Thursday, July 18, 2019

સામાજિક વિકાસમાં મુસ્લિમ મહિલાઓનો ફાળો --- Contribution of Muslim women in social development

💆🙍🙎🙋🙆🙅💁🙇‍♀👸🕵‍♀💂‍♀
*સામાજિક વિકાસમાં મુસ્લિમ મહિલાઓનો ફાળો*
🙅👰💁👸🕵‍♀💂‍♀👷‍♀👮‍♀👳‍♀👱‍♀👧🏻
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*આપણે જાણીએ છીએ કે ઇસ્લામી સાહિત્ય, ફિકહ અને બીજા ઘણા અભ્યાસોમાં મુસ્લિમ મહિલાઓનો અમુલ્ય ફાળો રહ્યો છે. પણ એવા બીજા પણ ઘણા ક્ષેત્રો છે. જેમાં મુસ્લિમ મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે, પણ આપણે એમનાથી અજાણ છીએ. આજે આપણે એમના વિશે માહિતી મેળવીશું. એવી ઘણી જ સ્ત્રીઓ છે કે જેમણે વિવિધિ ક્ષેત્રોમાં પોતાની કાબેલીયતનો પરિચય કરાવ્યો છે કે જેનાથી વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ બાકાત રહી શક્યો નથી. અને ઘણી મહિલાઓ એવી પણ આ ધરતી પર જન્મી ચુકી છે કે જેમણે દાન, શિક્ષણ અને ધાર્મિક સંસ્થાઓ પણ સ્થાપી છે. એમાંના અમુક પ્રખ્યાત નામમાં મુખ્ય છે :👇👇*

*☪☪ઝુબૈદા જેમણે બગદાદથી મક્કા સુધીના ધાર્મિક યાત્રાના માર્ગ પર કુવાઓ અને આરામ ગ્રહો સ્થાપ્યા હતા.*

☪☪સુતૈયતા કે જેઓ ગણિતશાસ્ત્રી હતાં અને ન્યાયલયના વિશેષ શાક્ષી રહ્ય હતા. 
☪☪દાયફા ખાતૂન કે જે વ્યવસ્થાપન અને રાજકારણમાં ખુબ જ કુશળ હતા. ☪☪ફાતિમા અલ ફહરી કે જેમણે ફૈઝ નમી વિસ્તારમાં મસ્જિદ અને યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

ગિરીશ ગણાત્રા --- Girish Ganatra

👏👏👏👏👏👏👏👏👏👏👏
મણિલાલ ટપાલી – ગિરીશ ગણાત્રા
👏👏👏👏👏👏👏👏👏👏👏
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

👇👇👇👇👇👇👇👇👇👇👇
નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા :

સાંજરે ને સવારે દઈ કાગળો
નિત્યુ તું માર્ગ તારે સિધાવે,
તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું,
કોઈ દી તું ભલા, ઉર લાવે ?

કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર પર વારંવાર અમારી નજર ખેંચાયા કરતી. ખાખી ડગલો ને પાટલૂન, માથે ત્રણ બટનવાળી ટોપી, બગલમાં ટપાલનો થેલો ને હાથમાં ચારપાંચ ટપાલો. હા, આંખે ચશ્માં ને કાન પર ફેરવીલી પેન્સિલ. આ થયું ટપાલીનું ચિત્ર. મારા ગામમાં એ વખતે ગિરજો ટપાલી ક્યારેક અમને પીપરમિંટની ગોળીઓ આપતો એટલે કોઈ પણ ‘ટપાલી’ અમને ભલો ને મજાનો લાગતો. ભલે એની કામગીરીનું કોઈ મહત્વ અમે આંક્યું ન હોય !

ઋત્વિ વ્યાસ મહેતા --- Rtvi Vyas Mehta

💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
એકવીસમી સદીનો ટપાલી (લઘુકથા) – ઋત્વિ વ્યાસ મહેતા 
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા. ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે પણ એજ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ..

ગ્લોબલાઇઝેશન, મોર્ડનાઇઝેશન, કોમ્પુટરાઇઝેશન – આ બધું જ હવે ભારત દેશના ખૂણે ખૂણે ધુમાડાની જેમ પ્રસરી ગયુ છે અને એનાથી ગામડાઓ પણ બાકાત નથી રહ્યા. આ વાત છે ગુજરાતના મહેસાણા પાસેના ગામડાની, કહેવાતું ગામડુ જ્યાં હવે ગામડાની સંસ્કૃતિએ આધુનિકતાનો આંચળો ઓઢી લીધો છે. ગામમાં તળપદા ગુજરાતીનું સ્થાન ગુજલીશ ભાષાએ લીધું છે અને બીજા પણ ઘણા બધા ફેરફારો… આવા જ એક ગામના ટપાલી.. મનસુખ ભાઈ, એક આદર્શ ટપાલી, પણ પચાસ વરસે તેમની ત્રણ પાંદડાની ડાળીનું એક પાંદડું વિખુટું પડી ગયું અને મનસુખભાઇ તથા તેમનો દીકરો લખમણ એકલા પડી ગયા.

*મિત્રો શું તમે જાણો છો કે ભારતીય સેના, નૌસેના અને વાયુસેના ની સલામી અલગ કેમ છે? તમને ખબર છે?*

✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏🏻*

*મિત્રો શું તમે જાણો છો કે ભારતીય સેના, નૌસેના અને વાયુસેના ની સલામી અલગ કેમ છે? તમને ખબર છે?*

*🇮🇳🇮🇳🇮🇳ભારતીય સૈનિકો ની વચ્ચે સલામી એક સન્માન અને વિશ્વાસનું સંકેત છે, સાથે જ ચમકતી વર્દી તેમની ગૌરવપૂર્ણ દેશની સેવા, શિષ્ટાચાર અને શિષ્ટતા ને પ્રદર્શિત કરે છે. રોચક વાત એ છે કે સેનાની વિભિન્ન શાખાઓમાં સલામી અલગ-અલગ હોય છે.*

🏴ભારતમાં થલસેના, વાયુસેના અને નૌસેના માં અલગ-અલગ સલામી હોય છે અને તેમાંની દરેકનો અલગ અર્થ અને કારણ છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
*👮👮‍♀👮તમે આ ત્રણ સેનાઓની સલામી વિષે જાણીને વિસ્મિત થઇ જશો.👇👇👇*

*👮‍♀👮👮‍♀ભારતીય સેના- ખુલ્લી હથેળીથી સામેની બાજુ સામનો કરે છે:-* ભારતીય સેનામાં, સલામી હથિયારની સાથે એક ખુલ્લી હથેળી ઇશારાથી અપાય છે. સલામી આપતી વખતે બધી આંગળીઓ અને અંગુઠા ટોપીની સજાવટી પટ્ટી અને ભ્રમર ને સ્પર્શ કરે છે. આ સૈનિકોની વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની સાથે જ એવું પણ સાબિત થાય છે કે વ્યક્તિના મનમાં સલામી આપતી વખતે કોઈ ખરાબ ભાવના નથી અને ક્યાય કોઈ હથિયાર પણું છુપાવેલું નથી....

ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV -- ISRO's most successful rocket PSLV

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV*
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🙏આભાર પરમ મિત્ર વિરલ સર🙏*

*PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.*

🇮🇳🇮🇳ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે. *PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૮ વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે. આ રોકેટ માત્ર ભારત માં જ નહી વિદેશ માં જ એટલું લોકપ્રિય છે. બીજા કોઇપણ વિદેશી સેટેલાઈટ લોન્ચીંગ સિસ્ટમ કરતા ભારત નું આ PSLV સસ્તું છે. અને ૧૦૦ ટકા સફળતા નો રેકોર્ડ ધરાવે છે. આજ સુધી ના કુલ લોન્ચીંગ માં માત્ર ૩ જ વાર આ અસફળ રહ્યું છે.

TaihuLight

💻🖥💻🖥💻🖥💻🖥💻🖥💻
*TaihuLight –વિશ્વ ના સૌથી ઝડપી અને પાવરફુલ ચાઈનીઝ સુપરકોમ્પ્યુટર*
💻🖥⌨💻🖥⌨💻🖥⌨💻🖥
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*મિત્રો અમેરીકા અને ચીન વચ્ચે ચાલતી સૌથી ઝડપી અને પાવરફુલ સુપરકોમ્પ્યુટર બનાવવાની રેસ માં ફરી એક વાર ચીન એ બાજી મારી લીધી છે. ચીને બનાવ્યું છે વિશ્વ નું નવું સૌથી પાવરફુલ સુપરકોમ્પ્યુટર જેનું નામ છે. TaihuLight. તો ચાલો જાણીએ શું છે આ સુપરકોમ્પ્યુટર માં.⬇️⬇️⬇️⬇️*

*TaihuLight ની સ્પીડ ૯૩ પેટાફ્લોપ છે.😳😳 મતલબ કે આ કોમ્પ્યુટર પ્રતી સેકન્ડ ૯૩ હજાર કરોડ ની ગણતરી કરી શકે છે. 😳આ કોમ્પ્યુટર તેના પાછલા સુપરકોમ્પ્યુટર Tiahane-2 કરતા ડબલ સ્પીડ ધરાવે છે. ➖આ કોમ્પ્યુટર એ ચીન એ પોતે ડીઝાઇન કરેલા અને બનાવેલા 🔘શેનવેઈ પ્રોસેસર નો ઉપયોગ કરેલો છે.🔘 ⭕️અમેરીકા અને ઇન્ટેલ કંપની એ પોતાના લેટેસ્ટ ચીપ ચીન ને આપવા નો ઇનકાર કરતા ચીન એ પોતાના પ્રોસેસર બનવ્યા છે. 🔷⭕️TaihuLight માં કુલ ૪૧૦૦૦ પ્રોસેસર છે. અને દરેક પ્રોસેસર માં બીજા ૨૬૪ કોર આવેલા છે. એટલે કે કુલ મળી ને ૧૦ કરોડ થી પણ વધારે કોર આ કોમ્પ્યુટર માં છે. 🇦🇺🗽🗽જયારે અમેરીકા ના સૌથી પાવરફુલ કોમ્પ્યુટર માં ૫,૬૦,૦૦૦ કોર છે, આ કુલ ૧.૪ પેટાબાઈટ ની રેમ ધરાવે છે. ⚡️આ સુપરકોમ્પ્યુટર કુલ મળી ને ૧૫ મેગાવોટ ની વીજલી નો ઉપયોગ કરે છે.આટલી વિદ્યુત થી કુલ ૧૫૦૦૦ ઘર ને રોશન કરી શકાય છે. સૌથી ખાસ વાત એ કે આના માટે ચીન એ પોતાના માઈક્રોપ્રોસેસર વિક્શાવ્યા છે.*

*☢☢આ સિસ્ટમ ને ચીન ની નેશનલ સુપરક્મ્પ્યુંટીંગ સેન્ટર અને વુક્ષી શહેર ખાતે રાખવામાં આવ્યું છે. અને આ💻💻 કોમ્પ્યુટર National Research Center of Parallel Computing Engineering & Technology દ્વારા બનાવામાં માં આવ્યું છે. 💣💡💣આ સિસ્ટમ નો ઉપયોગ અણુબોમ્બ ના અસર માપવા, મોસમ વિભાગ, બીગ ડેટા એપ્લીકેશન , સાયબર સુરક્ષા, અને પૃથ્વી નો અભ્યાસ કરવામાં માટે ખુબ ઉપયોગી થશે. 💡🔦💡આ સિસ્ટમ સાથે ચીન સુપરકોમ્પ્યુટર ની સંખ્યામાં અમેરીકા થી આગળ નીકળી ગયું છે. ચીન પાસે કુલ મળી ને ૧૬૭ સુપરકોમ્પ્યુટર છે. 🗽જયારે અમેરીકા પાસે ૧૬૫ સુપરકોમ્પ્યુટર છે. અને યુરોપ માં કુલ ૧૦૫ સુપર કોમ્પ્યુટર છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

રફાલ વિમાન ---- Rafal plane

✈️🛫🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*🇮🇳🇮🇳🇮🇳રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું ઘાતક વિમાન🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*મિત્રો આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી હતી? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.*

*🎯👉સુખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થયો એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થયો હતો.*