Friday, July 19, 2019

ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો --- Major Wars of Indian History

🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો*
🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉ભારતીય પ્રજા હજારો વર્ષોથી ગુલામી અને યુધ્ધોન્માદ જોતી અને સહન કરતી આવી છે. વિશ્વના દરેક ખંડમાંથી આક્રમણકારો જુદીજુદી પ્રયુક્તિઓ યોજી ભારતીય પ્રજાને ફોસલાવીને પગ પસેરો કર્યા બાદ સમય જતા છટકું ગોઠવીને પાછળથી હુમલાઓ કર્યાનાં દાખલાઓ છે.

*🎯👉હજારો વર્ષોનો સમય ગાળો ધરાવતો ભારતીય યુધ્ધ ઈતિહાસમાં અનેક યુધ્ધો લડાઈ ચુક્યા છે. ભૂતકાળમાં લડાયેલા યુદધોની આટલી વિશાળ સંખ્યા જોતા તેમાંથી ફક્ત અમુક મહત્વના યુધ્ધો આ લેખ માટે પસંદગી કરવી એ ખુબ જ મુશ્કેલ અને માથાકુટીયું કામ છે. આમ છતા આ લેખમાં જે યુધ્ધોનો ઉલ્લેખ કર્યો છે એ યુધ્ધો એ ભારતીય ઈતિહાસને નવા ચિન્હો આપ્યા છે. જો આ યુધ્ધો ન લડાયા હોત તો કદાચ ભારતીય ઈતિહાસ જુદી જ રીતે લખાયો હોત. આ યુધ્ધો અને તેને લીધે ભારતીય ઇતિહાસમાં લાંબાગાળે કેવા પરિવર્તનો આવ્યા એ જાણ્વું રસપ્રદ બની રહેશે.*

*ઈ.સ. ૩૨૬ હાઈડેસ્પીજનું યુદ્ધ :👉* સિકંદર અને પંજાબના રાજા પોરસની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિકંદરની જીત થઈ હતી.

*ઈ.સ. ૨૬૧ કલિંગાની લડાઈ 👉:* સમ્રાટ આશોકએ કલિંગ પર આક્રમણ કર્યું હતું અને યુદ્ધમાં થયેલ રક્તપાતથી વિચલિત થઈને તેમણે યુદ્ધ ન કરવાનું પ્રણ લીધું હતું.

ટીપુ સુલતાન --- Tipu Sultan

👁‍🗨✅👁‍🗨✅👁‍🗨👁‍🗨✅👁‍🗨👁‍🗨✅
*♻️♻️♻️ટીપુ સુલતાન♻️♻️♻️*
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨👁‍🗨

*હૈદર અલીએ બળવો નહોતો કર્યો. મૈસૂરના રાજાને નિવૃત્ત કરી દીધા હત.*
👇👇👇👇👇👇👇

પહેલાં તો જોઈએ કે પૉપ્યુલર બિલીફ શું છે. ટીપુ સુલતાન વિશેની. ૧૭૫૦ની સાલ. મૈસૂરના લશ્કરનો એક અફ્સર હૈદર અલી એના વિશ્ર્વાસુ મિત્ર ખંડેરાવ સાથે, એક લડાઈમાં વિજેતા બનીને પાછો દેવનહલ્લી આવી રહ્યો છે. પાછા આવતાં જ હૈદરને સમાચાર મળે છે કે એની બેગમે એક પુત્રને જન્મ આપ્યો છે. નાનપણથી આ દીકરો પરાક્રમી છે. સહેજ મોટા થયા પછી એ ટીપુ તરીકે ઓળખાય છે. હૈદર પોતાના પુત્રને કહે છે કે ‘આપણા મૈસૂરનો, આપણા હિન્દુસ્તાનનો સૌથી મોટો શત્રુ અંગ્રેજ છે. આપણે એ અંગ્રેજો સામે લડવાનું છે. હું અલ્લાની મદદથી અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકીશ.’ ટીપુ બાપુને વચન આપે છે: ‘હું એમાં તમારી મદદ કરીશ.’

રાષ્ટ્રીય પ્રાણી વાઘ --- National animal tiger

રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

🎯

W.D
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.

India's award

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
🏆🏆🏆ભારતના એવોર્ડો🏆🏆🏆
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🎯2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🎯3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🎯4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🎯5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

તિલકા માઝી -- Tilka Maszi

💠💠💠💠💠💠💠💠💠💠💠
સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ ક્રાંતિકારી : તિલકા માઝી
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આદિવાસી જનજાતિઓની ઉલ્લેખનીય ભૂમિકા રહી છે. સંથાલી હોય કે પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની ભીલ જનજાતિ કે પછી પૂર્વીય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગોડ અને કોરકૂ વનવાસી, દેશના અન્ય અનેક વિસ્તારોમાં વનવાસી જનજાતિઓએ તત્કાલીન રાજાઓ અને સામંતો વિરુદ્ધ વિદ્રોહનાં બ્યૂગલ બજાવ્યાં હતાં, જે પાછળથી અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પરિણમ્યાં. વનવાસીઓ સાથેના સંઘર્ષમાં શક્તિશાળી બ્રિટિશ હુકૂમતને પણ અનેક વખત મોઢાની ખાવી પડી હતી.

ઝારખંડના છોટા નાગપુર અને સંથાલ પરગણાના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓમાં સિરસા મુંડા, સિદો કાન્હૂ, ચાંદ ભોરમ, બુદ્ધ ભગત, રઘુનાથ મંગૂ સહિત અનેક ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ શંખનાદ કરાયો હતો. આમાં સૌથી મહત્ત્વનું નામ એટલે ‘તિલકા માઝી.’ એ સમયે ઝારખંડ બિહારનો જ એક ભાગ હતું. આ પહાડી વિસ્તારમાં સંથાલ જાતિ અને અંગ્રેજ સેના વચ્ચે ભયંકર લડાઈ છેડાઈ ચૂકી હતી. એક તરફ સંથાલીઓમાં પોતાની ભૂમિ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવવાનું ઝનૂન હતું તો બીજી તરફ અંગ્રેજો પણ આ વિસ્તાર પર કબજો જાળવી રાખવા મરણિયા બન્યા હતા. અંગ્રેજ સરકાર કોઈપણ ભોગે અહીંની રાજમહેલ પહાડીઓ પર પોતાનો અધિકાર સ્થાપવા માંગતી હતી. પરિણામે અહીંની સંથાલ જાતિઓના વનવાસીઓએ વિદ્રોહ કરી દીધો, જેનું નેતૃત્વ તિલક માઝી નામનો વનવાસી યુવક કરી રહ્યો હતો. તેણે છાપામાર યુદ્ધ છેડી અંગ્રેજોને ભાગલપુર અને રાજમહેલની પહાડીઓ પરથી ભાગી જવા મજબૂર કરી દીધા. છેક ૧૭૭૧થી ૧૯૮૪માં આ વનવાસી યુવકે છાપામાર યુદ્ધ થકી અંગ્રેજ હુકૂમતના નાકમાં દમ કરી દીધો હતો.

APEC Summit

💥💥 APEC સમિટ💥💥

👉પૂર્ણ નામ- એશિયા પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ 
👉હેડક્વાર્ટર્સ - સિંગાપોર
👉સ્થાપના - 1989

👉હેતુ - એશિયા-પેસિફિક દેશોના અર્થતંત્રો વચ્ચે વધતી જતી અાઘારિતતા અને એશિયા-પેસિફિક આર્થિક ગતિશીલતા અને સમુદાયની સમજ આગળ વધારવાની જરૂરિયાતને આધારે એપીઇસીની સ્થાપના કરવામાં આવી હતી.

👉કુલ દેશો - ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રુનેઈ, ચીલી, ચીન, તાઇવાન, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, પેરુ, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ,પાપુઆ, ન્યુ ગિની વિયેતનામ. 
આ કુલ 21 દેશો છે

👉એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - એલન બોલાર્ડ
.
👉26 મી એપીઇસી સમિટ 2014 - બેઇજિંગ, ચીન

👉27 મી એપીઇસી સમિટ 2015 - મનિલા, ફિલિપાઇન્સ

મકરંદ દવે --- Makrand Dave

🌺🌻🌹🌷🌼🌸💐💐🌺🌻🌸
*મકરંદ દવેની મારી સૌથી પ્રિય રચનાઓ*
🌸🌼🌷🌹🌻🌺💐🌸🌼🌷🌻
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી હોય છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે.. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.*

*👇👇ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
🙌🏻🙌🏻🙌🏻🙌🏻
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?