Friday, July 19, 2019

રાષ્ટ્રીય પ્રાણી વાઘ --- National animal tiger

રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

🎯

W.D
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.

India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

તિલકા માઝી -- Tilka Maszi

💠💠💠💠💠💠💠💠💠💠💠
સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ ક્રાંતિકારી : તિલકા માઝી
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આદિવાસી જનજાતિઓની ઉલ્લેખનીય ભૂમિકા રહી છે. સંથાલી હોય કે પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની ભીલ જનજાતિ કે પછી પૂર્વીય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગોડ અને કોરકૂ વનવાસી, દેશના અન્ય અનેક વિસ્તારોમાં વનવાસી જનજાતિઓએ તત્કાલીન રાજાઓ અને સામંતો વિરુદ્ધ વિદ્રોહનાં બ્યૂગલ બજાવ્યાં હતાં, જે પાછળથી અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પરિણમ્યાં. વનવાસીઓ સાથેના સંઘર્ષમાં શક્તિશાળી બ્રિટિશ હુકૂમતને પણ અનેક વખત મોઢાની ખાવી પડી હતી.

ઝારખંડના છોટા નાગપુર અને સંથાલ પરગણાના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓમાં સિરસા મુંડા, સિદો કાન્હૂ, ચાંદ ભોરમ, બુદ્ધ ભગત, રઘુનાથ મંગૂ સહિત અનેક ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ શંખનાદ કરાયો હતો. આમાં સૌથી મહત્ત્વનું નામ એટલે ‘તિલકા માઝી.’ એ સમયે ઝારખંડ બિહારનો જ એક ભાગ હતું. આ પહાડી વિસ્તારમાં સંથાલ જાતિ અને અંગ્રેજ સેના વચ્ચે ભયંકર લડાઈ છેડાઈ ચૂકી હતી. એક તરફ સંથાલીઓમાં પોતાની ભૂમિ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવવાનું ઝનૂન હતું તો બીજી તરફ અંગ્રેજો પણ આ વિસ્તાર પર કબજો જાળવી રાખવા મરણિયા બન્યા હતા. અંગ્રેજ સરકાર કોઈપણ ભોગે અહીંની રાજમહેલ પહાડીઓ પર પોતાનો અધિકાર સ્થાપવા માંગતી હતી. પરિણામે અહીંની સંથાલ જાતિઓના વનવાસીઓએ વિદ્રોહ કરી દીધો, જેનું નેતૃત્વ તિલક માઝી નામનો વનવાસી યુવક કરી રહ્યો હતો. તેણે છાપામાર યુદ્ધ છેડી અંગ્રેજોને ભાગલપુર અને રાજમહેલની પહાડીઓ પરથી ભાગી જવા મજબૂર કરી દીધા. છેક ૧૭૭૧થી ૧૯૮૪માં આ વનવાસી યુવકે છાપામાર યુદ્ધ થકી અંગ્રેજ હુકૂમતના નાકમાં દમ કરી દીધો હતો.

APEC Summit

💥💥 APEC સમિટ💥💥

👉પૂર્ણ નામ- એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ 
👉હેડક્વાર્ટર્સ - સિંગાપોર
👉સ્થાપના - 1989

👉હેતુ - એશિયા-પેસિફિક દેશોના અર્થતંત્રો વચ્ચે વધતી જતી અાઘારિતતા અને એશિયા-પેસિફિક આર્થિક ગતિશીલતા અને સમુદાયની સમજ આગળ વધારવાની જરૂરિયાતને આધારે એપીઇસીની સ્થાપના કરવામાં આવી હતી.

👉કુલ દેશો - ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રુનેઈ, ચીલી, ચીન, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ,પાપુઆ, ન્યુ ગિની વિયેતનામ. 
આ કુલ 21 દેશો છે

👉એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલન બોલાર્ડ
.
👉26 મી એપીઇસી સમિટ 2014 - બેઇજિંગ, ચીન

👉27 મી એપીઇસી સમિટ 2015 - મનિલા, ફિલિપાઇન્સ

મકરંદ દવે --- Makrand Dave

🌺🌻🌹🌷🌼🌸💐💐🌺🌻🌸
*મકરંદ દવેની મારી સૌથી પ્રિય રચનાઓ*
🌸🌼🌷🌹🌻🌺💐🌸🌼🌷🌻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી હોય છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે.. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.*

*👇👇ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
🙌🏻🙌🏻🙌🏻🙌🏻
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?

Thursday, July 18, 2019

18 July

💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️
♻️ઈતિહાસમાં ૧૮ જુલાઈનો દિવસ♻️
🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎍ભારતે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો🎍

વર્ષ ૧૯૮૦માં આજના દિવસે ભારતે પોતાના રોકેટ SLV - 3 દ્વારા ૩૫ કિલોગ્રામ વજનનો પોતાનો જ સેટેલાઇટ છોડ્યો હતો . સેટેલાઇટ તરતો મૂકી ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો .

📕📒📕Mein Kampf📕📗📒

જર્મનીના સરમુખત્યાર હિટલરે તેની રાજકીય વિચારધારા વર્ણવતી આત્મકથા ' મેન કેમ્ફ ' વર્ષ ૧૯૨૫માં આજના દિવસે પ્રકાશિત કરી હતી . હિટલર સત્તા પર હતો ત્યારે આ પુસ્તકની લોકપ્રિયતા ચરમસીમાએ હતી .
📕જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરે લખેલી આત્મકથા ' મેન કાફ ' (ઇંગ્લિશમાં માય સ્ટ્રગલ ) 1925ની 18 જુલાઈએ પ્રસિદ્ધ થઈ હતી . વર્ષ 2016માં તેના કોપીરાઇટનો સમયગાળો પૂરો થતાં પુન : પ્રકાશિત કરાઈ હતી 

📌📍યુદ્ધમાં જેટ એન્જિનનો પહેલો ઉપયોગ🎌📖🎌

તીવ્ર રફતાર માટે જાણીતા જેટ એન્જિનનો યુદ્ધમાં પહેલો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધમાં 1942ની 18 જુલાઈએ જર્મની દ્વારા કરાયો હતો . જર્મનીએ Messerschmitt Me 262 નામના યુદ્ધ વિમાનમાં જેટ એન્જિન બેસાડ્યુ હતું .

18 July -- - NC