. જૈન સાહિત્યની રચના ‘ પ્રાકૃત ‘ (અર્ધમાગધી) ભાષામાં થઇ છે.
*. હેમચંદ્રાચાર્યનો ‘ સિધ્ધહેમશબ્દાનુશાસન ‘ ગ્રંથ મહત્વનો છે.

🗃કાંગડા કિલ્લાની ટોચ પર આવેલા મંદિરની મહાવીરની
મૂર્તિ, જેને મહાવીરની મૂળ પ્રતિમા માનવામાં આવે છે.
📆અન્ય નામ: વર્ધમાન,સન્મતિનાયક,વીર,મહા-અતિવીર, શ્રમણ, નિગંથ
અસ્તિત્વનો ઐતિહાસિક સમય: ૫૯૯–૫૨૭ ઈ.પૂ.

* કુટુંબ

પિતા: સિદ્ધાર્થ
માતા: ત્રિશલા (પ્રિયકરણી)
કુળ: ઈક્ષ્વાકુ

* સ્થળો

જન્મ: કુંડલગ્રામ (બિહાર, વૈશાલી જિલ્લો)
નિર્વાણ: પાવાપુરી (બિહાર, નાલંદા જિલ્લો)

* લક્ષણો

વર્ણ: પીળો
લાંછન: સિંહ
ઊંચાઈ: ૬ ફૂટ
મૃત્યુકાળે ઊંમર: ૭૨ વર્ષ

* ક્ષેત્ર રક્ષક દેવ

યક્ષ: માતંગ
યક્ષિણી: સિદ્ધાયિકા

મહાવીર અર્થાત્ “મહાન નાયક કે અતિ બહાદૂર” એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર “વર્ધમાન”ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દર્મ્યાન થઈ ગયાં. વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪ મા અને અંતિમ તીર્થંકર હતાં . તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે. બૌદ્ધત્વના પાલિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ નોગંથ નાતપુત્તા તરીકે થયો છે.
📙🗞અષ્ટમંગળ ચિહ્ન ||

8 મહત્વપૂર્ણ જૈન ચિહ્ન

1. સ્વસ્તિક
શાંતિ અને સુખાકારી ચિહ્ન

2. શ્રિવતસા
‘વાત્સા’ નો અર્થ થાય છે છાતી અને ‘શ્રી’ અર્થ થાય છે સુંદરતા. છાતી ના મધ્યમાં નરમ વાળ ના સમૂહ નો વધારો થાય છે. આ શ્રિવતસા કહેવામાં આવે છે. શ્રિવતસા જીના ના હૃદય પર એક સુંદર ચિહ્ન છે.

3. નાંધ્યવાર્તા
નવ ખૂણાઓ સાથે મોટા સ્વસ્તિક. પૌરાણિક મા નાંધ્યવાર્તા ના નવ બિંદુ પદાર્થ, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સંપત્તિ અને ખજાનો નવ પ્રકારો સૂચવે છે.

4. વર્ધામણાકા
વર્ધામણાકા ને શરાવ તરીકે પણ જાણીતૂ છે. દીવા માટે ઉપયોગ છીછરા માટીનું તાટ (રાકાબી), જ્યારે ઍક માટીની રાકાબી બીજી રાકાબી ઉપેર ઉલ્ટી મૂકવા મા આવે છે ત્યારે, તે એક બોક્સ જેવુ દેખાય છે. આ ચિહ્ન ભગવાન ની કૃપા થી સંપત્તિ, નામના અને ગુણવત્તામા વધારો સૂચવે છે.

5. ભદ્રસના
સિંહાસન જેનો અર્થ થાય છે. ભદ્રસના ઍ ઍક પવિત્ર બેઠક મુક્ત જીવો તરીકે ગણવામાં આવે છે.

6. કલશ
કલશ ઍક કલ્યાણ નુ પ્રતીક છે, તે એક પવિત્ર લૉટો છે જે તાંબુ, ચાંદી અથવા પોલા

દ (સ્ટીલનો) બનેલો હોય છે. કલશ ધાર્મિક અને સામાજિક સમારોહમાં ઉપયોગ થાય છે અને મંદિરોમા પૂજા કરવામાં પણ ઉપયોગ થાય છે. જ્યારે નવા ઘરમા ગ્રહપ્રવેશ કરે છે ત્યારે કલશ મા શુદ્ધ પાણી ભરી, માથા પર મૂકી મંત્રો પાઠ કરવાનો પણ રીવાજ છે. આ વિધિ નવા ઘરમાં સુખ, શાંતિ અન સમૃદ્ધિ ફેલાવા માટે કરવામાં આવે છે.

7. મીનયુગલ
મીનયુગલ માછલીની એક જોડ છે. આ પ્રકાર ની જોડી દિવ્ય ગણવામાં આવે છે. કારણકે તે બ્રહ્માંડના દરિયામાં દિવ્ય જીવન નો પ્રવાહ બતાવે છે.

8. દર્પણ
દર્પણ નો અર્થ અરીસો પણ થાય છે. દર્પણા આત્માનો પ્રતીક છે
✍યુવરાજસિંહ જાડેજા(ગોંડલ)🙏

🗃🗳ભારતના ૯ દર્શનોમાં યોગદર્શન, વેદાંતદર્શન, સાંખ્ય – દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વમિમાંસા, ઉત્તરમિમાંસા, બૌધ્ધદર્શન ચાર્વાક દર્શન અને જૈનદર્શન છે. જૈનદર્શનમાંથી જૈનદર્શનની વિશિષ્ટતાએ અનેરી છે…. કારણ કે ભગવાન ગૌતમબુધ્ધના નામથી બૌધ્ય દર્શન, ઈશુખ્રિસ્તના નામથી ઈસાઈ ધર્મ, વિષ્ણુ ભગવાનના નામથી વૈષ્ણવધર્મ, શિવના નામથી શૈવધર્મ દુનિયામાં પ્રચલિત છે પણ મહાવીર કે ઋષભના નામે મહાવીર ધર્મ કે ઋષભ ધર્મ પ્રચલિત નથી. જેણે પછી કોઈપણ આત્માએ રાગ-દ્વેષ વગેરે અંતઃશત્રુને જીત્યા તે જિન કહેવાય અને તેમણે જે ધર્મ સ્થાપ્યો તે જૈન ધર્મ કહેવાયો, અને તેના અનુયાયીઓ જૈન કહેવાય. અહી નાત-જાત કે દેશકાળની કોઈ એક વ્યકિતને ધર્મ સ્થાપવાનો એકહથ્થુ અધિકાર નથી અપાયો. જેનામાં ધર્મ સ્થાપવા માટે સર્વજ્ઞતા અને વીતરાગતાનો ગુણ હોય તે જૈનદર્શન પૂજય પ્રણેતા તીર્થીંકર બન્યા – અહીં વ્યકિતના નામને નહી પણ ગુણને મહત્વ અપાયું છે આ જ જૈનદર્શનની વિશિષ્ટતા છે કે જેનામાં વ્યકિતની નહી પણ ગુણની પૂજા થાય છે.

📕ભગવાન મહાવીરના સત્તાવીશ ભવમાંથી સાત ભવ ત્રિદંડી તરીકેના છે: ૧. મરીચિ ૨. કૌશિક, ૩. પુષ્યમિત્ર,૪. અગન્યુદ્દ્યોત, ૫. અગ્નિભૂતિ ૬. ભારદ્ધાજ અને ૭. સ્થાવર. મરીચિના ભવ સિવાય બાકીના છએ ભવમાં તેઓ બ્રાહ્મણ તરીકે જન્મયા હતા. ત્રિદંડીની વાત એક મહત્વનું સૂચન કરે છે , સાધુના કપરા આચારો પાળી નહિ શકનાર ત્રિદંડી બને છે. એ આચરણો છૂટ લઈને સાધુ રહી શકાય નહિ. પાંચમા ભવમાં કૌશિક બ્રાહ્મણ તરીકે ભગાવન મહાવીર સ્વામીએ ત્રિદંડી ધર્મ પાળ્યો. એ પછી એમના અનેક ક્ષુલ્લક ભવો મળે છે.
📕સારાંશ :-

ભૌતિક સુખ અને ઊડતા પતંગિયા વચ્ચે ખૂબ સામ્ય છે. રંગબેરંગી હોવાને કારણે પતંગિયા આકર્ષે છે. માનવીના ભૌતિક સુખ અને સદા આકર્ષતા રહે છે. એ પતંગિયાને પકડવા માટે જેમ જેમ પાછળ દોડો, તેમ તેમ એ દૂર ભાગતું જાય છે. એષણા , ઇચ્છા, કામનાઓ કે લાલસાઓની તૃપ્તિ માટે માણસ દોડતો હોય છે અને એ પકડવાને બદલે માણસને વધુને વધુ ઇચ્છાઓના આકાશમાં દોડતો રાખે છે.
🗳🗳શ્રમણ ભગવાન મહાવીર એ માત્ર જૈનોના જ નહીં, સમગ્ર વિશ્વના મહાન જ્યોતર્ધિર હતા. વૈચારિકક્ષેત્રમાં પ્રભુ મહાવીરની જીવનદૃષ્ટિ જેટલી ઉદાર, સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ આચારક્ષેત્રમાં કઠોર રહી હતી. ભગવાન મહાવીરના સમગ્ર જીવનદર્શનને માત્ર બે જ શબ્દમાં મૂલવવું હોય તો એમ અવશ્ય કહી શકાય કે તેમના વિચારમાં ઉદારતા અને આચારમાં કઠોરતા હતી.

📕ભગવાન મહાવીરે ઉપદેશ્યું હતું કે દરેક વાત પોતપોતાના દૃષ્ટિકોણથી અને અપેક્ષાભેદથી સત્ય હોઈ શકે છે એટલે કોઈને જૂઠો ન કહો. ‘સૂત્રકૃતાંગ’માં તેમણે કહ્યું છે:

સયં સયં પસંસંતા ગરંહતા પરં વયં

જે ઉ તત્થ વિઉસ્સતિ સંસારે તે વિઉસ્સિયા

અર્થાત્ જે પોતપોતાના મતનાં વખાણ કરે છે અને બીજાના મતની નિંદા કરે છે તે સત્યને પ્રદૂષિત કરે છે અને તેથી તે સંસારમાં પરિભ્રમણ કરતો જ રહે છે.

🙏આમાં બીજી કોઈ ઉંડાણ પુર્વક માહિતી જોઈતી હોય તો મને પર્સનલમા મેસેજ કરી જાણ કરી શકો છો...
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment