🌺🌻🌹🌷🌼🌸💐💐🌺🌻🌸
*મકરંદ દવેની મારી સૌથી પ્રિય રચનાઓ*
🌸🌼🌷🌹🌻🌺💐🌸🌼🌷🌻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી હોય છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે.. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.*
*👇👇ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
🙌🏻🙌🏻🙌🏻🙌🏻
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ … ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ … ગમતાંનો કરીએ ગુલાલ
– મકરંદ દવે
〰〰♻️♻️🔰🔘🔰🔘🔰🔘🔰
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વર્ષે ફોરમનો ફાલ.
આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ
*ગમતાંનો કરીએ ગુલાલ નાં કવિ, ગુજરાતી ભાષાનાં કબીર, ટાગોર કે પછી મિરાંબાઈ કહો…શ્રી મકરંદ દવે મારા પ્રિય કવિ છે.*
*🌊🗣🌊દરિયા પછી🌊🌊🗣*
કોને કહી રહ્યો છું, મને પાર ઉતારો?
દરિયા પછી છે દરિયો, ન દરિયાનો કિનારો.
આ ધુમ્મસી ગઢેય ભલા, આગ લગાડી?
માગ્યો જ્યાં તારી તાપણીથી એક તિખારો.
ગુમનામ દિશાઓની સફર છે, ઓ ખલાસી !
સળગી ઊઠ્યો જો, મારી નનામીનો સિતારો.
મારા ઉપર ગજબ તેં ગુજારી તો ગુજારી,
આંખોની રોશની બન્યો છે રાતગુજારો.
આ શ્વાસની કમાણી ને ઉચ્છ્વાસની ખરચી,
સિલક ન જમા કોઈ, તો ન કોઈ ઉધારો.
આવ્યા-ગયાનો ખ્યાલ નથી કોઈનો મને,
પગલાં સૂણીને માત્ર, કહ્યું છે કે પધારો.
-(27-1-1975)
-👆અમલપિયાલી-મકરંદ દવેની કવિતામાંથી.
🔘〰🔘〰🔘〰🔘〰🔘〰🔘
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*અમે રે સૂકું રૂ નું પૂમડું,*
*તમે અત્તર રંગીલા રસદાર;*
*તરબોળી દ્યો ને તારેતારને,*
*વીંધો અમને વ્હાલા,& *આરંપાર :*
*આવો, રે આવો હો જીવણ, આમના.*
અમે રે સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ – આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઇ – ખાધું ઇંધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર :
આવો, રે આવો હો જીવણ, આમના.
〰〰〰🐾🐾🐾🐾〰〰〰
*સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…*
ધૂળિયે મારગ – મકરંદ દવે
*👏👏👏કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?*
*કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.👏👏👏*
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
🌺🌻🌹🌷🌼🌸💐🌺🌻🌹🌷
*🌼🌸💐ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી – મકરન્દ દવે.*
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરે ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી !
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી…… ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
*આપજો – મકરંદ દવે*
“આપજો !” માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી – આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે.
🔰🔰
ઇશ આવીને આજ કહે કે
માગ તે આપું;
હદય, તને બાંધતા સકળ
બંધન કાપું;
દેવતાના દરબારમાં ઉંચે
આસને સ્થાપું;
મૂરખ મારું કાળજું છતાં,
કાંઇ ન માને;
હઠકરીને બેસતું એ તો,
એક જ ધ્યાને.
સોરઠની રૂડી બોમમાં નાના
ગામની સીમે;
પાય પખાળતી જાય વહી જ્યાં
નાવલી ધીમે.
મર્માળા મારાં માનવીની ત્યાં
સાંભળું વાણી;
સુખદુ:ખોની સાથ અમારે
થાય ઉજાણી.
એવારે કાંઇ ઓરતા મનને
કરતા જાદુ;
હોય કૃપા તો એટલું આપજો
સપનું સાદું;
ભોમકામાં એવી આયખું દેજો
ઇશ એકાદું.
(☝️શ્રી મકરંદ દવેની કૃતિ “અમલ પિયાલી” માંથી સાભાર)
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
〰〰💠〰〰〰〰
*🌍🌍પૃથ્વી – મકરંદ દવે🌍🌏*
ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.
ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા અંતરની અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.
અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ
રૂપને વિરૂપમાં વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.
– મકરંદ દવે
*આ કાવ્ય વિષે કવિએ કહ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગી તેનું આ વર્ણન છે. મને આ વાતની ખબર નો’તી. મને તો કાવ્ય ગમ્યું અને એવો અર્થ સમજાયો કે જાત ને જરા છેટેથી સાક્ષીભાવે નિહાળતા ઘણા રહસ્યો સમજાય છે……*

No comments:
Post a Comment