⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬
*👑👑દૂરદર્શનનો એ સુવર્ણકાળ...*
😇😇મારા યાદગાર સંસ્મરણો😇😇
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099309723*
*➡️એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: દૂરદર્શન. ન્યૂઝ પણ તેમાં આવે, માહિતીપ્રદ કાર્યક્રમો પણ તેમાં જ પ્રસારિત થાય અને સિરિયલ્સ તથા વિવિધ શો પણ તેના પર જ આવતા હોય. આવા સંજોગોમાં પણ વિવિધ પ્રકારનાં ટેસ્ટ ધરાવતા સર્વે લોકોને પોતાનું મનગમતું મનોરંજન મળી જતું હતું.*
*શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોવો હોય તેના માટે વિકલ્પો હતા, સાહિત્યની ક્લાસિક કૃતિઓ જોવી હોય તો પણ જોવા મળી રહેશે, માયથોલોજી-ધાર્મિક સિરિયલો જોવી હોય કે પછી એવોર્ડ વિનિંગ ઑફ્ફ-બીટ ફિલ્મો જોવી હોય...* દૂરદર્શનની એક જ અમ્બ્રેલા હેઠળ આ બધું મળી રહેતું. દૂરદર્શનના દર્શકો માટે રવિવાર તો કોઈ ઉજાણીથી કમ નહોતો. એ દિવસે સવારે બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ટેલિવિઝન સેટની સામે ગોઠવાઈ જાય. આખું અઠવાડિયું બધા રવિવારની રાહ જોતા હોય અને રવિવાર આવે કે ઘરમાં ઉજાણીનો માહોલ સર્જાય. *જેના ઘરમાં ટીવી સેટ ન હોય તે અડોશપડોશમાં પોતાની જગ્યા શોધી લેતા. ઘરમાં ટેલિવિઝન સેટ્સ હોય તેવા પરિવારો જ ઓછા હતા. મહોલ્લામાં જેના ઘરે ટીવી હોય તેનું સ્ટેટસ ઊંચું ગણાતું. એ વિસ્તારમાં તેનો રોલો પડતો. એ જમાનો હતો ટેલિવિઝનના દબદબાનો અને દૂરદર્શનના આગવા સ્ટેટસનો.*
😑😑 આજે પરિસ્થિતિ અલગ છે. ચોતરફ અસંખ્ય ચેનલ્સ છે. વિજ્ઞાનની ચેનલ અગલ છે. પર્યાવરણની નોખી છે. ઈતિહાસ, વન્યસૃષ્ટિ, મનોરંજન, ફેશન, મૂવિઝ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, જનરલ એન્ટરટેઈનમેન્ટ... નોખી નોખી સેંકડો ચેનલ છે. જોનારા ક્ધફ્યુઝ થઈ જાય એટલા વિકલ્પો છે. સ્થિતિ એવી છે કે વોટર વોટર એવરીવેર અને પીવા માટે એક બુંદ પાણી પણ નથી. *નોસ્ટાલ્જિયાની એક મજા હોય છે અને દૂરદર્શન યુગનો એ નોસ્ટાલ્જિક પીરિયડ યાદ આવ્યા વગર રહે નહીં.* કેવી-કેવી સિરીઝ અને કેવા-કેવા કાર્યક્રમો આવતા હતા દૂરદર્શન પર! યાદ કરતા જ આંખ સામેથી જાણે પટ્ટી પસાર થવા લાગે કેવા-કેવા કાર્યક્રમો હતા! બાળકો માટે *‘હી મેન એન્ડ ધ માસ્ટર ઑફ યુનિવર્સ’ કે ‘સ્પાઈડરમેન’* આવતું અને બાળકો તેની પાછળ ઘેલાં હતાં.