Monday, July 15, 2019

રણછોડદાસ ઝવેરી --- Ranchoddas Zaveri

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
⭕️🔘રણછોડદાસ ઝવેરી⭕️🔘
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🖌📝રણછોડદાસ ઝવેરી ૧૯મી સદીના ગુજરાતી ભાષાના નૂતન શિક્ષણનાં પ્રણેતા હતાં. 
📝🖋તેઓનો જન્મ ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં થયો હતો. તેઓના પિતાશ્રીનું નામ ગિરધરભાઈ હતું. 
🖌📝રણછોડદાસજીએ પોતાના અભ્યાસકાળ દરમિયાન સંસ્કૃત અને હિન્દી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. 
✒️📝આ ઉપરાંત તેની સાથે અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનાં વાંચન અને લેખનથી પોતાનું જ્ઞાન સમૃધ્ધ કર્યુ હતું.
📌🖍📮તેઓ *બુધ્ધિવર્ધક હિન્દુસભાના પ્રથમ પ્રમુખ બન્યા હતાં.*
🎯👉સરકારી નોકરી દરમિયાન તેઓએ *સર્વપ્રથમ ગુજરાતી વર્ણમાળા* અને ત્યારબાદ સમયાંતરે વાંચનમાળા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, ભૂમિતિ વગેરે પુસ્તકો તૈયાર કર્યા હતાં. 
👉તેમજ અંગ્રેજી ભાષા અને મરાઠી ભાષાનાં ઘણાબધાં પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી ભાષામાં કર્યુ હતું. 
🎯👉*સુરતમાં પુસ્તકપ્રસારક મંડળીની સ્થાપના કરવામાં શ્રી રણછોડદાસ ઝવેરીનો અગત્યનો ફાળો હતો.* 
👉રણછોડદાસજીની કર્તવ્યનિષ્ઠાને કારણે ઉપરી અંગ્રેજ અધિકારીઓમાં તેઓ પ્રીતિપાત્ર બન્યા હતા. 
✅👉તેઓના જીવનના નિવૃતિના દિવસો સુધી તેઓએ કેળવણીક્ષેત્રે સંગીન કામગીરી બજાવી હતી. 
🎯👉પ્રખર ગુજરાતી સાહિત્યકાર નર્મદે પોતાનાં સાહિત્યમાં નોંધ્યું છે કે, *" પ્રથમ ચોપડીઓ તૈયાર કરવામાં જેમણે શ્રમ લીધો છે તે રણછોડદાસને અમે આરંભકાળે ગુજરાતની પ્રસિધ્ધિનો પહેલો પુરુષ કહીશું "* તેઓ તા.૨૩-૦૮-૧૮૭૩ના રોજ પોતાનું જીવનકાર્ય પુર્ણ કરી અવસાન પામ્યા હતા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment